Monthly Archives: March 2011


મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી 11

. . . . . . . . . . અને લોકોની “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” સંભળાઈ. હું પણ એ જલસામાં જોડાવા ત્યાં પહોંચ્યો. લોકલ ટીવી ચેનલોના કેમેરામેન અને સભ્યો માઈક લઈને બધાને “તમારે શું કહેવું છે” પૂછતા ફરી . . . . . મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણીના કેટલાક ફોટા અને સાથે સાથે વિચારમાળા . . .


લાડકડી – બાલમુકુંદ દવે 5

વહાલી લાડકડી દીકરીને વિદાય આપતી વખતે, કન્યાદાન કરતી વખતે માતા પિતાના મનમાં ઉગતા મનોભાવો, સુખ અને દુ:ખની મિશ્ર લાગણીઓની વાત શ્રી બાલમુકુંદ દવેની આ રચનામાં અદભુત રીતે ઝીલાય છે. કન્યાવિદાયના ગીતો અને કાવ્ય રચનાઓની આપણા સાહિત્યમાં કોઇ ખોટ નથી અને ભાવપૂર્ણ રચનાઓ પહેલેથી જ ભાવકોને આકર્ષતી રહી છે. આજે પ્રસ્તુત છે એવી જ એક વહાલભરી, પ્રેમસભર સુંદર રચના


રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક 14

હાર્દિકભાઈનું નામ અક્ષરનાદના વાંચકો માટે નવું નથી. તેમની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર આવી ચૂકી છે. આજે પ્રસ્તુત વાતમાં હાર્દિકભાઈ એક પાત્રની, નામે ‘રમ્મફાસ્ટ કાકા’ની વાત કરવા તેમનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેમના ગુણોને અને પોતાના પર કરેલા ઉપકારને વર્ણવે છે. વાર્તાનો અંત તેની સતત જકડી રાખતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4

કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.


જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન… – સતી લોયણ 1

આટકોટના લંપટ રાજવી લાખો વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો. તે પછી લોયણ એના કોઢ સાથેની કાયાનું જતન અને સેવા સુશ્રુષા કરતાં કરતાં વર્ષો સુધી તેને મુક્તિનો – અલખનો મારગ બતાવતાં ૮૪ જેટલાં ભજનો લાખાને ઉદેશીને ગાયેલા. પ્રસ્તુત ભજનમાં પણ લોયણ લાખાને નિજ ધરમ વિશે સમજાવે છે. સરળ અને પ્રત્યક્ષ વાત રૂપે કહેવાયેલ ઉદાહરણોથી આ ભજન જેટલું સરળ બને છે એટલું જ ગૂઢ રહસ્ય પણ તેમાં સમાયું છે


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧ 58

સંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય પ્રતિષ્ઠાના આધરસ્તંભ છે. આપણે આપણી સંસ્કૃતિનો આદર કરીએ છીએ તેમજ તેનુ જતન પણ કરીએ છીએ, સંસ્કૃતભાષા પ્રત્યેનો પ્રેમ આપણા હ્રદયમા અનન્ય સ્થાન ધરાવે છે. સંસ્કૃતમા ઉચ્ચરિત થતા મંત્રો આપણા સૌના માનસીક સંવેદનને આકર્ષે છે તેમજ હ્રદયને શાન્તિ અર્પે છે. સંસ્કૃત જેટલી વૈજ્ઞાનિક ભાષા છે તેટલીજ સરળ પણ છે, સાહિત્યિક છે તેટલીજ મધુર પણ છે. આપણે સૌ સંસ્કૃતભાષા ને વ્યવહારિક ભાષા બનાવીએ. ચાલો સંસ્કૃત શીખીએ. . .


મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2

સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.


શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6

વિચારપ્રેરક અને પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. ભક્તિ રચના હકિકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે આ “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરેલી. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ-ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે.અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ 6

ગંગાસતીના ભજનોની ટી-સીરીઝ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઑડીયો સી.ડી અક્ષરનાદ દ્વારા તદ્દન મફત ભેટ સ્વરૂપે આપવા ઉપલબ્ધ છે. આ માટે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા કહેવાયેલું. આ પ્રશ્નોત્તરી ઉત્તરો સહિત તૈયાર કરી આપવા માટે શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂનો આભાર. આ સ્પર્ધામાં બધા પ્રશ્નોના ઉત્તરો આપવા ફરજીયાત હતા. સ્પર્ધાને સરસ પ્રતિસાદ મળ્યો તે બદલ સર્વે વાચકમિત્રોનો આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. પ્રશ્નોના સાચા જવાબ તથા વિજેતા મિત્રોના નામ દર્શાવ્યા છે.


અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર 21

અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.


કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7

શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.


ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2

ધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે?

સર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.


આશિર્વાદ – રૂપેન પટેલ 20

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘આશિર્વાદ’ જીવનના સંજોગોમાં થતા ફેરફારને લીધે ક્યારે કોની જરુરત પડે એવી અનિશ્ચિતતાઓનિ વચ્ચે મહેકતા માનવધર્મને, સમાજવ્યવસ્થાને લીધે જળવાઇ રહેલિ વર્ણવ્યવસ્થા અને તેને લઇને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ વિશેનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 14

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


દોસ્ત આનું નામ તો… જિન્દગાની – જિજ્ઞેશ અધ્યારૂ 14

ક્યારેક કોઈક મનપસંદ ગીત ગણગણતા, એની કડીઓમાં, એના સંગીતના પ્રભાવમાં કાંઈક નવું સર્જન થાય એવું મારી સાથે આ પહેલા પણ એકાદ બે વખત થયું છે. આ વખતે આ પ્રક્રિયા થોડીક ઝડપી રહી કારણકે કોઈ સુધારા વધારાની અપેક્ષા વગર સતત એક પછી એક પંક્તિઓ સાથે આ આખુંય ગીત સ્ફૂર્યું છે. આજે એ જ આપ સૌની સાથે વહેંચી રહ્યો છું, જેથી તેના વિશે આપના પ્રતિભાવો જાણી શકાય.

