Monthly Archives: July 2011


હું નથી પૂછતો, ઓ સમય કે હજી… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 11

આજે સાંભળીએ છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની જ એક ગઝલ, ‘હું નથી પૂછતો ઓ સમય કે હજી…’ આ સદાબહાર ગઝલના અનેકવિધ રેકોર્ડીંગ થયેલ છે, અને અનેક લોકપ્રિય ગાયકો દ્વારા તેને સ્વર મળ્યો છે. પણ રચયિતાના પોતાના સ્વરમાં, તેમના આગવા અંદાઝમાં આ ગઝલ સાંભળવાનો લહાવો અનોખો જ છે. શ્રી શૂન્ય પાલનપુરી સાહેબનો પ્રભાવશાળી અવાજ અને આગવી પદ્ધતિ ગઝલપઠનની તેમની હથોટી અહિં સુંદર રીતે ઉપસે છે.


ગુજરાતી ઈ-પુસ્તકના ક્ષેત્રમાં નવી પહેલ 8

ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે આપની સાથે હમણાં જ ઉપલબ્ધ થયેલી અને સતત વિકાસ પામવા તત્પર એવી એક સરસ સુવિધા વિશે જાણકારી વહેંચવા ઈચ્છું છું. આશા છે ગુજરાતી ઈ-પુસ્તકોનો આ નવો ખજાનો આપ સૌને ઉપયોગી થશે અને આપણી સંસ્કૃતિ – સંત પરંપરાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.


ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3

અક્ષરનાદના ત્રણ વાચકમિત્રો, શ્રી ધવલભાઈ સોની, શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રી હર્ષદભાઈ દવેએ પાઠવેલી તેમની મૌલિક રચનાઓ આજે પ્રસ્તુત છે. ત્રણેય રચનાઓના વિષયોની વિવિધતા અને રચનાનું અનોખું ભાવવિશ્વ એ રચનાઓની વિશેષતા છે. ત્રણેય મિત્રો – વડીલોનો આ રચનાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


થીગડું – સુરેશ જોષી 17

પ્રસ્તુત વાર્તા ‘થીગડું’માં પ્રભાશંકરના જીવનની સમાંતરે ચિરાયુની કથા દ્વારા સ્મૃતિ અને અપેક્ષા વચ્ચે મૂકાયેલા માનવીનું જીવન કેવું હોય એ પ્રશ્ન ગૂંથાયો છે. ‘થીગડું’ના અભિધાયુક્ત અર્થથી લઈ વ્યંજનાપૂર્ણ અર્થ સુધીનો વિસ્તાર આ વાર્તામાં છે. ચિરાયુ તથા પ્રભાશંકરના સમય વાર્તાને અંતે એકબીજામાં ભળી જતા લાગે છે, જીવનસંધ્યાએ પોતાના કોટના રંગ સાથે મેળ ન ખાતું કપડું લઈને થીગડું મારવાનો વ્યર્થ પ્રયત્ન પ્રભાશંકર કરે છે. ચિરાયુ થીગડું મરાવવા બારણે બારણે ભટકે છે. એને માટે પેલું કપડું એના અસ્તિત્વનો અનિવાર્ય અને દૂર ન કરી શકાય એવો અંશ છે. કોઈકને તેનું વસ્ત્ર ફેંકીને તેને મુક્ત કરવો છે, પણ ચિરાયુને તો તેને સંધાવીને વધુ જીવવું છે, માનવમાત્રનો આ અમર વિષાદ છે. એની પૂર્ણતાની ખોજ કે સુંદર રહેવાની ઝંખના ભાગ્યે જ ટકાઊ રહે છે. બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત આ વાર્તાના અર્થઘટનને અનેક શક્યતાઓ આપે છે.


આધુનિક વિશ્વના અનોખા દુઃખ – સંકલિત 10

આમ તો અહીં દર્શાવેલી કોઈ પણ વાત ખરેખર દુ:ખદાયક નથી, હળવા હ્રદયે માણી શકાય એવી છે, પરંતુ ટ્વિટર અને ફેસબુક પરથી એકઠાં કરેલા આ વાક્યો આધુનિક સમયના અફસોસ દર્શાવવાનો પ્રયત્ન છે. સુવિધાઓની ભરમાર વચ્ચે એ બધાં અસુવિધાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે એ દર્શાવવાનો એક પ્રયત્ન છે. આજની આ અનોખી પોસ્ટ સમર્પિત છે ટ્વિટર, +1 અને ફેસબુકની આપણી આ પેઢીને.


બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


મારી નોકરી… – તેજસ જોશી 12

ચિત્રલેખા દીપોત્સવી, નવનીત સમર્પણ, આરપાર દીપોત્સવી અને મુબઈ સમાચાર જેવા પ્રકાશનોમાં જેમની ટૂંકી વાર્તાઓ છપાઈ ચૂકી છે તેવા શ્રી તેજસભાઈ જોશીની પ્રસ્તુત વાર્તા ભગવાન કૃષ્ણની પૃથ્વી પર કૃષ્ણલાલ તરીકે નોકરી મેળવવા આપેલા ઈન્ટરરવ્યુની – સાક્ષાત્કારની ઝલક દર્શાવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને મોકલવા બદલ અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી તેજસભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast) 5

અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.


માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે ! 8

‘કિલ્લોલ’ એક એવું શૈક્ષણિક સંકુલ કે જ્યાં બાળક કોળાઈ શકે – ખીલી શકે – મહેકી શકે – ઉંચી ઉડાન ભરી શકે તે માટેની બધી જ સુવિધાઓ અને સ્વતંત્રતાઓ આપવાનો એક આદર્શ પ્રયત્ન થાય છે. સૂક્ષ્મ સુચારુ અને છતાં ધારદાર મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકોને તમામ પ્રકારની સજ્જતા અપાવવા પુરુષાર્થ કરતી ગુજરાતની એક અનોખી શાળા એટલે ‘કિલ્લોલ’ બાળશિક્ષણની એક સમાજશાળા એટલે કિલ્લોલ. ‘કિલ્લોલ’ સંસ્થાનું મુખપત્ર એટલે ‘સખ્યમ’, ગત મહીને શ્રી ગોપાલભાઈ ભરાડ મહુવા આવ્યા ત્યારે તેમને મારા ઘરે અલપઝલપ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. તેમણે મને ‘કિલ્લોલ’ નામની નાનકડી પુસ્તિકા અને ‘સખ્યમ’ ના થોડાક અંકો ભેટ કરેલા. કિલ્લોલ પુસ્તિકામાંથી માતા પિતા પોતાને ગુણ આપી શકે તેવી એક પ્રાથમિક નાનકડી પ્રશ્નોત્તરી આજે અહીં મૂકી છે.


દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨) 6

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 1

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૩ અને ૪ (Audiocast) 3

ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી 2

ગુણાગ્રહી અને દોષાગ્રહી એ બે સામાન્ય રીતે વિચારદ્રષ્ટિના બે પ્રકાર છે. જીવનમાં સફળ થવા માટે સમ્યકદ્રષ્ટિ હોવી જોઈએ. જેની દ્રષ્ટિ સમ્યક હોય છે તેનો વ્યવહાર પણ કાળક્રમે સમ્યક બની જાય છે. જો આપણે જગતને જે છે તેવા સ્વરૂપે જોઈશું તો ધર્મમાં પણ ઘણા આગળ વધી શકીશું. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દર્શન સાધનાની સીડી ઉપરનું પ્રથમ સોપાન છે. ખૂબ સરળ બોધવાર્તા દ્વારા આ વાત કહેવાનો અહીં પ્રયત્ન થયો છે.


