Monthly Archives: September 2015


આદર્શ વક્તાની ઓળખ.. – ડૉ. સંતોષ દેવકર 3

વકતા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વકતા કન્વર્ટ ઈનટુ બકતા) પ્રથમ તો વકતા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વકતાઓને આમંત્રવા. માનો કે વકતા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે? તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વકતાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વકતાઓ ફજેતી પામતા હોય છે.


મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…


સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ.. – નેહા પંચાલ 8

ઓપન બરોડા નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ નેહાબેન પંચાલનો આ નિબંધ ‘સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ..’ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવી છે. અક્ષરનાદ પર આ નેહાબેનની દ્વિતિય કૃતિ છે, એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૯} 7

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૫ 3

એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આ શ્રેણી હવે ફરીથી આગળ વધારવાનો પ્રયત્ન છે, એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી એપ્લિકેશન્સ વિશે જાણીએ.


Courtesy Jhaverchandmeghani.com

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧૦) 1

આજની પ્રસ્તુત કથા દેવીદાસ બાપુની પૂર્વાવસ્થાની વાત કરે છે, ચમત્કારોથી નહીં પણ સતત સમર્પણ અને દરેક પ્રત્યેનો પ્રેમ અને સદભાવ જ તેમને આવી વિભૂતિ બનાવી શક્યો છે એ સમજણ તેમની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સોરઠી સંત સાહિત્યમાં સેવા અને ભેખના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ ઉદાહરણ વિલક્ષણ અને આગવું છે.


ચાર ગઝલરચનાઓ.. – તખ્તસિંહ સોલંકી 14

તખ્તસિંહભાઈ સોલંકીએ તેમની અનેક સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવી છે, તેમાંથી આજે ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા તખ્તભાઈની ગઝલ છંદબંધારણને વરેલી, રચનાની શિસ્તમાં બંધાયેલ સુંદર ભાવસભર ગઝલરચનાઓ છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ રચનાઓ છે, તખ્તસિંહભાઈનું અક્ષરનાદ પર સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો – નવીન બેન્કર 16

હ્યુસ્ટન સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓનું સુંદર આલેખન કરતા મળતાવડા, નિખાલસ અને ઊર્મિશીલ એવા લેખક નવીનભાઈ બેન્કરની કલમે લખાયેલ આ સુંદર હાસ્યપ્રેરક વાર્તા આજે પ્રસ્તુત કરી છે. ‘બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો..’ શીર્ષકથી જ મજા કરાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવવા બદલ દેવિકાબેન ધ્રુવનો આભાર.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૮} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો આઠમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

સંકલિત પદ્યરચનાઓ – ટી. સી. મકવાણા 5

શ્રી મકવાણાની પદ્યરચના આ પહેલા વાચકોની સંકલિત રચનાઓમાં પ્રસ્તુત થઈ હતી, આજે તેમણે અક્ષરનાદને પાઠવેલી પાંચ રચનાઓ પ્રસ્તુત કરી છે. મહત્તમ અછાંદસ અને ક્યાંક લય પકડવાનો પ્રયત્ન કરતી આ રચનાઓની શાસ્ત્રીયતા કે બંધારણ વિશે કહેવા કરતા તેમના ભાવજગતની અને વિચારવિશ્વની વાતો પર ધ્યાન આપવું માણવાલાયક થઈ રહે છે. પદ્યસ્વરૂપની રચનામાં આગળ વધવા માટે તેમને શુભકામનાઓ.


ધરાધામ – રઘુવીર ચૌધરી 3

નાનપણમાં દાદાજી વૃક્ષની ઘટાની છાયામાં માળા ફેરવતા અને અગમનિગમની વાતો કરતાં, દાદાની એ બેઠકના અલભ્ય અનુભવો કવિને આજે પણ સાંભરે છે, અને એ બેઠકમાંથી તેમણે જે જીવનભાથું મેળવ્યું તેની વાત પ્રસ્તુત રચનામાં કવિ કહે છે. સમયનું ચક્ર ઘણું આગળ વધી ચૂક્યું છે પણ કવિનું મન એ ચક્રને પાછું ફેરવીને બાળપણમાં પહોંચી ગયું છે એ વાત કવિ રઘુવીર ચૌધરી કહે છે.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૭} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો સાતમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૯) 1

અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.

Courtesy Jhaverchandmeghani.com

બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી 7

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પછી હવે બીજો સુંદર સંગ્રહ ‘શુકન સાચવ્યાં છે’ લઈને ઉપસ્થિત થયાં છે. ટૂંક સમયમાં એ સંગ્રહની ગઝલો તથા સંગ્રહનો આસ્વાદ આપણે માણીશું. આજે પ્રસ્તુત છે જીજ્ઞાબેનની બે નવી તરોતાઝા ગઝલો. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ જીજ્ઞાબેનનો આભાર અને શુભકામનાઓ.


જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી 2

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પાંચમો ભાગ.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૬} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો છઠ્ઠો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ 11

તમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ? આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા? આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.


શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા 4

ભરોસો, વિશ્વાસ વગેરે શબ્દો આપણે શ્રદ્ધા શબ્દની બદલીમાં વાપરીએ છીએ. વધારે બારીકીથી વિચારીએ તો આ શબ્દો એકબીજાથી થોડા અલગ અલગ છે. વિશ્વાસ અને ભરોસો એકબીજાની વધારે નજીક છે, પણ શ્રદ્ધા એ થોડો અલગ શબ્દ છે. શ્રદ્ધા શબ્દમાં જે ભાવ રહેલો છે, એ બીજા બન્ને શબ્દોમાં નથી. ભરોસો અને વિશ્વાસ થોડા અધૂરા છે, પણ શ્રદ્ધા સંપૂર્ણ છે. નાના બાળકને એની માતાની પ્રત્યેક વાતમાં શ્રદ્ધા હોય છે, એના પ્રત્યેક વર્તનમાં શ્રદ્ધા હોય છે.


સગી – રાવજી પટેલ 2

આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આંગુતકા ચૂપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છ સાત વખત ધૂત્કારી કાઢી હતી એ યાદ આવ્યું. પછી એણે થેલી ઉપાડી, અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વોર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિદ્રા નથી આવતી. આગુંતકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી…