Monthly Archives: August 2015


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૫} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો પાંચમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

કોલંબસે કામવાળી શોધવા જ દરિયો ખેડ્યો… – રમેશ ચાંપાનેરી 10

પરણેલાને પૂછો તો ખબર પડે કે આ કામવાળીનો પ્રશ્ન એટલો ભારે કે જાણે માથા ઉપર ગોવર્ધન પર્વત ન પડ્યો હોય? બાંધેલી કામવાળી જો એક જ દિવસ ન આવી હોય તો ખલ્લાસ… ઘરમાં જાણે સુનામી આવી જાય. આંધીમાં આખું ઘર હલી નીકળે. પતિ પલકમાં કોડીનો થઇ જાય. જાણે વાઈફને વગર નવરાત્રીએ દશામા ન પધાર્યા હોય? હસબંધની હાલત તો ઠંડા ભજીયા જેવી થઇ જાય. ધડાધડ હસબંધને અલ્ટીમેટમ આપવા માંડે કે, “ઝટ જાઓ, કામવાળી લેતા આવો, રસોડે ન રાંધુ રે…”


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોથો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

ચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ 9

આજે અહીઁ પ્રસ્તુત કરેલા ચાર મીરાકાવ્યો લતાબેન ભટ્ટ દ્વારા અક્ષરનાદને પાઠવવામાં આવ્યા છે. કાવ્યો મૌલિક તેમજ સ્વરચિત છે, સુંદર અને અર્થસભર છે તથા મીરા, શ્યામ, રાણા અને સ્વત્વની વચ્ચે કવયિત્રી પોતાનામાઁ ભક્તિનો સાર શોધવાની મથામણ કરે છે.. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ લતાબેનનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર 8

વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮) 1

પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.


સંતો ધોખા બડા ધુતારા.. – રવિ સાહેબ 1

રવિ સાહેબના નામથી ગુજરાત – સૌરાષ્ટ્રમાઁ ભાગ્યે જ કોઈ અજાણ હશે. રવિસાહેબના ભજનો આપણી ગ્રામજનતામાં ઠેરઠેર કઁઠઃસ્થ સ્વરૂપે પણ મળી આવે છે એવી તેની અસર અને પહોઁચ અનુભવાય છે. આજે રવિસાહેબની આવી જ ત્રણ સુંદર ભક્તિરચનાઓ પ્રસ્તુત છે. ૧) મન રે રામભક્તિ કર સાચી, ૨) સંતો ધોખા બડા ધુતારા અને ૩) સંતો હમ ભેદીકે ભેદ, જૂઠા જ્ઞાની કથત હે વેદી પ્રસ્તુત કર્યા છે. આશા છે કે શ્રાવણમાસના આ અનેરા પર્વ પર ભક્તિરચનાઓ સમયોચિત પ્રસ્તુતિ થઈ રહેશે.


કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ 3

ધૂમકેતુના તણખામંડળ ૪ માંની આ એક અનોખી વાત આજે પ્રસ્તુત કરી છે. સાવ નિરસ, શુષ્ક અને સંપૂર્ણપણે ઘરેડમાં ચાલતા જીવનમાં કવિતાનો પુનર્જન્મ થાય ત્યારે શું થતું હશે? જીવનનો ઉલ્લાસ, જીવનની વેદના, જીવનની વાસ્તવિકતા અને અવાસ્તવિકતા – એ બધાંને જીવવા માંગતા અયાંત્રિક લોકોના મનોભાવને ધૂમકેતુ કેટલી સહજતાથી ઉપસાવી શકે છે એ તો તેમની આ સુંદર કૃતિ વાંચીએ તો જ સમજાય.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી 7

એ જ તો આપણી મિસ્ટેક છે કે, સમજવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. યોગ એટલે પેટને ધમણની માફક હલાવ્યા પછી, ખવાઈ એટલી કેરી ખાઈને ગોટલા કાઢવા એવું થોડું? મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમ છે. શરીર અને આત્મા બંનેને જોડવું, એનું નામ યોગ. અને આડેધડ ભચેડ ભચેડ કરવું એનું નામ રોગ. થયું એવું કે, માણસ એનો વિકાસ કરવાને બદલે, શરીરનો વિકાસ કરવાં લાગ્યો. ચામડા નીચે ચરબીનો થર એવો જમાવી દીધો કે, એ માણસ છે કે, મલબાર હિલ છે એ જ ખબર ન પડે. ને આ વાત રાજદરબારમાં પહોંચી. એટલે, આખાં વિશ્વમાં ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગદિન ઉજવાઈ ગયો. બહુ સારાં અને મુલાયમ શબ્દોમાં કહીએ તો, ‘ગાગરિયા પેટવાળા માટે ૨૧ મી જૂનનો દિવસ “હવા ટાઈટ દિવસ” બની ગયો. ઘણાની ચરબીઓ હલી ઉઠી. વિશ્વમાં ભલભલા ચરબીધારીઓ ઠેંસ થઇ ગયાં.


ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક.. – નીતિન ઢાઢોદરા 3

આજના બાળકની મનઃસ્થિતિ કેવી છે? માતાપિતા તરફથી એને શું મળવું જોઈએ અને શું મળે છે? અપેક્ષાઓ, ધારણાઓ અને આશાઓના ભારમાં એ સતત અન્યોની ઈચ્છાઓને વેંઢારતું રહે છે. સહેજ સ્નેહની આશામાં એ કેટકેટલું કરે છે? આવામાં કવિ નીતિન ઢાઢોદરા લઈને આવે છે એક ફુલટાઈમ વાલીની જરૂરતો વર્ણવતું અરજીપત્રક. અહીં પૂરી કરવાની જરૂરતો ભલે વાલી માટે વર્ણવાઈ હોય, પણ એ આખરે તો બાળકને એક અનોખું સ્નેહાર્દ્ર અને બાળસહજ વૃત્તિથી સભર બનાવવા માટેની પ્રાથમિક શરતો છે.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો બીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ગત અઠવાડીયાથી શરૂ થઈ રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

લાંબા સમય પછી આજે મારી બે ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રથમ રચના વિયોગમાં કે મોહભંગમાં ઝૂરતા એક પ્રેમીની સ્થિતિ બતાવે છે તો બીજી રચના જીવનના અનેક વળાંકો, અનેક ઘટનાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. સર્જન હમણાં ખૂબ ઘટી ગયું છે એવા અહેસાસ છતાં ગત અઠવાડીયે પૂર્ણ થયેલી આ બે ગઝલ રચનાઓ આપને ગમશે એવી આશા છે.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૭) 2

અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.


સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા 19

સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.


રોટલી – સમીરા પત્રાવાલા 10

સમીરાબેન પત્રાવાલાની સુંદર ટૂંકી વાર્તા ‘રોટલી’ આજે પ્રસ્તુત કરી છે. ટૂંકાણમાં જ ઘણું બધું કહી જતી આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧} 9

અક્ષરનાદ પર ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે આજથી શરૂ થઈ રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ આજના પ્રથમ પ્રકરણથી લઈને અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ તેમનો આભાર તથા શુભકામનાઓ.