Monthly Archives: July 2014


માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે. આ અનોખા વાર્તાસ્વરૂપ વિશે વધુ જાણો…


જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી 2

સંજયભાઈ દોશીનો પ્રસ્તુત લેખ જીવનમાં નિયમનું મહત્વ અને એ વિશેના વિવિધ ચિંતન પ્રસ્તુત કરે છે. સંજયભાઈએ લેખની સાથે તેમનો પરિચય આપ્યો નથી. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને વધુ નિખાર મળતો રહે એવી શુભેચ્છાઓ સહ આભાર.


એક ઉર્ધ્વમુખી શૂન્ય (વાર્તા) – ગુણવંત વૈદ્ય 8

ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું નવું સર્જન – ‘એક ઉર્ધ્વમુખી શૂન્ય’. સંબંધ, સંવેદના અને સમજણનો સંગમ પ્રસ્તુત કરતી આજની સુંદર રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.


નારીની વ્યથા… – પલ્લવી ત્રિવેદી, અનુ. હર્ષદ દવે. 11

શ્રી પલ્લવી ત્રિવેદીનું આ કાવ્ય જેનો અનુવાદ હર્ષદ દવે દ્વારા કરાયો છે, એ આજના સમયની નારીનું, કદાચ સૌથી ધગધગતું અને પુરુષોને તેમની જ ભાષામાં કહેવાયેલું એક અનોખું સત્ય છે. આજકાલના વિશ્વમાં નારી પર થતા અનેક આક્રમણો, બળાત્કારો અને અન્યાયની ખબરોથી જ્યારે સમાચારપત્રો અને ટીવી વગેરે સતત ચમકતા રાખે છે એવામાં પ્રસ્તુત કાવ્ય એક અનોખી આભા સાથે એક નારીનો, એક ગૌરવાન્વિતા નારીનો વિશ્વની આંખમાં આંખ નાખીને અપાયેલ જવાબ છે. સર્જન બદલ પલ્લવીબેન અને અનુવાદ બદલ તથા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને ‘ટ્રેડ સીક્રેટ’ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય…. પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય…


ખોટની ખીમી.. (વાર્તા) – સ્મિતા પટેલ 14

બિલિમોરા ખાતે રહેતા અને ગણદેવા આઈ. ટી. આઈ. માં પ્રશિક્ષકની ફરજ બજાવતા શ્રી સ્મિતાબેન પટેલની આ સુંદર સહજ વાર્તા ગર્ભમાં દીકરી હોવાને લીધે તેનું અબોર્શન કરાવવા તૈયાર થયેલ પિતા અને તેના મનપરિવર્તનની વાત પ્રસ્તુત કરે છે. સહજ સરળ આડંબરરહિત વાત આ પ્રસ્તુતિની ખાસીયત છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ સ્મિતાબેનનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


‘જે તરફ તું લઈ જશે..’ એ તરફ.. – રાકેશભાઈ હાંસલિયાના ગઝલસંગ્રહનો આસ્વાદ 13

બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે – માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ ‘ગઝલસઁગ્રહનો આસ્વાદ’ એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – દીપક સોલંકી 10

અમદાવાદમાં, અયોધ્યાનગર, ન્યૂ મણિનગર ખાતે રહેતા શ્રી દીપકભાઈ સોલંકીની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, અક્ષરનાદ દ્વારા જેને પ્રોત્સાહન અને મંચ મળ્યો છે એવા આપણી ભાષામાં વાર્તાસર્જનના માઈક્રોફિક્શન ફોર્મેટને અનેક નવોદિત લેખક મિત્રો મળી રહ્યા છે એ ખૂબ ઉત્સાહ અને આનંદની વાત છે. અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આપી રહેલ દીપકભાઈનું સ્વાગત છે અને તેમની કલમને શુભકામનાઓ સહ અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ તેમનો આભાર.


બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ 7

આજે બે પદ્યરચનાઓ પ્રસ્તુત છે, બે કવિમિત્રો દિનેશ જગાણી ‘અલિપ્ત’ અને હેમલ વૈષ્ણવ તેઅની રચનાઓ સાથે ઉપસ્થિત થયા છે. દિનેશભાઈનુ અછાંદસ અને હેમલભાઈની પદ્યરચના – એ બંને પોતપોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. બંને મિત્રોનો પોતાની રચના અક્ષરનાદને પાઠવવા બદલ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


કૃષ્ણકર્મ (પ્રેરણાકથા) – હર્ષદ દવે 17

દર વખતે નવું અને વિચારશીલ પ્રસ્તુત કરતા હર્ષદભાઈ દવે આજે એક સુંદર વાત લઈને આવ્યા છે. ઇન્ટરનેટ વિશ્વ પર અનેક પ્રેરણાદાયક અને ચિંતનશીલ સારી અને પ્રેરક વાતો મળી આવે છે, લંબાઈમાં નાની પણ ચમત્કૃતિપૂર્ણ અને બોધપ્રદ એવી એક વાત આજે હર્ષદભાઈ પ્રસ્તુત કરે છે. આશા છે વાચક મિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ આભાર…


કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર 10

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ કોયલના ટહુકાની, એના સ્વરની મદદથી આનંદાનુભૂતિની અને એ દ્વારા ઈશ્વરની અનુભૂતિની વાત કહે છે. એ ટહુકાએ જાણે ઉપકાર કર્યો છે, રોજીંદી ક્રિયાઓ બદલાઈ છે, અંતરની અનુભૂતિએ માનસની પ્રકૃતિને બદલી છે, એવા કોયલના ટહુકાને જેણે માણ્યો નથી એણે ઘણુંય ગુમાવ્યુ છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ 17

અક્ષરનાદના સદાબહાર લેખિકા, વાર્તાકાર એવા નિમિષાબેન દલાલની આજની વાર્તા દોઢેક મહીના પછી આવેલી તેમની કૃતિ છે. અક્ષરનાદ પર કૃતિઓ આપતા મિત્રોનો એ હક્ક જોઈને આનંદ થયો કે તેઓ પૂછી શકે, ‘અક્ષરનાદ કોઇ બીજાને મેનેજ કરવા આપી દીધી કે મારી કૃતિઓનું પૂર્ણવિરામ આવી ગયું?’ આ એક સુખદ સંવાદ છે, દિવસને અંતે આવી હક્કપૂર્વકની ઉઘરાણી અને લેખક-વાચક મિત્રોનો આવો નિતાંત સ્નેહ જ અક્ષરનાદથી અમારી સાચી અને એકમાત્ર કમાણી છે. કૌટુંબિક સંવાદ, પિતા પુત્રની સમજણની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે, એ રીતે વાર્તા અંતે ફીલ ગુડ કરાવતી વાર્તા છે. આ ઉપરાંત એક ઉલ્લેખનીય પ્રયાસ તરીકે તેમણે સૂરતમાં લેખિકાઓનું ગ્રુપ બનાવ્યું છે.. જેમાં સ્થાનિક સાહિત્યકારોનું માર્ગદર્શન લઈ વાર્તાલેખનની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે, આ બહેનો દર રવિવારે નિયમિત મળે છે, તેમના આવા પ્રયાસને શુભેચ્છાઓ તથા અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા મોકલેલી આજની વાર્તા બદલ શુભેચ્છાઓ.


ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજની આ વાત અંગત છે, પણ ગુરુ વિશેની વાત તો આમ જ રહેવાની. મારા એ આદરપાત્ર, ખૂબ સ્નેહી અને પોતાની ફરજનિષ્ઠામાં અચૂક એવા શાળા સમયના શિક્ષકો વિશે આજે અહીં વાત મૂકી રહ્યો છું. ગુરુપૂર્ણિમા બધાને માટે ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા જ છે કે આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર એવા આપણા શ્રદ્ધેય ગુરુને આજના દિવસે વિશેષતઃ આદર અને સન્માન આપી શકીએ, તેમને યાદ કરી શકીએ.


મમતા (વાર્તા) – આલોક ચટ્ટ 18

આલોકભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે, નવોદિતોને અક્ષરનાદ પર સતત એક મંચ મળતો રહ્યો છે એ જ શૃંખલા સતત આગળ વધી રહી છે. મોરબી ટાઈલ્સના શ્રી આલોકભાઈ જેતપુરમાં રહે છે. ૩૪ વર્ષના આલોકભાઈની પ્રસ્તુત વાર્તા મા દીકરીના સંબંધોની વાત મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર તથા તેમનું અક્ષરનાદ પરિવારમાં સ્વાગત છે.


