Monthly Archives: November 2012


કનકપાત્ર – મોહનલાલ પટેલ 18

ટૂંકીવાર્તાઓના નિયમ હોય છે. ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ તો પછી ટૂંકીવાર્તાનું લઘુ સ્વરૂપ લઘુકથા વિષે શું કહી શકાય ? લેખક શ્રી મોહનલાલ પટેલનું નામ ગુજરાતી ટૂંકીવાર્તા સાથે ખાસ જોડાયેલું છે. તેમની એક અજોડ લઘુકથા આજે માણીઍ. લઘુકથા માટેનો વાચકનો પોતાનો અભિપ્રાય નક્કી કરવાનું પણ આ વાર્તા ‘કનકપાત્ર’ના નિમિત્તે ઠીક પણ રહેશે.


વડોદરા નગરી… – બાલમુકુન્દ દવે 1

વડોદરા નગરની અનેક વિશેષતાઓ, ભૌગોલિક પરિદ્રશ્ય અને એ સાથે સંકળાયેલી કવિના અધ્યયનકાળની અનેરી યાદો, તેમણે કરેલા તોફાનો અને એ સમય દરમ્યાન ઘટેલા પ્રસંગો આંખો સમક્ષ તરવરી ઉઠે છે જેને કવિ ખૂબ સહજ રીતે પ્રસ્તુત કાવ્યમાં વણી લે છે. વડોદરામાં મારો અધ્યયનકાળ પણ કાંઈક આવો જ વીત્યો છે, તેમના વર્ણનોથી ક્યાંય વધુ શરારતો અમે અહીં કરી છે, શાળા – કોલેજની એ યાદો એક અણમોલ નજરાણું છે, જેને કવિ શ્રી બાલમુકુન્દ દવે ખૂબ સુંદર રીતે શબ્દસ્થ કરી શક્યા છે. પ્રસ્તુત રચના લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય-કોડિયાં માંથી સાભાર લેવામાં આવી છે.


એકવીસમી સદીનો ટપાલી (લઘુકથા) – ઋત્વિ વ્યાસ મહેતા 15

ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે, પણ એ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ….


પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત 4

આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.


અસ્વસ્થ માનવીની સ્વસ્થ કૃતિ – ડૉ. મેહબૂબ દેસાઈ 7

હ્રદયને સ્પર્શી જતી કેટલીક સત્યઘટનાઓને સંકલિત કરીને ડૉ. મેહબૂબ દેસાઈએ ‘મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે. આ જ પુસ્તકમાંની એક હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના અહીં આજે પ્રસ્તુત કરી છે. ડૉ. જેનાબહેન અને રાહુલભાઈ ઝાલાના અત્યંત સુંદર અને લાગણીશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ઘટનાની અંતે એ બંને વિશેની માહિતિ તેમના વિશેના માનને અનેકગણું વધારી મૂકે છે. પ્રસ્તુત લેખ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. મેહબૂબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.


વાત IBM ની… – સંકલન : પી. કે. દાવડા 6

IBM – આજે ૩,૮૮,૦૦૦ માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીએ ૧૦૦ વરસ પૂરા કર્યા. આ ૧૦૦ વર્ષમા કંપનીને પાંચ નોબલ પ્રાઈસ મળ્યા. ૧૯૧૧ મા ચાર કંપનીએ ભેગા મળી, CTR નામની કંપનીની સ્થાપના કરી. CTR એટલે Computing Tabulating Recording Corporation. એ વખતે કંપનીમા ૧૩૦૦ માણસોનો સ્ટાફ હતો…. જાણો IBM વિશે અવનવી માહિતી અને ઈતિહાસ.


આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ.. – વૈદ્ય શોભન વસાણી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

