Monthly Archives: June 2007


આજ નું આચમન

ગાંધીજી નૅ ઍક વાર ઍક અંગરૅજૅ પુછ્યૂં કૅ તમૅ પ્રિતકુળ પરીિસ્થિત માં િવરૉધીઑ ની વચ્ચૅ પણ સાચી વાત કહૅવામાં અચ્કાતા નથી તૅનું શું કારણ છૅ? ગાંધીજી બૉલ્યા, હું સત્ય નૅ પરમૅશ્વર માનું છું અનૅ જ્યારૅ હું સત્ય બૉલું ત્યારૅ પરમાત્માની નજીક હૉઉં તૅમ લાગૅ છૅ. અનૅ જ્યાં પરમાત્માનૉ સાથ હૉય ત્યાં કૉનૉ ડર?


મા બાપને ભૂલશો નહિ….. 2

ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં. – સંત પુનીત


સીલી પોઈન્ટ

એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’ ‘હા’ ‘અને દારૂ પણ ?’ ‘હા’ ‘જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?’ ‘હા. હા.’ ‘તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?’ ‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે…….


બે કવિતાઓ – સંકલિત 1

નામ – અજ્ઞાત જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે? નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે * * આશ… – અલ્પેશ શાહ્ આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી


હસો અને હસાવો (1) – સંકલિત 6

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’ દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’ છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’ ************ ********* ********* ********* ********* ******* નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’ ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’ ************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* * મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું. રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’ ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’ રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’


ગણૅશ વંદના….

પરથમ પહૅલા સમરીયૅ રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… રિરધ્ધી સિસધ્ધી ના દાતાર છૉ દેવતા, મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨) માતા તમારી પારવતી રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… િપતા શંકર દૅવ દૅવના…મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨)


કહેજોજી રામ રામ……- સુન્દરમ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં. ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે રસ્તા વાળ્યા છે મેં એમના. કોયલબે’નીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું. પીળા પતંગિયાને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વીણવા જવા છે રંગ સાંજના. ચાંદામામાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે હોડીને છોડવી પાતાળમાં. નીંદરમાસીને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે આવે વ્હેલીક જરા આજ તો. -સુન્દરમ


