Monthly Archives: July 2015


બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ – સુમિત્રાબેન નિરંકારી 1

સત્ય જ્ઞાન હંમેશાં એક જ રહ્યું છે અને તેના માટે સાધન ૫ણ એક જ છેઃ બ્રહ્મજ્ઞાનીઓનો સંગ. સાંસારીક દ્દષ્‍ટિએ જોઇએ તો કોઇ વિધાર્થી કોઇ એક વિષયનું જ્ઞાન તે જ શિક્ષકની પાસેથી પ્રાપ્‍ત કરી શકે છે કે જે તે વિષયનો જાણકાર હોય અને બીજાને સમજાવવાની ક્ષમતા રાખતા હોય..

શ્રીમદ ભગવદ ગીતામાં જે સત્ય જ્ઞાનનો ઉલ્લેખ છે તે અર્જુનને ભગવાન શ્રીકૃષ્‍ણ પાસેથી પ્રાપ્‍ત થયું હતું. સંત નિરંકારી મિશનમાં તેની વિચારધારાની કુંજી માનવામાં આવે છે તે પુસ્તક સંપૂર્ણ અવતારવાણીમાં ૫ણ વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્ય અથવા ઇશ્વરની જાણકારી ફક્ત બ્રહ્મજ્ઞાની અથવા સદગુરૂ જ કરાવી શકે છે. આજે ગુરુપૂર્ણિમાએ ગુરુચરણમાં શરણાગતિ અને તે દ્વારા જીવનના મર્મને પામવાના યત્ન વિશે ચર્ચા કરીએ..


રમૂજી ટુચકાઓ… – સંકલિત 8

‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ એ એક જ પ્રશ્નના કેટકેટલા રમૂજી જવાબો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યા છે? ટુચકાઓ ક્યારેક મલકાવી જાય છે તો ક્યારેક ખડખડાટ હસાવી જાય છે. સોનિયાબેન ઠક્કર દ્વારા આજે અહીં સંકલિત અને પ્રસ્તુત થયેલા ટુચકાઓ જનકલ્યાણ, સહજ બાલઆનંદ, પુસ્તકાલય, તથાગત જેવા સામયિકોમાંથી લીધા છે. સહજ હાસ્ય અને નિર્ભેળ આનંદ પીરસતા આ હાસ્યપતંગો આપને ગમશે એવી આશા છે.


ચાર સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 6

નિશ્ચિત સમયાંતરે હું જેની રાહ જોતો હોઉં, અર્થસભર અને છંદારણમાં ગોઠવાયેલી ગઝલરચનાઓ રાકેશભાઈ હાંસલિયાની સર્જનક્ષમતામાં રસતરબોળ થઈને અને તેમના હસ્તાક્ષરમાં ઉતરીને જ્યારે પણ મળે, અત્યંત આનંદ આપે છે. રાકેશભાઈની ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વાચકોને પણ તેમની રચનાઓ માણવી ખૂબ ગમે છે એ તેમની ગઝલો પરના પ્રતિભાવો દર વખતે પૂરવાર કરી આપે છે. અક્ષરનાદને આ સુંદર ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૪) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 3

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ચોથો ભાગ.


ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે.


સ્કિલ ડેવલપમેન્ટ કે still… development? – કંદર્પ પટેલ 5

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મૂક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો.


વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 1

વાચકોની કાવ્યરચનાઓ અંતર્ગત આજે ગુણવંતભાઈ વૈદ્યની ત્રણ કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ગુણવંતભાઈની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે અને વાચકો તેમની કલમને સુપેરે જાણે છે. આ સાથે જીએચસીએલમાં કેમિસ્ટ તરીકે કાર્ય કરતા શ્રી હિતેષભાઈ ત્રિવેદીએ પણ ઉંમરના પાંચ દાયકા પછી તેમની લખવાની ઈચ્છાને પ્રથમ વખત સાકાર કરી છે. તો સાથે સાથે મોરબીના વિશાલભાઈ પારેખ પણ પ્રથમ વખત ગઝલરચના પર હાથ અજમાવી રહ્યા છે. વાચકો જ જ્યારે સર્જન કરવા પ્રેરાય એ હેતુ આ રચનાઓ મળ્યે સાકાર થતો દેખાય એ આનંદ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ખોડાઆતાની પ્રેમકથા.. – મિતુલ ઠાકર 30

મિતુલભાઈ ઠાકરની આજે પ્રસ્તુત થયેલ વાર્તા ગ્રામ્ય વાતાવરણને તાદ્દશ રજૂ કરતી લોકબોલીમાં ગૂંથાયેલી સ-રસ કથા છે. ખોડાઆતા અને મોંઘીની પ્રેમકથા એક અનોખી ભાતની વાત રજૂ કરે છે. વાર્તાનો પરિચય આપતા તેઓ કહે છે, “વાર્તાનું પોત લગભગ સાચું જ છે, ટીલાને કેન્દ્રમાં રાખી ને લખેલી વાર્તાનો સાચો હીરો તો ખોડાઆતા જ છે, વધારે પડતા સૌરાષ્ટ્રના શબ્દો અને સંવાદો મેં આમાં લીધા છે, એટલે કદાચ વાચકોને કે જેને સૌરાષ્ટ્ર સાથે બહુ ઓછો સબંધ રહ્યો હશે તેને વાંચવામાં તકલીફ જરૂર પડશે પરંતુ વાર્તા ને ઉપસાવવામાં આ શબ્દોનું વૈવિધ્ય તમને ગમશે.” સુંદર કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – અરુણા દેસાઈ 26

