Monthly Archives: July 2008


પતંગ નું કાવ્ય – બોટાદકર

પતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ ! હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા ! પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે ! તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.  – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )   ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )   ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….


એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5

આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો


અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ 5

અદના તે આદમી છઈએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ ઝાઝું તે મૂંગા રહીએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા ખાણના ખોદનારા છઈએ હોડીના હાંકનારા, મારગના બાંધનારા ગીતોના ગાનારા થઈએ, હે જી અમે રંગોની રચનાય દઈએ ! છઈએ રચનારા અમે છઈએ ઘડનારા તે સંહારની વાતું નહીં સહીએ ! જીવતરનો સાથી છે સર્જન અમારો ; નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતું ને કાન નહીં દઈએ! હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.  – પ્રહલાદ પારેખ


એલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં 5

વોયેજર સ્પેશક્રાફ્ટ વોયેજર ૧ અને ૨ એવી જગ્યાઓએ આજે શોધખોળ કરી રહ્યા છે જ્યાં આજ સુધી પૃથ્વી થી કાંઈ પહોંચ્યુ નથી. ૧૯૭૭માં તેમના પ્રક્ષેપણ પછીથી આજ સુધી સતત તે માહિતિનો ભંડાર મોકલી રહ્યા છે. વોયેજર સ્પેશક્રાફ્ટનું મૂળભૂત મિશન હતું ગુરૂ અને શનિના ગ્રહો વિષે માહિતિ એકઠી કરવાનું. આ કાર્ય પૂરૂ કરીને તેઓ હજી પણ સતત આગળ વધી રહ્યા છે. હવે તેમનું મિશન પૃથ્વી અને સૂર્ય થી સૌથી વધુ દૂર આપણી આકાશગંગાના છેડે આવેલા યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જઈ ત્યાં શોધખોળ કરવાનું છે. આપણા સૂર્યના રાજની બહારની તરફ શોધખોળ કરવી એ પણ તેના મિશનનો એક ભાગ છે. આ મિશન વિશે વધુ જાણવા નાસા જેટ પ્રપલ્શન લેબોરેટરીની આ સાઈટ પર જાઓ. અવકાશમાં તેમની યાત્રા દરમ્યાન જો કોઈ પણ જીવંન સાથે તેમનો સંપર્ક થાય તો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે આ વોયેજર મિશન સાથે ગોલ્ડન રેકોર્ડ મોકલાઈ. ૧૨ ઈંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડીસ્ક બનાવવામાં આવી જેની અંદર પૃથ્વીના જીવનની વિવિધતા અને સંસ્કૃતિ બતાવવા માટે કેટલાક અવાજો અને ચિત્રો પસંદ કરવામાં આવ્યા. નાસા દ્વારા પસંદગી પામેલ આ મીડીયામાં હતા ૧૧૫ ચિત્રો અને વિવિધ અવાજો, બાળકના હસવાનો, વરસાદ પડવાનો, પ્રાણીઓના અવાજો વગેરે … આ સાથે હતા વિશ્વની પંચાવન ભાષાઓમાં સ્વાગત સંદેશ. આમાં એક ભાષા હતી ગુજરાતી. આ ગુજરાતી માં રેકોર્ડ કરેલ સંદેશ અહીં સાંભળો. ફેબ્રુઆરી ૨૦૦૮ માં વોયેજર સૂર્ય થી ૧૦૫.૩ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતુ. જ્યારે વોયેજર ૨ સૂર્ય થી ૮૫ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતું. હજી પણ તેઓ આપણી સૂર્યમાળાને છોડીને જઈ રહ્યા છે. કહો કે ભાગી રહ્યા છે. આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર?”