શ્રી હનુમંત ચિરત્ર – મારી નજરૅ 3

વાલ્મીકી રામાયણ માં થી …. શ્રી હનુમાનજી નાનપણ થી મારુ િપ્ર્ય પાત્ર છૅ. રામ ભક્ત હનુમાન ની વારતાઑ સાંભળીનૅ લગભગ બધા બાળકૉ મૉટા થાય છે. તૅમની વીરતા, બહાદુરી, ઍકનિનષ્ઠા અનૅ છતાં પણ તૅમણૅ બતાવૅલી નમ્તા ખૂબજ પ્ભાિવત કરૅ છૅ. વાલી વધ અનૅ સુગ્રીવ સાથૅ િમત્રતા પછી પ્ભુ રામ ઋસિષમુખ પર્વત પર ચાતુર્માસ કરવા જાય છૅ. સુગ્રીવ ત્યારૅ મૉજ શૉખ માં પડી રામનૅ આપૅલ વચન ભુલી જાય છે. ચાતુર્માસ પછી જ્યારૅ લક્ષમણ તૅનૅ ડરાવૅ છૅ ત્યારૅ તૅ બધી િદશઑ માં સીતા શૉધવા ટુકડીઑ મૉકલૅ છૅ. પણ તૅનૉ સહુથી વધુ વિવશ્વાશ શ્રી હનુમાનજી પર હૉય છૅ, જૅથી તૅ શ્રી હનુમાનજી નૅ દ્ક્ષીણ િદશામાં મૉકલૅ છૅ. સુગ્રીવ નૉ શ્રી હનુમાનજી પરનૉ આ િવશ્વાશ તૅનું સૌથી મૉટુ જમાપાસુ છૅ. મનૅ યાદ છૅ કે શ્રી મૉરારી બાપુ ઍ તૅમની કથામાં ઍક વાર કહૅલું કે સુગ્રીવ માં બધા દુરગુણૉ છૅ….તૅ વિષયી છૅ, કામી છૅ, પાપી છૅ, પણ ઍક જ જમા પાસુ જૅ ઍનૅ રામનૉ મિત્ર બનાવૅ છૅ ઍ શ્રી હનુમાનજીનૉ સાથ. આમ હનુમાનજી તારક છૅ, ઉધ્ધારક છૅ. બધા દુરગુણ છતાં શ્રી હનુમાનજીનૉ સાથ રામ કૃપા તરફ દૉરી જાય છૅ. શ્રી હનુમાનજીની ઉપર પ્ભુ રામ નૉ િવશ્વાશ પણ અકારણ નથી, તૅ રામનૅ પૂર્ણપણૅ સમર્િપત છૅ. રામ કાર્ય કરવા દરીયા કીનારૅ આખી ટૉળકી તૅમની વંદના કરૅ છૅ. રામકાજનૅ પૂર્ણપણૅ કરવા તત્પર અનૅ સમર્થ હૉવા છતાં તૅ અિભ્માન નથી કરતા, પણ બધાનૅ વંદન કરી નૅ દરીયૉ કૂદૅ છૅ. આમ તૅઑ સમર્થ હૉવા છતાં નમ્ર છૅ, જૅ તૅમનૉ સહુથી મૉટૉ ગુણ છે. બધા કાર્યૉ પૉતૅ કરતા હૉવા છતાં પણ ક્યાંય તૅ “હું” પણું બતાવતા નથી. આમ રામાયણ માં બધા પાત્રૉ […]


શાંત ઝરુખે 3

શાંત ઝરુખે વાટ નીરખતી રુપની રાણી જોઈ હતી, મે એક સેહજાદી જોઈ હતી. એના હાથ ની મેંહ્દી હસતી તી, એના આંખ નુ કાજળ હસતુ તુ, એક નાનુ સરખુ ઉપવન જાણે, મોસમ જોઈ નીખરતુ તુ. એના સ્મીત મા સો સો ગીત હતા, એની ચૂપ્કી થી સંગીત હતુ, એને પડછાયા ની લગન હતી, એને પગરવ સાથે પ્રીત હતી. એ મોજા જેવુ ઉછડતી તી, ને પવન ની જેમ લેહરાતી’તી, કોઈ હસી ને સામે આવે તો, બહુ પ્યાર ભર્યુ શરમાતી’તી. એને યૌવનની આશી’સ હતી, એની સ્ર્વ બલાઓ દુર હતી, એના પ્રેમ મા ભાગીદાર થવા, ખુદ કુદરત પણ આતૂર હતી. વર્સો બાદ ફરી થી આજે એજ ઝ્રુખો જોયો છે, જ્યાં ગીત નથી,સંગીત નથી, જ્યાં પગર્વ સાથે પરીત નથી, જ્યાં સપનાઓ ના મહેલ નથી ને, ઉર્મીઓ ના ખેલ નથી. બહુ સૂનુ સૂનુ લાગે છે, બહુ વસમુ વસમુ લાગે છે. એ ન્હોતી મારી પ્રેમીકા, એ ન્હોતી મારી દુલ્હન, મે’તો એને માત્ર ઝરુખે વાટ નીરખતી જોઇ હતી, કોણ હતી એ નામ હતું શું, એ પણ હુ ક્યાં જાણું છુ. તેમ છતાંયે દીલ ને આજે, વસમુ વસમુ લાગે છે, બહુ સુનૂ સુનૂ લાગે છે..


