બ્રેવહાર્ટ્સ : શૌર્ય, સાહસ અને સત્વસભર સત્યકથાઓ.. 5
લલિતભાઈની કલમે હોલીવુડની અનેક ફિલ્મોના વિશદ અને ઉપયોગી છતાં મનોરંજક રિવ્યુ તેમની કટારમાં માણતા હોઈએ ત્યારે તેમના તરફથી આ પ્રકારનું પુસ્તક આશ્ચર્ય તો નથી જ! નવી પેઢીના પત્રકારો પાસેથી, લેખકો પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ વાચકો રાખે છે તેમાં સતત કાંઈક નવું મેળવવાની ઝંખના અને માહિતીની સાથે સાથે વાંચનની ખરી મજા આવે એવું કાંઈક વાંચ્યાનો સંતોષ ‘બ્રેવહાર્ટ્સ’માંથી મળી રહે છે. પુસ્તક લેખનના મર્યાદિત પ્રકારોની બહાર નીકળી ઉપયોગી માહિતી તથા ગુણવત્તાસભર લેખો ‘બ્રેવહાર્ટ્સ’માં પ્રસ્તુત કરતા લલિતભાઈને અનેક શુભકામનાઓ.