Monthly Archives: January 2012


નીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે

નીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા – એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે – હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે વિશ્વ સમક્ષ આપણને ઉભા કરશે એવી સુંદર ભાવના અને અર્થ ધરાવતું ભાવવાહી ભજન શ્રી જયંતિલાલ દવેની રચના છે.


ગોવિંદનું ખેતર (ટૂંકી વાર્તા) – ધૂમકેતુ 7

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન જાણીતું છે. વિષયવૈવિધ્ય, સચોટ અને સ્પષ્ટ પાત્રાલેખન, તાદ્દશ વર્ણનો અને ભાવનામય વાતાવરણની ચિત્રાત્મકતા, માનવ સંવેદનોની સૂક્ષ્મ અભિવ્યક્તિ, તીવ્ર સંવેદનો સાથે સમયોચિત કથાવસ્તુને કંડારીને તેમણે અનેક સુંદર ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રસ્તુત વાર્તામાં નગરજીવનના મોહમાં રઘુનાથ મહારાજનો પુત્ર ગોવિંદ હર્યાભર્યા કુટુંબને, રાજપુર ગામને છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. શહેરના મોહમાં કૃત્રિમ અને પ્રદૂષિત જીવનવ્યવસ્થા તેને મોતના મુખમાં ધકેલે છે. અને જીવનના અંતે ફરીથી મૂળ જગ્યાએ આવે છે – વાર્તાઓની સાથે સંકળાયેલ ઘટનાપ્રસંગમાં ગ્રામજીવનની નાની નાની બાબતો – સંસ્કારો, પ્રકૃતિનો ખોળો, બંધુત્વની ભાવના વગેરેનું સરળ નિરુપણ અહીં થાય છે. ગામડાના નાનકડા જમીનના ટુકડા સાથે જેટલું સાદગીભર્યું અને ભર્યુંભર્યું જીવન છે એટલું શહેરી સંસ્કૃતિમાં નથી એ પ્રભાવક રીતે અહીં દ્રષ્ટિગોચર થાય છે.


જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ 2

પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય – પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી – શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું – એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે – એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ – જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.


બે ગાંધી રચનાઓ – ધવલ સોની 6

અક્ષરનાદના સર્વે વાચકોને પ્રજાસત્તાક દિવસની અનેક શુભકામનાઓ. દેશના આગવા આ બે તહેવારો અવસર આપે છે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જેવા ભેદોથી પર એક રાષ્ટ્ર તરીકે તેની સિદ્ધિઓ અને આગવી લોકતાંત્રિક પદ્ધતિ પર ગર્વ કરવાની, તેની રક્ષા માટે કટિબદ્ધ થવાની. આજે ૨૬મી જાન્યુઆરીએ પ્રસ્તુત છે અક્ષરનાદના વાચક મિત્ર શ્રી ધવલભાઈ સોની રચિત બે ‘ગાંધી’ રચનાઓ. પ્રથમ પદ્ય રચના ગાંધી નામના ઉપયોગ દુરુપયોગ અને તેમના સિદ્ધાંતોના ખુલ્લેઆમ ઉડાવાઈ રહેલા મજાક વિશે કહે છે, જ્યારે બીજી રચના ગાંધીજીના સ્વમુખે તેમની છબી જ્યાં જ્યાં મૂકાઈ છે એ સ્થળોએ થઈ રહેલા દ્રોહના કાર્યો વિશે જણાવે છે. નેતાઓ, કાળુ નાણું, કૌભાંડો, મોંઘવારી અને દેશદ્રોહ જેવી વાતો અહીં સંકળાઈ છે.


ઈશ્વરનું સરનામું આપું… – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 16

અક્ષરનાદના એક આગવા સહયોગી, લેખક કવિ, મખમલી અવાજના માલિક અને ખરા અર્થમાં કળા અથવા સાહિત્ય કહી શકાય તેવા અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનું એક ગીત આજે પ્રસ્તુત છે. ગીતને અવાજ આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્રભાઈ જોશીએ. ઈશ્વરને શોધતા માણસને સાચી દિશામાં આંગળી ચીંધવાનું પુણ્ય લેતા આ કાવ્યમાં હાર્દિકભાઈ સરળ રીતે ઈશ્વરના અસ્તિત્વ વિશેની માર્મિક વાત કહે છે. તેમની મોટાભાગની રચનાઓની જેમ સાચી સર્વધર્મસમાનતાની વાત અહીં તેઓ ચર્ચે છે. મંદિરો દુકાનો બની ગયા છે અને માણસ માણસને આભડછેટને લીધે ઉંચ નીચના ભાવોમાં અટવાય છે ત્યારે સાચા ઈશ્વરની શોધ કઈ રીતે કરી શકાય તે હાર્દિકભાઈ બતાવે છે. પ્રભુ તેમને પણ રચનાત્મકતારૂપી સાચા ઈશ્વરની સદાય સમીપ રાખે તેવી ઈચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમના જન્મદિવસે તેમનું જ આ ગીત તેમને સાદર.


