Monthly Archives: March 2018


માણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ 16

આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.


બ્રિજ પાઠકનું કાવ્ય આસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’ : ડાઊનલોડ 1

આજે #WorldPoetryDay વિશ્વ કવિતા દિવસ છે. એ ઉપલક્ષ્યમાં અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે વડોદરાના યુવા કવિ શ્રી બ્રિજ પાઠકનું કાવ્યઆસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’


હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા 5

વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને “જમવાનું આજે ત્તમે બનાવજો!” નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું.

આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે?


મારા વહેલી સવારના મુલાકાતીઓ.. – નીલમ દોશી 11

ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી… એક એક તારલિયાને વીણી લઇ.. ગૂપચૂપ.. છાને પગલે.. ફરી મળવાનો વાયદો કરી.. ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘તમે સૌ પહોંચતા થાઓ.. ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય? એને માઠું ન લાગે?


આંખો – ડૉ. હેમાલી સંઘવી 14

થોડા સમય પહેલા બનેલી એક સત્યઘટના યાદ આવે છે. એક નવું પુસ્તક માર્કેટમાં આવ્યું એના વિષે સમાચાર હતા. એમ તો ઘણાં પુસ્તકો છપાઇને આવતા હોય તો એમાં શું મોટી વાત? પણ આ પુસ્તક વિષે ખાસ વાત એ હ્તી કે આ પુસ્તક્ના લેખકે એને પેનથી કે કોમ્પ્યુટર પર લખ્યું નહોતું. એણે હોસ્પિટલના બૅડ પરથી બે લાખ આંખના પલકારાથી આ પુસ્તકો બીજા પાસે લખાવ્યું હતું. કારણ કે એના શરીરમાં ફક્ત આંખો જ કામ કરી રહી છે. હા, આંખો, મારી, તમારી, આપણા બધાની આંખો, જે હોય છે આપણી પણ જુએ છે હંમેશા બીજાને. આંખો જે ક્યારે બોલતી નથી પણ લોચો એટલો મોટો છે કે ક્યારેય ચૂપ રહેતી નથી.


ત્રણ પદ્યરચનાઓ – પરબતકુમાર નાયી 4

એટલે સાલ્યા કરે છે આંગણાને ખોટ એની,
આજ પણ એ આંખ અંદર લઈને પડછાયા ફરે છે.

* *
રડે છે આજ પણ શેરી વચાળે આંખ બે પ્યારી,
તમે આવો, તમે આવો બધા રટણા લગાવે છે.

* *
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નૈ વાવી શકું.


ડો. આનંદીબાઈ : ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવનની હકીકતો.. – જીજ્ઞેશ અધ્યારૂ 10

આજથી દોઢસો વર્ષ પહેલા જ્યારે છોકરી જન્મે એ જ ભારણ ગણાતું, ને ગર્ભમાં થતા હુમલાઓથી એ બચી જાય તો નરકના અનુભવો આપતું જીવન એની રાહ જોઈને ઉભું જ હોય એ સંજોગોમાં અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું ગીતા માણેક લિખિત અને અભિનેત્રી માનસી જોશી જેને એકલે હાથે સ્ટેજ પર એક કલાક વીસ મિનિટ ધુંવાધાર અભિનય દ્વારા પડદા પર જીવંત કરી આપે છે એ યમુના ઉર્ફે આનંદી ગોપાલ જોશીનું જીવન પ્રસ્તુત કરતું આ નાટક એક રોલર કોસ્ટર રાઈડ છે. એમના ડૉક્ટર બનવાની વાત તો ફક્ત એ યશકલગીનું એક પીછું છે, પણ ખરો પુરુષાર્થ(!) તો તેમણે કરેલો સમાજની સામે સતત સંઘર્ષ છે.


બાળવાર્તા અને બાળક – હીરલ વ્યાસ 5

વાંચન માણસને વિચારશીલ બનાવે છે. અને આ વાંચનબીજ બાળપણથી જ બાળકના મનમાં રોપવામાં આવે તો એ સારુ-નરસું વિચારી શકે અને જિંદગીમાં સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકે. પણ જ્યારે બાળક નાનું હોય કે વાંચતા શીખ્યું ન હોય ત્યારે માતા-પિતા કે ઘરના બીજા સભ્યોના મોઢેથી કહેવાતી બાળવાર્તાઓ એક નવું વિશ્વ બાળક સામે મુકી શકે છે. વાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ વધે છે.

એ સિવાય વાર્તા ગમે તે ભાષામાં હોય, બાળક નવા શબ્દો શીખી શકે છે. એનું શ્બ્દ વૈભવ વધે છે.