સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અક્ષરનાદ વિશેષ


બે છેતરામણા અનુભવો 11

અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય. પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે…… આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં […]


ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક 16

થોડા વખત પહેલા મેં લખેલી એક ગઝલ પર પ્રતિભાવ આપતાં એક મિત્રએ કહ્યું કે ગઝલ તેના પ્રકારો અને ગઝલ બંધારણ વિશે થોડુંક લખશો તો મજા આવશે. મારી મર્યાદિત જાણકારી અને ઈન્ટરનેટની મદદથી  આ લેખ તૈયાર કર્યો છે. ગઝલ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. ગઝલ અને તેના બંધારણ વિશે મેં નેટ પર શોધ ચલાવી, અને તેનું પરીણામ એ આ લેખ. ગઝલ એ કવિતાનો એક એવો પ્રકાર છે જેની રચનાનાં મૂળભૂત એકમો એટલે કે “શેર” (જે મોટેભાગે અંત્યાનુપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના. ઈ.સ. ૬ઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં તેના મૂળ માનવામાં આવે છે. તેનો ઉદભવ આરબ પ્રશસ્તિ પ્રકાર કસીદા માંથી થયો હોય તેમ માનવામાં આવે છે. ભારતમાં ગઝલનો વિસ્તાર ૧૨મી સદીમાં અહીંના શાશક બાદશાહો અને સૂફી સંતો વડે થયો મનાય છે. મૂળભૂત પર્શિયન અને ઉર્દુ કવિતાનો એક પ્રકાર એવી ગઝલ આજે ઘણી ભારતીય ભાષાઓની કવિતાનો એક આધારસ્તંભ છે. પર્શિયન કવિ જલાલ-અલ-દીન મુહમ્મદ રુમી (૧૩૩મી સદી), હફીઝ (૧૪મી સદી), ફઝૂલી (૧૬મી સદી), અને પછી મિર્ઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) મહમ્મદ ઈકબાલ (૧૮૭૭-૧૯૩૮) વગેરેનો ગઝલના વિકાસ અને વિસ્તારમાં ફાળો નોધપાત્ર છે. જો કે જ્હોન વુલ્ફગેગ વાન ગોધ દ્વારા ૧૯મી સદીમાં ગઝલો જર્મનીમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ. ગઝલ બંધારણ વિશે સામાન્ય રીતે ગઝલ બે પંક્તિના એક એવા પાંચ કે વધુ જોડકાંઓ (શે’ર) ની બનેલી હોય છે. ગઝલનાં વિવિધ ભાગો અને તેના બંધારણને સમજવા માટે એક ગઝલનું ઉદાહરણ લઈએ. कोई उम्मीद बर नहीं आती कोई सूरत नज़र नहीं आती मौत का एक दिन मु’अय्याँ है नींद क्यों रात भर नहीं आती आगे आती थी हाल-ए-दिल पे हँसी अब किसी बात पर नहीं आती […]


મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨) 11

પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) ********* હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો. રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો. મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.” મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.” તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?” “હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં. ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ….. મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો…… મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી […]


મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) 17

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨) 26

કાલે મૂકેલી પોસ્ટ – બાપા સીતારામ ભાગ ૧ થી આગળ બાપા બજરંગદાસ અને બગદાણા એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગલી નાકાઓ પર જોવા અચૂક મળશે. બાપા બજરંગદાસ નો જન્મ ઝાંઝરીયા હનુમાન ની જગ્યા માં થયો હતો.  શિવકુંવરબા અને હીરદાસજી તેમના માતા પિતા હતા. શિવકુંવરબા એ આશરે સો વર્ષો પહેલા બાપા બજરંગદાસને જન્મ આપ્યો. તેમને ૧૧ વર્ષની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, અને તે ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા અને તપ કરવા કહ્યું. એક વાર જ્યારે બાપા ઊનાળા માં મુંબઈ માં હતા ત્યારે ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ખૂબ માણસ મેળા ને લીધે ભેગુ થયુ હતુ. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. બપાએ ત્યાં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. કહે છે કે બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી. આ ઘટના પછી બાપાની સક્ષમતા વિષે અને તેમના એક મહાન સંત હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી શ્રી સીતારામજી એ બાપાને લોક ઊધ્ધાર અને સેવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી. ગુરૂજી એમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાપાને સમાજ ના લોકો, તેમના જીવન ધોરણ અને તેમની વિચારસરણી માટે કામ કરવા હાકલ કરી, અને બાપા ને સમાજ માં, ભારતના ગામડાઓમાં ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની […]