મને મંતોલે તલ્લી રે તલ્લી (બાળવાર્તા) – ગિજુભાઈ બધેકા 5

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી અનેક બાળવાર્તાઓ ગિજુભાઈએ ગુજરાતી બાળકોને તેમની પોતાની ભાષામાં સાહિત્યવારસામાં આપી છે. આ વાર્તાઓનું એક સંકલન પુસ્તક ટૂંક સમયમાં અક્ષરનાદ પરથી પ્રસ્તુત થશે. આજે પ્રસ્તુત છે એ જ સંકલનમાંથી એક સુંદર અને ખડખડાટ હસાવતી તોતડી રાણીઓની વાર્તા, “મને મતોલે તલ્લી રે તલ્લી”.


ઈન્ટરનેટ વિશ્વની સૌથી મોટી હડતાળ… – જિજ્ઞેશ અધ્યારૂ 8

વેબવિશ્વમાં, અંગ્રેજી બ્લોગજગતમાં અને મહત્વની તથા ખૂબ બહોળો વર્ગ ધરાવતી હજારો વેબસાઈટ્સ એકાએક ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સંપૂર્ણપણે ઑફલાઈન થઈ ગઈ અને તેની બદલે એકમાત્ર વિશેષ પાનું તેમણે મૂક્યું. આ યોજનામાં મુખ્યત્વે વર્ડપ્રેસ.ઓર્ગ, વિકિપીડિયા, રેડિટ, ટમ્બ્લર, વાયર્ડ, બોઈંગબોઈંગ જેવી હજારો વેબસાઈટ્સ શામેલ હતી. આ ઉપરાંત સમગ્ર આંદોલનમાં એક અથવા બીજી રીતે ભાગ લેનારની યાદીમાં લાખો (લગભગ ૧ લાખ ૧૫ હજારથી વધુ બ્લોગ્સ અને) વેબસાઈટ્સ શામેલ હતી આ બધી વેબસાઈટ્સ એક વિશેષ વિરોધ રૂપે એ આખો દિવસ ઓફલાઈન રહી, જે આધુનિક વિશ્વની – ઈન્ટરનેટની સૌથી મોટી હડતાળ માનવામાં આવે છે.


આજનું ખર્ચાળ શિક્ષણ -પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ 11

શિક્ષણનો મૂળભૂત અર્થ શું છે? સામાન્ય અર્થ જોઈએ તો શિક્ષણ એટલે શિક્ષા આપવી તે; ભણાવવું; આચાર વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન; બૃહદ અર્થમાં શિક્ષણ એ વિદ્યાર્થીને જ્ઞાન પીરસવાની પદ્ધતિ છે, વિદ્યાર્થીની ગ્રહણશક્તિ, સમજણ, વૈચારીક ક્ષમતા અને અંતે આવડતને અસરકારક બનાવવાની અને વિકસાવવાની પદ્ધતિ. પણ આપણા સમાજનો આ વરવો ચહેરો છે કે અહીં બે સરખા બાળકો – એક આર્થિક રીતે સદ્ધર માતાપિતાનું બાળક અને એક ગરીબનું બાળક – એક સરખી તક લઈને ઉભા હોય તો ……


