Monthly Archives: January 2013


ગાંધીવાણી – મો. ક. ગાંધી 10

આજે ગાંધી નિર્વાણ દિવસે પ્રસ્તુત છે ગાંધીવાણી. ગાંધીને આપણો સમાજ કે વિશ્વ સાચા અને પૂર્ણ અર્થમાં ક્યારેય સમજી શક્યા નથી, ગાંધી સાવ સાદીભાષામાં ગહન વાતોની પ્રસ્તુતિ સહજ રીતે કરી શકે છે, આજે તેમને સરકારી ઓફીસોની દિવાલ પર અને ચલણી નોટો પર મૂકીને આપણે ભલે તેમને સન્માન આપ્યાનો સંતોષ લેતા હોઈએ પણ ખરેખર શ્રદ્ધાંજલી તો તેમની વાતોનું સાચું અર્થઘટન કરી બે લીટી વચ્ચેનો અર્થ વાંચવાથી, તેને સમજીને આચરણમાં મૂકવાથી જ થઈ શક્શે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.. – કામિની સંઘવી 8

ફૂલછાબ દૈનિકની વિશેષ પૂર્તી ગુલમોરમાં પ્રસિદ્ધ થતી જેમની કૉલમ ‘તુલસીક્યારો’ વાચકોમાં ખૂબ લોકપ્રિય છે તેવા લેખિકા-પત્રકાર શ્રી કામિનીબેન સંઘવીની કલમ સ્ત્રીઓને લગતા વિષયોને એ સ્તંભમાં રસપ્રદ અને અસરકારક રીતે આવરે છે. અક્ષરનાદ પર આ તેમની પ્રથમ કૃતિ છે. પ્રસ્તુત હાસ્યલેખ અંતર્ગત તેઓ કેશ વિશેની અનેક ‘ફ્રેશ’ અવનવી વાતો લઈને આવે છે. આશા છે તેમનું આ ‘કેશપુરાણ’ વાચકોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કામિનીબેનનો આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


મૈત્રી એટલે… – મેહુલ બૂચ 7

મૈત્રી વિશેની અસંખ્ય રચનાઓ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, તેમાંથી ઘણી આપણા અંતરને રણઝણાવી જાય એવી સક્ષમ અને સુંદર કૃતિઓ છે. પરંતુ મેહુલભાઈ બૂચની પ્રસ્તુત કૃતિ તેનો એક સાવ અનોખો, સહજ અને છતાંય અર્થપૂર્ણ આયામ રજૂ કરે છે. પોતાના અભિનયથી અને અસરકારક અને ભાવવહી અવાજથી અનેકોના હ્રદય જીતનારા મેહુલભાઈની કલમ આવા સુંદર સર્જનો પણ કરી શકે છે એ વાતનો પુરાવો આ કૃતિ આપે છે. તેમના તરફથી આવા સર્જનો સતત મળતા રહે એવી અપેક્ષા સાથે અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8

આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.


સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 17

લઘુકથાઓમાં પ્રસંગોને ગૂંથીને, પાત્રોને સાંકળીને તેને રસપ્રદ બનાવવાની હથોટી એક સિદ્ધહસ્ત લેખકનું લક્ષણ છે પરંતુ સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવી રીતે વાર્તામાં એક કે તેથી વધુ હકારાત્મક સંદેશ વણી શકવાની ક્ષમતા તેને ખરેખર યાદગાર બનાવે છે. પોરબંદરના શ્રી હરીશભાઈ થાનકી જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. પ્રસ્તુત લઘુકથા વાર્તાના મૂળ તત્વ સાથે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ “આફ્ટરશૉક” – અશોક વૈષ્ણવ 1

એક મહા ‘આંચકો’ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ વહેલી સવારે વિનાશક ભૂકંપ કચ્છને ભાગે ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડ્યો જણાતો હતો કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમય સુધી તો માની લીધું હશે. પરંતુ તે પછીના દાયકામાં આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થયું. ભૂકંપ પછી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે. પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટા લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની ‘આંચકો-આપવાની-શક્યતા’ જ આગંતુક ‘આંચકા’નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં, જાણ્યે અજાણ્યે કારણભૂત બને છે. આમ “આફ્ટરશૉક’ જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખન, લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, ‘હવે શું થશે’ના ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તુત છે આ લઘુનવલ “આફ્ટરશૉક”નો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા સુંદર પરિચય.


