હિમલ પંડ્યાની ગઝલો : જીવ-જગતનો કલાસંઘર્ષ – સ્નેહી પરમાર 3
‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.
ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે’ર.
જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.
સવારમાં બોલતી ચકલી, ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં જે આનંદ આપી શકવાની તાકાત છે એ આપણે ક્યાં માણી શકીએ છીએ?
પુસ્તકમાં અલગઅલગ તેર નિબંધ છે. મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના ‘અખંડઆનંદ’ના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે.
માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ.
આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે.
નિબંધોને અપાયેલા શીર્ષક સુંદર અને ચિતાકર્ષક છે જે અંદરની ભેટ માટેની તમારી તાલાવેલી વધાર્યા વગર નહીં રહે. પુસ્તક જોતાંં જ એને વાંચવાની તલપ જાગે છે.
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.
કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.
કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે.
‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.
એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.
એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.
આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!
જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.
હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.
હોટલે પહોંચતાં જ વનલતાને એથી યે કડવો અનુભવ થયો. પોતાના રૂમની ચાવી માંગી ત્યારે મેનેજરે ચાવી આપવાને બદલે બાજુમાં મૂકેલો તેનો સામાન બતાવ્યો અને કહ્યું, ‘તમારે રૂમ ખાલી કરવાની છે.’ વનલતાએ કહ્યું, ‘શા માટે?’ મેનેજરે કહ્યું, ‘તમે કચ્છી શેઠ સાથે ઝઘડો કર્યો છે. અમને કચ્છી શેઠની નારાજગી ન પોસાય. તમે કોઈ બીજી હોટલ શોધી લો.’ હવે તેના મગજની કમાન છટકી, તે બૂમો પાડવા લાગી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે બહાર નીકળી બાજુમાં આવેલી ત્રણ-ચાર હોટલોમાં ગઈ પણ કોઈએ તેને રૂમ ન આપી. કોઈ કચ્છી શેઠની નારાજગી વહોરવા તૈયાર ન હતા. હવે તે ખરેખર ગભરાઈ ગઈ. શું મુંબઈ ઉપર આ કચ્છી શેઠનું રાજ હતું. તેમની આણ એટલી બધી મોટી હતી!
તેની નજર સામે આવેલી પોલીસ ચોકી પર પડી. તેને થોડી શાંતિ થઇ. રસ્તો ક્રોસ કરીને તે પોલીસ સ્ટેશનમાં ગઈ. આખી પોલીસ ચોકી ઊભી થઇ ગઈ. વનલતા કેટલી મશહૂર અભિનેત્રી હતી,
એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’
ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’
બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’
‘ડબલ ઓ સેવન, દક્ષિણી ચીની સમુદ્રમેં હમારા જહાજ ગુમ હો ગયા હૈ..’
બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા’એમ’ બોન્ડને બોલાવીને હુકમ આપે એટલે પછીના દ્રશ્યમાં બોન્ડ સીધો જ ધરતીના કોઈ બીજા ખૂણે હોય. દરેક ફિલ્મમાં ખૂફિયા મિશન પર નીકળેલો બોન્ડ અંતે દુશ્મનોનો ખાત્મો બોલાવી ખાધું પીધું ને રાજ કર્યું પ્રકારના કારનામા જ કરે છે. જેમ્સ પોતે કઈ રીતે કારનામાઓ કરશે એ જોવાના જ પૈસા છે. એટલે જ તો બોન્ડ સીરીઝ અડધા દાયકાથી અણનમ છે અને હજુ કેટલાય વર્ષ ચાલ્યા કરશે.. લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક ‘૦૦૭ જેમ્સ બોન્ડ – સુપર સ્પાય’ ગુજરાતીમાં પ્રથમ વખત જેમ્સ બોન્ડના પાત્ર અને ફિલ્મોની વિગતે વાત લઈને આવે છે. આજે એમાંથી બોન્ડ અભિનેતાઓ વિશે જાણીએ..
