Monthly Archives: October 2021


કુચીપુડી : આપણો સાંસ્કૃતિક વારસો – અર્ચિતા દીપક પંડ્યા 2

આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે.


દેવી સૂક્ત – શ્રદ્ધા ભટ્ટ 4

આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.


માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.. અવિનાશ વ્યાસ 1

જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?

art travel statue castle

યે કૌન સા રંગ હૈ ઉમ્ર કા.. – કમલેશ જોષી

“એન.સી.સી. મેરે લિયે સબ્જેક્ટ નહીં હૈ, ડ્રીમ હૈ…” એ બોલ્યો. “મારા પપ્પા લશ્કરમાં છે અને મારા દાદાજી એકોતેરની લડાઈમાં શહીદ થયા હતા.”


ફાંદનો જવાબ – નેહા રાવલ 4

એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’


સુખને એક અવસર આપો : પુસ્તકપર્વ – ધર્મેન્દ્ર કનાલા

સવારમાં બોલતી ચકલી, ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં જે આનંદ આપી શકવાની તાકાત છે એ આપણે ક્યાં માણી શકીએ છીએ?


(લ)ખવૈયાગીરી : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8

પુસ્તકમાં અલગઅલગ તેર નિબંધ છે. મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના ‘અખંડઆનંદ’ના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે.


The Silence Of The Lambs- માનવમનના અંધકારને સમજવાનો પ્રયાસ.

એવી ભયાનક દુનિયા રજૂ થઈ છે જે અપૂર્ણ છે. બધા જ પાત્રો શોધમાં છે જે એમને પૂર્ણતા આપે. બૉલીવુડે આ ફિલ્મની ‘સંઘર્ષ’ થી ‘મર્દાની-2’ સુધીની નબળી નકલો બનાવી.


બનારસ ડાયરી : વિવેક દેસાઈ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 2

માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ.


કેન્યા : ૩ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 4

ચિત્તો હરણના બચ્ચાને મારી, તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે હરણને નીચે ફેકી પાછળ તેણે કુદકો માર્યો અને બચ્ચાને ખેંચીને દૂર લઇ ગયો.


મનગમતું ચોમાસું – મીરા જોશી 1

તારા ભીંજાયેલા તરબતર શરીરને અઢેલીને બેઠેલી હું, તારા ભીના વાળમાં ફરી રહેલી મારી નાનકડી આંગળીઓ, એકમેકના ભીના અધરોને ચૂસીને ગૂંથાતું ઐક્ય ને એ સ્પર્શથી રુંવે રુંવે ઉગતી પ્રગાઢ તડપ..