Monthly Archives: April 2014


સાત માઈક્રોફિક્શન વાર્તાઓ – મિતુલ ઠાકર 12

માઈક્રોફિક્શન વાર્તાઓનું ક્ષેત્ર અક્ષરનાદના માધ્યમ દ્વારા અને મિત્ર લેખકો-વાચકો દ્વારા ખૂબ આગળ વધી રહ્યું છે. આ જ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અક્ષરનાદનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે. ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓના લેખકોની જેમ જ માઈક્રોફિક્શન ક્ષેત્રમાં પણ અનેક નવલેખકો ઉભરી રહ્યા છે. આ જ કડી અંતર્ગત આજે પ્રસ્તુત છે અક્ષરનાદના વાચકમિત્ર મિતુલભાઈ ઠાકરની સાત માઈક્રોફિક્શન વાર્તાઓ. માઈક્રોફિક્શન વિશે અક્ષરનાદના વાચકોનું પ્રોત્સાહન જે રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે એ ખૂબ આનંદપ્રદ છે અને નવા રચનાકારો તેમાં જોડાઈ રહ્યા છે એ ખરેખર સંતોષની વાત છે. મિતુલભાઈનો આ કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય 10

ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું એમ નવું સર્જન – લઘુકથા ‘વેડિંગ ઍનિવર્સરિ’. એક યુગલના જીવનમાં કઈ હદ સુધી સમજણ હોવી જોઈએ, કેટલું સહન કરવું જોઈએ.. સુંદર સર્જન અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.


કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી 7

મને તો એ જ નથી સમજાતું કે જેને તેના ઘરના કોઈ ગણતા નથી, એને લોકો લોકસભામાં મોકલશે ખરા? વાત ચમન ચક્કીની છે કે જે કોઈની શોકસભામાં ગયો નથી, એ લોકસભામાં જવા શું કામ ઠેકડા મારતો હશે? શું લોકસભા એ કોઈ માયાવી ફાઈવ સ્ટાર હોટલ છે કે કરોડ વિનાનો માણસ પણ રોડ ઉપરથી કૂદકા મારે! એ શું જોઈ ગયો એ તો એ જ જાણે. મને કહે આ વખતે તો હું ‘આપ’નું પણ નહીં માનું ને બાપનું પણ નહીં માનું. કાં તો હું લોકસભામાં, કાં તો તમે બધા મારી શોકસભામાં. લુખ્ખી ધમકી… ભૂતનો વળગાડ તો સારો કહેવાય, જેના ભુવા પણ મળે, આ તો રાજકારણની અધીખી વળગણ. જેના ભુવા પણ ન મળે. એને રાજધૂન જ એવી વળગેલી કે એ બીજી કોઈ વાતને વળગવા એ તૈયાર નહીં. અંતે ચંચીએ પણ લીંબુ-મરચું ઓવારી વેઠ ઉતારી કે…..” જાવ ફતેહ થાવ!


શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર 9

શાળા સમયથી જ સંવેદનાસભર અને સંબંધોના તાણાવાણા મારફત હાર્દને સમજાવતી વાર્તાઓના આ અદના લેખક એવા શ્રી ઈશ્વર પેટલીકરની કૃતિઓનું અનોખું ઘેલું લાગેલું. તેમની ‘જનમટીપ’ નવલકથા ઉપરાંત ‘લોહીની સગાઈ’ જેવી રચનાઓ મનને સ્પર્શી જતી અવિસ્મરણીય કૃતિઓ છે. શ્રી ઈશ્વર પેટલીકરની ઉપરોક્ત વાર્તા, ‘શિવ-પાર્વતી’, બે ભાઈઓ અને તેમના કુટુંબની, કુટુંબના એક ભાઈના ગાંડપણની અને તેને લીધે થતી અગવડોની, એક અસ્થિર મગજના માણસને સાચવવાની વાત હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તુત થઈ છે, અને તેની રસમયતામાં વધારો કરે છે તેનો અનોખો અંત. અવિસ્મરણીય કૃતિઓ પ્રસ્તુત કરવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો આ પ્રયત્ન વાચકમિત્રોને ગમશે એવી આશા છે.


એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ 10

એરીઝોના યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ ખાતર ગયેલા યુવાનને તેની મહેનતના પરિપાક રૂપે એમ.એસની ડિગ્રી મળે છે, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરવાનો એક ભાવ એ યુવકની માતાના મનમાં ઉદભવે છે, યુવકને એ સ્થળ, એ વસ્તુઓ અને લોકો સાથે લાગણી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ તેની આ સફળતા બદલ દૂર દેશાવરથી તેની માતા પણ એ સર્વેનો આભાર માને છે, એક ડાયસ્પોરા યુવકની સફળતાનો યશ તેની ભારતીય માતા સજીવ-નિર્જીવ વસ્તુઓને કેવી સુંદર રીતે આપે છે એવા મતલબની વાત પ્રસ્તુત બે અછાંદસ સુપેરે કહી જાય છે. પ્રસ્તુત અપ્રગટ અછાંદસ કાવ્યો અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast) 2

ગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી 13

એક જાણીતી સરકારી એન્જિનીઅરીંગ કૉલિજમાં બી.ઈ. (મિકેનીકલ)માં અભ્યાસ કરતા જીમિતભાઈ એન્જિનીઅરીંગ શાખાના તેમના અનુભવના આધારે આજની શિક્ષણવ્યવસ્થા, તેના વ્યાપારીકરણ અને તેની અસરકારકતા વિશે સુંદર વિચારો લઈને આવ્યા છે. એક એન્જિનીઅર હોવાને નાતે અને એ જ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોવાને લીધે આ બધી બાબતોમાં હું પૂરો ટેકો આપું છું. એન્જિનીઅરીંગ જેવા ખૂબ વ્યવસાયિક, સચોટ અને ચોક્કસ જાણકારી માંગી લેતા અને અનેકોને સાંકળતા ક્ષેત્રના અભ્યાસમાં દાખવાતી બેદરકારી, પછી ભલેને એ બંને પક્ષે – વિદ્યાર્થિઓ અને સંસ્થાઓની – હોય, સરવાળે નુકસાન સમાજનું જ કરે છે. આ લગભગ બધાંએ સામાન્ય ગણીને સ્વીકારી લીધેલી વાતો પ્રત્યે જીમિતભાઈનો પુણ્યપ્રકોપ તેમના હૈયાની બળતરાનો પૂરાવો છે. અને એમ કરીને વ્યવસ્થાની ગેરરીતિઓ પ્રત્યે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવા બદલ પણ એ અભિનંદનને પાત્ર છે. અક્ષરનાદ પર તેમની આ પહેલી રચના છે, એ બદલ અને ઉંડા મંથન બદલ તેમને શુભકામનાઓ.


પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 9

રાકેશભાઈની વધુ પાંચ ગઝલોનું આ ગુચ્છ અક્ષરનાદ પર પ્રસ્તુત કરતા અત્યંત આનંદ થાય છે. છંદની શિસ્તમાં લખાયેલી ભાવસભર અને ચોટદાર ગઝલો વાચકને ખૂબ ગમશે એવી આશા છે. પ્રસ્તુત ગઝલોની સાથે અક્ષરનાદ પર રાકેશભાઈની ત્રીસ ગઝલો પ્રસિદ્ધ થઈ છે જે અક્ષરનાદ માટે આનંદની વાત થઈ રહે છે. આવી જ સુંદર કૃતિઓની રચના અને ભાવકો સુધી અક્ષરનાદના માધ્યમથી તેને પહોંચાડવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ…


