અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ
લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં, સમજી હવાને ભીંત અઢેલી જવાય છે. જનાબ શ્રી અમૃત ઘાયલ સાહેબનો તેમને પ્રિય આ શે’ર મને ઘણી વખત મારી સ્થિતિ સાથે બંધબેસતો લાગે છે. બ્લોગનો, વેબસાઈટનો, કોઈ પુસ્તકનો કે સાહિત્યના કોઈ પણ પ્રકારનો મૂંળ ઉદ્દેશ શું હોય? લેખક માટે એ પોતાના ભાવવિશ્વની ઉર્મિઓ, તેની નવીનતા, સંવેદના અને અનુભવોનું આગવું નિરૂપણ છે, તો વાંચક માટે એ ભાવવિશ્વની ઉંડાઈ સુધી પહોંચવાની તમન્ના અને તેના મૂળ ગુણધર્મને પામવાનો પ્રયત્ન છે. શ્રી અંકુરભાઈ દેસાઈ કહે છે તેમ આત્મ વિસ્તરણમાં મૂળભૂત અજ્ઞાત હોવાનો ભાવ જ ઉર્ધ્વગામી પરીબળોને સાર્થક કરે છે. આત્મવિકાસના શૂન્યમાં જ્યાં સુધી “સ્વ” વિશેની સભાનતા ઓગળતી નથી ત્યાં સુધી તેના સ્વરૂપો અનંતગતિને સાધી શક્તા નથી. સાહિત્યનો કોઈ પણ પ્રકાર તેના મૂળ ઉદ્દેશ સુધી પહોંચતો નથી. વાચકને મજા આવશે કે નહીં એવું વિચારીને લખનાર પોતાની લેખનની મજાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ વાચકની પસંદને પહેલેથી ધારીને તે વર્તુળ પણ સીમીત કરી દે છે. લેખન એ પૂજા જેવું કાર્ય છે, તેની પવિત્રતા, તેની અખંડિતતાને માન મળવું જો ઓછું થાય તો સાહિત્યનું સ્તર પણ નીચે ઉતરી આવે. છેલ્લા થોડાક દિવસથી અધ્યારૂ નું જગત બ્લોગ અનિયમિત થઈ ગયો હતો, કારણમાં મૂળ “થાક”, કૌટુંબિક જવાબદારીઓ, નોકરી, પિપાવાવ થી વડોદરાની નવ કલાકની અપડાઉન જેવી આવનજાવન, અને ગીરમાં સતત ભટકવાની અદમ્ય ઝંખના, સમયનો અભાવ અને પોસ્ટ કરવાની અવગણી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા જેવા બે છેડાઓ વચ્ચે હું, આ બધા પરિબળો એક પછી એક ભેગા થતા ગયાં, અને બ્લોગ પર પોસ્ટ ઘટતી રહી, અનિયમિત થતી રહી. અનિયમિત થવા કરતાં બ્લોગને સતંદર બંધ જ કરી દેવો અને એક લાંબો વિરામ લેવો એવો નિર્ણય અંતે લીધો […]