ટ્રેકીંગ જેવી જિંદગી… – ડૉ. નીના વૈદ્ય 6

શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પ્રેક્ટિસ કરતા પીડિઍટ્રિશન ડૉ. નીના પિયુષ વૈદ્ય આજે અક્ષરનાદના વાચકો સાથે તેમનો અનુભવ અને વિચારો વહેંચી રહ્યા છે. હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં ટ્રેકીંગ માટે ગયેલા એ અનુભવનું ચિંતન આજે અહીં તેમણે પ્રસ્તુત કર્યું છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર તથા અક્ષરનાદ પર પ્રથમ કૃતિ બદલ હાર્દિક સ્વાગત સાથે તેમની કલમને શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૨) – પૂર્વી મોદી મલકાણ 9

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ખુશાલનો ઢોલ (વાર્તા) – વલીભાઈ મુસા 18

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં રહેતા, સાહિત્યના અનેક પ્રકારોના લેખનમાં વ્યસ્ત વલીભાઈની અક્ષરનાદ પર આ પહેલા ચારેક વાર્તાઓ પ્રસ્તુત થઈ ચૂકી છે. આજની વાર્તા આપણા સમાજના જાતિભેદને લીધે થતી આભડછેટને આવરે છે. આજની પેઢી આવી બદીઓને કેટલી સહજતાથી હટાવી શકે છે તેનું આ એક સહજ આલેખન છે. માનવામાં તો એવું આવે કે આ બદીઓ નાબૂદ થઈ ગઈ છે પણ શહેરો પૂરતી જ એ વાત સાચી છે, આપણા કેટલાય ગામડામાં આજે પણ એ કડવી હકીકત છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી વલીભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ચાર સોનેટ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર પ્રસ્તુત થતી સબળ અને સુંદર રચનાઓ તેમની કલમનો પરિચય સુપેરે આપી જાય છે. તેમના ગીત, ગઝલના પુસ્તક ‘અરસપરસના મેળમાં’, બાઇબલ કાવ્યોનો સંગ્રહ ‘અજવાળાનો ધોધ’, મુકતક સંગ્રહ ‘હવાનાં રૂપ’ અને દૂહા સંગ્રહ ‘તડકાની છાલક’ છપાયાં છે. સોનેટનો સંગ્રહ તૈયાર છે તેમાંથી ચાર સોનેટ તેમણે આજે અક્ષરનાદના વાચકો સાથે વહેંચ્યા છે. અપેક્ષા છે કે ભાવકોને ગમશે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


કાંદા કોના થયાં કે.. – રમેશ ચંપાનેરી 12

રમેશભાઈ ચંપાનેરી ‘રસમંજન’. અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ કાંદા એટલે કે ગરીબોની કસ્તૂરી ડુંગળીને લઈને તથા તેના વધતા ભાવની ચિંતા સાથે પ્રસ્તુત થયા છે. અહીં રાજકારણની પણ વાત છે અને તાજા પરણેલાઓની પણ.. કાંદાની દાદાગીરી વિશે આજે તેઓ હળવીભાષામાં લખે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ રમેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ત્રણ ગઝલો – અમૃત ઘાયલ 11

અમૃત ઘાયલ સાહેબની રચનાઓના પરિચયમાં તો શું લખવું! તેમની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત છે, ૧. નીકળવા કરું તો મને જીવ રોકે.. ૨. દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી… અને ૩. શુષ્ક છું, બટકું નહી તો શું કરું! આપ સૌ આ ગઝલોને માણી શકો એ માટે અહીં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચનાઓ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘અમૃત ઘાયલ’ ના ચૂંટેલા કાવ્યો -એ કાવ્યકોડિયાંમાંથી સાભાર લેવામાં આવ્યા છે.


ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – ભાવિન મીરાણી 6

અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદને નવોદિત લેખકો તરફથી પણ માઈકોફિક્શન વાર્તાઓ ખૂબ મળી રહી છે. એ જ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની વધુ ત્રણ માઈક્રોફિક્શન, આ પહેલા તેમની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ આપણે અક્ષરનાદ પર માણી ચૂક્યા છીએ. તેમની માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. વૈવિધ્યપૂર્ણ વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ.