Monthly Archives: February 2013


મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ – આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ – બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.


ત્રણ કાવ્યો.. – પન્ના નાયક 7

‘વિદેશિની’ ના નામે કાવ્યો લખતા શ્રી પન્નાબેન નાયકના કાવ્યોનું સંકલન કરીને શ્રી સુરેશભાઈ દલાલે ‘કાવ્ય-કોડિયાં’ અંતર્ગત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, એ સંગ્રહમાંથી આજે ત્રણ અનોખા અછાંદસ અહિં પ્રસ્તુત કર્યા છે.


વર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬) 5

ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તેને ‘સુદર્શન’ નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું. પ્રસ્તુત લેખ સુદર્શન માસિકના જુલાઈ ૧૮૯૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની તત્કાલીન ગુજરાતી નાટ્યકળા વિષયક આલોચના અને તેની કથળતી જતી ગુણવત્તા પરત્વેની ચિંતા અને એ વિશેની સમૂળી વિચારસરણી આ લેખમાં ઝળકે છે.


ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ 16

નિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


તુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર 5

સાહિત્યમાં જેમને વ્રજ, અવધિ મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ જેમને સાંપડ્યો છે અને સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત અને રાગદારીનો સારો અભ્યાસ જેમને સાંપડ્યો તેવા શ્રી નિનુ મઝુમદારની ઉપરોક્ત રચના ‘તુલસી ક્યારો’ અનોખી છે. તેમના ૧૯૬૬માં પ્રસિદ્ધ થયેલ સંગ્રહ ‘નિરમાળ’ માંથી આ રચના લેવામાં આવી છે. વિરહગ્રસ્ત એવી નાયિકા તુલસીક્યારે પાણી સીંચે છે અને વ્હાલમની વાટ જુએ છે. તુલસીક્યારાને લક્ષમાં રાખીને વિરહની અભિવ્યક્તિ કરતા આ કાવ્યની રચના અદભુત છે.


ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5

દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.


આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા 13

ગર્ભનું જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા જેવા જઘન્ય પાપ વિશે કાંઈ પણ કહેવા કરતા શ્રી ભરતભાઈ કોટડીયાની આ કૃતિ વાચકો સમક્ષ મૂકવી ઉચિત ગણું છું. આ કૃત્યોની સામે ઉભા થવાની જાગૃતિ વધુ ને વધુ ફેલાય એ જરૂરી છે. કદાચ જેની ગર્ભમાં હત્યા થઈ છે એ દીકરી આમ જ અનુભવતી હશે.. નહીં ! કૃતિ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ ભરતભાઇનો ખૂબ ખૂબ આભાર.


સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે 9

ગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, ‘હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે !’ મદદરૂપ થશે.


શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત.. 13

શ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.


અંતર્યાત્રા – વિજય જોશી 6

શ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


માણસ – જીજ્ઞા ત્રિવેદી 18

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.


પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ 9

નેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.


શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ 4

૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.


વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.


માનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી 12

નોકરીમાં હોય કે અંગત જીવનમાં, એક અથવા બીજી રીતે આપણે ઘણી વખત તાણ અને માનસિક પરિતાપમાં જીવીએ છીએ. ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપપ્રમુખ શ્રી એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ ‘માનસીક તાણથી બચવાના વીસ ઉપાય’ એ શીર્ષક હેઠળ મંજરીબેન મેઘાણીએ કર્યો છે. સ્પષ્ટ, ચોક્કસ દિશાનિર્દેશ સાથેના અને અચૂક એવા આ ઉપાયો એક વખત અજમાવી જવા જેવા ખરાં. સન્ડે ઈ-મહેફિલ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ કૃતિ અક્ષરનાદને પ્રગટ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


વરસાદ (લઘુકથા) – દુર્ગેશ ઓઝા 18

કુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા ‘વરસાદ’ મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3 3

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.