Monthly Archives: October 2009


વેદના – જીગ્નેશ ચાવડા 8

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય તથા પદ્ય કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્ય રચના. વેદનાની વિવિધ અવસ્થાઓ પર વ્યક્તિની મન:સ્થિતિ દર્શાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


ફક્ત તું પ્રિયે… – જીગ્નેશ અધ્યારૂ 13

યાદોનું વન ઘણું ગીચ હોય છે, અને એમાં એક વખત રસ્તો ભૂલીને ભટકવાનો આનંદ અનેરો છે. યાદોનો સાગર ખૂબ ઉંડો છે અને તેમાં ડૂબીને પણ ક્યારેક અનોખી અનુભૂતીની પ્રાપ્તિ થાય છે. પોતાની પ્રિયતમાને યાદ કરતા આવા જ કોઇક પ્રેમીને પ્રિયતમાની નાની નાની વાતો અને તેની યાદો સતાવે છે એ મતલબનું આ અછાંદસ મારી તદન સાહજીક અને સાદી રચના છે.


સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ 7

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા. આવા વિવિધ સંબંધો અને તેમની ઉપયોગીતાના આધારે આવા સંબંધોનું થોડુંક વિશ્લેશણ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે.


છ ઝેન બોધકથાઓ – સંકલિત

ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ આપી છે જે ખૂબ પ્રખ્યાત છે અને બોધપ્રદ પણ બની રહે છે. આવીજ છ સંકલિત ઝેન વાર્તાઓ અત્રે પ્રસ્તુત છે.


સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ 6

મહુવાથી વડોદરા આવતા બસમાં પ્રવાસ દરમ્યાન ઉદભવેલા એક વિચારે લાંબા સમયથી ઘેરી રાખ્યો, વિચારનો દિવસ ઉગ્યો, મધ્યાહને તપ્યો પણ આથમ્યો નહીં. વિચાર હતો કે માણસને સંતોષ ક્યારે થાય? કઇ વસ્તુથી થાય? કઇ રીતે થાય? અને ખરેખર થાય કે નહીં? સંતોષનો અર્થ વસ્તુલક્ષી છે કે અનુભૂતીલક્ષી? સંતોષ વિશેના આવા જ કેટલાક વિચારો અહીં મૂક્યા છે. તમારો સંતોષ વિશે શું વિચાર છે?


એક પંખી – નલિન રાવળ 2

કવિએ આ કાવ્યમાં તેજોમય અને ગતિમય એવી સુંદર સવારને એક પંખી સ્વરૂપે નિહાળીને કમાલ કરી છે. કૂણો તડકો લઇને આંગણે આવતી, બારીમાંથી ડોકીયું કરતી, દ્રષ્ટી અજવાળતી અને થોડીક ક્ષણોમાંજ અદ્રશ્ય થઇ જતી સવારને કવિએ તેને માનવ ઇન્દ્રિયોના કામો કરતી બતાવી છે. એક સુંદર સવાર જેમ આવીને જતી રહે તે કવિની કવિતાનો મુખ્ય વિષય છે અને એ જ કાવ્યનું અપ્રતિમ સૌંદર્ય છે.


છોગાળા, હવે તો છોડો! – દલપત પઢિયાર 13

ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠતમ કૃતિઓ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ નાનપણથી વિદ્યાર્થીઓને માણવાનો, સમજવાનો અવસર આપે છે. બાળકાવ્યો અને બાળવાર્તાઓ બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શાળા સમયથી મને શ્રી દલપત પઢિયારની સસલીબાઇ અને છેલછોગાળા સસલાભાઇની આ બાળવાર્તા “છોગાળા હવે તો છોડો!” ખૂબ ગમતી. હમણાં વર્ષો પછી એ ફરી વાંચવા મળી, કેટલાક સ્મરણો ખૂબ આનંદદાયક હોય છે, આ વાર્તાએ મને મારા શાળા સમયની યાદોના બાગમાં પાછો પહોંચાડ્યો. આપ સૌ સાથે આ વાર્તા વહેંચી રહ્યો છું.


સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ = માવો – જીગ્નેશ અધ્યારૂ 18

માવો એટલે શું? ભગવદ્ગોમંડલ મુજબ માવાની વ્યાખ્યા છે, દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ (૨) ગર (જેમ કે, ફળનો), કે તેના જેવું કાંઈ પણ (૩) સત્ત્વ (૪) જથો, પણ એક મહાન અર્થ તેઓ પણ ભૂલી ગયા છે, એ અર્થનું વિસ્તૃત વિવરણ અને સમજણ અહીં આપવાનો અમે યત્ન કર્યો છે. માવો એ સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ છે. પ્રસ્તુત છે માવાની આસપાસ, ચૂના વગર ચોળાતો આ હાસ્યનિબંધ. જો કે તમે માવો ખાધો છે?


ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). આ વખતે તેમના દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. વોટીંગ અંગેની વિગતો માટે આ વિગત વાંચો.


નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. અક્ષરનાદ વેબસાઇટ વિશેની અનેકો અપેક્ષાઓ અને તેમને મૂર્ત સ્વરૂપ આપવાની યોજનાઓ વિશે આજે આપ સૌ સાથે વાત કરવાનો ઉત્તમ અવસર છે એમ મારું માનવું છે.


વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13

શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


કરમાયેલું પીળું ગુલાબ! – જીગ્નેશ અધ્યારૂ 10

મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે થી શરૂ થાય છે. હજાર દેખાડાઓમાં ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના !


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત 1

ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે.


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.


પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 5

મરણ અંગે શ્રવણ મનન અને ચિંતન કરીને પોતે જે કાંઇ પણ પામ્યા એ તમામનો સંગ્રહ કરીને કાકા કાલેલકરે આ પુસ્તક પરમ સખા મૃત્યુમાં આપ્યો હતો. દરેક પરિવારના પરિચિત સમાજમાં અવારનવાર કોઇ ને કોઇ મૃત્યુ થતું રહે છે. તે નિમિત્તે સ્મશાનમાં કે સદગતને ઘરાઅંગણે દુ:ખમાં સહભાગી બનવા એકત્રથતા લોકોના વિચારોને સાચો માર્ગ આપવાનો કાકા કાલેલકરનો આ પ્રયત્ન છે. આ પુસ્તકના થોડાક અંશો અત્રે મૂક્યા છે.


સંબંધો – ડીમ્પલ આશાપુરી 4

સંબંધો ! આખરે સંબંધો એટલે શું? જ્યારે કોઇ પંખી તેની ચાંચમાં પરોવાયેલ અન્નના દાણાને બચ્ચાની ચાંચમાં નાખે, એ છે સંબંધ, જ્યારે રેતીના કણો હવા સાથે ભળીને હિલ્લોળે ચડે એ છે સંબંધ, જ્યારે કોઇ નિર્દોષ પતંગીયું દીવામાં પોતાની આહુતી આપે એ છે સંબંધ, જ્યારે મહેંદી હાથમાં લગાડીએ અને એના લેશમાત્ર સ્પર્શથીજ કુમકુમ હસ્ત થાય એ છે સંબંધ. સંબંધો …. ક્યારેક ઝાકળ જેવા અલ્પ તો ક્યારેક વિશાળ વર્ષા હેલી જેવા, ક્યારેક ભાસે તેમાં અંગારારૂપી ભાસ્કર તો ક્યારેક ચંદ્રરૂપી શીતળતા, ક્યારેક તરુવર કેરી હરીયાળી તો ક્યારેક રણ રૂપી શુષ્કતા, ક્યારેક વસંતકેરૂ યૌવન તો ક્યારેક પાનખરરૂપી વૃધ્ધત્વ, ક્યારેક મોગરાના પર્ણો જેટલી મલિનતા તો ક્યારેક પારેવાની ભોળાશ, ક્યારેક ફૂલની કોમળતા તો ક્યારેક કંટકભરી વેદના, ક્યારેક પર્ણોની પલળાશ તો ક્યારેક કટ્ટરતાનો દાવાનળ. અહીં ફક્ત ચાલે છે અઢી અક્ષરનું રાજ, એ પણ વળી દ્વિઅર્થી…. કોઇ રાખે ‘પ્રેમ’, તો વળી કોઇ દાખવે ‘દ્વેષ’, પણ અંતે જેમાં છે અપેક્ષાઓનો કુબેર ભંડાર, તે છે સંબંધ. અધુરો છે, માનવી ખરેખર અધુરો છે એના વિના…. સંબંધ મનુષ્યને, તેના હાર્દને જીવંતતા બક્ષે છે, એના વિના ભાસે જાણે પરિવાર વગરનું મકાન, કલગી વિનાનો મોર, શબ્દો વિનાનું ગીત ને લાગણી વગરનો માનવી…..