વસંતગીતો.. – સંકલિત 3

હમણાં થોડાક દિવસ પહેલા એક સહકર્મચારીને પૂછેલું, આપણી ઋતુઓ કઈ? તેમને ખબર નહોતી. આમ પણ હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પણ રહ્યાં નથી. શિયાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ગરમી, આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત કઈ રીતે યાદ આવે? અત્યારે કઈ ઋતુ ચાલે છે એનો જવાબ આપવામાં પણ ઘણાં માથું ખંજવાળશે. જો કે વસંતપંચમી અધધધ લગ્નોને લીધે ઘણાંયને ખ્યાલ હશે, પણ એ વસંતવૈભવને લીધે નહીં, લગ્નોને લીધે. પણ આપણે તો, વસંતને હજુ વાર છે પણ, શિશિરમાંથી વસંત તરફ જઈ રહ્યાં છીએ એ વાતને ધ્યાનમાં રાખીને વસંતગીતો-કાવ્યો માણીએ.


પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ 12

એક લેખક સતત એવી કૃતિઓ લખી શકે જે સંપાદક અને વાચક એમ બંનેને ગમે એ અનેરી ઉપલબ્ધી કહેવાય, સામાન્ય રીતે અક્ષરનાદ પર અનેક લેખકોની કૃતિઓ મળતી હોય છે અને એક-બે વધુ તો ત્રણેક કૃતિઓ પછી એક પ્રકારનો લેખન સંકોચ અથવા આંતરીક ઉદાસીનતા વ્યક્ત થાય છે. અક્ષરનાદ પર એવા વાચકોની / નવોદિત લેખકોની અનેક કૃતિઓ હશે જેની સંખ્યા બે-ત્રણથી વધી નથી. પોતાની કૃતિઓનું સ્તર વધુ ઉંચુ લઈ જવાની અભિલાષાએ લેખન છોડી બેઠેલા અનેક મિત્રો માટે પ્રયત્ન ન કરવાને કોઈ કારણ નથી. અક્ષરનાદ પર જેમના લેખ સતત મળતા રહે છે, પ્રસ્તુત થતા રહે છે તેમાં નિમિષાબેન દલાલ શામેલ છે. અહીં આજે તેમની દસમી કૃતિ છે. આજની આ સુંદર વાર્તાઓ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી – લોકગીત 2

આપણા લોકસાહિત્યમાં અનેક વાતો, કથાઓ અને પ્રસંગો વણાયેલા છે જે ધીરે ધીરે હવે કંઠ:સ્થ સાહિત્યના લોપ સાથે ભૂંસાઈ રહ્યા હોય એમ અનુભવાઈ રહ્યું છે. ચેલૈયાનું ગીત અને પ્રસંગ આવો જ એક પ્રસંગ છે. જો કે આવા પ્રસંગોની હકીકત વિશે નિશ્ચિતતા ન હોવા છતા એ લોકસમાજમાં નિશ્ચિત મૂલ્યો પ્રસ્થાપિત કરવાની જવાબદારી નિભાવતા હોય એમ અનુભવાય છે. ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો. ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ પાસેનો શિયાળબેટ હોવાની માન્યતા છે અને એ વિશેના પુરાવાઓ પણ છે. અને પેલો ખાંડણીયો પણ અહીં બિસ્માર હાલતમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પ્રચલિત ચેલૈયાનું હાલરડું પણ એક કરુણાસભર અને સબળ લોકસાહિત્યની રચના છે. આજે પ્રસ્તુત છે આવું જ એક લોકગીત. અત્રે નોંધનીય છે કે ચેલૈયાને ફરી જીવતો કર્યો હોવાની વાત આ ગીતમાં નથી.


વાચકમિત્રોને પુસ્તકલેખનમાં ભાગ લેવાની તક.. 23

આપને જાણ છે તેમ, ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ’ પુસ્તકનું લેખન હવે પૂર્ણ થવામાં છે અને થોડાક સમયમાં તે પ્રસિદ્ધ કરી શકાય તે માટેના પ્રયત્નો ફરીથી પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક અક્ષરનાદની ‘Know More ઈન્ટરનેટ’ શ્રેણીને આધારે તથા તેને વધુ વિસ્તૃત કરીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં જેનો પરિચય અપાયો છે તે બધી જ વેબસાઈટ્સ મારી પસંદગીની અને મને ઉપયોગી નીવડી હોય તેવી છે.


વિનોબા સાથે યુવાનોની પ્રશ્નોત્તરી… 3

ભૂદાનયજ્ઞ અને તે અંગેની વાતો, સમજણ, વિગતો અને સ્પષ્ટતાઓને આવરી લેતું વિનોબાનું પુસ્તક ‘ભૂદાનયજ્ઞ’ એ આખીય પ્રક્રિયા અંગે વિનોબાના વિચારો ખૂબ સ્પષ્ટતાપૂર્વક મૂકે છે. એ પુસ્તકના અંતે વિનોબા સાથે થોડાક જીજ્ઞાસુ યુવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્વના વિષયો અંગે શ્રી વિનોબા સાથે થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર મૂકેલા છે જે અહીં પ્રસ્તુત કર્યા છે. આજના સમયમાં પણ આ ઉત્તરો પ્રસ્તુત અને વિચારપ્રેરક થઈ રહે છે.


ક્રાંતિ – ભરત કોટડિયા 8

ભરતભાઈ કોટડીયાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. સમાજજીવનને અને સંસ્કૃતિને નિસબત ધરાવતા વિષયવસ્તુ સાથેની આ વાર્તા ભૃણપરીક્ષણ અને સ્ત્રી ભૃણહત્યા જેવા વિષયને સુંદર રીતે એક દોરીમાં પરોવીને વાર્તાના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરી છે. અહીં તેમણે સૂચવેલી ક્રાંતિ કોઈ વિશાળ સામાજીક ક્રાંતિ નથી પરંતુ દરેકને મનમાં અને વ્યવહારમાં સમાવવા જેવી માનસીક ક્રાંતિ છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કર વાની તાક આપવા બદલ શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેકો શુભકામનાઓ. અનિવાર્ય સંજોગોને કારણે તેમની વાર્તા ખૂબ મોડી પ્રસ્તુત થઈ રહી છે એ બદલ ક્ષમા.


ચિંતનકણિકાઓ.. – સંકલિત 9

વિચારકણિકાઓ એ અનેક બાબતોમાં, વિચારોમાં અટવાયેલા મનને ક્ષણિક યોગ આપતી માનસિક રિફ્રેશમેન્ટ છે, પરંતુ સાથે સાથે એ મનને એક નવા અને અર્થસભર વિચાર સાથે હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આજે પ્રસ્તુત છે વિવિધ સંકલનો અને પુસ્તકોમાંથી એકત્રીત કરેલી કેટલીક સુંદર વિચારકણિકાઓ, આપના વિચારતંતુને છેડવા માટે આ ચોક્કસ સક્ષમ થઈ રહેશે એવી આશા છે.


બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ 2

લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડિયાં અંતર્ગત ત્રણેક સંપુટમાં વિવિધ કવિઓની ચૂંટેલી રચનાઓનું સંકલન કરીને નાનકડી પુસ્તિકા સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રકાશન ૧૯૮૦થી શરૂ થયું દસ કવિઓનો એક એવો નાનકડો સંપુટ સંપાદિત કરાયેલો, પ્રથમ સંપુટનું શ્રી નિરંજન ભગતે, દ્વિતિય સંપુટનું શ્રી સુરેશ દલાલે તથા ત્રીજા સંપુટનું જયંત પાઠકે સંપાદન કરેલું. પ્રસ્તુત સંકલન અને સંપાદન શ્રી જયન્ત પાઠક દ્વારા ત્રીજા સંપુટમાં કરાયું છે. બંને કાવ્યરચનાઓ સબળ અને સ્વયઁસ્પષ્ટ છે. પ્રસ્તુત કાવ્યકોડિયાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની તક અક્ષરનાદને મળી છે એ બદલ સૌનો આભાર.


બ્રહ્મ અવાચ્ય છે – ભાણદેવ 4

માળાના મણકા જેવી કુલ ૧૦૮ અધ્યાત્મકથાઓને વિવિધ ગ્રંથો, વેદોની સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો વગેરેમાંથી લઈ, આજના પરિપ્રેક્ષ્યમાં તેમને ઉપર્યુક્ત બનાવી, સંકલિત કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે શ્રી ભાણદેવજીના પુસ્તક ‘અધ્યાત્મ-કથાઓ’માં. આ પુસ્તક દરેક વાંચનપ્રેમીના પુસ્તકાલયમાં અવશ્ય હોવું જોઈએ. ટૂંકી પરંતુ ચોટદાર વાતો – વાર્તાઓ – ઉદાહરણો આ પુસ્તકને અત્યંત સચોટ અને છતાં મનહર બનાવે છે. પુસ્તક પ્રાપ્ત કરી શકાય છે પ્રવીણ પ્રકાશન, રાજકોટથી. આજે આવી જ એક અર્થસભર વાત અહીં પ્રસ્તુત કરી છે.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 7

વાચકોની પદ્યકૃતિઓ મૂકવાનો અવસર લાંબા સમયથી મળ્યો નહોતો અને મોટી સંખ્યામાં કૃતિઓ અક્ષરનાદને મળે છે એ જોતા આજે વાચકોની કાવ્ય રચનાઓમાંથી પસંદ કરીને ચાર કૃતિઓ અહીં મૂકી છે. શ્રી બાલકૃષ્ણ સોનેજી, શ્રી સુરેશ લાલન, શ્રી કિંજલ્ક વૈદ્ય અને શ્રી રાજેશ ભટની કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આ પ્રથમ કૃતિઓને આપનો પ્રેમ તથા પ્રોત્સાહન મળશે અને આ મિત્રો હજુ વધુ સુગ્રથિત તથા સચોટ સાહિત્યસર્જન કરી શક્શે. આ ચારેય મિત્રોનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર.