અક્ષરનાદ પર અનેકવિધ વિષયોને લઈને મૂકાઈ રહેલા ઈ-પુસ્તકોની શ્રેણીમાં આજે શ્રી શોભન વસાણી કૃત પુસ્તક ‘આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ’ નો પ્રથમ ભાગ નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવતા અત્યંત આનંદ થાય છે. પ્રાચીન યુગથી આયુર્વેદની અનેક શાખાઓ એટલે કે નિષ્ણાતપદ્ધતિ – (સ્પેશ્યલાઈઝેશન)નો વિકાસ થયો છે. ચરકની કાયચિકિત્સા (મેડિસિન) અને ભગવાન ધન્વન્તરી અને સુશ્રૃતની શલ્યચિકિત્સા (શસ્ત્રક્રિયા-સર્જરી) તો મુખ્ય છે જ. ભગવાન શ્રીરામના પૂર્વજ નિમિરાજાએ ‘નિમિતંત્ર’ નામે નેત્રચિકિત્સાની શાખા ખીલવી હતી. દંતવેદકની શાખા આજે આયુર્વેદમાં હયાત છે. સૌથી પહેલી ‘કાશ્યપસંહિતા’ લખી કશ્યપઋષિએ બાળ આરોગ્ય અને બાળ ચિકિત્સા માટે; આયુર્વેદ દ્વારા સ્ત્રીચિકિત્સા અલગ દરજ્જો આપી સ્ત્રીરોગો, સગર્ભાપરિચર્યા, પ્રસૂતાચર્યા, પુંસવન પ્રયોગ દ્વારા ઉત્તમ ઈચ્છિત સંતાનપ્રાપ્તિ એ આયુર્વેદની વિશિષ્ઠ દેન છે. હજારો હાડવૈદો આપણે ત્યાં થયેલા, વ્રણચિકિત્સામાંથી મલમપટ્ટાની યુનાની મિશ્રિત શાખાના ગઈ પેઢી સુધી ઠેરઠેર દવાખાનાં હતાં. દેવવ્યયાશ્રય ચિકિત્સા મંત્રચિકિત્સાનું ઘણું મહત્ત્વ હતું. તે ચક્રદત્ત જેવા વૈદ્યોએ પણ સ્વીકાર્યુ હતું. સત્ત્વવજય–ચિકિત્સા દ્વારા માનસિક સારવારની શાખા વિકસી હતી. અક્ષરનાદને આ પુસ્તક પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આયુ ટ્રસ્ટ, શ્રી શોભન તથા શ્રી જુગલકિશોર વ્યાસનો ખૂબ ખૂબ આભાર.


ચાલ જિંદગી જીવી લઈએ… – ડૉ. અજય કોઠારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

થોડાક દિવસ પહેલા અક્ષરનાદ પર આ જ પુસ્તકમાંનો એક લેખ મૂક્યો હતો, ‘૫૫ વર્ષની ઉંમર પછી…’ એ લેખ વિશેના અનેક પ્રતિભાવોમાં આખું પુસ્તક મૂકવા વિશે વિનંતિ કરવામાં આવી હતી. ડૉ. અજય કોઠારીએ આ આખુંય પુસ્તક અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી તે બદલ અક્ષરનાદના સમગ્ર વાચકવર્ગ વતી હું ડૉ. કોઠારીનો આભાર માનું છું.


(ચાર ઈ-પુસ્તકો અને) સંવત ૨૦૬૯નું સ્વાગત… – સંપાદકીય 15

આગામી ચાર દિવસોમાં આપના માટે રોજ એક એમ કુલ ચાર ઈ-પુસ્તકો પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેમાંનું સૌપ્રથમ ઈ-પુસ્તક, શ્રી ઉમાશંકર જોશી રચિત ‘મારા ગાંધીબાપુ’ની લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સંકલિત આવૃત્તિ આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે. આશા છે દિવાળીની આ ચાર વૈવિદ્યપૂર્ણ મિઠાઈઓ આપનું મોં મીઠું કરાવશે અને અક્ષરનાદના ચોપડે નવા વર્ષના શ્રી ૧l અવતરશે.


કુંઠા (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 10

અક્ષરનાદ પર હરીશભાઈ થાનકીની આ પ્રથમ કૃતિ છે. પોરબંદરના શ્રી હરીશભાઈ જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. લાગણીઓને વાચા આપવાનું કામ એક લેખકનું છે, સમાજમાં ઘટતી ઘટનાઓ, પ્રસંગવિશેષ અથવા સંવેદનાને શબ્દોથી મઢવી અને વાચકના મનમાં તેની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરવી એ કામ શ્રી હરીશભાઈની કલમે આબાદ કરી બતાવ્યું છે. સંવેદનાનો પડઘો, રેખાનો એ હૈયા બળાપો કે પછી એ પ્રસંગને લીધે થતી અસરનો આટલો સજ્જડ સ્પર્શ એક વાર્તા કરાવી શકે એ તો હરીશભાઈની પ્રસ્તુત રચના વાંચીએ ત્યારે જ અનુભવાય. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


