Monthly Archives: April 2018

રોલ નંબર પાંચ અને છ – અજય ઓઝા 4

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.

પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત 4

આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિક મકવાણા (હાર્દ), શ્રી દેવિકા રાહુલ ધ્રુવ, ડો. હેમાલી સંઘવી, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘ અને શ્રી બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’ ની પદ્યરચનાઓ. પાંચેય સર્જકમિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

રોલ નંબર ત્રણ અને ચાર – અજય ઓઝા 6

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.

પાંચ નવા ઈ-પુસ્તકો 2

રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે..

૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે
૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી
૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ
૪. દેતે હૈ ભગવાનકો ધોખા – દિનેશ સવાણી
૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ

બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી 1

કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગૌતમી’માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. ‘કસ્તુરી’ અને ‘દિશા’ પછી મરણોત્તર સંગ્રહ ‘મનોરથ’ પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને ‘પસંદગી’નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત ‘કાવ્યકુંજ’ અંતર્ગત ‘આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો’માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.

રોલ નંબર એક અને બે – અજય ઓઝા 12

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ.