મારી પ્રેયસી, મારી પ્રિયતમા… સવાર હોય કે સાંજ, દીવસ હોય કે રાત, ચાહે ખુશી હોય કે દુઃખ અને ચાહે તનહાઈ હોય કે ઘોંઘાટ, એ મારી ચારો તરફ છે. તે દરેક સમયે મારા હ્રદયની નજીક છે. જ્યારે હું વિચારૂ છું ત્યારે એ મારી કલ્પના છે, જ્યારે હું કાંઈક જાણવા માંગુ છું તો એ મારી જીગીષા છે. જ્યારે મારે કાંઈક મેળવવુ હોય તો એ મારી આકાંક્ષા છે, તમન્ના છે પણ જ્યારે કોઈ અવાજ આવે છે તો એ મારી ધ્વની છે. જ્યારે હું કાંઈક અનુભવું છું તો એ મારી ભાવના છે. જ્યારે હું કોઈને પ્રેમ કરૂં છું તો એ મારી સ્નેહા છે, પ્રીતી છે. જ્યારે હું લખું છું તો એ મારી રચના છે, કવિતા છે, આકૃતિ છે.હું નજર ઝુકાવું છું તો એ મારી ધરા છે, ધરતી છે, ઊર્વિ છે, ભૂમી છે, જ્યારે હું ઊપર જોઊં છું તો એ મારી કીરણ છે. આંખો ખોલું છું તો એ મારી પલક છે અને આંખો બંધ કરૂં છું તો એ મારી સપના છે. દિવસના અજવાળામાં એ મારી રશ્મી છે, રાતના અંધારામાં એ મારી જ્યોતિ છે. ચંદ્રને જોઊં તો એ મારી ચાંદની છે, તો તારાઓમાં એ મારી રોશની છે. ચંદ્ર પૂરો હોય તો એ મારી પૂનમ છે, અમાસમાં એ મારી કાજલ છે. આ ફૂલોને જોઊં તો એ મારી જાસ્મીન છે, ચમેલી છે, મધુમતી છે. પતઝડમાં એ મારી વાસંતી છે. હું ચલચિત્રો જોઊં છું તેમાં એ જ મારી માધુરી છે, અમૃતા છે, દીપીકા છે, રાની છે, પ્રીતી છે, કરીના છે, એ જ મારી કરીશ્મા છે, એ જ મારી સેલીના છે, એ જ મારી હેમા છે, એ જ મારી […]