Daily Archives: February 2, 2009


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]