મધર ટેરેસા – મિશનરીઝ ઓફ ચેરીટી 2

ગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું. ——–> ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા. તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.” તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા […]


પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3

પ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ … પ્રેમ માં અનુભવો … પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં, હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો. તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે. મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે. લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે, કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે. મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ, લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે. ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે, અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે ! ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું, અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે.  – એન જે ગોલીબાર


વાલિદ કી મૌત પર – નિદા ફાઝલી

ઉર્દુ શાયર નિદા ફાઝલીના પિતા કરાંચી માં મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં ફાતિહા પઢવા હાજર ન રહી શક્યા તે અંગે એક નઝમ લખી. પેશ છે તેનો આ ભાગ ….એક પિતાને તેનો પુત્ર આનાથી વધારે શું કહી શકે? શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે? વાલિદ કી મૌત પર તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે, તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી, વો જૂઠા થા, વો તુમ કબ થે? કોઈ સૂખા હુઆ પત્તા હવા સે હિલ કે ટૂટા થા તુમ્હારે હાથ મેરી ઉંગલિયોં મેં સાંસ લેતે હૈ. મેં લિખને કે લિયે જબ ભી કલમ કાગઝ ઉઠાતા હું, તુમ્હેં બૈઠા હુઆ, મેં અપની હી કુર્સી મેં પાતા હું. બદન મેં મેરે જીતના ભી લહુ હૈ, વો તુમ્હારી લગજિસોં, નાકામિયોં કે સાથ બહતા હૈ, મેરી આવાઝ મેં છુપકર, તુમ્હારા ઝહન રહતા હૈ. મેરી બીમારીયોં મેં તુમ, મેરી લાચારીયોં મેં તુમ તુમ્હારી કબ્ર પર જીસને તુમ્હારા નામ લીખ્ખા હૈ, વો જૂઠા હૈ તુમ્હારી કબ્રમેં મૈં દફ્ન હું, તુમ મુઝમેં જિંદા હો, કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અઘોરીઓ સાથે પાંચ દિવસ 68

ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]


૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર

પ્રિય મિત્રો, આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે.  તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. … ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ […]


વડોદરા આજકાલ

રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે …. આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ … વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે. તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી […]


બે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા

એક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી. ચાલતા-ચાલતાં તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ. અને રામૂએ ગુસ્સામાં શામૂને એક તમાચો મારી દીધો. શામૂએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુ:ખ થયુ. તે રામૂને કશુ ના બોલ્યો. અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – ‘ આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.’ પછી બંને ચાલવા માંડ્યા, ત્યાં સુધી ચાલતાં રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું, બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહી અને પાણીમાં ઉતરીને નહાવા લાગ્યા. શ્યામૂ પાણીમાં ઉંડે ઉતરી ગયો હતો, અને થોડી વાર પછી ડૂબવા માંડ્યો. ‘બચાઓ બચાઓ’ ના અવાજથી રામૂનું ધ્યાન ખેંચાયું, તે તરત જ શ્યામૂને બચાવવા તેની તરફ કૂદી પડ્યો. શ્યામૂને વાળથી પકડીને ખેચ્યોં અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢી અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શ્યામૂને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો પછી તે એક મોટા પત્થર પાસે ગયો અને તેના પર એક પત્થર વડે લખ્યું ‘ આજે મારા પ્રિય રામૂએ મારો જીવ બચાવ્યો’. ત્યારે રામૂથી રહેવાયું નહી. તેને શ્યામૂને પૂછ્યું – જ્યારે મે તને લાફો માર્યો, ત્યારે તે રેતી ઉપર લખ્યું હતુ અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પત્થર પર લખ્યું આવું કેમ ? શ્યામૂએ જવાબ આપ્યો – […]


આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …

આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે. પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે? હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. … મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની […]


તું – સિલાસ પટેલિયા

ચંદનની પાંદડીઓની રતુંબડી છાયા તારા ચહેરા પરથી હલતી હલતી માટીમાં છેક પાતાળ લગી ગઈ હશે હવે સાંજ ઉતરી રહી છે જળમાં ઝાલરદવનીઓ ધૂપ લોબાનના સુગંધભર્યા ગોટેગોટામાં ઓગળી ગયા છે પહાડના પથ્થરો તળેનું ઝરણું નળિયામાંથી ગળાતી આવતી ચાંદનીની જેમ રાતભર તારી આંખમાં ઝંકાર કરતું રહ્યું નદીના સ્થિર સ્વચ્છ જળ તળેની ગોરમટી માટીની ભીની ઓકળીઓ જેવો તારો ભીનેરો ને સૌમ્ય ચહેરો જ હવે મને દેખાય છે પહાડ ટોચ પરના નાનકડા દેવળ માંથી હવે હું ઢાળ ઉતરી રહ્યો છું  – સિલાસ પટેલિયા ( સંદર્ભ : નવનીત સમર્પણ જૂન ૨૦૦૩ )