આવ્યો મેહુલો રે! – લોકગીત 4

ગઈકાલથી, તા. ૧૧ જુલાઈથી અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં મૂશળધાર – ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, વાવણીની મૌસમ ફરી દસ્તક દઈ ચૂકી છે, અને આમેય મને સદાય આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો અને મહેનત કરવાનો એ શ્રેષ્ઠ સમય લાગ્યો છે. ધરતીનો ધબકાર સર્જતો, અંગેઅંગમાં ઉમંગની અને ‘હાશ’ની હેલીઓ વરસાવતો મેહુલો આવી પહોંચ્યો છે તેની જડ-ચેતન સૃષ્ટિમાં કેવી અસર થાય છે તે દર્શાવતું પ્રસ્તુત લોકગીત ખરેખર આપણી ગ્રામ્યસંસ્કૃતિનો આવિર્ભાવ કરાવી જાય છે. મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટેના તેના પ્રેમ, ઉપકાર અને લાગણીના સંબંધોને દર્શાવતું આ લોકગીત તરત હોઠે ચઢી જાય તેવું સરળ અને સરસ છે.


શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ) 1

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા એ પછી એ ગામનો વિકાસ થયેલો, એનું સ્વાસ્થ્ય સુધરેલું, પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ જોવા મળ્યા છે, અને એ પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં. એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો શરૂ થયા. રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર શરૂ થયો. કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં આ દંપત્તિએ સક્રિય રસ લીધો. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક. આજથી એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


‘છબિ ભીતરની’ વિશે – જયંત મેઘાણી 3

શ્રી અશ્વિન મહેતા દ્વારા લખાયેલ પુસ્તક ‘છબી ભીતરની’ વિશે અહીં સુંદર પુસ્તક પરિચય આપતા શ્રી જયંત મેઘાણી પુસ્તકની અનેક બારીકીઓ અને ભાવનું દર્શન કરાવે છે. સંસ્મરણો, શબ્દચિત્રો, પ્રવાસની વાતો, કેટલાંક કાવ્યાનુવાદ, કાવ્યાસ્વાદ અને સ્વરચિત કાવ્યરચનાઓ અહીં છે. આ પુસ્તક વિશે તેઓ કહે છે, “કોરા કાગળ પર છપાઇને આવેલું આ નર્યું નિર્જીવ પુસ્તક નથી. પાનેપાને આપણાં સંવેદન-કોષને સ્પર્શ આપનાર આ પદાર્થ છે. આપણને ઘડીક વિષાદમાં વીંટે છે; અસ્તિત્વના મર્મો વિશે વિચારતા કરી દે એવા અંશો પણ અહીં છે, તો નર્મમર્મ પણ છાંટી દે છે. સંસ્મરણો વ્યક્તિનાં હોય કે અનુભવોનાં હોય, મનુષ્યના અનેકઅનેક સ્વરૂપોનો, તેની જૂજવી તાસીરનો, ગુણોનો, અલ્પગુણોનો જાણે કે તેમાં એક મેળો રચી દે છે.” આ સુંદર પરિચય આકશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી 5 જુલાઇ 2011ના રોજ પ્રસારિત થયેલ.


એક અક્ષરનાદી ગઝલ – જિજ્ઞેશ અધ્યારૂ 13

અક્ષરનાદના ચાર વર્ષ પૂર્ણ થયાની, અક્ષરપર્વની ઉજવણી વખતે પ્રસ્તુત કરવા ધારેલી આ ગઝલ એ સમયે મત્લાના શે’રથી આગળ વધી જ ન શકી. જો કે ‘નાદ’ થોડો કોઈ સમયના બંધનને અનુસરે? અને અચાનક આજે બે મહીના પછી આખે આખી ગઝલ સાંગોપાંગ ઉદભવી અને એ જ રીતે અપડાઊન સફર દરમ્યાન બસમાં શબ્દદેહને પામી. આ અક્ષરનાદના હેતુને વર્ણવતી ગઝલ છે એથી વધુ સુજ્ઞ વાચકોને મારે શું કહેવાનું હોય? સૂચનો, પ્રતિભાવો, સુધારાઓ સદાય આવકાર્ય જ હોય.


