Daily Archives: November 28, 2012


એકવીસમી સદીનો ટપાલી (લઘુકથા) – ઋત્વિ વ્યાસ મહેતા 15

ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે, પણ એ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ….