Monthly Archives: December 2012


અક્ષરનાદનું વર્ષ ૨૦૧૨ – એક વિહંગાવલોકન 16

વર્ષ ૨૦૧૨ પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષને શરૂ થવાને થોડાક કલાકોની જ વાર છે ત્યારે ગત વર્ષની ઉપલબ્ધીઓ – અપેક્ષાઓ અને ભૂલો વિશે વિચારીને, તેમને વધુ સુસંગત અને યોગ્ય બનાવી નવા સમયને માટે આયોજન તથા વિચાર કરવાનો સમય છે. અક્ષરનાદ વિશેની કેટલીક આંકડાકીય માહિતિ અને અન્ય વિગતો સાથે આજે ઉપસ્થિત થયો છું.


પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે 4

આકાશમાં ઉડવાનું કોને ન ગમે? પણ ઉડવું શી રીતે? હનુમાન અને સુપરમેન ઉડી શકે પણ આપણે કેવી રીતે ઉડવું? ભલે આપણે ન ઉડી શકીએ પણ ઉડવામાં જેને ગોલ્ડ મેડલ મળી શકે તેવાં ગોલ્ડન ગરુડના વિશ્વમાં તો આપણે વિહરી શકીએ ને ! જેને પાંખ હોય તેને પંખી કહેવાય. પંખીઓમાં જેને રાજા ગણવામાં આવે છે તેને પંખીરાજ કહે છે. પંખીરાજ એટલે ગરુડ! એટલે જ તો તે ગરુડગામીનું એટલે કે વિષ્ણુનું વાહન છે. ધજા પર ગરુડના ચિન્હવાળા વિષ્ણુને ગરુડધ્વજ કહ્યા છે.


સામાજિક સુગ્રથિતતા અને સરકાર – બર્ટ્રાન્ડ રસેલ, અનુ. બદરીપ્રસાદ ભટ્ટ

બર્ટ્રાન્ડ રસેલ આ યુગના મુઠ્ઠીભર માર્ગદર્શકોમાંના એક સમર્થ માર્ગદર્શક હતા. સમાજજીવન, કેળવણી, તત્વજ્ઞાન, રાજનીતિ બધા જ વિષયોમાં તેમની અપ્રતિમ બુદ્ધિ અપ્રતિહત ઢબે ચાલતી હતી. બુદ્ધિ અને લાગણી બંનેનો સુમેળ એમના લખાણોમામ હતો એવો ભાગ્યે જ કોઈ બીજામાં જગતે અનુભવ્યો છે. તેમની નિર્ભયતા અજોડ હતી એમાં પોતાની ભૂલ જોવાની નિર્મળતા હતી. તેમનું પુસ્તક ‘સત્તાધિકાર અને વ્યક્તિ’ સત્તા અને વ્યક્તિ વચ્ચેના સંબંધોને ચર્ચે છે. સંમતિ ઘણી વાર ગતાનુગતિક હોય છે પણ વિચારપૂર્વકની અસંમતિ તો વિરલ છે અને એ જ લોકશાહીનું લૂણ છે. આ શક્તિ આખરે વ્યક્તિ મારફત જ વ્યક્ત થાય છે એટલે સત્તાધિકાર અને વ્યક્તિના પરસ્પરાનુબંધો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. લોકભારતી સાણોસરા દ્વારા પ્રસ્તુત આ પુસ્તકનું બદરીપ્રસાદ મા. ભટ્ટ દ્વારા ભાષાંતર કરાયુ છે. આજે તેમાંથી પ્રાચીનકાળના રાજ્યસત્તાના વિકાસ – વિસ્તાર વિશેનો ભાગ પ્રસ્તુત છે.


