ચાર્લી ચેપ્લિનનો દીકરી જેરાલ્ડિનને પત્ર… – અનુ. : બ્રિજેશ પંચાલ 6
મારી દીકરી (જેરાલ્ડિન)!
આજે ક્રિસમસની રાતે, મારા નાનકડાં મહેલના બધાં યોધ્ધાઓ સૂઈ ગયા છે. તારાં ભાઈ-બહેન અને તારી મા સુધ્ધાં. પરંતુ હું જાગી ગયો છું અને મારા રૂમમાં આવ્યો છું. તું મારાથી કેટલી દૂર છે! તારો ચહેરો સદા મારી આંખો સામે જ રહે છે. નહીં તો હું અંધ થઈ જવાનું પસંદ કરું. આ તારી છબી માત્ર ટેબલ ઉપર જ નહીં, મારા હ્રદયમાં પણ છે. અને તું ક્યાં છે? છેક સ્વપ્ન-નગરી પેરિસમાં, ધ ચેમ્પ્સ-ઍલિસિયસના ભવ્ય રંગમંચ ઉપર ડાન્સ કરતી હોઈશ! રાત્રિની આ નીરવ શાંતિના અંધકારમાં જાણે મને તારાં પગલાનો અવાજ સંભળાય છે. શીતલ રાતના આકાશમાં ચમકતા તારાઓ સમી તારી આંખો દેખાય છે.