અક્ષરનાદ માં આપનું હાર્દિક સ્વાગત છે !
‘અધ્યારૂ નું જગત’ સ્વરૂપે શરૂ થયેલી એક તદ્દન સાહજીક યાત્રા આજે ફરીથી એક વખત નવા સ્વરૂપે, એ જ ધ્યેય સાથે અને વધુ વિસ્તૃત ક્ષિતિજો સાથે આગળ વધવા જઇ રહી છે.
ગુજરાતી સાહિત્ય વિશાળ દરિયા સમાન છે. એનો કોઈ છેડો દેખાય તેમ નથી. અનેક પ્રકારના સાહિત્ય પૈકી કેટલુંક એવું સાહિત્ય હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારના લેખો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ લેખમાંનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ અવાજ તે જ ‘અક્ષરનાદ’ ! અક્ષરનાદ એટલે ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજન. પરંતુ એ માત્ર અંદરનો જ અવાજ બની રહેતો નથી. ક્યારેક એ પ્રકૃતિનું ગાન બની જાય છે. એ વાદળોની ગડગડાહટ છે તો એ ક્યારેક દરિયાનો ઘૂઘવાટ છે. એ પવનનો સૂસવાટ છે તો અગ્નિનો તરવરાટ છે. આ એવો નાદ છે જે આપણી અંદરની અવસ્થાને બહારના વાતાવરણ સાથે કોઈક અ-ક્ષર આત્મતત્વથી જોડે છે.
અક્ષરનાદનું સર્જન એ વાંસમાંથી વાસંળી અને એ વાંસળીમાંથી રેલાતા નાદના ઉદભવની પ્રક્રિયા જેવું છે. એ કપાય છે, છોલાય છે, ઘડાય છે, છેદાય છે અને પછી મધુર સંગીત રેલાવે છે. શું માનવીનું પણ એવું નથી ? જીવનના ચઢાવ-ઉતરાવથી માનવી ઘડાય છે અને છેદાય છે ત્યારપછી જ તેનામાં ભીતરનો મધુર નાદ પ્રગટે છે. જેમ એ સ્વર વાંસળીના એક જ છીદ્રમાંથી આવતો નથી, તેમ જીવનનો નાદ પણ એક જ પ્રકારે સંભળાય તેવું હોતું નથી. એ ક્યારેક જીવનચરિત્રોમાંથી સંભળાય છે, ક્યારેક ગિરિ કંદરાઓમાં પડઘાય છે. કોઈવાર એ પ્રાર્થના કે દેશભક્તિના ગીતો દ્વારા રેલાય છે તો ક્યારેક લોકસાહિત્યના સ્વરૂપે ગુંજતો રહે છે. એના સ્વરૂપ જુદા જુદા હોઈ શકે પરંતુ તે અક્ષર અ-ક્ષર જ હોવાનો !
અહીં અક્ષરનાદમાં આ જીવનના નાદને સાંભળવાનો ઉપક્રમ છે. રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો એક પ્રયાસ છે. એ ગીરના જંગલોનું પરિભ્રમણ હોય કે લોકસાહિત્યનો ડાયરો. એ મધ્યમવર્ગના માનવીની વાત હોય કે અચાનક સ્ફૂરેલા ગીતની બે પંક્તિઓ, એ કોઇક પરોપકારી રસિક સજ્જન સાથે મુલાકાત હોય કે સાવ સામાન્ય ઘટનામાંથી ઉદભવેલો વિચાર હોય – બધા જ પ્રકારના નાદને અહીં ગુંજવવાનો સાત્વિક હેતુ છે. ‘અક્ષર’ એટલે કે સાહિત્યના માધ્યમ વડે, જેનો કદીયે નાશ નથી થતો એવા પરમ શાશ્વત તત્વ તરફ જવાની આ યાત્રા. એમ કહેવાયું છે કે આખરે કોઈ પણ કલાનો ઉચ્ચતમ હેતુ પરમ તત્વને અનુભવવાનો જ હોય છે. વાંચન-લેખનની આપણી બધી જ કલાઓ ત્યારે સાર્થક નીવડે છે જ્યારે તેમાં રહેલા એ પરમ તત્વને આપણે અનુભવી શકીએ અથવા એ નાદને સાંભળી શકીએ.
વિદ્વાનોએ એમ કહ્યું છે કે કવિતા અને છબીકલાને નજીકનો સંબંધ છે. ક્યારેક ફોટોગ્રાફ પરથી કવિતા રચાતી હોય છે તો ક્યારેક કવિતાના શબ્દોથી નજર સમક્ષ આખું ચિત્ર ખડું થતું હોય છે. એ સમયે એમ લાગે છે કે જાણે ચિત્ર પણ કંઈક બોલી રહ્યું છે, ગાઈ રહ્યું છે. એનો નાદ આપણે સ્પર્શે છે. તેથી અક્ષરનાદમાં છબીકલાને પણ ‘ફોટો-ગેલેરી’ વિભાગ દ્વારા સમાવી લેવામાં આવ્યો છે. આંખોની નાદને સાંભળવાની આ અનોખી વાત છે ! કેમેરાની આંખે પ્રકૃતિના ગાનને માણવાનો આ આગોતરો પ્રયાસ છે.
આમ તો વેબસાઈટ બનાવવી એ મારૂ કામ નહીં એટલે અક્ષરનાદ નામનો આ પ્રયત્ન એકલા હાથે કર્યો હોત તો કેટલો સમય થયો હોત અને છતાં પણ એ સંપૂર્ણ થયો હોત કે નહીં એ મહાપ્રશ્ન છે, મિત્રોના સૂચનો અને પ્રયત્નો સાથે નિસ્વાર્થભાવે કરેલી અથાગ મહેનત અને લગનનું પરીણામ આપની નજર સમક્ષ આજે અક્ષરનાદ બનીને ઉભું છે. આ અમૂલ્ય મદદ બદલ તેમનો આભાર કયા શબ્દોમાં માનવો?. અક્ષરનાદ તમારી મહેનત, મદદ અને ધગશનું જ પરીણામ છે અને એ માટે આપનું ઋણ ઉતારવું એ મારા ગજા બહારની વાત છે.
