Monthly Archives: January 2010


જે ગાંધીને મેં જાણ્યા – વિનોબા ભાવે 7

મહાત્મા ગાંધીજીને યાદ કરવા કોઈ વિશેષ દિવસની જરૂરત ન હોય, જો કે તેમના વિચારો અથવા સિધ્ધાંતો વિશે વાંચવાની જેટલી મજા આવે છે એથી વધુ મજા તેને સમજવાની કસરત કરવાની આવે છે. વિનોબા ભાવેના આપણા રાષ્ટ્રપિતા વિશેના વિચારોનું આ સંકલન થોડાક દિવસ ઉપર વાંચવા મળ્યું. વિવિધ વિષયો અને સિધ્ધાંતો પર ગાંધીજી વિશે શ્રી વિનોબાના આ સુંદર વિચારો મનનીય અને એથીય વધુ સરળતાથી સમજી અને અનુસરી શકાય તેવી ભાવનાઓ છે.એ મહાત્મા વિશે વિનોબાથી વધુ સારી સમજણ કોઈ ન આપી શકે, આજે ગાંધી નિર્વાણ દિવસે, ગાંધીજી વિશે વિનોબાના વિચારો પ્રસ્તુત છે.

Gandhiji and Vinoba Bhave at Vardha 1934

ખુદા હાફિજ ! – હરિશ્ચંદ્ર 3

પ્રસ્તુત વાર્તામાં એક નાનકડા ગામડાંના તદન ભોળા અને માસૂમ લોકોની વચ્ચે જીવતા સેનાના એક ડોક્ટરની અનુભવવાણી અને ગ્રામ્યજનોની લાગણીની અનુભૂતીની વાત સાહજીક રીતે કહેવાઈ છે. પરસ્પર મદદ કરવાની અને માનવીય સંબંધોની સાચી કદર કરવાની ભાવના અહીં ખૂબજ સુંદર રીતે વર્ણવાઈ છે.

ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “.


એક છોકરી સાવ અનોખી….. – અનોખી છોકરીની વાસ્તવિક કહાની 5

આજે પ્રસ્તુત છે એક સુંદર સરળ, હાસ્યસભર અને છતાંય એક અનોખો હકારાત્મક અભિગમ દર્શાવતા લાગણીભીના ગુજરાતી નાટક “એક સાવ અનોખી છોકરી” વિશે થોડુંક. એ એક એવા રંગમંચનો ખૂબ સુંદર પરિચય આપી જાય છે જેમાં હાસ્યની સાથે, પ્રેમની સાથે જીવનના મૂળભૂત સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન છે, એ પ્રેક્ષક વર્ગ માટે ફક્ત મનોરંજન નથી રહેતું, કાંઇક નક્કર “પોઝિટીવ થીંકીંગ્ આપી જતું માધ્યમ બની રહે છે. હોઈ શકે કે ફક્ત મનોરંજનના માધ્યમથી કહેવાતી વાતો લોકોને ગળે ન ઉતરે, પરંતુ એક કલાકાર પોતાના ધર્મને અનુસરી પોતાના કર્તવ્યને પૂરી ભાવનાથી ન્યાય આપી આવા સુંદર પ્રેરણાદાયક મનોરંજક નાટકો કરતા રહેશે, રંગમંચ પાસે ત્યાં સુધી આપવાલાયક કાંઈક ને કાંઈક સદાય રહેશે. એક ગુજરાતી હોવાના લીધે આપણી ફિલ્મોમાં હજીય બીબાંઢાળ વાર્તાઓ અને પાત્રો હોવાના અફસોસ સાથે આપણા રંગમંચમાં આવા સુંદર પ્રયત્નો થતાં રહેતા હોવાનો એક અનોખો ગર્વ આજે મને થયો છે. આ માટે “એક છોકરી સાવ અનોખી” ની આખીય ટોળકી અભિનંદનને પાત્ર છે.


હિંદમાતાને સંબોધન – કાન્ત 1

આપણા પ્રજાસત્તાક્ દિવસે, લોકશાહીના મહોત્સવસમા પ્રજાના અધિકારની ઉજવણીના આ પ્રસંગે ઘણા વર્ષો પહેલાં કવિતા રૂપે શાળામાં ભણેલું આ સુંદર ગીત આજે પ્રસ્તુત છે, આશા છે કવિ શ્રી કાન્તની આ રચનાના શબ્દોને આપણે જીવનમાં ઉતારી શકીએ, સમાજના વિવિધ વર્ગો, ભેદભાવોને ત્યજીને ભારતીય હોવાના સ્વમાન સાથે, અધિકાર અને ફરજ સાથે જીવી શકીએ. આપ સૌ ને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.