૯મી નવેમ્બર… – પી. કે. દાવડા 5

૯મી નવેમ્બર, ૧૯૮૯ના બર્લિન-વોલ તૂટી ગઈ. આ પહેલા દુનિયા બે છાવણીઓમા વહેંચાયલી હતી, મૂડીવાદ અને સામ્યવાદ. આ વિચારધારાના વિભાજનને શીતયુદ્ધનું નામ આપવામા આવેલું. મૂડીવાદી દેશોની આગેવાની અમેરિકા પાસે હતી જ્યારે સામ્યવાદી દેશોની આગેવાની રશિયા પાસે હતી. અમેરિકાની છાવણીમા યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીઆ અને આફ્રિકાના અનેક દેશો હતા. રશિયાની છાવણીમા ચીન અને યુરોપ અને એશિયાના થોડા દેશ હતા. અમેરિકાની ખૂબ નજીક્નું ક્યુબા પણ રશિયાની છાવણીમા હતું. જવાહરલાલ નહેરૂ, ઈજીપ્તના અબ્દુલ ગમેલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો ની ત્રિપુટીએ મળીને તટસ્થ દેશોનો સમૂહ બનાવેલો.


દેશી ઓસડિયાં…. – સંકલિત 12

આજના સમયમાં અન્ય વસ્તુઓની જેમ બીમારી અને ઈલાજ પણ ઈન્સ્ટન્ટ થઈ ગયા છે. ગઈ કાલે બીમાર પડ્યા, આજે દવા અને આવતી કાલે ફરીથી કામ પર મચી પડ્યા. પરંતુ આ ભાગદોડભરી, તણાવગ્રસ્ત જિંદગીમાં ક્યારેક સામાન્ય પણ મહદંશે અક્સીર ઈલાજ સૂચવી જાય છે આપણી પહેલાની અનુભવી પેઢી, વૃદ્ધો કે જેમના ઈલાજ, જેમનું વૈદું સમયની એરણે ચકાસાયેલું છે. આજે પ્રસ્તુત છે બા-બાપુજીના એવા જ કેટલાક ઓસડિયાં.


ભૂમિકા (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 8

ભૃણ પરીક્ષણ, કન્યા ભૃણ હત્યા જેવી ભયાનક ભૂલો અને દીકરીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખીને તેમના મનને દુભવતા અનેકો લોકોને ખોટું કર્યાનો અહેસાસ થાય, એ ભૂલના પસ્તાવા રૂપે તેમની આંખ ભીની થાય એવી એક સાવ સહજ અને સરળતાથી ગળે ઉતરી જાય એવી હ્રદયસ્પર્શી વાત દુર્ગેશભાઈ પ્રસ્તુત લઘુકથામાં લઈને આવ્યા છે. અખંડ આનંદમાં પ્રસ્તુત થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દુર્ગેશભાઈનો ખૂબ આભાર.


સ્વસ્થ લોકતંત્રનો પાયાનો પથ્થર, સંવાદ – વંદિતા રાજ્યગુરૂ દવે 2

ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ લોકતંત્રના વ્યવહાર બાબતે અમેરિકા આપણાથી ઘણું આગળ છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદના પ્રતિસ્પર્ધીઓ બરાક ઓબામા અને મીટ રોમ્ની વચ્ચે આમને સામને પ્રેસિડેન્શીયલ ડિબેટ થઈ. જગતભરના મીડીયાએ અમેરિકાની આ એક સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાની નોંધ લીધી અને વખાણી. લોકતાંત્રિક વ્યવસ્થા માટે એવું માનવામાં આવે એ કે જે લોકતાંત્રિક દેશમાં ચર્ચા પાટા પર ચાલે એટલો જ એ દેશ કે એ વ્યવસ્થા સાચા માર્ગે રહે. અમેરિકન ડિબેટને કેટલાક લોકો ભલે નિરર્થક ગણાવે પરંતુ તેનાથી એક કેડી તો કંડારાય છે જ. ઘણી સમસ્યાઓના ઉકેલ ચર્ચાથી લાવી શકાય છે. હવે વિચારવાનું એ છે કે અમેરિકામાં આવી ચર્ચાની ગાડી તેના નિશ્ચિત પાટા પર જ દોડે છે પરંતુ ભારતમાં એ ગાડી વારંવાર પાટા પરથી કેમ ઉતરી જાય છે?