Monthly Archives: June 2014


તમે પણ મને.. (વાર્તા) – ગીતા શુક્લ 19

શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ બીજી વાર્તા છે, અને અહીં તેમણે એક વર્ષો જૂની માન્યતાનો છેદ ખૂબ ભાવુક રીતે ઉડાડ્યો છે. પાયા વગરની રૂઢીગત માન્યતાઓ અને ખોટી માનસિક ભ્રમણાઓને લીધે અનેક સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારાય છે. હજુ પણ આપણા દેશના ગામડાઓમાં ડાકણ ગણીને અનેક સ્ત્રીઓને મારી નંખાય છે, એ જ વાતને આવરી લઈને ગીતાબેન પ્રસ્તુત વાર્તામાં એક નારીહ્રદયની સંવેદનાઓને સરસ અને સહજ રીતે ઝીલે છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ગીતાબેનનો આભાર તથા તેમની કલમને શુભેચ્છાઓ.


સવારનું અલાર્મ – ગુણવંત વૈદ્ય 9

ગુણવંતભાઈ વૈદ્યની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે પ્રસ્તુત છે મંદિર વિશેની, આરતી વિશેની તેમની મનોવ્યથાનું સહોટ નિરુપણ એવી પ્રસ્તુત ઘટના. ગુણવંતભાઈના પ્રસ્તુત ચિંતનને વાચકો આવકારશે એવી અપેક્ષા સહ પ્રસ્તુત છે કૃતિ – સવારનું અલાર્મ, મંદિર…


માર્સ મિસ્ટરી (સાયન્સ ફિક્શન વાર્તા) – આનંદ ઠાકર 5

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ લખાય છે? વર્ષો પહેલા ‘નો અને યસ’ નામની એક વાર્તા વાંચી હતી. પણ એ સિવાય આંગળીને વેઢે ગણાય એટલી ગુજરાતી સાયન્સ ફિક્શન હોય તો પણ ઘણું. ઘણી વાર્તાઓ એ પ્રકારમાં લખવાનો પ્રયત્ન થાય છે પણ લાગે કે જાણે કોઈએ બળજબરીથી સાયન્સ ફિક્શન લખવાનું કહ્યું હોય. એવામાં અક્ષરનાદને મળતા વૈવિધ્યપૂર્ણ સાહિત્યમાં આનંદભાઈ ઠાકરની ‘માર્સ મિસ્ટરી’ એક સુખદ આશ્ચર્ય આપી ગઈ. નવા લેખકોની નવા ક્ષેત્રમાં હાથ અજમાવવાની ઇચ્છાને અક્ષરનાદ ટેકો આપી શકે એ પણ ખૂબ સંતોષની વાત છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આનંદભાઈનો ખૂબ આભાર.


આધુનિક ભારતના ભૂલાયેલા રચયિતા : વી. પી. મેનન – પી. કે. દાવડા 17

દાવડા સાહેબનો એક અભ્યાસપૂર્ણ લેખ આજે પ્રસ્તુત છે. શ્રી વી. પી. મેનન વિશેની તેમણે પ્રસ્તુત કરેલી વાતો સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહીને ભારતના તમામ રજવાડાઓ અને અન્ય પ્રાંતોને એક કરી દેશની તેમણે કરેલી સેવાની એક આછેરી ઝલક પ્રસ્તુત કરે છે. કેરલની એક શાળાના આચાર્યના પુત્ર એવા રાવ બહાદુર વપ્પાલા પન્ગુન્ની મેનન ભારતીય સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા રેલ્વેમાં, કોલસાની ખાણમાં અને તમાકુ કંપનીમાં એમ અનેક નોકરીઓ કરી. તેમની સખત મહેનતે તેમનેે એક પછી એક પદવીઓ અપાવી, સરદારની નજીક આવ્યા પછી તેમની ભારતને અખંડ સંઘ બનાવવાની મહેનત તેમની અગ્રગણ્ય ઉપલબ્ધી મનાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દાવડાસાહેબનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ – પૂર્વી મોદી મલકાણ 15

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વિશે વાત કરે છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ટૉરન્ટ વપરાશકર્તાઓને એક માહિતી પુસ્તિકા આપવાની અને તેના વિશે ન જાણતા લોકોને મૂળભૂત જાણકારી આપવાનો પ્રયત્ન આ ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાના મૂળમાં છે. ટૉરન્ટ પદ્ધતિ વડે ફાઇલ શેરીંગનું આખુંય વિશ્વ હવે તમારી સમક્ષ ઉપલબ્ધ છે અને આ ઈ-પુસ્તિકા તેના માટે પાશેરામાં પહેલી પૂણી પૂરી પાડશે એવી આશા છે.


અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ 7

શ્રી ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ માંથી સાભાર. પ્રસ્તુત રચના અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ધ્રુવભાઈનો આભાર. દરીયાનું સતત સાંન્નિધ્ય જે રીતે મને પ્રિય છે એવો જ કાંઈક ભાવ પ્રસ્તુત વાતમાં એક વૃદ્ધા કહે છે, ધ્રુવભાઈ તેમને શબ્દો આપે છે, “આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે.” દરીયા વિશેની આવી સુંદર વાત પ્રસ્તુત કર્યા વગર કઈ રીતે રહી શકાય?


કેળવણીના દાવા કરતી શાળાઓની પોલંપોલ – ડૉ. સંતોષ દેવકર 8

દરેક મા-બાપ ઈચ્છે છે કે પોતાનુ બાળક સારી શાળામાં પ્રવેશ મેળવે. એવી શાળામાં એડમિશન લે કે જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય. જીવનની પ્રત્યેક મુસીબતનો સામનો કરે, તે ક્યાંય પાછો ન પડે. માત્ર હાથ પગની કેળવણી ઉપરાંત મગજ અને હદયની કેળવણી તેને મળે. પણ કેળવણીના દાવા કરતી મોટા ભાગની શાળાઓ સાચી કેળવણી આપવામાં નિષ્ફળ જાય છે. છેતરામણી જાહેરાતો કરીને, મસમોટી ફી ઊઘરાવીને પોતાના આપેલા વચનો પૂરા કરવામાં ઊણી ઊતરે છે. સાચી હકીકત તો એ છે કે કહેવાતી મોટી શાળાઓ સહિત તમામ માત્ર હાથ-પગની કેળવણી આપી શકે છે. મગજ અને હૃદયની કેળવણી આપી શકતા નથી. એ વિશેની વાત ડૉ. દેવકર તેમના પ્રસ્તુત લેખમાં કહે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૬) – હેમલ વૈષ્ણવ 14

અક્ષરનાદ વાચકોના પ્રિય અને મનપસંદ વાર્તા સ્વરૂપ માઈક્રોફિક્શનના સર્જનમાં જે લોકો પોતાનો સતત સહયોગ આપી રહ્યા છે એમાં હેમલભાઈનું નામ આગળ અને સક્ષમ લેખક તરીકે શામેલ છે, આજે પ્રસ્તુત છે હેમલભાઈની કલમે વધુ પાંચ સુંદર અને એવી જ ચોટદાર માઈક્રોફિક્શન વાર્તાઓ. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – મહેન્દ્ર નાયક 7

મહેન્દ્રભાઈ નાયકના ‘શિવસૂત્ર પૂર્વભૂમિકા’ ઈ-પુસ્તકના તેરહજારથી વધુ ડાઊનલોડ થયા છે જ્યારે ‘જ્ઞાનનો ઉદય’ પણ તેરહજારથી વધુ ડાઊનલોડ પામ્યું છે. તેમનું પુસ્તક ‘પ્રણવબોધ’ અક્ષરનાદ પર થોડા સમય પહેલા પ્રસ્તુત થયું હતું અને એ પણ વાચકોના અપાર પ્રેમને પામ્યું. આધ્યાત્મિક લેખનશ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત થઈ રહેલ પુસ્તક ‘માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ’ મહેન્દ્રભાઈ નાયકનું અક્ષરનાદ પર ચોથું પુસ્તક છે. માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે. આ સુંદર પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ થયું છે એ બદલ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


‘ડાયરો’ એટલે… – મંગલ રાઠોડ 5

શ્રી મંગલભાઈ રાઠોડ જાણીતા લોકગાયક, સાહિત્યકાર અને ગીતકાર છે. ‘ડાયરા’વિશેનો આ લેખ એ વિશેનિ પ્રાથમિક સમજ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂકે છે. મંગલભાઈ પાસેથી હજુ આપણને આ વિષયના ઉંડાણપૂર્વકના અભ્યાસુ લેખ મળવાના છે એવી અપેક્ષા સાથે લોકસાહિત્ય અને લોકસંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડતા ‘ડાયરા’ વિશેની વધુ વાત તેઓ આપણને કરશે અને તેમના અનુભવનો લાભ વાચકોને મળશે. અક્ષરનાદમાં મંગલભાઈનું સ્વાગત છે અને પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


તું ખુશ તો છે ને? (વાર્તા) – પલક પંડ્યા 10

ગાંધીનગરના પલક પંડ્યાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, નવોદિતોને પ્રથમ કૃતિ માટે સ્થાન આપવાના અક્ષરનાદના નિર્ધાર અંતર્ગત આજે પલકબેનની કૃતિ અહીં પ્રસ્તુત છે. વાર્તાનું તત્વ-સત્વ અને બાંધણી તેમની નવોદિતની છબી સ્પષ્ટ કરે છે, આશા રાખીએ કે ભવિષ્યમાં વધુ સત્વશીલ અને ચિંતનપ્રેરક લખાણ તેમની કલમે મળતું રહેશે તેવી આશા સહ આ પ્રથમ કૃતિ બદલ તેમને શુભકામનાઓ. અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે.


