Monthly Archives: March 2014


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ-૫) – હેમલ વૈષ્ણવ 19

અક્ષરનાદ પર જેમની કુલ અઢાર માઈક્રોફિક્શન અત્યાર સુધી પ્રસ્તુત થઈ ચૂકી છે એવા હેમલભાઈની વધુ પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત છે. મારા મતે જો નવલકથા ટેસ્ટમેચ હોય અને લઘુકથાઓ એક દિવસીય મેચ હોય તો માઈક્રોફિક્શનની ઉત્તેજના અને અસર ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી થાય છે. માઈક્રોફિક્શનના સ્વરૂપને વધુ પ્રચલિત કરવાના આશયથી અક્ષરનાદ ટૂંક સમયમાં એક નવી જાહેરાત સાથે આવશે જેથી વધુ સર્જકો અને વાચકો સુધી આ સબળ માધ્યમ પહોંચી શકે. પ્રસ્તુત સુંદર કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


(મુંબાઈ પ્રતિ) પ્રયાણ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 7

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે 13

વિચારમાળાના મોતીઓ મનની પાચકદવા છે, જેમ ભારેખમ ખોરાકને પચાવવા એક નાનકડી ગોળી કામ કરી જાય છે તેમ જીવનના મોટા વિઘ્નો, તકલીફો અને દુઃખોની સામે લડવા આવી વિચારકણીકાઓ અનેરું પ્રેરકબળ અને શક્તિ પૂરી પાડી જાય છે. કયા સમયે કઈ પંક્તિ કે વાત નવો માર્ગ ચીંધી જશે એ તો કોણ કહી શકે? આજે પ્રસ્તુત છે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા સંકલિત આવા જ કેટલાક વિચારમાળાના મોતીઓ.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 6

૭૬ વર્ષની ઉંમરે પણ સર્જનરત એવા શ્રી હરેશભાઈ બક્ષી મિસ્ટીકલ રીસર્ચમાં સ્પેશીયલાઈઝેશન કરીને પી.એચ.ડી. થયેલ છે, અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા અને http://www.soundofindia.com જેવી સંગીત સમૃદ્ધ વેબસાઈટ અને એ વિષયના પુસ્તકો આપનાર હરેશભાઈની અક્ષરનાદ પર આજે પહેલી કૃતિ પ્રસ્તુત થઈ છે. અક્ષરનાદ પર હાસ્યલેખ પ્રસ્તુત કરતા રમેશભાઈની ‘આત્મદર્શન’ નામની સુંદર કૃતિ અને હ્યુસ્ટનથી દેવિકાબેન ધ્રુવની ગુજરાત વિશેની રચના એમ ત્રણ કવિમિત્રોની રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને આ સંકલન ગમશે.


ફાંદાળો ભીલ (વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 11

વાર્તા એક ભીલની છે, ફાંદવાળા ભીલની – જેને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો છે. એ જેલમાંથી છૂટી ગયો છે, પણ હવે તેની પાસે જવાનું કોઈ ઠેકાણું નથી. ફાંદાળા ભીલને ઓરતે પોતાના આશકની મદદથી નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઢોળી દીધો હતો. આમ જેલમાંથી છૂટેલા એ ભીલના મનની કશમકશ આ માનસીક આત્મવાર્તા અહીં પ્રસ્તુત થઈ છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમનું આ અનોખું રત્ન છે, આશા છે વાચકમિત્રોને માણવાનો આનંદ મળશે.


દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ 3

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરી મહાભારત, સાંખ્યદર્શન, યોગદર્શન દ્વારા આ ચારેય બાબતોની તાર્કક છણાવટ થઈ છેસ તેથી મહાભારત, સાંખ્ય અને યોગદર્શનમાં શ્રેષ્ઠ, તટસ્થ અને યોગ્ય વિચારોનું મહત્તમ સંકલન થયું છે. હિન્દુઓનું ધર્મ વિશેનું ઊંંડું ચિન્તન સ્થળ અને સમયની મર્યાદા વગરનું છે. તેથી જ તેને સનાતન ધર્મ કહયો છે જે સર્વ સ્થળે અને કોઈ પણ સમયે માન્ય રાખી શકાય એવો છે.


ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

અને

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

જેવા અદ્રુત શે’ર સમાવતી ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ફિક્શન એટલે શું? ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, ‘ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.’ શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે? સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય? ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે? માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી…. આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ…


મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી 5

પ્રસંગ કાંઈક એવો છે કે બાળક મૃત્યુના મુખમાં છે અને એ અવશ્યંભાવી અંતને જોઈને બાળમનમાં કઈ કઈ વાતો આવે છે તેનું હ્રદયસ્પર્શી ચિત્રણ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે આપણને મળે છે. બાળકના મનોભાવો સર્વથા તેની માતા પ્રત્યે છે, તેને દુઃખ થશે, માસી તેના વિશે પૂછશે, રાત્રે પથારીમાં તેની ગેરહાજરી સાલશે જેવા પ્રસંગો આવે ત્યારની વાત પ્રત્યે આશ્વાસન આ બાળહ્રદય તેની માતાને આપે છે. શૌર્ય, ખુમારી અને માતા પ્રત્યેના પ્રેમથી સભર બાળહ્રદયનું આ કાવ્ય અનોખું અને આગવું છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ ‘કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક બાળગીતો મૂક્યાં છે, તેમાં માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે.


પ્રેરણાદાયક કથાઓ.. – સંકલિત 9

આજે પ્રસ્તુત છે ઇન્ટરનેટ પરથી સંકલિત અને અનુદિત કરેલ કેટલીક નાની પ્રેરણાદાયક વાતો. આ કોઈ વાર્તાઓ કે ઘટનાઓ નથી, ઇન્ટરનેટ આવી કેટલીય કૃતિઓથી સમૃદ્ધ છે, જરૂર છે તેમાંથી આપણને લાગુ પડે એવી વાતોને શોધીને ગ્રહણ કરવાની. આશા છે આ પ્રયત્ન આપને ગમશે.


ત્રણ ગઝલો.. – કાંતિ વાછાણી 9

થોડાક સમય પહેલા ફેસબુક પરના યુવાકવિઓના મેળાવડા જેવા ‘ગઝલ તો હું લખું’ ગૃપના અગિયાર કવિઓએ સાથે મળીને પ્રસ્તુત કર્યો અનોખો સંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’, તેમાં યુવા કવિમિત્રો મોહસીન મીર, મેહુલ ભટ્ટ, પારુલ ખખ્ખર, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, યોગેન્દુ જોષી, અનંત રાઠોડ અને કાંતિ વાછાણીની કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. એમાંના એક રચનાકાર કાંતિ વાછાણીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પર કાંતિભાઈની રચનાઓ પ્રથમ વખત પ્રસ્તુત થઈ રહી છે. ઉપરાંત ગઝલસંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’ ભેટ કરવા બદલ પણ કાંતિભાઈનો આભાર તથા તેમની કૃતિઓ બદલ શુભકામનાઓ.


મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે 7

હું મારી વહાલસોઈ દીકરીના ‘નવા’ પરિવારને કાંઇક કહું એવું વિચારતો હતો. પણ મને થયું કે એ તો અવિવેક ગણાશે કારણ કે હવે તેનાં લગ્ન થઇ ગયા છે, તેને માટે હવે તે જ ‘પરિવાર’ છે. સાચું કહું છું, મને તેની સામે કોઈ વાંધો નથી. ખરું જોતાં મારી દીકરી હવે પહેલાં ‘તમારી’ જ કાળજી લે એવું હું ઈચ્છું છું. તેના જીવનમાં મારે હવે પાછળ રહીને મારી ભૂમિકા નિભાવવાનો સમય છે. આ વાત હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ હું એક અનુરોધ જરૂર કરીશ કે …..

દીકરીઓ વિશેના સર્જનોને અક્ષરનાદ સદાય વાંછતુ રહ્યું છે, અને એ જ ઇચ્છા અંતર્ગત આજે પ્રસ્તુત છે હર્ષદભાઈની દીકરીના પરિવારને, જેના નજીકના ભૂતકાળમાં જ લગ્ન થયા છે એવી દીકરીના પરિવારને કાંઈક અંશે વિનંતિ, થોડીક ભલામણ અને હ્રદયસ્થ ઈચ્છાઓ… અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ 6

૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે “મહાશિવરાત્રી” ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે અને ‘મન તડપત હરી દરશન કો આજ’ એ ગીત વિશે ડૉ. મહેબૂબ દેસાઈની કૃતિ પ્રસ્તુત કરી છે. ડૉ. દેસાઈનો અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.


હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ્સ / બ્લોગ્સ… ભાગ ૨ 6

આજે હિન્દી વેબસાઈટ્સ / બ્લોગ્સ વિશેના બીજા ભાગમાં પ્રસ્તુત છે પાંચ વેબસાઈટ્સ / બ્લોગ્સની કડીઓ સાથે તેમનો ટૂંકો પરિચય. હિન્દીઝેન, મેં લાંચ આપી છે, ઈપ્ટાનામા, વિજ્ઞાનવિશ્વ અને હિન્દી સમય એ પાંચ વેબસાઈટ્સ છે જે નેટ પર હિન્દી વાચકોનો પ્રેમ પામી રહી છે. આશા છે આપને આજે દર્શાવેલ પાંચેય વેબસ્ત્રોત જોવા – વાંચવા ગમશે અને ઉપયોગી થશે. આવા જ વધુ હિન્દી બ્લોગ્સ / વેબસાઈટ્સ વિશે અહીં શક્ય એટલું જલદી લખવાનો ધ્યેય પણ ખરો.


બાટલીમાં ઉતારતા આવડે છે? – રમેશભાઈ ચાંપાનેરી 9

જિંદગી જીવવી હોય, તો જીવનમાં કીડી જેટલી પણ ચિંતા કરવી નહિ. એટલું યાદ રાખવું કે, જેને આપણે શરીર કહીએ છીએ, એ પાર્સલ ભગવાને તો માત્ર બે જ રતલનું મોકલેલું. બાકીની લંબાઈ પહોળાઈ ને જાડાઈ એ બધી આપણી જ ઉપજ છે. જો મૂડી વગરનો કોઈ ધંધો જ કરવો હોય, તો બાટલીમાં ઉતારવાનો ધંધો ‘બેસ્ટ’ લોકોને બાટલીમાં ઉતારવાની આ વિદ્યા ક્યાંથી અને ક્યારથી આવી એની કોઈ નોંધ ઇતિહાસવિદો પાસે નથી, પણ રમેશભાઈ ચાંપાનેરી એ વિષયને બાટલીમાં ઉતારીને વાચકોને બાટલીમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે… આશા છે વાચકો બાટલીમાં… લેખ અક્ષરનાદને પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને શુભકામનાઓ.


ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા 16

આજે પ્રસ્તુત છે વલીભાઈ મુસાની અનોખી વાર્તા. જો કે આજે પ્રસ્તુત વાર્તા પોતાનામાં પણ એક પૂર્ણ રચના જ છે, પરંતુ અહીં વિશેષ વાત છે, કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! એવો પ્રયોગ અહીં થયો છે અને સુસંગત વાર્તાની કડી પણ અહીં અપાઈ છે. પ્રયોગાત્મક સર્જનને અક્ષરનાદ સદાય આવકારે છે, અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ વલીભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


સમદ્દષ્‍ટા સંતના લક્ષણો – વિનોદ માછી 1

આ૫ણને સ્વાભાવિક જિજ્ઞાસા (પ્રશ્ન) થાય કે આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં ૫ણ તેમનાથી મુક્ત કઇ રીતે રહે છે? તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઇ જાય છે, આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરૂષનો વર્તાવ કેવો હોય છે? તે કયા લક્ષણોથી જાણી શકાય? તે ભોજન કેવી રીતે કરે? અને શૌચ વગેરે ક્રિયાઓ કઇ રીતે કરે? તે કંઇ રીતે સૂવે, બેસે અને ચાલે? શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે “જે ધીર મનુષ્‍ય પોતાના સ્વરૂ૫માં સ્થિત રહે છે… સુખ-દુઃખને સમાન તથા જે માટી – પત્થર તેમજ સોનામાં સમાનભાવ રાખે છે, જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં ૫ણ સમાન ભાવ રાખે છે, જે માન અને અ૫માનમાં સમ છે, મિત્ર અને શત્રુ ૫ક્ષમાં સમ છે તેમજ સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્‍ય ગુણાતીત કહેવાય છે.”


પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા 13

આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. ‘જીવે છે’ ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે’રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે,

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ ‘જે તરફ તું મને લઈ જશે..’ પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ખોલી નાખ… – સઆદત હસન મન્ટો, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા ‘खोल दो’ નો ગુજરાતી અનુવાદ ‘ખોલી નાખ..’ એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.


ચાર ગીતો.. – યાકૂબ પરમાર 12

આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે – એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.