સૂરત લેખિકા મંચના સદસ્યા એવા શ્રી અરુણાબેન દેસાઈની ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત થઈ રહી છે. દીકરીઓને તેમને મનગમતા પથ પર અગ્રસર થવાની વાત હોય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની વ્યાખ્યાઓ બદલવાનો વિચાર હોય કે સુધારાની શરૂઆત હોય, વાર્તાઓ સરળ અને સરસ થઈ છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ અરુણાબેનનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 1

રમેશભાઈ ચાંપાનેરીના અનેક હાસ્યલેખો અક્ષરનાદ પર આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીના તેમના અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આ ૨૧ લેખો અહીં ક્લિક કરીને માણી શક્શો. આ સિવાયના તેમના હાસ્યલેખોનું એક સંકલન પુસ્તક ‘હાસ્ય વહાલનો દરિયો..’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ પુસ્તક માટે લેખો સાથે તેને પ્રસ્તુત કરવાની, વહેંચવાની વગેરે બધી જ જવાબદારી વિશ્વાસ સાથે તેમણે અમને આપી હતી. પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે અમને આશા છે કે એ જવાબદારીને અમે સફળતાપૂર્વક નિભાવી શક્યા છીએ.


સુવિચારોની સુવાસ.. – સંકલિત 4

સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર. સુવિચારોની સુવાસ એ ત્રીસ સુંદર વિચારપ્રેરક અને પ્રેરણાદાયી સુવિચારોનું સંકલન છે. એક એક સુવિચાર આપના જીવનને અને આપની વિચારસરણીને બદલી શકે એવા સક્ષમ અને ઉપયોગી છે.


મનનીય શે’ર સંકલન – જિતેન્દ્ર પ્રજાપતિ 7

જિતેન્દ્રભાઈની છંદબદ્ધ, ગઝલની પૂરેપૂરી શિસ્ત સાથે ઉતરતી, અર્થસભર અને ચિંતનપ્રેરક ગઝલરચનાઓનો હું હંમેશાથી મુરીદ રહ્યો છું. તેમની ગઝલરચનાની સફરને નજીકથી જોવાનો અને અનુભવવાનો અવસર મળ્યો છે. અક્ષરનાદ પર પણ તેઓ સતત અને નિયમિતપણે ગઝલરચનાઓ પાઠવતા રહ્યા છે. ગત મહીને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલસંગ્રહ, ‘હું હવે કાગળ ઉપર’ તેમણે પાઠવ્યો છે. થોડાક દિવસોમાં ગઝલસંગ્રહનો આસ્વાદ અક્ષરનાદ પર માણીશું, આજે પ્રસ્ત્તુત છે તેમાંથી થોડાક, ‘વાહ’ કહેવા મજબૂર કરી દે એવા મનનીય શેર.


મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ 5

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે… અચાનક આ ભજન સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી સાંભળ્યું… શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથનમાં કદાચ સફળતા મેળવવાની શક્યતાઓ ઓછી હોય તો પણ એ પ્રયત્નમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ, લઈ જાય છે.


આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા 14

મેં એ ત્રણેને ભેગા કર્યા છે, કારણ કે પહેલા બે જણાએ જે વાત વીસમી સદીમાં કહી છે, એ જ વાત નરસિંહ મહેતાએ સોળમી સદીમાં કહી છે. ત્રણેના વિષય છે બ્રહ્માંડ (Universe), શક્તિ (Energy) અને તત્વ (mass, matter, elements, molecules). પ્રથમ બે જણાએ પોતાના જીવન દરમ્યાન જ પોતે કહેલી વાતો (theories) વારંવાર બદલી છે, પણ નરસિંહે પોતાની વાત સમસ્ત જીવન દરમ્યાન બદલી નથી. વળી નવાઈની વાત તો એ છે કે જ્યારે જ્યારે પોતાની વાત સિધ્ધ કરવામાં અડચણો આવી છે, ત્યારે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નરસિંહની વાત ઉપર જ આવી ગયા છે. ચાલો થોડી વિગતવાર વાત કરૂં.


મણિપુરી કવિતાનો ટૂંકો ઇતિહાસ – નાઓરેમ બિદ્યાસાગર, અનુ. વિરાફ કાપડિયા 1

મણિપુરી સાહિત્યની શરૂઆત મૌખિક સાહિત્યની પ્રણાલિકાને અનુસરીને થઈ. લેખિત સાહિત્યમાં જુવાળ આવ્યો તે પહેલાં મૌખિક પ્રણાલિકા સૈકાઓથી ધારાપ્રવાહ વહેતી જ હતી. આદિથી અત્યાર સુધીની મણિપુરી કવિતાને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય: પ્રારંભિક મણિપુરી કવિતા, મધ્યયુગીન મણિપુરી કવિતા અને આધુનિક મણિપુરી કવિતા. સાહિત્યિક ઇતિહાસકાર ચ. મણિહર સિંહ પોતાના ‘મણિપુરી સાહિત્યનો ઇતિહાસ’ નામના લેખમાં જણાવે છે: “મણિપુરી લિપિમાં લખવાનું કદાચ બારમી સદીના અંતમાં શરૂ થયું હશે, પણ પંદરમી સદીના અંતની પહેલાં તો જરૂર.” પ્રારંભિક મણિપુરી કવિતાની રચના પ્રભુભક્તિ, રાજદરબારના કાર્યક્રમ, શૃંગારી ઘટનાઓ, પરાક્રમી કાર્યો અને પ્રકૃતિપૂજા- એવા એવા વિષયોને લઈને થઈ….


ક્રોધને જીતવો.. – સુમિત્રાબેન નિરંકારી 6

ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે, જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ… – સમીરા પત્રાવાલા 10

આજે પ્રસ્તુત છે વૈવિધ્ય વિષયવસ્તુ અને સુંદર – વિષદ વાર્તાફલક ધરાવતી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.