વેળાસર જતા રહીએ – જલન માતરી 5

મૃત્યુ એ કદી અવગણી ન શકાય એવી હકીકત છે. મૃત્યુને ઘણાં સહજતાથી સ્વીકારે છે, ઘણાં તેનાથી ડરે છે, ઘણાં તેને ઉમંગથી આવકારે છે. મૃત્યુના વિવિધ રસ્તાઓ છે અને ફક્ત એક મંઝિલ છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જલન માતરી સાહેબ મૃત્યુને સહજતાથી, આવકારે છે, પરંતુ એ મૃત્યુના સમયે મનમાં સર્જાતી ભાવનાઓને વાચા આપી રહ્યા છે. વેળાસર જતા રહેવાની તેમની આ વાત ખૂબ સરળ પણ ગહન છે.


જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 6

10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ 5

હિંમતલાલ દવેનો જન્મ લીંમડી પાસેના શિયાણી ગામે થયો હતો. ઘર છોડીને સન્યાસી બન્યા પછી ભારતભરમાં ખૂબ ભ્રમણ કર્યું. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વામી આનંદ ‘નવજીવન’ ના પ્રકાશનમાં જોડાયા. તેમના પુસ્તકોમાં અનોખા અનુભવ પ્રસંગો આલેખાયા છે અને પ્રસ્તુત પ્રસંગો સ્વામી આનંદ લિખીત અને દિનકર જોશી સંપાદીત ‘આંબાવાડીયુ’ માંથી લેવામાં આવ્યા છે. ધોરણ 6ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ તેમને સ્થાન મળ્યું છે અને આ ખૂબ સરળ માનવસ્વભાવનો પરિચય કરાવતા પ્રસંગો ટૂચકાની જેમજ સહજ હાસ્ય પ્રેરે છે.


ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી 8

શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે.


હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8

આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા.


કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની 5

થોડા સમય પૂર્વે અક્ષરનાદ પર કર્મનો સંગાથી…. – મીરાંબાઇનો અમૃત પ્યાલો એ શીર્ષક હેઠળ કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી એ સુંદર ભાવવહી ભજન મૂક્યું હતું. રાણાજીને કર્મની ગહન ગતિ વિશે સમજાવતી મીરાંના ખૂબ માર્મિક ભજનના ખૂબ સુંદર પ્રતિકાવ્યની રચના આપણા વાંચકમિત્ર શ્રી જયકાંતભાઇ જાનીએ કરી છે. અક્ષરનાદને આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


જીવન થોડું રહ્યું… (ભજન)

જીવનને અંતે મૃત્યુ એ નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. આપણા સાહિત્યમાં એવી ઘણી રચનાઓ છે જે જીવનની ક્ષણભંગુરતા વિશે સાનમાં સમજાવવાનો યત્ન કરે છે. અનિશ્ચિત્ત જીવનનો અંત ગમે ત્યારે આવી શકે તેવી વાત સમજાવતા પ્રસ્તુત ભજનમાં પ્રભુભક્તિ અને આત્માના કલ્યાણના માર્ગે ચાલવાનું અને દુન્યવી લોભ લાલસાઓ ત્યજવાનું ભજનકાર ખૂબ સુંદર અને સરળ પણ ધારદાર રીતે કહી જાય છે.


હીરા મુખ સે ના કહે….(મો. ક. ગાંધી) – રાજેશ ટાંક 3

આજે બીજી ઓક્ટોબરના સપરમા દિવસે શ્રી મહાત્મા ગાંધીજીને અંજલી તરીકે અક્ષરનાદ.કોમ ના વાંચક મિત્ર શ્રી રાજેશ ટાંક પ્રસ્તુત સમયમાં ગાંધીજી, તેમના વિચારોની તથા તેમણે આપણને બતાવેલા સિધ્ધાંતો વિશેના વિચારો આ કૃતિ મારફત અભિવ્યક્ત કરી રહ્યા છે. ગાંધીજીના વિચારો અને તેમની દીર્ઘદ્રષ્ટીને ખુલ્લી આંખે અને પૂરા મનથી અનુસરવું એ મારા મતે આજના દિવસે તેમને શ્રેષ્ઠ ભાવાંજલી હશે. અક્ષરનાદ ભારતના આ મહાન સપૂતને સાદર વંદન કરે છે.


“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3

“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે માણીએ તેમની બે રચનાઓ.