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)

બાપા સીતારામ…… હમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો. મહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા જ કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ… ત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે […]


૧૦૦% અક્સીર મારી ભવિષ્યવાણી – જીગ્નેશ અધ્યારૂ 3

 મારા લગનમાં આખા ભારતમાં જાહેર રજા પડશે આખા ખર્ચાનું વાર્ષિક બીલ ભારત સરકાર ભરશે. જેને જે ખાવું હશે એ બધુ બેઠા બેઠા મળશે પણ પછી એ બીલ જોઈ પબ્લીક બહુ રડશે . બીલ ક્લીન્ટનની છોકરી સાથે લગન હું તો કરીશ સ્પેસ સ્ટેશનમાં, ચંદ્ર મંગળ પર હનીમૂન માટે ફરીશ લાવીશ બધી ઈમ્પોર્ટેડ ગાડી, ઈમ્પોર્ટ ડ્યુટી નહીં ભરીશ બીલીના બધા પૈસા મારા, છુટ્ટે હાથે વાપરીશ . એ.સી દુકાનમાં વેચાશે શાકભાજીને ફ્રુટ ગબ્બરસિંગ ને મોગેમ્બો ત્યાં કરશે જઈને લૂંટ સીરીયલોમાં બધે હવે સસરા જમાઈ જમાવશે મારી સીરીયલો એક્તા કપૂરને ઊભા ઊભા હંફાવશે. . શાહરુખ સલમાન ધરે ઘરે વેચશે ડુંગળી અને બટાકા સસ્તા નહીં મળે તો આમિર એને મારશે બહુ ફટાકા ૧૦ રૂપીયે કીલો વેચાશે સોના ચાંદીની પાટ લોન પર લેવી પડશે લાકડાની એન્ટીક ખાટ .  બુશ અને ઓસામા જોડે પીક્ચર જોવા જાશે પરવેઝ મુશર્રફ ના હાથે ત્યાં ટીકીટ બ્લેક થાશે ભજ્જી અને પોન્ટીંગ રીંગમાં કરશે ફાઈટ ભજ્જી ભરશે પોન્ટીંગને એક ડેન્જર બાઈટ .  મરનારની યાત્રામાં બધા જશે પહેરીને સૂટ મરનારો ઊભો થઈને કહેશે, યુ આર વેરી ક્યૂટ શિયાળામાં ગરમી પડશે, ઊનાળામાં ઠંડી રીલાયન્સનો યુનિફોર્મ હશે, ધોતી અને બંડી  . કચરો વાળવા આવશે નોકર લઈને ફરારી કાર થશે બધા બગીચામાં એચ. ડી. પોર્ટેબલ પ્યાર ગલીએ ગલીએ ગુજરાતમાં મળશે બ્રાન્ડીની બોટલ મારા માટે ફ્રી ઓફ કોસ્ટ હશે તાજ, જેવી હોટલ .  તાજમહેલ બનાવવા જહાંગીર લેશે HDFCની લોન લૈલા મજનું ને પૂછશે હમ આપકે હૈ કૌન? કૈટરીના ને સેલીના મારી આગળ પાછળ ફરશે હું કરીશ બેટીંગ ત્યારે ધોની ફીલ્ડીંગ ભરશે .  મતપેટીઓ લૂંટી હું તો બની જઈશ વડા પ્રધાન અને ચારો ખાઈ કહીશ મેરા ભારત મહાન […]


