૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8
આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.