Monthly Archives: November 2014


સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.


પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે… પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે…. આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ, પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.


આખરી ક્ષણ – રમેશ કે. પુરબિયા 7

એ સમયે ટૅક્સીની ગતિ મને વિમાન જેવી લાગી. બધું પાછળ જઈ રહ્યું હતું. એ આખું શહેર, એમાં વીતેલો સમય સાથે ઘણું ઘણું કે, જ્યાં અમારાં પગલાં સાથે અમારી સાથે અમારી નજરો વિહરી હતી. એ રંગીન દિવસો, પાર્ટીઓ, બજારો, અમારા મિલનનાં સ્થળો, શૉપિંગ-સેન્ટરો, ત્યાંનાં લોકો. એમનું યંત્રવત જીવન – બધું જ….

વીતાવેલી ક્ષણો બમણી ગતિથી આગળ થવા મથતી’તી પણ પાછળ જ.. હું આગળ ગતિ કરતો હતો અને એ…

પહેલી નજરમાં તો એ મને અમેરિકન જ લાગેલી. એવાં જ રૂપરંગ, ગોરીગોરી, ઉતાવળી ઇંગ્લિશ ભાષા, પહેરવેશ પણ ઇંગ્લિશ. એનું વ્યક્તિત્વ પણ એવું જ…


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)

આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.


વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ 5

શબ્દસૃષ્ટિ સામયિકનો દિવાળી વિશેષાંક અનેકવિધ લેખકોના વિવેચન વિશેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી શ્રી સતીશ વ્યાસનો ‘વિવેચન એટલે વિવાચન’ શીર્ષક ધરાવતો લેખ આજે પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે, ‘વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !’ માણો આ સંપૂર્ણ લેખ, સાભાર શબ્દસૃષ્ટિ સામયિક.


વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 5

રમેશભાઈ ચાંપાનેરીની કલમે અનેક હાસ્યલેખ આપણે માણ્યા છે, તો આજનો આ ચિંતનલેખ કહો, વાર્તા કહો કે સાહિત્ય લેખ કહો… મનનીય સર્જનને ગમે તે પ્રકારમાં બાંધો, એ સદાય વિચારપ્રેરક જ હોય છે. રમેશભાઈ તેમની કલમનો આજનો આ સુંદર પ્રયાસ અક્ષરનાદની સાથે વહેંચી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

* * *

જીવન એટલે, શું શ્વાસોનું ધબકતા રહેવું? જીવન એટલે, શું મેં ઘડેલી મારી જીવન કુંડળીમાં મારે અલમસ્ત રહેવું? જીવન એટલે, શું લોકોમાં મારી રીતે મારી વાહ… વાહ… ઉભી કરી મારે મસ્ત બનીને રહેવું? લોકો મારી તકલાદી અને તકવાદી પીઠ થાબડે એમાં આનદ લેવો? ના… એ જીવન નથી. જે દેખાય છે, એ જીવનની પાછળ પણ એક જીવન છે……


ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી 10

ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ 16

અક્ષરનાદ પર માઈક્રોફિક્શનના વાર્તાપ્રકાર પર સતત હાથ અજમાવતા હેમલભાઈ વૈષ્ણવ આજે વિશેષ ‘થીમ’ માઈક્રોફિક્શન સ્વરૂપે ફક્ત ડાયસ્પોરા સમાજની વાર્તાઓ લઈને આવ્યા છે. તેઓ પોતે પણ ભારતથી દૂર જ છે, અને કદાચ તેથી જ વાર્તા થઈ શકે એવી એ લાગણીને વાચા આપવા આ માઈક્રો માધ્યમને તેમણે સચોટપણે ઉપયોગમાં લઈ બતાવ્યું છે. હેમલભાઈનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ આભાર અને શુભકામનાઓ.


નવા વરસની શુભેચ્છાઓ.. કઈ રીતે પાઠવી? – કંદર્પ પટેલ 9

કંદર્પભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખનપ્રયાસ છે. બેસતા વરસના સપરમા દિવસે એકબીજાના ઘરે જઈ, સંબંધીઓ અને મિત્રોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની મજા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડીય પ્લેટફોર્મ લઈ ગયા છે. સૂરતના કંદર્પભાઈ પટેલ આ જ વિષય પર તેમની વાત લઈ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદમાં તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.


મેનેજર (પ્રેરણાકથા) – સુરેશ જાની 16

ગુજરાતી વેબવિશ્વમાં જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી એવા શ્રી સુરેશભાઈ જાની આજે સત્યકથા પર આધારિત એક અનોખી પ્રેરણાદાયક વાત લઈને ઉપસ્થિત થયા છે. બાળકોને તેમના ભવિષ્યને લગતી, કારકિર્દીને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો હક્ક હોવો જોઈએ કે નહીં? આશા છે કે સુરેશભાઈની પ્રસ્તુત વાત કિશોરો અને બાળકોની સાથે સાથે માતાપિતાને પણ પ્રેરણા આપી શક્શે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ આભાર.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭) 4

ગયા અંકમાં આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં એકથી વધુ કારણો જવાબદાર હતાં અને આપણે દરેક કારણનાં ઉકેલને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જોઈશું કે બાળકને એકવાર એવી ટેવ પડી જાય જે તેનાં સામાન્ય વિકાસની યાત્રામાં નડતરરૂપ બને તો એવી ટેવને હકારાત્મક વલણ દ્વારા કેવી રીતે બદલી શકાય. આપણે તમામ મનુષ્યોનું એક મૂળભૂત વલણ હોય છે કે આપણે સૌનું ધ્યાન આપણા તરફ ખેચવાં માંગતા હોઈએ છીએ અને એટલેજ આપણી વર્તણુંક સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. આપણાં બાળકો આમાંથી બાકાત નથી….