Monthly Archives: September 2009


બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો – શકીલ બદાયુંની 5

બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો આજે અહીં આપ સૌ ની સાથે વહેંચી રહ્યો છું. સૌ પ્રથમ તેનું બચપન કી મુહબ્બત કો….. એ ગીત સાંભળ્યું હતું, તેની પ્રથમ બે પંક્તિઓ ખૂબ ગણગણી, પણ પછી આગળ આવડતું નહોતું… તો બીજુ ગીત એવું જ મનભાવન…., તું ગંગા કી મૌજ મેં યમુના કા ધારા.. 1952માં રિલીઝ થયેલી શ્રી ભારત ભૂષણ અને મીના કુમારી અભિનીત આ ફિલ્મના ગીતો ઉર્દુના પ્રખ્યાત શાયર શકીલ બદાયૂંનીએ લખ્યા છે. નૌશાદના સંગીત સાથે લતાજી અને રફી સાહેબનો અવાજ સાંભળતા મનમાં જે આનંદની અને પ્રસન્નતાની લહેરો છવાય છે તેનું શું કહેવું? આપને આ ગીત સાંભળવા ગમે છે?


રાધે બનો – પિનાકીન ત્રિવેદી 3

શ્યામને રાધા બનવાનું અને એ રીતે રાધાજીએ અનુભવેલી વિવિધ વેદનાઓને જાણવા માટે તેમને સૂચવતું આ કાવ્ય ખૂબ સુંદર અને સહજ રીતે રાધાના મનની અભિવ્યક્તિ કહી જાય છે. શ્યામજીને વિવિધ શણગાર તજીને, રાધાના અંતરનો તાગ લેવાનો પ્રયત્ન કરીને ફક્ત થોડીક ક્ષણો માટે આ ખેલ ખેલી લેવાની વિનંતિ કરતા રાધાજી તેમને ઘડીક શ્યામ બનવાનું કહે છે. શ્રી પિનાકીન ત્રિવેદીનું આ કાવ્ય ખરેખર ખૂબ સુંદર છે.


એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મન્સૂરઅલી ખાન પટૌડી એક અકસ્માતમાં પોતાની એક આંખ ગુમાવી બેઠેલા. તેમણે નાસીપાસ થયા વગર કે હિંમત હાર્યા વગર દાખવેલી ધગશનું પરિણામ છે કે તેઓ ક્રિકેટમાં ખૂબ સુંદર પ્રદર્શન કરી શક્યા અને આટલી ઉંચાઇ સુધી પહોંચી શક્યા. આજે પ્રસ્તુત છે તેમની આ મહેનત અને ધગશ આલેખતો આ સુંદર લેખ.


અક્ષરનાદ પર પંચતંત્રની વાર્તાઓ… 5

સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે, પંચતંત્રની સુંદર અને સરળ બોધપ્રદ કથાઓએ પેઢીઓથી એક આગવી શિક્ષણ સંસ્થા ઉભી કરી છે જે આપણી સાહિત્ય પરંપરાનું આ કથાઓ એક ખૂબ અમૂલ્ય રત્ન છે. એટલે ગુજરાતીમાં આ કથાઓ આપણા બાળકો વાંચી શકવા, માણી શકવા જોઇએ. આજથી અક્ષરનાદ રજુ કરશે સમયાંતરે પંચતંત્રની આ કથાઓ. આજે માણો લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ.


એ કે લાલ દરવાજે તંબુ… 4

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ” એ લોકબોલીમાં ગવાતું અને મહદંશે ત્રણ તાળી નામના ગરબા પ્રકારમાં ગવાતું સુંદર લોકગીત છે. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી જેવા અમદાવાદના વિવિધ સ્થળોએ ગુજરી જોવા જવું છે અને તેના સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહી રોકવાનો પ્રયત્ન કરે છે.


મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.


મધ્યગીરના તીર્થરાજ – બાણેજ 9

બાણેજ મધ્યગીરનું તીર્થસ્થળ છે. ખૂબ સુંદર વનરાજી, જંગલના રાજા સિંહની ડણકો અને સાથે આસપાસ ચારે તરફ નિર્ભય ભમતા હરણાંઓ, સાબરો, નીલગાય વગેરેના ઝુંડ, ઝરણા અને નદીઓના નિર્મળ ખળખળ પ્રવાહોની વચ્ચે, ક્યાંય માનવની દખલ નહીં તેવા આ સુંદર તીર્થસ્થળ વિશે જાણૉ આજે આ સુંદર લેખ.


અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ 8

આપણી સંસ્કૃતિના સાહિત્ય અને ભાષાના વારસામાં અનેક પ્રેમકથાઓના પણ રત્નો ભંડારાયેલા પડ્યા છે. સોન હલામણની આખી વાતમાં કુલ 91 થી વધુ દુહાઓ શ્રી મેઘાણીએ સંગ્રહી આપ્યા છે. આવી અનેક સુંદર, કંઠસ્થ પરંપરાથી સચવાયેલી સોરઠી પ્રેમકથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠી ગીતકથાઓ વસાવવા જેવું છે. એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંશો અત્રે ટાંક્યા છે.


અડોબ (Adobe) ના ફ્રી / ઓપનસોર્સ વિકલ્પો 3

અડોબના ઉત્પાદનો રોજીંદા વપરાશની વસ્તુઓ છે અને તેની સુવિધા વગર ઘણાં કામ મુશ્કેલ થઇ જાય. પરંતુ જો તેમને ખરીદવા ખર્ચો ન કરવો હોય તો અહીં કેટલાક એવા ઓપનસોર્સ વિકલ્પો દર્શાવ્યા છે જે ફક્ત ડાઉનલોડ કરવા જેટલા જ દૂર છે. તદન ફ્રી છતાં મૂળ સોફ્ટવેર જેટલાં જ કાર્યક્ષમ અને ઉપયોગી આ વૈકલ્પિક સોફ્ટવેર વિશે આજે જાણો.


એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ 1

શ્રી હરિહર ભટ્ટ દ્વારા રચિત પ્રાર્થના કાવ્ય એક જ દે ચિનગારી ખૂબ જ સુંદર અને ભાવવહી કાવ્ય છે. સાહિત્યના ક્ષેત્રમાં અમુક રચનાઓ પોતાની અમિટ છાપ છોડી જાય છે. અને કેટલીક રચનાઓ સમયની પરીક્ષાઓને પસાર કરી અમર થઇ જાય છે. આ રચના આવીજ સદાબહાર છે અને મારી ખૂબ પ્રિય તથા શ્રધ્ધેય છે.


શિક્ષા શાણાને… – દયારામ 1

કવિ દયારામ ભક્તિ પરંપરાના આગવા રચનાકાર અને મરમી કવિ હતાં. તેમણે ગરબી, પદ, આખ્યાન તથા ગરબા જેવા વિવિધ સ્વરૂપે આપણી સાહિત્ય પરંપરાને મહામૂલા રત્નો આપ્યા છે. પ્રસ્તુત રચના “શિક્ષા શાણાને…” માં કવિ દ્વારા શ્રીકૃષ્ણની ભક્તિ પામવાની રીત સાથે જીવન વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થાય તેવી વાતો કહેવામાં છે. દયારામ રસધારા – 1 માંથી આ કૃતિ સંપાદિત કરવામાં આવી છે.)


માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8

અક્ષરનાદ વેબસાઇટના વિષય વૈવિધ્યમાં આજથી મુલાકાતોના એક નવા વિભાગની શરૂઆત થઇ રહી છે. અને મને આનંદ છે કે ડો. પ્રફુલ્લભાઇ શાહ જેવા માનવ સેવાના સાક્ષાત મહાયજ્ઞ જેવી વ્યક્તિ સાથેની મુલાકાત તથા તેમની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી સાથે આજે આ વિભાગ શરૂ થઇ રહ્યો છે. સાવરકુંડલાથી ઉઠેલી આ સેવા અને પરોપકારની અખંડ જ્યોત આજે ખૂબ મોટા સ્તરે વિસ્તરી છે. આજે અનુભવો આ સુંદર, હ્રદયંગમ અને પ્રેરણાદાયી મુલાકાતને.


શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી 9

શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલુ “શિવાજીનું હાલરડું” બાળકને માતાના ઉદરમાંજ મળતી શૌર્ય, બહાદુરી અને માતૃભૂમીના રક્ષણ માટે ખપી જવાની ઉદાત્ત ભાવના સાકાર કરતું હાલરડું છે. ભાગ્યેજ કોઇ એવો ગુજરાતી હશે જેણે માતાના મુખે આ હાલરડું નહીં સાંભળ્યુ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણીએ બીજી કોઇ રચના ન કરી હોત તો પણ આ એક જ રચના એ બતાવવા પૂરતી છે કે તેમને રાષ્ટ્રીય શાયર કેમ કહેવાય છે.


નરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) – તરૂણ મહેતા 10

આજથી સાડાપાંચસો વર્ષ પૂર્વે ભાવનગર મુકામે એક દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. સામાન્ય બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલાં નરસિંહ મહેતા જુદાજુદા સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન હતાં. જીવનના સંદર્ભે તો નરસિંહ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે પરંતુ ખરા અર્થમાં નરસિંહ તો ભક્ત- કવિ તરીકે પોતાની અમર છાપ મૂકી ગયા છે. શ્રી તરૂણ મહેતા દ્વારા રચાયેલ “નરસૈયાં” નરસિંહ મહેતા વિશેનો આ ચરિત્રાત્મક નિબંધ આજે આપ સૌ માટે પ્રસ્તુત છે.


આપજો – મકરંદ દવે 3

“આપજો !” માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી – આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે. કવિ શ્રી મકરંદ દવેની આ સુંદર રચના “અમલપિયાલી” માંથી સાભાર લેવામાં આવી છે.


એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 2

શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક ” લેટર ટુ અ હિન્દુ ” નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, ભારતની પરાઘીનતા – તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી મોહનદાસ કરમચંદ ગાંઘીના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત 8

આપણાંમાં કહેવત છે કે હસે તેનું ઘર વસે, તો શું ન હસે તેને ત્યાં કૂતરા ભસે? એમ પણ ઘણાં મિત્રો જવાબમાં કહેતા હોય છે. મન હળવું કરવા ગમે તેવા ખરાબ સંજોગોમાંય આવી એકાદ કણિકા યાદ આવી જાય અને સહેજ મલકાટ આપતી જાય. મન પ્રફુલ્લિત કરતી અને રમૂજ ફેલાવતી કેટલીક સુંદર હાસ્ય કણિકાઓનો સંચય આજે પ્રસ્તુત છે આપ સૌને આનંદિત કરવા.


આદર્શ જીવનનું રહસ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 1

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. લાખો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે અથાગ પ્રયત્નો કરનારા પંડિતજીના વિચારો આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.


નર્ક નામનો સ્ટોર – જયકાંત જાની 1

“નર્ક નામનો સ્ટોર…. ” થોડુંક અલગ લાગે તેવું આ શીર્ષક શ્રી જયકાંતભાઇ જાની દ્વારા રચિત એક કવિતાનું છે. જો કે અમેરીકાને તેઓ શા માટે નર્ક નામના સ્ટોરનું સ્થાન બનાવે છે એ મને ખબર નથી, પણ મારા મતે ભારતના કોઇક પડોશી દેશ માટે આ ખરેખર બંધબેસે. પરંતુ તે સિવાય નર્કમાં મળતી બધીજ વસ્તુઓ અને તેની ખાસીયતો વિશે તેઓ ખૂબ તર્કસંગત રીતે સમજાવે છે. અને એટલેજ આ ખૂબ સુંદર સ્ટોરની મુલાકાત લો.


અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ 6

જો આપ માતા પિતા હોવ તો આપને ખ્યાલ હશે કે બાળકને પ્રથમ દિવસે શાળાએ લઇ જવું, ત્યાં બેસાડવું, રડતું ચુપ રાખવું અને એ આખો દિવસ તેના પાછા આવવાની પ્રતીક્ષા કરવી…. મારા માટે આ અનુભવ કાંઇક આવો જ રહ્યો, જો કે વધારે ચિંતાજનક અને અકળાવનારો. આપની સાથે આજે વહેંચી રહી છું અમારી પુત્રી હાર્દીને શાળાએ લઇ જવાના પ્રથમ દિવસનો અનુભવ.