શું તમને ક્યારેય ભાંગ ચઢી છે? – જીગ્નેશ અધ્યારૂ 6

 શું તમને ક્યારેય ભાંગ ચઢી છે??   { આ ઘટના ના બધા પાત્રો વાસ્તવિક છે અને તેમને મારા સ્ટાફના જીવતા (આ લેખ લખાયો ત્યાં સુધી તો જીવે છે…) લોકો સાથે સીધો સંબંધ છે. આ સંબંધ પૂર્ણ પણે જાણી જોઈને કરેલો છે…તેથી જો કોઈને વાંધો હોય તો કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરવી (મને ફોન ના કરવો) નહીં તો થાય એ કરી લેવા વિનંતી } * * * * “અરે કેમ છો સાહેબ?” ઓફીસમાં આવતાવેંત જ મારા એક મિત્ર અર્જુન ભાઈએ મારુ સ્વાગત કર્યું. અર્જુન ભાઈ અમારી રોડ બનાવવાની સાઈટ પર આવતા એક ગામના છે અને બાંધકામ માટે મટીરીયલ અને લેબર સપ્લાય કરે છે. “હર હર મહાદેવ” તેમણે પાછો પોકાર કર્યો. “આવે આવો, તમે આજે સવાર સવાર માં શિવરાત્રીની પ્રસાદી લઈ લીધી છે કે શુ?” મેં તેમને અદમ્ય ઊત્સાહ અને મોજ માં જોઈને પૂછ્યું… “ના રે ના, હજી તો મંદીરે દર્શન કરવાય જાવાનું છે….આજે શિવરાત્રી છે એટલે જમવાનો કે નાસ્તાનો તો સવાલ નથી. તો થયું કે લાવો સાહેબને મળતો આવું.” તે તાનમાં બોલ્યા “ના ભાઈ, આ સાઈટ પર થોડુ કામ છે એટલે નથી ગયો….પણ આટલામાં ક્યાં શિવાલય છે?” મેં તેમને વળતો સવાલ કર્યો… “તો હાલો હું તમને લઈ જાઊં“…. “નજીક માં છે મંદીર?”…. “તમે હાલોને મારા ભઈ…..યાદ કરશો…..” આંખ મીંચકારતા, જાણે મને કાંઈક ખાનગી કહેતા હોય તેમ ધીમેથી બોલ્યા. હું, મારા સહકાર્યકર હસમુખ ભાઈ અને અર્જુનભાઈ, અમે ઊપડ્યા સાઈટ પર. “હસમુખ ભાઈ, આજે શિવરાત્રી છે, મંદીરે જઈશું?” મેં પ્રવાસની પ્રસ્તાવના બાંધી “એમ?, જાવુ છે?, તો હાલો જાઈ” હસમુખ ભાઈ તેમની આગવી સ્ટાઈલ માં બોલ્યા. કોઈ પણ જગ્યાએ હિંમત કરવામાં, કહોને યા હોમ કરીને […]


ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs 7

ગુજરાત ની આંતરીક સુંદરતા…એક નવાસવા ફોટોગ્રાફરની આંખે આ ફોટા છે ગુજરાતના મહુવા – રાજુલા – જાફરાબાદ વિસ્તારના અને તેમાં સચવાયેલી આંતરીક કુદરતી સુંદરતાના…. મારી સાઈટ પર કામ દરમ્યાન લીધેલા આ અલભ્ય ફોટા છે…ભલે આ ફોટા પ્રોફેશનલ ફોટો જેટલા હાઈ ક્વોલીટી ફોટોગ્રાફસ નથી પણ મારી રોજની કામ કરવાની જગ્યા હોવાના લીધે તો મારા પસંદીદા છે. મારી પસંદ તમને ગમશે એમ માનું છું…..  – જીગ્નેશ અધ્યારૂ