પહેલી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી 7

પહેલી પુતળી રત્નમંજરી રાજા વિક્રમ ના જન્મ તથા તેના સિંહાસન પ્રાપ્તિ ની કથા કહે છે. આર્યાવર્ત માં એક રાજ્ય હતુ, જેનું નામ હતુ અમ્બાવતી. ત્યાંના રાજા ગંધર્વસેને ચારેય વર્ણ ની સ્રિઓ સાથે ચાર વિવાહ કર્યા હતા. બ્રાહ્મણી ના પુત્ર નું નામ બ્રહ્મવીત,  ક્ષત્રાણી ના ત્રણ પુત્ર – શંખ, વિક્રમ તથા ભર્તૃહરિ, વૈશ્ય પત્ની નો ચન્દ્ર નામક પુત્ર તથા શૂદ્ર પત્ની ને ધન્વન્તરિ નામક પુત્ર થયા. બ્રહ્મવીત ને ગંધર્વસેને દીવાન બનાવ્યો, પણ તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શક્યો નહીં અને રાજ્ય માંથી પલાયન કરી ગયો. થોડા સમય ભટક્યા પછી ધારાનગરી માં ઊઁચા હોદ્દા પર નિયુક્ત થયો. તથા એક દિવસ રાજા નો વધ કરીને પોતે રાજા બની ગયો.  ઘણા દિવસો બાદ તેણે ઉજ્જૈન જવાનો વિચાર કર્યો. પણ ઉજ્જૈન આવતા જ તેનું મૃત્યુ થઈ ગયુ. ક્ષત્રાણી ના મોટા પુત્ર શંખ ને શંકા થઈ કે તેના પિતા તેને નહીં ગણીને વિક્રમને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દેશે. તેથી એક દિવસ તેણે સૂતેલા પિતાની હત્યા કરી નાખી અને પોતાને રાજા જાહેર કરી દીધો. હત્યાના સમાચાર સર્વત્ર દાવાનળની જેમ ફેલાઈ ગયા અને તેના બધા ભાઈઓ જીવ બચાવીને ભાગ્યા. વિક્રમ સિવાય બીજા બધા ભાઈઓની માહિતિ શંખને મળી ગઈ અને તે બધાને તેણે મરાવી નાંખ્યા. અથાક પ્રયત્નોને અંતે તેને ખબર પડી કે વિક્રમ ઘનઘોર જંગલમાં એક તળાવના કિનારે નાનકડી ઝૂંપડી માં રહે છે અને કંદમૂળ ફળ ખાઈને ઘનઘોર તપસ્યા કરી રહ્યો છે. શંખ તેને મારવાની યોજના બનાવવા લાગ્યો અને તેણે પોતાના આ પ્રયાસમાં એક તાંત્રીકને પણ શામેલ કરી લીધો. યોજના મુજબ તાંત્રીક વિક્રમ પાસે જઈ ને તેને દેવી આરાધના માટે મનાવવાનો હતો અને જેવો વિક્રમ દેવી ભગવતી સામે નમન કરવા માથુ ઝુકાવે કે મંદિર માં છુપાયેલો શંખ તેને તલવારથી મારી નાખવાનો હતો, પણ વિક્રમને આ વાતની ગંધ આવી ગઈ. તેણે તાંત્રીકને એ વિધિ કરી બતાવવા કહ્યૂં અને તાંત્રીક જેવો ભગવતી સામે નમ્યો કે વિક્રમના ભુલાવામાં શંખે તાંત્રીકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. વિક્રમે […]


મીઠી ભેટ – બાળવાર્તા

શહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારવાસીયો માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે એ પણ છે તમારી જેમ જ છે ફળોનો રાજા તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”. તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો.