પ્રથમ મિત્ર પોતે… – આનંદ રાજ્યગુરૂ 8

“મને કોઇ સમજતું નથી” , “મનેકોઇ સમજવા પ્રયત્ન કરતું નથી.” આવા વાક્યો સાથે પોતાની હતાશા ને વ્યક્ત કરનારા લોકો સમાજમાં ઠેરઠેર જોવા મળે છે. અને આપણે ખુદ પણ એમાંના એક જ હોઇએ છીએ. હંમેશા સામેની વ્યક્તિ જ મને સમજવાનો પ્રયત્ન કરે એવી અપેક્ષા હર કોઇની હોય છે. કારણકે પોતે તો સર્વગુણ સંપન્ન હોય છે ને! સામેની વ્યક્તિ મને સમજતી નથી એ કેવી રીતે ખબર પડી? કેમકે એના મનમાં તો આપણે ઘૂસ્યા જ નથી. અને વળી કદાચ એમના દૃષ્ટિકોણથી જોઇએ તો એ પણ આપણા જેવું જ વિચારતા હશે. તો વાંક કોનો? હર કોઇ પોતાની છબીને આદર્શ ગણીને સમાજમાં મૂકવા ઇચ્છશે તો આવી જ બન્યું ! એ તો એવું બનશે કે શ્રોતા વગરના વક્તા. કેમકે જે વ્યક્તિ પોતે જ પોતાને ઉત્તમ માને છે તેને સામેવાળાને મહત્ત્વ આપવું શું કામ ગમે? અને આ પ્રશ્ન જીવન પર્યંત વારંવાર ઉપસ્થિત થયા કરે કે મને કોણ સમજશે?


રવિસાહેબના ત્રણ ભજનો… (Audio / Video) 4

સંતશ્રી ભાણસાહેબ સમાધિસ્થાન, કમિજલા (તા. વિરમગામ) ના મહંત શ્રી જાનકીદાસજીબાપુ સાથે આવેલા કેશવપુરા ગામના સેનવા સમાજના દેશી ભજનિકોમાં ચાર સગા ભાઈઓ છે. શ્રી મોરારીબાપુ દ્વારા સંતવાણી – સંતસાહિત્યના ગાયકો, વાદકો અને વિદ્વાનોને સન્માનવા માટે યોજાતા સંતવાણી એવોર્ડ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ દરમ્યાન આ ભાઈઓ, શ્રી જેઠાભાઈ મકવાણા, શ્રી વીઠાભાઈ મકવાણા અને શ્રી કાવાભાઈ મકવાણાએ સંતવાણીની સરવાણી રેલાવી હતી તેમાંના ત્રણ ભજનો આજે અહીં મૂક્યા છે. રવિસાહેબના આ ભજનો અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુનો ખૂબ ખૂબ આભાર અને વંદન.


જૂનાગઢની શબ્દયાત્રા – હરેશ દવે 9

‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ હાજર વર્ષનો ઈતિહાસ ધરાવતું ગુજરાતનું આ મોખરાનું શહેર છે. અહીં વૈદિક, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શિલ્પ-સ્થાપત્ય, ઉત્કૃષ્ટ બાંધકામો, સંગીત, કળા-સાહિત્ય, પુરાતત્વ વગેરેનો વરસો સચવાયેલો છે.


નિયમિત અનિયમિતતા… – જીજ્ઞેશ અધ્યારૂ 18

સૌપ્રથમ તો છેલ્લા થોડાક સમયથી અક્ષરનાદની પોસ્ટ અનિયમિત થઈ રહી છે એ બાબતે આપ સૌની ક્ષમા માંગી લઉં. વારંવાર આ અનિયમિતતાનું પુનરાવર્તન થતું રહ્યું છે એ ખૂબ ખેદજનક પણ નિવારી ન શકાય એવી વાત બની ગઈ હતી.


શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય) 4

શ્રીમદ ભાગવત આપણા ધર્મનો અભૂતપૂર્વ ગ્રંથ છે. જીવન રહસ્ય અને તત્વજ્ઞાનને તેના મૂળભૂત સ્વરૂપે પ્રસ્તુત કરતો આ અનોખો ગ્રંથનો સ્વ. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ અનેરી નિષ્ઠા અને તન્મયતાથી કથાસ્વાદ કરાવતા અને એ દરમ્યાન જાણે તેઓ વિષયવસ્તુની સાથે એકરૂપ થઈ જતા. આજથી સમયાંતરે ક્રમશઃ આ ગ્રંથના એક પછી એક સ્કંધ પ્રસ્તુત થશે. પ્રથમ ભાગમાં આજથી પ્રસ્તુત છે શ્રીમદ ભાગવતનું માહાત્મ્ય. આશા છે આ નવો પ્રયત્ન આપને ગમશે.


તમારો મૂળભૂત હક્ક છે મતદાન… તમે મત આપ્યો?..

આપના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે, રાજ્યની સલામતી, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે નિષ્પક્ષ મને યોગ્ય પ્રતિનિધીની પસંદગી કરો તથા ભારત સંઘરાજ્યના બંધારણે આપણને આપેલા મતદાનના હક્કનો યોગ્ય ઉપયોગ એ જ આપણી જવાબદારી. ધર્મ, જ્ઞાતિ, ક્ષુલ્લક અંગત ફાયદા કે પછી કોઈ પણ અન્ય લાલચને વશ થયા વગર વિકાસ અને સમૃદ્ધિના સાચા વારસદારને નિષ્પક્ષ મને ચૂંટીએ… મતદાન કરો, એ તમારો હક્ક છે અને ફરજ પણ…


મા અને પ્રેમિકા.. – કિરીટ દુધાત 4

મા વિશેની અનેક રચનાઓ આપણા સાહિત્યને અનેરી આભા બક્ષે છે. માતાની મહિમાનું ગાન કરતી કૃતિઓ હોય કે તેના પ્રેમને સરળતાથી સહજરીતે વ્યક્ત કરતી ‘આંધળી માનો કાગળ’ જેવી કૃતિ હોય, એ દરેક રચના હ્રદયને એ સ્નેહનો અહેસાસ કરાવતી રહે છે. શ્રી કિરીટ દુધાતની એવી જ એક સુંદર કૃતિ આજે અહીં પ્રસ્તુત છે, માતા અને પ્રેમિકા વચ્ચેની સરખામણી તો નહીં, પણ તફાવત તો દર્શાવે જ છે.


આઇ એમ સ્યોર… (લઘુકથા) – નીલમ દોશી 14

ક્ષણિક આવેગને વશ થઈને લેવાયેલ અણઘટતું પગલું સ્વયંને માટે અને બીજાઓને માટે અનેક ઝંઝાવાતો સર્જીને જતું હોય છે. ક્યારેક કોઈક એકાદ ખુદાઈ ચમત્કાર મદદગાર બનીને આવે અને જીવનને ફરીથી તેના મૂળ હેતુ તરફ, માર્ગે લઈ આવે છે. નીલમબેન દોશીની આવી સુંદર કૃતિઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ અદકેરો છે. અક્ષરનાદને પ્રસ્તુત લઘુકથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનીશું તો ઔપચારિકતા નિભાવ્યા જેવું લાગશે એટલે એવી ધૃષ્ટતા કરતો નથી. તેમના સ્નેહને તેમની જ આ રચના સાદર…


સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક) 3

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી સાવ થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


ભમરડો (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 8

ગામના પાદરે લીમડાનું ઘેઘૂર ઝાડ છે, અડીને તળાવ આવેલું છે. તળાવની પાળ ફરતે અનેક ઝાડની હાર ગામની શોભા વધારી રહ્યાં છે. નાના ભૂલકાઓ જ્યાં ત્યાં રમતા દેખાય છે. ગામ તો બહુ નાનું છે. પણ તેની શોભા ઘણી અનેરી માલૂમ પડે છે. ક્યાંકથી કોયલ નો અવાજ આવે છે તો ક્યારેક વળી મોરના ટહુકા પણ સંભળાય છે. સાંજે મનોહર આરતીની ઝાલર ને ઘંટારવનો નાદ દિલમાં અનોખી તૃપ્તિનો ભાવ પેદા કરે છે. સર્વે લોકો એકબીજા સાથે સંપ અને સહકારની ભાવનાથી રહે છે. આજે પણ તળાવની પાળ પર નાના ભૂલકાઓ રમી રહ્યા છે…..