પાંચ ઝેન કથાઓ – સંકલિત 15

ઝેન-બૌદ્ધ કથાઓ નાની પરંતુ ચમત્કૃતિપૂર્ણ સાર ધરાવતી પ્રેરણાદાયક અને બોધપ્રદ ટૂંકી વાર્તાઓ હોય છે. મનને દુન્યવી બંધનો અને મોહથી છોડાવીને અધ્યાત્મિકતા તરફ દોરી જવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. વેબવિશ્વ પર ઉપલબ્ધ કેટલીક હ્રદયસ્પર્શી અને ગહન ચિંતન માંગી લેતી આવી જ પાંચ સુંદર ઝેનકથાઓનો અનુવાદ કરીને અહીં પ્રસ્તુત કરી છે. ગહન શબ્દોની મોહજાળમાં પડ્યા વગર સહજ પ્રસંગોના માધ્યમથી કેટલીક સમજદાર વાતો મૂકવાનો પ્રયત્ન આપને ગમશે એવી આશા છે.


એક ક્ષણ.. – હર્ષદ જોશી 4

એક ક્ષણ, પ્રત્યેક અગત્યની અને નિર્ણાયક એવી એક ક્ષણનું મહત્વ શ્રી હર્ષદભાઈ જોશી આજના લેખમાં અનેરી રીતે સમજાવે છે. દરેકે દરેક ક્ષણ પોતાનામાં એક વરદાન અને એક શ્રાપ એમ બધું જ લઈને આવે છે. એક ક્ષણે હિંમત કરવાથી વિજય મળે છે અને એ જ ક્ષણે નિરાશ થવાથી હાર મળે છે, સવાલ છે ફક્ત એટલો કે મળેલી પ્રત્યેક ક્ષણનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો. પ્રસ્તુત લેખ શ્રી હર્ષદભાઈ જોશીના પુસ્તક ‘પ્રેરણાનાં પુષ્પો’ માંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી હર્ષદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય ભાગ ૨) 4

શ્રીમદ ભાગવત આપણા ધર્મનો અભૂતપૂર્વ ગ્રંથ છે. જીવન રહસ્ય અને તત્વજ્ઞાનને તેના મૂળભૂત સ્વરૂપે પ્રસ્તુત કરતો આ અનોખો ગ્રંથનો સ્વ. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ અનેરી નિષ્ઠા અને તન્મયતાથી કથાસ્વાદ કરાવતા અને એ દરમ્યાન જાણે તેઓ વિષયવસ્તુની સાથે એકરૂપ થઈ જતા. આજથી સમયાંતરે ક્રમશઃ આ ગ્રંથના એક પછી એક સ્કંધ પ્રસ્તુત થશે. પ્રથમ ભાગમાં આજથી પ્રસ્તુત છે શ્રીમદ ભાગવતનું માહાત્મ્ય ભાગ ૨. આશા છે આ નવો પ્રયત્ન આપને ગમશે.


‘સુશીલા’ પુસ્તક પરિચય – નિમિષા દલાલ 8

પુસ્તક પરિચય લખવાનો નિમિષાબેન દલાલનો આ પ્રથમ પ્રયત્ન છે. વાત છે અમેરિકા સ્થિત ગુજરાતી લેખક શ્રી હરનિશભાઈ જાની ની હાસ્યરચનાઓ ના સંગ્રહ ‘સુશીલા’ ની જેને પરિષદનું પ્રથમ ઈનામ શ્રી જ્યોતિન્દ્ર દવે પરિતોષિક અને ગુ. અકાદમી ગાંધીનગરનું શ્રેષ્ઠ હાસ્યના પુસ્તકનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ પહેલાં શ્રી હરનિશભાઈ જાની નો એક સંગ્રહ ‘સુધન’ બહાર પડ્યો છે તેને પણ સાહિત્ય અકદમી ગાંધીનગર તરફ થી હાસ્ય/વ્યંગ વિભાગમાં બીજું ઈનામ પ્રાપ્ત થયું છે. સુધન એમના પિતાનું નામ છે અને સુશીલા એમના માતા નું નામ છે. આ બે સંગ્રહો દ્વારા એમણે એમના માતા-પિતાને સ્મરણાંજલિ અર્પી છે. અક્ષરનાદને આ પરિચય પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.