છાયાચિત્રનો જન્મ – કિશનસિંહ ચાવડા 4

શ્રી કિશનસિંહ ચાવડાના પુસ્તક ‘સમુદ્રના દ્વીપ’માં સંસ્કૃતિ અને અન્ય સામયિકોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ છે. પ્રસ્તુત લેખમાં તેઓ કુમાઉ પ્રદેશના અંદરના પહાડોની રમણીયતા અને એ અંગેના પોતાના વિચાર તથા આનુષંગિક પ્રસંગો મનોહર રીતે રજૂ કરે છે. પ્રસ્તુત લેખ હિમાલયપ્રેમીઓને હ્રદયસ્થ થઈ જાય એવો સુંદર અને અનુભૂતિસભર છે.


મા તે મા.. (વાર્તા) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 13

એક માતાના પોતાના પુત્ર પ્રત્યેના સ્નેહની વાત કહેતી પ્રસ્તુત વાર્તા વિષ્ણુભાઈ દેસાઈ ‘શ્રીપતિ’ની કૃતિ છે. વિષ્ણુભાઈ પોતાની વાર્તા વિશે કહે છે, ‘દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે. માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, બે પ્રેમીઓનો પ્રેમ, મિત્રનો પ્રેમ, સહ-કાર્યકરોનો પ્રેમ. આ વાર્તામાં બધાજ પ્રકારના પ્રેમના દર્શન આપણને થાય છે. પણ માતાના પ્રેમને તોલે આવી શકે તેવો કોઈ પ્રેમ આ દુનિયામાં બીજો નથી. આ વાત માત્ર માનવમાં જ નહીં પરંતુ પશુ-પંખીઓમાં પણ જોવા મળે છે. આ વાર્તા મારી લખેલી ઘણી વાર્તાઓમાની એક મને ગમતી વાર્તા છે. આ વાર્તા મારા માતૃશ્રી અમથીબેન દેસાઈને અર્પણ છે, મને જનમો-જનમ તમે જ માતા તરીકે મળજો. “માતૃદેવો ભવ:”‘


ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર તરોતાઝા ગઝલ રચનાઓ, ગઝલની બાંધણીમાં તેમણે ક્યાંક છૂટછાટ લીધી હોય તેવું લાગે તો પણ ગઝલનું હાર્દ અને તેનો ભાવ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચૂંદડી નીતરે તરબોળ.. (વાર્તા) – રીતેશ મોકાસણા 5

‘ચૂંદડી નીતરે તરબોળ’ એક માછીમાર ભાઈ બહેનની કથા છે. ગરીબી કે અભાવોની વચ્ચે પણ જીવન પ્રેમ અને સ્નેહ શોધી જ લેતી હોય છે, એકબીજાનો સહારો એવા આ ભાઈ બહેનના જીવનના કેટલાક પ્રસંગો, તેમની કસોટીની ક્ષણો અને હર્ષ-શોકના આંસુઓ વચ્ચે વહેતી આ વાર્તા એ જ ગ્રામ્ય ભાષામાં જીવનને ઉજાગર કરી આપે છે. રીતેશભાઈ મોકાસણા અક્ષરનાદ પર સમયાંતરે તેમની કૃતિઓ પ્રસ્તુત કરતા રહે છે, આ જ શ્રેણીમાં તેમની આ સુંદર વાર્તા આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય 26

વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.


મૃગેશભાઈ, R.I.P. દોસ્ત… 26

ગઈકાલે મૃગેશભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, રીડગુજરાતી.કોમ પર મૃગેશભાઈના અવસાન વિશે પોસ્ટ કરી, ફેસબુક પર પણ એ જાણકારી મૂકી અને પછી શરૂ થઈ યાદોની સફર. મૃગેશભાઈની મુલાકાત તો ઘણે મોડેથી થઈ, પણ એ પહેલા ૨૦૦૬માં મારી બે ગઝલ તેમણે રીડગુજરાતી પર મૂકેલી, દરમ્યાનમાં ૨૦૦૭માં મેં ‘અધ્યારૂનું જગત’ બ્લોગ શરૂ કર્યો અને ત્યારબાદ મેં ૨૦૦૮માં રીડગુજરાતી પર પ્રતિભાવ આપ્યો તેના જવાબમાં તેમનો ઈ-મેલ આવ્યો હતો. તેમણે મને ફોન કરીને વાત કરવા અથવા મારો નંબર આપવા કહેલું, અને મેં તેમને જે પહેલો ફોન કર્યો હતો એ પોણો કલાક ચાલ્યો હતો. તે દિવસથી લઈને ગત મહીને છેલ્લે તેમની સાથે વાત થઈ, ત્યારે સવારે સાડા નવ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા કલાક વાત કરી હતી. એક ખૂબ જ અંતરંગ, લેખનમાં આંગળી પકડીને દોરનાર અને સુધારા સૂચવનાર મિત્ર અને સહ્રદય ભાઈની જેમ ચિંતા કરતા એક અંગત સ્નેહીને ગુમાવ્યાનો વસવસો આજે ભારે થઈ રહ્યો છે….