પ્રલંબ લયની બે સુંદર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 3

ગઝલકાર શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અક્ષરનાદના એક આગવા રચનાકાર છે. લગભગ બે વર્ષથી તેમની રચનાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આપણી ભાષાના એક સમર્થ અને સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને લગભગ બધા જ અગ્રગણ્ય ગુજરાતી સામયિકોમાં તેમની ગઝલો પ્રસ્તુત થતી રહે છે એ ખૂબ આનંદની વાત છે. ગઝલરચનામાં મુશ્કેલ ગણાય એવી પ્રલંબ લયની ગઝલરચના એ તેમની આગવી ખાસીયત છે જેને અનેક સમર્થ ગઝલકારોએ વખાણી છે. આજે પ્રસ્તુત છે તેમના રચનાસાગરમાંથી પ્રલંબલયની બે સુંદર રચનાઓ. અક્ષરનાદને સદાય પોતાની રચનાઓ પ્રસ્તુત કરવાના માધ્યમ તરીકે પસંદ કરવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


વર્તમાનમાં જીવવાની રીત (બાળવાર્તા) – ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’ 5

વ્યવસાયે અનેક ખ્યાતનામ કંપનીઓ સાથે ‘કંપની સેક્રેટરી’ તરીકે કાર્ય કરનાર શ્રી ચિરંતન પટ્ટણીના બાળવાર્તાઓ, કાવ્યસંગ્રહ, નવલકથા એમ વિવિધ સાહિત્યિક ક્ષેત્રમાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. અક્ષરનાદને તેમના પુસ્તકોનો સંપુટ તેમણે ભેટ કર્યો છે. આજે તેમના વાર્તાસંગ્રહ ‘રતન જતન’ માંથી એક બાળવાર્તા પ્રસ્તુત કરી છે. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. આ રચના પ્રસ્તુત કરવાની અને તેમના પુસ્તકોનો સંપુટ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


સંકલ્પ કરવાનો આનંદ…. – સુભાષ ભોજાણી 11

આ જગતમાં ઘણાં બધા નાની મોટી સામાજીક કે અન્ય જવાબદારીઓમાંથી પસાર થતા જ હોય છે. તેમાં ઘણાં પ્રશ્નો સામે આવે છે, વિકલ્પો સામે આવે છે. આમ કરવું, તેમ કરવું – શું કરવું ને શું ન કરવું પણ લોકો એ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરીને તેને અનુસરવામાં ઢીલાશ દાખવતા હોય છે. ચાલે છે તો ચાલવા દ્યો.. એક નજીકનું ઉદાહરણ સૂઝે છે, મારા એક મિત્રના નજીકના સંબંધીની આવડત અને હોંશીયારી જોઈને ભલભલા અંજાઈ જાય. તેમની પાસે ભણતર છે, આવડત છે, શારીરીક ક્ષમતા છે પરંતુ તેમના ઘરનું વાતાવરણ સહાયક નથી. વિગતે વિચાર કરતા સમજાયું કે જો આ માણસને જરૂરી પાર્શ્વભૂમિકા, જરૂરી મનોબળ આપવામાં આવે તો તે સફળતાની સીડી સડસડાટ ચડવા સક્ષમ છે, દેખીતી રીતે તેમાં તેનો કોઈ વાંક નથી, વાંક આસપાસના નકારાત્મક વાતાવરણનો છે. આપણા દેશમાં એવા કેટલાય લોકો છે જેમને ઘણું બધું કરવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે પરંતુ…. આ પરંતુ પછી ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે તમારા અનુભવ કે મંતવ્યને આધારે જોડી શકો.