ચૂંટણીકારણને મારી અલવિદા! – પુરુષોત્તમ માવળંકર 4

ચૂંટણીનો, પ્રચારનો, દેશને લાગતી વળગતી બાબતો વિશે વિશદ ચર્ચા અને ભાવિ અંગેના આયોજનોની ચર્ચાઓનો માહોલ અત્યારે ખરેખરો જામ્યો છે. જે ગામ કે શહેરમાં જુઓ ત્યાં સભાઓ, જે ન્યૂઝચેનલ જુઓ ત્યાં ચર્ચાઓ – અને સાથે સાથે તબક્કાવાર ચૂંટણી, લોકશાહીનો સૌથી મહાન અને પ્રજાને સત્તાની સોંપણીની જવાબદારી આપતો દિવસ આવ્યો છે. આવા સમયે લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડનાર અને અમદાવાદની લોકસભાની બેઠક પરથી ઈન્દુચાચાના નિધન પછી તેમની ખાલી પડેલી સીટ પર ચૂંટાઈને આવનાર મુ. પુરુષોત્તમ માવળંકરની વાત આજે અહીં તેમની જ કલમે પ્રસ્તુત થઈ છે. ‘અસ્તિત્વદર્શન’ સામયિકના એપ્રિલ ૨૦૧૪ના અંક માંથી ઉપરોક્ત લેખ ઉદધૃત કરવામાં આવ્યો છે એ બદલ સામયિકનો આભાર.


પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરીને પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય. સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ભાવિન મીરાણી 18

અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદ તરફથી હવે કેટલાક વિશેષ પ્રયત્નો પણ કરવામાં આવશે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. ભાવિનભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે અને છતાંય તેમની પાંચેય માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. ‘એઈડ્સ’, ‘ચૂંટણી’, ‘પ્રકૃતિ’, ‘માણસાઈ’ જેવા વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ અને અક્ષરનાદમાં તેમનું સ્વાગત.


ત્રણ ગઝલરચનાઓ.. – ગુણવંત વૈદ્ય 8

ગુણવંતભાઈ વૈદ્યની વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની ત્રણ ગઝલ પ્રસ્તુત છે જેમાંની એકનું વિષયવસ્તુ ચૂંટણી, વચનો અને તેમની પૂર્તિ વિશે છે, બીજી ગઝલ શક્યતાઓની ગઝલ છે, હિંમતની વાત કરે છે અને ત્રીજી ગઝલ તો ગઝલ વિશેની જ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો આભાર તથા શુભકામનાઓ.


અક્ષરનાદ + ન્યૂઝહન્ટ = મોબાઈલ સાધનો પર નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તકો 7

હા! અક્ષરનાદ ઈ-પુસ્તકોના વાચકો માટે ખુશખબર છે! હવે ન્યૂઝહન્ટ એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ ઑપરેટીંગ સિસ્ટમ ધરાવતા ફોન પર અક્ષરનાદના ઈ-પુસ્તકો નિઃશુલ્ક વાંચી શક્શો. ઉપરાંત આ સુવિધા વિશે વિગતે માહિતી અને લેખક / પ્રકાશક મિત્રો માટે કેટલીક વાત…


ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને આપણી યાદશક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ (સાયબર સફર) 9

વર્ષો પહેલાના સમયમાં, કદાચ આજથી ત્રણ ચાર દાયકાઓ પહેલા વાંચનનો – મનોરંજન અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રાથમિક અને મહત્વપૂર્ણ સ્ત્રોત હતો પુસ્તકાલય. અનેક વિષયોને આવરી લેતા પુસ્તકો વાંચવા માટે મેળવવાનો ફક્ત એ એક જ સરળ, સસ્તો અને હાથવગો ઉપાય હતો. એ સમયે પુસ્તકાલય પણ ખૂબ જૂજ હતા. નવલકથાઓ, વાર્તા સંગ્રહો, કાવ્ય સંગ્રહો, વિવેચન, ચિંતન નિબંધ, બાળ સાહિત્ય, પ્રવાસ વિષયક પુસ્તકો, આત્મકથાઓ, અનુભવકથાઓ, વિવેચન, ધર્મ અધ્યાત્મ વગેરે જેવા વિભિન્ન વિષયની સાથે વિજ્ઞાનની નવી શોધ વિશે જાણવા તથા અભ્યાસુઓને તથા કૉલેજના વિદ્યાર્થીઓને કોઈ વિષયવિશેષના ઉંડાણપૂર્વકના અને વિગતે અભ્યાસ માટે પણ પુસ્તકાલયનો ઉપયોગ થતો. તો માહિતી મેળવવાનો બીજો ઉપયોગી સ્ત્રોત હતો એ વિશેના જાણકારોને પૂછવાનો અને તેમની મદદથી સંશયો દૂર કરીને જોઈતી જે તે માહિતીને ચોક્કસ કરવાનો….


