Daily Archives: January 29, 2009


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]