Monthly Archives: February 2015


અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ 23

હા…….શ

આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી કરી જ છે, અહીં પરિણામો અને વિજેતાઓની જ વાત.


મંગળ ઉપર આંટો મારવા આવવું છે…! – રમેશભાઈ ચાંપાનેરી 5

જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, “કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!” જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો.


માતૃભાષા દ્વારા પાંગરતું જીવન – મીરા ભટ્ટ 11

શું વ્યક્તિગત જીવનમાં કે શું સામાજિક જીવનમાં, ક્યારેક એવો તબક્કો જરૂર આવે છે, જ્યારે અન્યને કોઈ વાત ગળે ઉતરવા નાની લીટી ભૂંસવાને બદલે એની સામે મોટી લીટી દોરીને બતાવવી જ પડે !

આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપણા પોતાના જીવનને સમૃદ્ધ કરવા કેટલું અનિવાર્ય છે – આ સત્ય ગુજરાતની જનતાને ગળે ઉતારવાનું હવે અઘરું થઈ પડ્યું છે. સમજાવટનું જાણે ‘સેચ્યુરેટેડ પોઈન્ટ’ આવી ગયું છે. હવામાં આવી દલીલ સંભળાય છે – તમે લાખ કહો પણ અમારાં સંતાનના વિકાસ માટે ‘અંગ્રેજી’ને શિક્ષણનું માધ્યમ બનાવ્યા વગર બીજો કોઈ ઉપાય અમને ગળે ઊતરતો નથી !’


સંકલિત કાવ્યરચનાઓ.. 5

આજે પ્રસ્તુત છે મિત્રોનું સર્જન એવી સંકલિત કાવ્યરચનાઓ, જેમાં શ્રી મિતુલ ઠાકર, શ્રી દેવિકા ધ્રુવ, શ્રી સરયૂ પરીખ અને શ્રી હર્ષદ દવેની રચનાઓ સમાવિષ્ટ છે. ઈ-મેલ દ્વારા રચનાઓ પાઠવવા બદલ બધા જ સર્જક મિત્રો નો ખૂબ ખૂબ આભાર.


અલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે 5

અલખ નિરંજન…
બમ બમ ભોલે…
હર હર મહાદેવ…
આવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું.


ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest 12

શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.


રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ 4

ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા ‘લવલી પાન હાઉસ’નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. ‘લવલી પાન હાઉસ’ એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.


ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 17

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ અછાંદસ રચનાઓ છે. સુંદર રચનાઓ બદલ તેમને શુભકામનાઓ અને અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક બદલ આભાર.


અનાથનું એનિમેશન ભાગ ૨ (સત્યકથા આધારિત) – સુરેશ જાની 10

જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાતનો બીજો ભાગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ભય – ઓશો, અનુ. હર્ષદ દવે 14

એક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા – તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું.
તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું.


આવો વાર્તા લખીએ.. – શરૂઆત (૧) 18

આજે વાર્તાલેખનના ક્ષેત્રમાં પોતાનો પહેલું પગથીયું મૂકવા માંગતા મિત્રો માટે મદદરૂપ થઈ રહે એવો એક પ્રયત્ન કરવાનું મન છે. એટલે જે શરૂઆત આપી છે તેના અનુસંધાને વાર્તા શરૂ કરીએ. પ્રતિભાવમાં આપ એ વાર્તાને આગળ વધારી શક્શો, બીજો પ્રતિભાવ પહેલા પ્રતિભાવને ધ્યાનમાં રાખી વાર્તાને આગળ વધારશે અને ત્રીજો પ્રતિભાવ બીજા પ્રતિભાવથી વાર્તાને આગળ લઈ જશે એમ પ્રતિભાવોની સાથે વાર્તા વધતી રહેશે. આપણે વાર્તાને એક સુંદર શરૂઆત પણ આપવી છે, તેને યોગ્ય માળખામાં પ્રવાહી અને વહેતી પણ રાખવી છે અને સાથે સાથે એક સુંદર અંત તરફ પણ લઈ જવી છે એ વાત યાદ રાખીને આપ લખશો.