આપજે … – અશ્વિન ચંદારાણા 9

ઉદ્દેશ સામયિકના ફેબ્રુઆરી ૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી અશ્વિનભાઈ ચંદારાણાની પ્રસ્તુત ગઝલ ‘આપજે…’ ઈશ્વર પાસેની માંગણીનો એક નવો આયામ ઉભો કરે છે. ગઝલકાર પ્રભુ પાસે સુખ સમૃદ્ધિ નથી માંગતા, પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ રહી શકવાની ક્ષમતા પ્રાર્થે છે. તો ચોથા અને પાંચમાં શેરમાં તેઓ યુવાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી પેઢી માટે બાળપણ પૂર્ણ શક્યતાઓએ ખીલી શકે તેવું યોગ્ય જ્ઞાન આપતી નિશાળો અને ‘વળતો મલાજો’ માંગે છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર.


બાઉલ સંપ્રદાય : એક પરિચય 3

બંગાળમાં પ્રવર્તતા અનેક સંપ્રદાયોમાંનો એક અનોખો પંથ, સંગીતસાધના દ્વારા આત્મતત્વની ખોજનો એક માર્ગ અને દુન્યવી રીતોથી ઉપર ઉઠીને ફક્ત માનવધર્મની સાધનાની વાત કરતો સંપ્રદાય એટલે બાઉલ. બાઉલો ઘણાંખરા સમાજની મુખ્યધારાથી અળગા હોય છે, અનેક ઉપવિભાગો અને ધર્મો છતાં બાઉલ માન્યતાના મૂળમાં માનવવાદ છે. બાઉલ શબ્દની ઉત્પતિ વિશે અનેક મતમતાંતરો છે, અને આ સંપ્રદાયની શરૂઆત વિશે પણ કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ‘બાઉલ’ શબ્દ બંગાળી પુસ્તકોમાં ૧૫મી સદીમાં આલેખાયેલ જોવા મળે છે. જો કે આ શબ્દનો જે અર્થ પંથ તરીકે આજે માનવામાં આવે છે તે ક્યારે અસ્તિત્વમાં આવ્યો એ વિશે કોઈ પ્રમાણ નથી…… આ સંપ્રદાય વિશે વિગતે પરિચય…


શ્યામ ફરી ગોકુળ પધારો… – જિજ્ઞેશ અધ્યારૂ 5

કોઈક અલગ જ હેતુથી સમયના બંધનોને અનુસરીને વિશેષ પ્રસંગ માટે બનાવેલુ આ ગીત તે પ્રસંગમાં એક કે બીજા કારણોને લઈને સ્થાન પામી શક્યું નહીં. પરંતુ મને લાગે છે કે સમયના બંધનને અનુસરીને, વિષયના બંધનને અનુસરીને થયેલી આ મારી પ્રથમ રચના છે. ગોપીઓએ કૃષ્ણની સદાય રાહ જોઈ છે, જોતી રહી છે. શ્યામ હવે ગોકુળનો કા’ન નથી પરંતુ મથુરાના મહારાજ છે, છતાંય ગોપીઓને માટે એ રાજા નહીં, તેમના મનપ્રદેશમાં મુક્તપણે વિહાર કરતો, મટકીઓ ફોડતો, માખણ ચોરતો, ગાયો ચરાવતો અને અને અનેક લીલાઓ કરતો કા’નો છે. એ જ કહાનની રાહ જોતી ગોપીઓ અને રાધાના મનોભાવોને આલેખવાનો પ્રયત્ન પ્રસ્તુત ગીતમાં થયો છે.


પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૧ અને ૨ (Audiocast) 5

ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


ધર્મ – એક શાશ્વત આવશ્યકતા? – આર્નોલ્ડ ટૉયન્બી, અનુ. તખ્તસિંહ પરમાર 1

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી ‘ભાવિમાં ટકી રહેવા માટે’ પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ધર્મનું ભાવિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને ભૌતિક સમૃદ્ધિઓ વચ્ચેની ભેદસૃષ્ટિ, ટેકનોલોજીને મદદ કરી રહેલ વિજ્ઞાન ધર્મને મદદ કરી શકે કે નહિં જેવા અનેક પ્રશ્નોને પોતાની તર્કબદ્ધ દલીલો સાથે પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.