ગાંધી વર્સિસ મોહનીયો (શૉર્ટ ફિલ્મ) 8

અક્ષરનાદ પર આ પહેલા – ગત વર્ષે મારા અખતરારૂપ એક શૉર્ટ ફિલ્મમાં અભિનય કરવા અને ‘ગાંધીજી’નું પાત્ર ભજવતા અભિનેતાના પાત્રને ન્યાય આપવાના યત્ન વિશે લખેલું. એ જ ઘટનાક્રમને આગળ વધારતા ફિલ્મ ‘ગાંધી વર્સિસ મોહનીયો;, ફ્લોરન્સ, ઈટાલીના રિવર ટુ રિવર ફિલ્મ ફેસ્ટીવલમાં વિશેષ પ્રદર્શન રૂપે વનટેકમિડીયા તરફથી રજૂ થઈ હતી. અને હવે એ યૂટ્યૂબ તથા ડેઈલીમોશન પર ઉપલબ્ધ છે જે આપ અહીં જોઈ શક્શો. http://youtu.be/UAI9adMs7GI (Gandhi Versus Mohanio Short Film) અને Short Film – Gandhi Versus Mohanio by 1takemedia શોર્ટ ફિલ્મની એક અનોખી, કલાત્મક, મહેનત અને ધગશ માંગી લેતી અને રચનાત્મક દુનિયા છે. શોર્ટ ફિલ્મ માટે વિષયપસંદગી જેટલી અગત્યની છે એટલું જ અગત્યનું પાત્રાલેખન, પાત્રો માટે વિવિધ અદાકારોની પસંદગી અને સમગ્ર શૂટિંગ દરમ્યાનની નાની નાની કાળજીઓ રાખવી વગેરે જેવી અનેક અગત્યની બાબતો શામેલ છે. આ ફિલ્મમાં અદાકારી કરતા અને અન્ય બાબતોને લઈને એ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો પ્રોફેશનલ નહોતા. એટલે અને પ્રથમ પ્રયત્ન હોઈને અનેક નાની ભૂલો અથવા નજર ચૂકવીને છટકી ગયેલી બાબતોને અવગણીએ તો આખી ફિલ્મ એકધારી વહે છે. આ ફિલ્મ લગભગ બારેક મિનિટની બનશે એવી મારી ધારણા હતી પરંતુ તે કપાઈને – એડિટ થઈને ફક્ત પાંચ મિનિટથી થોડી વધુ રહી. અને એક નાનકડી ભૂલને લીધે બદનસીબે એક ખૂબ મોટી સીક્વન્સ આખી કપાઈ ગઈ. જો કે વાર્તાની ઝડપ અને પ્રવાહિતાને લીધે ફિલ્મમાં કશુંય ખૂટતું હોય તેવું અનુભવાતું નથી. વાર્તાને પૂરેપૂરો ન્યાય મળે છે અને સચોટ અસર ઉપજાવવામાં પણ તે સફળ રહે છે. આ ફિલ્મે મને પરોક્ષ રીતે ઘણી પ્રેરણા આપી છે. શૉર્ટફિલ્મના ભાગ બનવું કે ફિલ્મ બનાવવી એવું સ્વપ્ને પણ કદી નહિં વિચારેલું, પણ હવે આવતા એકાદ મહીનામાં ફરીથી હું […]


બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે 2

શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને ‘પલ દો પલ’ નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક – ‘પલ દો પલ’. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. ‘પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ’ તથા ‘જરા ગુજરાતી ગુંજન…’ શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.


નમું આજ આદિત્ય ને હાથ જોડી (સૂર્યસ્તુતિ) – ‘વસંત’ 5

વેદ-પુરાણકાળથી આપણા ભક્તિપ્રકારોમાં સૂર્યોપાસનાની ખૂબ પ્રચલિત પ્રણાલિકા રહી છે. સૂર્ય શક્તિ, ઉર્જા અને પ્રકાશનો ભંડાર છે. અને આપણા વેદોમાં પ્રકૃતિના બધા તત્વો – હવા, પાણી, અગ્નિ તથા સૂર્ય વગેરેને દેવો તરીકે ગણીને તેમના શ્રેષ્ઠ તત્વો – ઉર્જા પ્રાપ્ત કરવા માટેના માર્ગો બતાવ્યા છે. આ ઉપાસનાની સાથે સાથે સૂર્યમાંથી મળતી ઉર્જાને પ્રાપ્ત કરવાની ભાવના છે. સૂર્યનમસ્કારને વૈજ્ઞાનિક માન્યતા મળી છે ત્યારે આવા સ્તોત્ર એ અખૂટ ઉર્જાભંડાર તરફની લાગણી વ્યક્ત કરવાનો અનેરો માર્ગ છે. આપણા વડીલોના મુખેથી આપણે એક અથવા બીજા અવસરે પ્રસ્તુત રચનાઓ સાંભળી જ છે. અક્ષરનાદના આવા જ એક વાચકમિત્ર શ્રી નલિનિબેન દેસાઈએ, તેમના માતુશ્રી પ્રસ્તુત સ્તુતિ ભાવપૂર્ણ સ્વરે ગાતા એ યાદ કરીને મકરસંક્રાંતિના દિવસે અક્ષરનાદને તેમની ડાયરીમાંથી આ સૂર્યસ્તુતિ પાઠવી છે. તેમનો આભાર વ્યક્ત કરીને આજે આ રચના મૂકી છે.


યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 10

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


બે ગઝલરચનાઓ – કિસન સોસા 1

શ્રી કિસન સોસા આપણા જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છે. તેમના અનેક પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં અનસ્ત સૂર્ય (૧૯૮૫), અનૌરસ સૂર્ય (૧૯૯૧), સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), અનાશ્રિત સૂર્ય (૧૯૯૭), છબ છબ પતંગીયું ન્હાય (૧૯૯૯), સહરા (૧૯૭૭) અડધો સૂર્ય (૧૯૯૭) વગેરે મુખ્ય છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર ગઝલો. આશા છે ગઝલરચનાની સમગ્ર પ્રક્રિયા ચાલો ગઝલ શીખીએ… શ્રેણી મારફત વિગતે શીખ્યા પછી આ ગઝલ નવોદિત ગઝલકારો માટે સીમાસ્તંભ બની રહેશે.


વાચકમિત્રોને નિવેદન… – સંપાદક 10

અક્ષરનાદને વધુ વાંચવાલાયક, ઉપયોગી, વિસ્તૃત અને સુનિયોજીત બનાવવા અને વિષય વૈવિધ્ય વધારવાના ભાગ રૂપે કેટલાક નવા આયોજનો કરવા ધાર્યું છે. ઘણા સમયથી અવ્યક્ત આ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે આ પ્રયત્ન આવશ્યક થઈ ગયો છે. વળી છેલ્લા થોડા સમયથી હવે અમે અંગત રીતે પૂર્ણ સમય આપી શકતા નથી, એ કારણે પણ આજે આ વિશેષ વાત મૂકી છે.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 2

આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.


સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા 2

સ્મશાનમાં રહેલા એક વૃક્ષની આ આત્મકથા નથી. આત્મકથાઓમાંતો જીવનનો ચિતાર આવે છે, કોઈ પદાર્થના જીવનની મહત્વની ઘટનાઓ અને સર્જનથી તેના વિસર્જન સુધીની અનેક વાતો આવે છે, પરંતુ શ્રી બાબુભાઈ રાણાએ પાઠવેલી આ અનોખી કૃતિ સ્મશાનમાંના એક વૃક્ષની વિચાર સરવાણી છે. સ્મશાનમાં રહેલ વૃક્ષ માનવજાત વિશે, માણસના સમગ્ર જીવનક્રમની – પેઢીઓની વાતો વિચારે છે અને એ વિશે અનોખુ ચિંતન કરે છે. વિશદ અને મુદ્દાસર ચિંતન તથા અનોખી પ્રસ્તુતિ આ કૃતિની આગવી વિશેષતાઓ છે. બાબુભાઈ ભગવતીભાઈ રાણાનો પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૨ 3

અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.


ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 11

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.


વિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત 5

કેટલાક સુવાક્યો, કેટલીક જીવનપ્રેરક કણિકાઓ – ફક્ત એક વાક્યની અંદર સમાયેલ જીવનનું સાર તત્વ ઘણી વખત લાંબા લાંબા નિબંધો કરતા સચોટ અસર ઉપજાવી જતી હોય છે. આવી જ થોડીક કણિકાઓ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ સુવાક્યો કોઈ વિષયવિશેષ ન હોતા અનેક બાબતોને સ્પર્શે છે. આજે આ વિવિધા પીરસવાનું મન થયું. આશા છે વાચકમિત્રોને ગમશે.


છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી

શ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. ‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ’ હઝારી વિશેષાંકમાંથી લેવામાં આવ્યો છે. ‘છે મારી એટલી થાપણ…’ એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.


બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 5

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ બે સુંદર ગઝલો. પ્રથમ ગઝલમાં જ્યાં જીવનના અંત વિશેની વાત મર્મસભર રીતે થઈ છે, તો બીજી ગઝલ રચનારીતોને ધ્યાનમાં લેતા એક પ્રયોગ છે. અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.