જ્યાં શરૂ, ત્યાં ખતમ, આમ થઈ આ કહાની,
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની…..


એકવીસમી સદી લાવી રહી છે ઉજ્જ્વળ ભવિષ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 3

એકવીસમી સદી સુખદ સંભાવનાઓનો સમય છે. વીસમી સદીમાં ઉ૫લબ્ધિઓ ઓછી અને વિભીષિકાઓ વધારે પેદા થઈ છે. હવે એમાં ક્રાંતિકારી ૫રિવર્તન થશે. સવાર-સાંજના સંધિકાળની જેમ વીસમી સદીના અંત અને એકવીસમી સદીના આરંભનો આ સમય યુગસંધિનો છે. આ દરમિયાન મધ્યમ કક્ષાનાં સ્થૂળ અને સૂક્ષ્મ ૫રિવર્તનોની ક્રાંતિકારી તૈયારી થશે. એકવીસમી સદી સતયુગ લઈને આવી રહી છે. પ્રસ્તુત છે પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે આજે ગઇ સદીમાં લખાયેલ આજના સમય વિશેનું હકારાત્મક લેખન.


વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

વિવાહ સંસ્કાર અંતર્ગત વિવિધ વિધીઓ અને સંકલ્પો સામાન્ય રીતે આપણને વિગતે ખબર હોતી નથી. વિવાહની વિધિઓમાં અને પ્રસંગોમાં સ્નેહીઓ સાથે આપણે એટલા હળીમળી જઈએ છીએ કે આપણે આ સંસ્કારના વિવિધ પગથીયાઓને વિધિ માનીને નિભાવીએ છીએ. તેની મૂળભૂત ભાવનાને આપણે અછડતી જ જાણીએ છીએ. આ મંગલ પરિણયની વિવિધ વિધિ વિશે જાણવાનાં મંગલાચરણ કરીએ. હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ‘ગૃહસૂત્ર’ પણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. આ વિધિ વિશેની, ‘વિવાહ સંસ્કાર’ ની વિગતે શાસ્ત્રીય માહિતિ આપતી આ નાનકડી પુસ્તિકા અક્ષરનાદના અનોખા પુસ્તક ડાઊનલોડ વિભાગનું ઘરેણું બની રહેશે તે ચોક્કસ.


મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”


ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.


બે ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 3

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ આપણી ભાષાના એક ખૂબ જાણીતા – માનીતા કવિ છે. તેમના ‘છોડીને આવ તું…’ ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ૨૦૦૫ નો પ્રથમ પુરસ્કાર અને હરિન્દ્ર્ર દવે પારિતોષિક મળ્યાં છે. તો તેમનો બીજો ગઝલસંગ્રહ ‘કોઈ તારું નથી’ પણ એવો જ મનનીય અને સુંદર ગઝલોનો ગુચ્છ છે, જેમાંથી આજે બે ગઝલ અહીં ઉદધૃત કરી છે. બંને ગઝલો અને તેના પ્રત્યેક શે’ર સાંગોપાંગ, સીધી ચોટ કરીને ભાવકના હ્રદયને સ્પર્શે એવા સુંદર અને અર્થપૂર્ણ છે. આ જ પુસ્તકમાં તેમણે કેટલાક સુંદર મત્લા પણ આપ્યા છે, જેમાંથી કેટલાક આજે અહીં લીધાં છે.


‘કઈંક ઢીંચાક’ – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ… 1

આ “અવસર પરિવાર” ગુજરાતી સુગમસંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) “કઈંક ઢીંચાક” બહાર પાડવા જઈ રહ્યું છે. તો જે કોઈ કવિ મિત્ર આ આલ્બનો ભાગ બનવા ઇચ્છતા હોય તેમના માટે કેટલીક અગત્યની માહિતી.


‘ના, હું તો ગાઈશ જ….’ – પંચતંત્રની વાર્તા 5

ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક જાણીતી વાર્તા.


સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ? આ પ્રશ્નના જવાબ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આજે શિવ અને સતી વિશેની અનેરી સમજણભરી વાત કહી ગયેલા આપણા સાંઈ મકરન્દની કલમે માણીએ આપણી જ કથાઓનો એક નવો આયામ અને સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ એવો અનેરો મર્મ.


બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી 8

શ્રી જગદીશ જોષીની કવિતાને શ્રી સુરેશ દલાલ ‘કાળા ગુલમ્હોરની કવિતા’ કહે છે. તેમની કવિતામાં કવિતા વિશેના કાવ્યો છે, રાજકારણ અને સામાજિક અભિજ્ઞતા છે, કટાક્ષ છે, નગરજીવનની વ્યથા છે, જીવનનો થાક અને કંટાળો છે, મૃત્યુની ઝંખનાના કાવ્યો છે. એમની કવિતામાં પરંપરા છે, પણ એ કવિતા પરંપરાગત નથી. એ પ્રયોગશીલ છે, પણ અખતરાબાજ નથી. વેદના અને તેની સચ્ચાઈ છે ચિત્રાત્મકતા છે, અભિવ્યક્તિની તાજગી છે. આવા જ આપણી ભાષાની યાદગાર રચનાઓના કર્તા એવા શ્રી જગદીશ જોષીની બે રચનાઓ આજે પ્રસ્તુત છે.