ચાંદની (લઘુનિબંધ) – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 3

દિનેશભાઈની અક્ષરનાદ પર આ પહેલા અછાંદસ કાવ્યરચનાઓ પ્રસ્તુત થઈ છે. આજે તેઓ એક અનોખો લઘુનિબંધ અથવા કહો કે વિચારવિસ્તાર લઈને ઉપસ્થિત થયા છે. ‘ચાંદની’ વિશેની તેમની આ નાનકડી કૃતિ સુંદર છે, અલગ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


સી. જી. રોડની એ રાત… – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 20

મૂળ અમદાવાદના અને અભ્યાસે એમ.એ., પી.ટી.સી. એવા વિષ્ણુભાઈ દેસાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે. ટૂંકી વાર્તાઓ લખવાનો આનંદ તેઓ માણે છે અને તેમની કેટલીક વાર્તાઓ વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં સ્થાન પામી છે. અક્ષરનાદને તેમણે પાઠવેલી આ પ્રથમ કૃતિ છે, વાત છે ‘અતિથિ દેવો ભવ!’ની આપણી સંસ્કૃતિને વિષય તરીકે લઈને એક પ્રસંગ વિશેની આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ વિષ્ણુભાઈનો આભાર અને ‘અક્ષરનાદ’ના ઓટલે તેમનું હાર્દિક સ્વાગત છે. તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


મૈકૂ – પ્રેમચંદ, અનુવાદ : હર્ષદ દવે 10

આ પ્રેમચંદની ‘મૈકૂ’ વાર્તાનો અનુવાદ છે. અનુવાદ કરતી વખતે મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ભાષા એવી જ અસરકારક ‘મુહાવરેદાર’ બને અને એ પણ ગુજરાતી તળપદી બોલીના પ્રયોગો સાથે. પીઠું આપણે ત્યાં વપરાતો શબ્દ છે… તાડીખાના એટલે દેશી શરાબની દુકાન. ટૂંકમાં તાડી એટલે કે તાડ/ખજૂર નાં વૃક્ષનો સફેદ કેફી રસ. આપણે ત્યાં ‘નીરો’ (સાવ તાજો ) સ્વાસ્થ્યપ્રદ પીણું માનવામાં આવે છે ( તે છે અને મેં નીરો પીધો પણ છે…) જે અમુક -સવારનો- સમય જતાં કેફી દ્રવ્ય (દારુ) માં બદલાઈ જાય છે. તેથી નશાખોરો નશો કરી પોતાની જાતને પાયમાલ બનાવે છે અને પોતાનાં પરિવારને પણ પાયમાલ કરે છે. બરબાદી નોતરતા આવાં વ્યસનથી બચાવવા માટે ગાંધીજીએ તેમનાં સ્વયંસેવકોને ગાંધીગીરી રાહે હાકલ કરી હતી. ત્યારે પોતાનાં વશમાં રાખવા માટે દારૂડીયાઓ દારૂના વ્યસનથી ન છૂટે અને પોતાની તિજોરી ભારતી રહે તે માટે ઠેકેદારો ઇચ્છતા કે તેઓ વધુ દારૂ પીએ. તેથી ઠેકેદારો અને સ્વયંસેવકો વચ્ચે પ્રેમભાવ ન જ રહે તે સ્વાભાવિક છે. નામર્દ એટલે કે બાયલા ઠેકેદારો ‘મૈકૂ’ જેવાને હાથો બનાવી પીઠ પાછળ ઘા કરનારા અને સમાજને આવી બદીઓમાં સબડતો રાખવાના મલિન ઈરાદા ધરાવતા લોકોથી છુટકારો મળે તે માટે કથા સમ્રાટ પ્રેમચંદે આ રસપ્રદ વાર્તાના માધ્યમથી સમાજના નિમ્ન વર્ગને દારુ અને ઉચ્ચ વર્ગને શરાબ છોડવા માટે સચોટ અપીલ કરી છે.