મારા માટે અવિસ્મરણીય એક વધુ નવેમ્બર મહિનો પસાર થઈ ગયો. સરેરાશ મુંબઈગરાઓ માટે અને અન્ય ભારતીયો માટે ૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ એટલે સમુદ્રમાર્ગે આવી થોડા આતંકવાદીઓ મુંબઈ પર ત્રાટક્યા અને ૧૯૦થી વધુનો શિકાર બનાવી મોતને શરણ થયા. થોડા દિવસો પછી શહેરી જિંદગી ફરી એ જ રફ્તારથી ચાલુ થઈ ગઈ. દર વરસે ૨૬/૧૧ ના રોજ અમે આતંકીઓનો શિકાર બનેલાઓના માનમાં ભેગાં થઈએ છીએ. પહેલે વર્ષે ઘણાં લોકો આવ્યા. બીજે વરસે લોકોની હાજરી પાતળી થઈ ગઈ અને ત્રીજા વરસે તો લોકો લગભગ એ વાતને ભૂલી ગયા.
સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર. સુવિચારોની સુવાસ એ ત્રીસ સુંદર વિચારપ્રેરક અને પ્રેરણાદાયી સુવિચારોનું સંકલન છે. એક એક સુવિચાર આપના જીવનને અને આપની વિચારસરણીને બદલી શકે એવા સક્ષમ અને ઉપયોગી છે.
લલિતભાઈની કલમે હોલીવુડની અનેક ફિલ્મોના વિશદ અને ઉપયોગી છતાં મનોરંજક રિવ્યુ તેમની કટારમાં માણતા હોઈએ ત્યારે તેમના તરફથી આ પ્રકારનું પુસ્તક આશ્ચર્ય તો નથી જ! નવી પેઢીના પત્રકારો પાસેથી, લેખકો પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ વાચકો રાખે છે તેમાં સતત કાંઈક નવું મેળવવાની ઝંખના અને માહિતીની સાથે સાથે વાંચનની ખરી મજા આવે એવું કાંઈક વાંચ્યાનો સંતોષ ‘બ્રેવહાર્ટ્સ’માંથી મળી રહે છે. પુસ્તક લેખનના મર્યાદિત પ્રકારોની બહાર નીકળી ઉપયોગી માહિતી તથા ગુણવત્તાસભર લેખો ‘બ્રેવહાર્ટ્સ’માં પ્રસ્તુત કરતા લલિતભાઈને અનેક શુભકામનાઓ.
રોજ સવારે છાપામાં આવતા સમાચારોનૂં વિશ્લેષણ કરીએ તો તુરત જણાશે કે કોઇ પણ પેપરમાં નેગેટીવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝીટીવ સમાચાર કવચિત જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ,વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી.કે છાપાઓ ઉભરાતા હોય છે.જે આપણે ચા પીતા પીતા, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકી જાણે કશું ન બન્યું હોય એમ આપણા રુટિનમાં વ્યસ્ત બની જઇએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઇ છે કે એવા કોઇ સમાચારો આપણને ખલેલ સુધ્ધાં નથી પહોંચાડી શકતા.
જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૪૩૭માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.
૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિવસ, આજે તેમના મૃત્યુના સડસઠ વર્ષો પછી પણ તેમના વિચારો અને પદ્ધતિ આજના વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત અને અસરકારક છે જેટલી ત્યારે હતી. ઓબામા હોય કે મંડેલા, મોદી હોય કે આંગ સૂ કી કે અન્ય કોઈ પણ વિશ્વનેતા, ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે આ દરેકે કદમતાલ મિલાવવાનો જ સંદેશ વિશ્વને આપ્યો છે. એક વર્ષ જૂનું, અત્યંત સુંદર અને વાંચનપ્રદ સાહિત્ય પીરસતું સામયિક ‘આનંદ ઉપવન’ જાન્યુઆરી અંકને ‘બાપુ વિશેષાંક’ તરીકે લઈને ઉપસ્થિત થયું છે અને તેની પ્રસ્તુતિ ખરેખર દાદ માંગી લે તેવી સુંદર છે. આજે તેમાંથી જ કેટલાક સંકલિત પ્રસંગો પ્રસ્તુત છે.