સોળ વર્ષની ઉંમરનો મુગ્ઘ પ્રેમ – પ્રતિભા કોટેચા 7

પ્રેમ એ પરમ તત્વ છે, સાત્વિક સત્વ છે, પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. સ્ત્રીને પુરૂષનું અને પુરૂષને સ્ત્રીનું આકર્ષણ રહે જ છે, એ કુદરતી છે, સહજ પણ સનાતન છે. અને આમ તો સમગ્ર જીવનની ગમે તે ક્ષણે પ્રેમમાં પડી શકાય છે, પણ સોળ વર્ષની ઉંમરના મુગ્ધ, સહજ અને અતાર્કિક પ્રેમ વિશે શું કહેવું? પ્રેમને શબ્દના વાઘા પહેરાવવા મુશ્કેલ છે, પ્રેમ એ મૌનની ભાષા છે. સોળ વર્ષની ઉંમરના મુગ્ધ પ્રેમ વિશે સુંદર લેખ માણો…


કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning) 16

ઘરને સુંદર અને કલાત્મક રાખવું આપણને સૌ ને ગમે છે. એક સિવિલ એન્જીનીયર તરીકે રહેણાંક મકાનોના નકશા અને ડિઝાઇન કરવા એ મારા માટે નવી વાત નથી પણ અન્ય લોકો માટે કાં તો આર્કિટેક્ટ કે સિવિલ એંજીનીયર પાસે જવા સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પોતાના ઘરને શણગારવાના અને વિકસાવવાના વિકલ્પો પોતાની જાતે ગોઠવવા, મુખ્યત્વે સાધારણ ગોઠવણી તથા યોજના કરવા ઉપયોગી થાય એવી તથા કોઇ પણ ખાસ સોફ્ટવેર વગર અને કોઇ વિશેષ જાણકારી વગર વાપરી શકાય તેવી વેબસાઇટ વિશે આપને આજે જણાવી રહ્યો છું.


આપણી કંઠસ્થ પરંપરાના ભજનો – નિરંજન રાજ્યગુરુ 4

પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ ભજનવાણીની પધ્ધતિ અને તેના અનુક્રમ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ડો. નિરંજનભાઇ રાજ્યગુરુના પુસ્તક “સતની સરવાણી” ની પ્રસ્તાવનામાંથી આજે જાણો પ્રાચીન ભજંનવાણી અને કંઠસ્થ પરંપરાના ભજનો વિશે પધ્ધતિસાર તથા ભજન સાહિત્ય વિશે અનન્ય સુંદર માહિતિ.


લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત 3

લઘુકાવ્યો એ કોઇ કાવ્યનો ફક્ત એક ભાગ માત્ર જ નથી. સાચુંકલુ લઘુકાવ્ય એ છે જેમાં શબ્દોને સર્જકે શોધવા પડતાં નથી પણ શબ્દો તેને શોધતાં ગોઠવાઇ જાય એમ લાગે છે. માર્મિકતા એ લઘુકાવ્યનું આગવું લક્ષણ છે. કહેવાનું સચોટતાથી કહે, અને તે ય તત્વશીલ એ લઘુકાવ્ય. એ દીપિકા છે, અનુભૂતીની આરતીનો ડંકો છે. આજે માણો થોડાક આવાંજ લઘુકાવ્યો.


ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત) 10

રાસગરબા અને લોકગીતો આપણા ગ્રામીણ જીવનની અનેરી સંપત્તિ છે, મૌસમનો વરસાદ અને તેના અમૃત પરિપાક રૂપે ઉતરેલા ધાન અને અન્ય પાક પછી ધરતીપુત્રો મદમસ્ત થઇને આવા લોકગીતો પર જીવે છે, એક સુર, એક તાલ, સરખા ઠમકા અને તાળીઓ, સાથે ઝૂમતા ને આનંદતા હૈયા એ સોરઠી જીવનનું અનેરું રસદર્શન છે. શબ્દ, સંગીત અને ધ્વનિ એ ત્રણેયનો સુમેળ સાધનાર આવું જ એક સુંદર ગ્રામગીત…