ચાર અદ્રુત ગઝલો.. – યાકૂબ પરમાર 11

આજે પ્રસ્તુત છે યાકૂબભાઈની ચાર સુંદર, અનેરી અને વિચારપ્રેરક ચાર ગઝલો. પ્રથમ ગઝલ ‘શરણમ્ ગચ્છામી’ વિષયવસ્તુ અને પ્રસ્તુતિ એમ બંને રીતે અદ્વિતિય છે, શબ્દચમત્કૃતિની રીતે બીજી ગઝલ અને બની બેઠેલાઓ વિશેની ત્રીજી ગઝલ આગવી કૃતિઓ છે તો પોતાના વિશ્વના અનેકવિધ વિભાગોને આવરતી સ્વત્વના સ્વીકાર સમી ચોથી ગઝલ સુંદર છે. ચારેય માણવાલાયક ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા 4

ગુજરાત પર શ્રી ગિજુભાઈ બધેકાનું અમિટ ઋણ છે, વીસમી સદીની ત્રીશીના દાયકા અગા ઉના અને એ પછીના શિક્ષણમાં / અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને તેને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને જાય છે. અગા ઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેના માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. ગિજુભાઈએ જેવા શિક્ષકની, શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં, કદાચ વાતાવરણ, સાધનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યાં. પુસ્તક ‘માબાપોને..’ આગવું પુસ્તક છે અને વિશ્વમાં ભાગ્યે જ બાળકોના પક્ષે માબાપોને માટે આવું લખાયું હશે. અહીં ગિજુભાઈએ બાળકોની વકીલાત કરી છે, તેમના સુખ માટેના પ્રયત્નો કરવાની ટહેલ, તેમને સમજવાને માટે યાચના કરી છે. આપણાં બાળકોને ખાતર આપણે શું કરવું જોઈએ એ સમજાવવાનો નિષ્ઠાપૂર્વકનો અને સંવેદનશીલ પ્રયાસ છે. આશા છે વાચકમિત્રોને આવી અનોખી કૃતિઓ માણવાનું ગમશે.


દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૨) 5

અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨


દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૧) 4

અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧


ચાર કાવ્યરચનાઓ – ઉર્વશી પારેખ 10

ભીનાશને અને સંવેદનાઓને કેવો ગાઢ સંબંધ હશે! ખુશીઓ પણ આંખમાં પાણી લાવે અને દુઃખો પણ, પથ્થરોના મકાનોમાં વસતી હીમ જેવી થીજી ગયેલી લાગણીઓ ભીતરમાં નર્યા સ્પંદનો અનુભવે છે. ઉર્વશીબેનના સુંદર ‘અછાંદસ’ સંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી ઉપરોક્ત કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ભીની લાગણીઓના સંબંધોને શોધતાં શોધતાં કરોળિયાની જેમ અટવાયા કરવું એ જ તો કાવ્યનું મૂળ છે, અને કાવ્યોમાં લાગણીના, સંવેદનાના અને ઝંખનાઓના દરેક પાસાને કોમળતાથી સ્પર્શતી તેમની કલમ અનેરી પ્રતીતિ કરાવે છે. સંગ્રહ અક્ષરનાદને ભેટ કરવા બદલ અને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.