એક શરણાઈવાળો – દલપતરામ 10

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે: પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી, સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે. – દલપતરામ


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 6 (3D Interactive)

કેટલીક ગમતી અને મજાની વેબસાઈટસ વિષે લખવાની આ કડીને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો પણ શોધ કરવાના અને એ બધી વેબસાઈટ વિઝિટ કરવાના સમય ના અભાવે આ શૃંખલા અટકી ગઈ હતી…..આજે ફરી પાછો એ  જ કડીને આગળ વધારૂં છું….આજે પ્રસ્તુત છે કેટલીક ન જાણેલી, ન માણેલી સરસ 3 D ઈન્ટરેક્ટીવ વેબસાઈટ નું લીસ્ટ…..એક વાર ક્લિક કરી જુઓ, મજા પડશે… 1.     Kelidoscope ૩૬૦ ડીગ્રી એટલે એક ચક્કર પૂરૂ થાય, આ સર્કલમાં ફક્ત ૩૦ ડીગ્રીનો ફરતો કેલીડોસ્કોપ…..હવે સર્કલમાં ગમે તે જગ્યાએ આપેલા આકારો મૂકો અને જુઓ બનતી અદભુત રચનાઓ….આ વેબસાઈટ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય વર્ઝન અને બીજું છે નવી આવૃતિ સાથેનું વર્ઝન…..શૂન્ય માંથી સર્જન એ આનું નામ …… મને જો કે પહેલુ વર્ઝન વધારે ગમ્યું… 2.     The Big Comparision આ વિશ્વમાં અસંખ્ય પદાર્થો છે…..નાના અણું થી લઈને બ્રહ્માંડના અનેક તારા મૈત્રકો અને ગેલેક્સી સુધી અનેક વસ્તુઓ પોતપોતાના પરિમાણમાં પોતાના આકાર અને પ્રકાર પ્રમાણે જુદી જુદી છે. આ વેબસાઈટ તમને બતાવે છે કે આ વિશાળ બ્રહ્માંડમાં માણસ ક્યાં છે…..આપણું આ જગતમાં સ્થાન અને આપણાથી નાની અને મોટી તમામ વસ્તુઓ…..ઈન્ટર એક્ટીવ વેબસાઈટસમાં જોયેલી સૌથી સરસ વેબસાઈટ……ખરેખર સરસ ચિત્રો અને સુંદર માહિતિ…..ગેલેક્સી થી લઈને નાના અણું અને પરમાણું સુધી બધી વસ્તુઓ…..જોશો તો જ માણશો… 3.    The interactive Stuff you like ઈન્ટરનેટ પર કેટલીક સરસ ૩ડી એટલેકે ત્રિપરિમાણીય વસ્તુઓ ના ઉપયોગ કે મજા માટે વાપરતી પૌલ નીવ ની આ વેબસાઈટ ખરેખર ખૂબ સરસ છે, ઉપર જમણી તરફ આપેલા મેનુમાં એક એક વસ્તુ એક એક નવો સંસાર ખોલી આપે છે…..દા. ત્. જો તમારી પાસે છોટા ચેતન વખતના ત્રિપરીમાણીય ચશ્મા હોય તો આ વેબપેજ તમારા જોવા માટે છે. જો […]


એક ચપટી પ્રેમ 9

આ વાર્તા વાંચી અને બહુ ગમી પણ તેના લેખક વિષે માહિતી નથી. …રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ માં જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જ્યારે મમ્મી જમવાનુ બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યુ કે જરૂર આ ડબ્બામાં જરૂર એવુ કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો. એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી. રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે – બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી. ….કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો […]


વૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે…

વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે…….આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે… મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે…. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા. લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું….આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે…?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે….હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે […]


પથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર

પથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ, ખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ, ફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ, ઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ, ઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ, પથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ, ક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો.. સોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ, ઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના, હસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ. રોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ, આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ. યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના, તિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ. – બશીરબદ્ર બશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે. – જીગ્નેશ અધ્યારૂ ( photo : બશીરબદ્ર પ્રવીણકુમાર અશ્ક, અને નિદા ફાઝલી ( ડાબે થી ) )* Corrected = Thanks to jayesh upadhyay’s comment *=કુણાલ, ભૂલ હતી…..ધ્યાન દોરવા બદલ આભાર….સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર… ———————————————— શું તમે આ પોસ્ટ વાંચી હતી?  ……. અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી


ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12

ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય….. હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો……. કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં ! રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં, કારજી પૂર્વક સાંભરજો નહી તો… મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી એને બનાવી મારા, આપી તમને બનાવી મારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો…  – ડો. શ્યામલ મુન્શી


અમરનાથ યાત્રા અને રાજકારણ

બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં? આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]