પ્રશ્નાર્થ છે મિત્રો – અમૃત ઘાયલ 5

શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ ‘શું’ નો ‘શું’ છે સાર એ પ્રશ્નાર્થ છે મિત્રો. આ પાંખ છે કે ભાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો.


ભોજન ટાણે યજમાન બિરદાવળ – ઝવેરચંદ મેઘાણી 3

આપણે ત્યાં દરેક પ્રસંગને, દરેક નાનામાં નાની રોજીંદી ઘટનાને અનુલક્ષીને ગીતો રચાયાં છે. ચારણી સાહિત્યમાં ઘણાં એવા ગીતો મળી આવશે જે વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય. ઉપરોક્ત ગીત એવું જ એક ગીત છે. ઘરે આવેલા યજમાનોને જમવામાં ‘તાણ કરવી’ એટલે કે આગ્રહ કરીને જમાડવું એ સાથે તેઓ જમતાં હોય ત્યારે તેમને બિરદાવતું ગીત ચારણ ગાય એ આ ગીતની પધ્ધતિ છે. લોકબોલીમાં હોવાથી તેના અમુક શબ્દોના અર્થ રૂઢીગત શબ્દોથી અલગ પડે છે, તેની યાદી અલગથી આપી છે.


ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે 10

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.


ભારતીય કવિતાઓમાં મૃત્યુ ચિઁતન – સંકલન : જીગ્નેશ અધ્યારૂ 6

મૃત્યુ વિશેની કવિતાઓ અને એ વિશેનું ચિંતન આપણા સાહિત્યમાં અઢળક જોવા મળે છે. મૃત્યુ એ દૈહિક રીતે મર્ત્યાવસ્થા છે, સર્જકો મૃત્યુને જીવનની સફરનો કિનારો, છેડો કે અંત તરીકે નિરૂપતા આવ્યા છે, પરંતુ આ સર્વમાન્ય સ્વરૂપો સિવાય પણ ભારતીય સાહિત્યમાં મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ સુંદર અને ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે. મૃત્યુ વિશે અક્ષરનાદ પર આ પહેલા ઘણી વખત ચિંતન કરેલું છે, કદાચ એ એક વિષય એવો બચ્યો છે જેના માટે આપણા બધાંનો અનુભવ સરખો છે, બનવા જોગ છે કે પ્રેમ વિશે, લાગણીઓ વિશે કે અનુભૂતીઓની અભિવ્યક્તિ વિશે અનુભવો અને આવડત ઓછી વધુ હોય, પરંતુ જીવન પછીના જીવન વિશે વિચારો જ માત્ર સાધન છે, એ ઘટનાને ડરથી જોવાની બદલે અભિભૂત થઈને, આવકારીને જોવાની જરૂરત છે. આજે પ્રસ્તુત છે ભારતીય ભાષાઓમાં આ વિષય પરત્વે ચિઁતનના કેટલાક અંશો.


શિશુની કવિતા – જયંત પાઠક 4

એક બાળકના અભિવ્યક્તિ સામ્રાજ્યમાં, તેની લીટાઓની અભિવ્યક્તિમાં કવિ કવિતા ગોઠવવાનો પ્રયત્ન કરતા જણાય છે, પરંતુ પછી તેઓ પોતે જ તેની વ્યર્થતા સમજાવે છે, બાળકની અભિવ્યક્તિની ગોઠવણ કરવાનું કામ છોડતાં તેઓ કહે છે,

બાળકે લખેલી કવિતા વચ્ચે
આડા અવળા લીટા કરવાનું માંડી વાળું છું

અભિવ્યક્તિની આ જ ઉંચાઈ અને સરળતા શ્રી જયંત પાઠકની કવિતાઓને મનનીય, સુંદર અને વિશેષ બનાવે છે.


ઇબ્રાહીમકાકા – મહાદેવભાઇ દેસાઈ 4

“ઈબ્રાહીમકાકા” – વર્ષો પહેલા શાળામાં ભણતી વખતે ક્યાંક આ સુંદર વાર્તા આવી હતી એવું આછું આછું યાદ છે. ઈબ્રાહીમકાકા, જુમો ભિશ્તી, મંગૂ ડોશી જેવા પાત્રોની વચ્ચે વસતું, તેમના વિચારોમાં ખોવાઈ જતું એ બાંળપણ કેટલું સુંદર હતું, લેખકના શબ્દો ક્યાંક મારા માટે પણ એટલા જ સાચા છે, આ ચમત્કારનો અર્થ ને તેનો મહિમા એ વખતે હું કળી શક્યો ન હતો, પણ હવે હું કળી શકું છું. જીવનઘડતર માટે પસંદ થયેલી આવી સુંદર વાર્તાઓ આજે વર્ષો પછી જ્યારે વાંચવા મળે ત્યારે મન ખૂબ પ્રફુલ્લિત થઈ જાય એ તદન સ્વાભાવિક છે.


હીરાની પરીક્ષા – ધીરા પ્રતાપ બારોટ 1

વડોદરા જીલ્લાના ગોઠડા ગામે ૧૭૫૩માં જન્મેલા ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ ઢળેલું હતું, તેમના પદો ‘કાફી’ નામના રાગમાં ઢળેલા હોઈ તે કાફી તરીકે જ જાણીતા થયા છે. પ્રસ્તુત કાફીમાં ધીરા ભગતે પરમતત્વનું વર્ણન કર્યું છે. એ તત્વ હીરા સમાન છે જેની પરખ સાચા ભક્તને જ થાય છે. અજ્ઞાની અને મૂર્ખ માણસો તેને સમજી કે પામી શક્તા નથી. જાગ જગન જપ તપ અને તીરથ એ જ સૌથી મોટો સાચો સત્સંગ છે એ વાત અહીં ખૂબ સુંદર રીતે વર્ણવાઈ છે.


બે દેડકાઓ – અનુ. જીગ્નેશ અધ્યારૂ 2

આ નાનકડી વાર્તા બે મહત્વની વાતો કહી જાય છે,

૧. આપણી જીભમાં, આપણા શબ્દોમાં, જીવન અને મૃત્યુની શક્તિઓ રહેલી છે. કોઈકને, એવા હતોત્સાહી, દુઃખી માણસને પ્રોત્સાહનના બે શબ્દો તેમનો દિવસ, તેમની જીંદગી સુધારી આપવા આપણા બે શબ્દો પૂરતા છે.

૨. કોઈક હતોત્સાહી, દુઃખી માણસને આપણો કહેલો એક હતાશાનો શબ્દ નિષ્ફળતા સુધી, પ્રયત્નો કરવાની તેની ફરજને ચૂકાવી દેવા સુધીની હદે લઈ જઈ શકે છે.


પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7

પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


અજામિલ – રમણલાલ સોની 2

માણસના મનમાં અણઘારી રીતે કેવા મોટા ફેરફાર થઈ જાય છે એ આ દ્રષ્ટાંત પરથી જણાય છે. દુઃખ અને મરવાકાળ વખતે માણસની દ્રઢતાની કસોટી થાય છે. જન્મ કે કુળને લીઘે નહિ પણ ગુણ ને લીઘે માણસમાં, બ્રાહ્મણત્વ આવે છે. ગમે તેવા દુષ્ટને માટે પણ ઉદ્ઘારની તક છે જ; એ પણ ઘારે તો ગુણીજનોમાં સ્થાન મેળવી શકે છે. માણસ ભૂતકાળ તરફ જોવાનું ભૂલી ભવિષ્ય તરફ જુએ, તો એવી નિરાશા દૂર થઈ જશે, ને ઊજમાળું હાસ્ય એના વદન પર ફરકતું થશે એમ અજામિલની કથા પરથી સ્પષ્ટ જણાય છે.


ખિસકોલી – ઉમાશંકર જોશી 4

લોક રામાયણમાં આવતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.


સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ 2

ડો. નિરંજન રાજ્યગુરૂ ગુજરાતી સંત સાહિત્યના અલગારી સારથી છે, અને તેમની પાસેનો સંત સાહિત્યના જ્ઞાન અને સાહિત્યનો અદભુત ખજાનો એ ક્ષેત્રના રસિકો માટે તેમણે ખૂબ ભાવથી, ખૂબ જવાબદારીથી જાળવ્યો અને ઉછેર્યો છે. તેમની રચનાઓમાં એક અગાધ વાણી સહજતાથી કહેવાની અનોખી પધ્ધતિ છે. સાચા સાધુ વિશેની તેમની પ્રસ્તુત રચના કદાચ ગીરના કોઈક અલગારી બાપુને ઉદેશીને લખાઈ હોય તો નવાઈ નહીઁ, ખૂબ સહજતાથી, સરળ રીતે એ કેટલું સરસ કહી જાય છે. તેમની હમણાં જ શરૂ થયેલી વેબસાઈટ આનંદ આશ્રમ પર પણ તેમના પરિચય અને પ્રવૃત્તિઓની જાણકારી સાથે તેમની ઘણી રચનાઓ માણી શકાય છે, હજી બની રહેલી આ વેબસાઈટ સંત સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ બની રહે તે માટે તેમને ખૂબ શુભેચ્છાઓ….


બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર 5

પ્રણયભીના હૈયા અભિવ્યક્તિના કોઈ બંધનોમાં જકડાતાં નથી, તેમને શબ્દોની કારીગરી કરવી પડતી નથી, એ આપોઆપ સર્જાઈ જાય છે, આવી જ બે રચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી નીરજભાઈ પરમારનો આ સુંદર કાવ્ય રચનાઓ પ્રકાશન માટે અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ. આશા છે તેમની તરફથી આમ જ ભવિષ્યમાં પણ સુંદર રચનાઓ સર્જાતી રહેશે.


એક ચપટી અજવાળું – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણી રચનાઓ મારી ડાયરીમાંથી અક્ષરનાદ પર આવતા વર્ષો લગાડી દે છે, એ કદાચ એમની સાથે જોડાયેલ પ્રસંગ હોય કે તેની સાથે, અતૂટ રીતે સંકળાયેલી સર્જનની લાગણીઓ…. જો કે એ બધી રચનાઓ સરસ છે કે સર્જનની માપપટ્ટી પર ખરી ઉતરે છે એવો કોઈ દાવો નથી, આ વાર્તા પણ કાંઇક એમ જ લખેલી, વર્ષો થયાં, આજે અચાનક એક જૂના પ્રસંગના સ્મરણ રૂપે આ વાર્તા પાછી યાદ આવી અને હિંમત કરીને પોસ્ટ કરી છે, વાર્તા તત્વ તદન સાધારણ છે, પણ વિશેષતા ફક્ત એટલી કે પ્રસંગનો ઘણોખરો ભાગ સત્યઘટના પર આધારીત છે.


જિંદગીનો રંજ – નિલેશ હિંગુ 4

શ્રી નિલેશભાઈ હિંગુની અક્ષરનાદ પર આ બીજી રચના છે. જિંદગીમાં ઘણી વાતોનો રંજ રહી જાય છે, તેમની પ્રસ્તુત રચનામાં લોકો વિશે અને અનુભવો વિશે તેઓ વાત કરે છે, સારા સમયમાં સહુ સાથ આપે છે, પણ કસોટીની પળોમાં બધાં છોડી જાય છે, જો કે પ્રેમનો, એકસૂત્રતાનો તાર રણઝણતો રહો છે, પરંતુ જીવનનો અમૂલ્ય તબક્કો વહી ગયો છે, ગયેલો સમય પાછો લાવી શકાય તેમ નથી એ વાતનો રંજ અહીં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. અક્ષરનાદને આ રચના પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને આવીજ વધુ રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી અભિલાષા સાથે શુભકામનાઓ


સળગતો રહ્યો – પિયુષ આશાપુરી 3

મિત્ર શ્રી પિયુષ આશાપુરીની રચનાઓ, ખાસ કરીને તેમની પ્રેમપ્રચૂર ગઝલોનો ચાહક કોલેજના સમયથી રહ્યો છું. તેમના પત્નિ શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે, પિયુષની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આશા છે તેમની રચનાઓ આમ જ માણવા મળતી રહેશે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધિ અર્થે મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ 10

મારી જાફરાબાદ થી મુંબઈની મુસાફરી, દરીયાઈ માર્ગે ક્રૂઝથી કરેલી પ્રથમ યાત્રાનો આ બીજો ભાગ આજે પ્રસ્તુત છે. આ યાત્રા માટે ખૂબ ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ એક તસું પણ ઓછો પડ્યો નથી, જો કે યાત્રા દરમ્યાન ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા કે આ તો કંટાળાજનક છે, પણ એ તો તમારી દ્રષ્ટિ છે, નહીંતો દરીયાની વચ્ચે કંટાળો આવે તો ક્યાંથી?


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ 10

મારે અચાનક પીપાવાવ્ થી મુંબઈની મુસાફરી કરવાનું નક્કી થયું, એક જ દિવસ વચ્ચે હતો એટલે રિઝર્વેશન કરાવવાનું શક્ય નહોતું, બસમાં જવું ખૂબ અગવડભર્યું બની રહે એટલે કયો માર્ગ પસંદ કરવો એ અસમંજસમાં અમારા મિત્ર માયાભાઈએ હમણાં જ શરૂ થયેલી જાફરાબાદ થી મુંબઈની ક્રૂઝની સફર કરવાની સલાહ આપી, તે સફરનો પરિપાક એટલે આ પ્રવાસ વર્ણન. આજે પ્રસ્તુત છે પ્રથમ ભાગ