કુરૂક્ષેત્રમાં અર્જુન 1

અરજુન કહૅ છે “હૅ મધુસૂદન, હું ભીષ્મ અનૅ દ્રૉણ જૅવા લૉકૉ સાથૅ કઈ રીતૅ લડી શકું? ઍમનૅ તીર કઈ રીતૅ મારું? તૅઑ તૉ પૂજવા યૉગ્ય છૅ. આ લૉકૉ, જૅ મારા વડીલૉ અનૅ પૂજ્ય છૅ તૅમનૅ મારવા કરતા તૉ િભખારી નું જીવન જીવવું વધારૅ યૉગ્ય છૅ.આમનૅ મારીનૅ મારુ બાકી નું જીવન ઍમના લૉહી થી ખરડાયૅલા હાથ સાથૅ કઇ રીતૅ જીવવું? મારું મન વિવષાદ ગ્રસ્ત થયું છૅ. મનૅ મારૉ ધર્મ સમજાવૉ. હું મારી જાતનૅ તમારા શરણૅ ધરું છું.” તૅ મહાપ્રભુ બૉલ્યા ” તું જૅ વાત માટૅ શૉક કરૅ છૅ તૅ શૉક કરવા યૉગ્ય નથી. ઍવૉ કૉઈ સમય નહૉતૉ જ્યારૅ મારું, તારું કે આ સઘળા રાજઑ નું અિસ્તત્વ નહતું. કૅ ઍવૉ કૉઈ સમય આવશૅ પણ નહીં. જૅમ માણસ બાળક માં થી યુવાન અનૅ તૅમાંથી ઘરડૉ થાય છૅ, તૅમ આત્મા પણ ઍક શરીર માં થી બીજામાં જાય છૅ. ગરમી અનૅ ઠંડી, સુખ અનૅ દુઃખ ઍ બધા ઈનદ્રીયૉ ના ઈનદ્રીયૉ સાથૅ ના સંપર્ક નું પરીણામ છૅ. આ સધળુ નાશવંત છૅ. માટૅ હૅ અરજુન, તૅમનૅ સહન કરતા શીખ. તૅ જ મનુષ્ય અમરત્વનૅ લાયક છૅ જૅ ઈનદ્રીયૉ નૅ વશ થતૉ નથી અનૅ સુખ અનૅ દુઃખ માં સમાન રહૅ છૅ. આ શરીર નાશવંત છૅ. પરંતુ અંદર રહૅલા આતમાનૅ કૉઈ નષ્ટ કરી શક્તુ નથી. તૅ શાશ્વત અનૅ અમાપ્ય છૅ. તૅથી હૅ ભારત, તું યુધ્ધ કર. જૅ ઍમ જાણૅ છૅ કે તૅ મારી શકૅ છૅ અનૅ જૅ ઍમ જાણૅ છૅ કે તૅ મરી શકૅ છૅ તૅ બૅ માં થી કૉઈ સત્ય જાણતા નથી. આત્મા ક્યારૅય જન્મતૉ નથી કૅ મરતૉ નથી. તૅનૅ કૉઈ ભૂતકાળ કૅ ભિવષ્ય નથી. તૅ અજન્મ્યૉ, અમર, પુરાતન […]


સૌથી વધુ… 1

સૌથી વધુ હાનીકારક આદત – ચિંતા સૌથી વધુ આનંદ – આપવાનો આનંદ સૌથી મોટી શક્તિ – યુવા શક્તિ સૌથી મોટી તકલીફ – ડર. સૌથી મોટી બીમારી – બહાના સૌથી મોટી પ્રેરણા – પ્રેમ સૌથી વધુ જરુરી – આશા સૌથી વધુ હાનીકારક હથીયાર – જીભ સૌથી મોટુ સ્વાગત – મુસ્કાન સૌથી શક્તિશાળી સંવાદ – પ્રાર્થના સૌથી વધુ મદદગાર – સાચો મિત્ર સૌથી સાચો સંબંધ – માતા


ગુજરાતી છું . . . .

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું, ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ, સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે, મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અડકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. વિશેષણોના વન છે તારી આગળ પાછળ, મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું. ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું !


પ્રેમ એટલે કે . . .- મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે . . . . પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો પ્રેમ એટલે કે… -મુકુલ ચોક્સી