આશા છે કે અક્ષરનાદનો આ નાદ આપ સૌના હૃદયને સ્મિત અને સ્નેહથી ભરી દેશે. જીવન, પ્રકૃતિ અને પરમનું મધુર ગાન આપ સૌને આહલાદકતા આપનારું નીવડે એ જ શુભેચ્છાઓ. અક્ષરનાદની મુલાકાત લઈને આપના પ્રતિભાવો અને સૂચનો જરૂરથી જણાવશો. ફરી એકવાર, આપ સૌનું અક્ષરનાદ પર સ્વાગત છે !
ધન્યવાદ
જીગ્નેશ અધ્યારૂ.
Wahhh rasprad aaswad.
અભિનંદન. આવા ઉત્કૃષ્ટ કાર્ય બદલ.
TAMARO BLOG HANDY NANU PUSTAKALAY -LIBRARY NI BARABAR CHE. GOOD LUCK. DOLLAR MA CHECK SVIKARO CHO. HELP MOKLAVANI ICHA CHE
પન્નાલાલ પટેલ, હરકિસન મહેતા જેવા સન્માનીય લેખકોની નવલકથા અહીં જોવા મળતી નથી. બાકી ખૂબ સરસ પ્રયાણ.
અક્ષરનાદ ખરેખર માનવઉત્કાતિ નો સાચો નાદ છે દરેક પ્રકારના દાનસેવાથી ઉચ્ચ કક્ષાની માનવ સેવા છે જીગ્નેશ અધ્ચારૂ ભાઈની પવિત્ર માનવ સેવા છે ધન્ચવાદ
અક્ષરનાદ નો નાદ , એની ગુંજ ખુબજ દૂર સુધી પહોંચે અને લોકો એના
નાદ ખેંચાઇ આવે એ જ આશા.
શુ તમે નવા કલમ કારો ની રચના on line સ્વીકારો છો ?
પ્રત્યુત્તર આપશો !!
ઘણુંં બધુંં અવનવુંં સાહિત્ય વાંંચવા મળે છે.
આભાર-અક્ષરનાદ
શુભ દીપાવલિ!
વર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
હરીશ દવે
મુક્તપંચિકા અને લઘુલિકા
https://muktapanchika.wordpress.com/
ખૂબજ સુંદર સારો પ્રયાસ છે, આજના સમયમાં ભૂલી જવાતી અને નવી પેઢી માટે તો સદંતર ભૂલી ગયેલી , ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી માતૃભાષા માટે આ નવતર પ્રયોગ આવકાર્ય છે.
મને ગમયુ, આશા રાખુ વિસ્ત્ રે…..
Thank you for good intellectual jokes say wits. carry on GOOD LUCK
ખુબ જ સરસ
Really helpful site. I just bought amazon kindle. I love reading gujarati books. Was struggling to find eBooks in Gujarati. Your website has small but decent collection. I understand that you need to get permission from book owner/publishers to publish eBooks for free.
I wish you all the very best. Keep adding more books for book lovers like me 🙂
Thank you so much.
je antarthi thay ej sabhlay ej nad e manushyani olakh che
નમસ્તે,જીગ્નેશભાઇ,અક્ષરનાદથી મને ખુબજ આનંદ થયો.હૃદયથી આભાર .
Good morning bhai
Mane aa page par aavvu hoy
Mari ravhana mukvi hoy to su karvu
Plz jaan karso
પ્રસિદ્ધ કરવા મોકલેલી કૃતિ સ્વીકારાઈ ન હોય તો તેનું શું થાય છે?
Thanks a lot for this wonderful task.
જ્ગ્નેશ ભાઇ,
ઘણા ઘણા અભિનન્દન.
તમારેી મેહનત નેી દાદ આપુ ચ્હુ.
ંમેહબોૂબ ના સલામ
Khoob saras Jigneshbhai. Gujarati sahitya ni nadi ne aapne sukava na devi joie. E nadi no naad darek gujarati na karn ne sparshvo joie. E pravah nirantar satat vehto rakhva tamara athag prayatna badal khoob khoob aabhar.
” Kaun Kehta hai ke maut aayi to mar jaooga,
Me to dariya hu samoondar me utar jaooga.”
Gujarati sahitya maate aavi j manokamna.
ગુજરાતી સાહિત્ય નું આટલુ બધું સારું સિલેક્શન એક જ જગ્યાએ વેબસાઈટ ના માધ્યમ દ્વારા આપે પીરસ્યુ એ બદલ આપનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે.આપને ખુબ ખુબ ધન્યવાદ
I am working in pharma company , in research and development department .
I have read some novel from aksharnnad .
its so amazing , I like it most.
ખુબ સુંદર બ્લોગ ….ખુબ જ આનંદ થયો…..
હાર્દિક શુભેચ્છા ….
While searching for Gujarati ebooks on the internet, I stumbled upon your website. I can’t say how fortunate I feel when I explored your website and found hidden gems of literature from my mother tongue. I would like to thank you for your diligent and selfless effort in ensuring the survival of our culture and literature. Bravo…
Very nice blog jay vasavda Na spectrometer mathi tamari link Mali vanchi ne aevu lagyu ke tarsiya ne mitha pani no dariyo Mali gayo very. Nice keepit up & also thanks jay vasavada
ખુબ સરસ પ્રયાસ ભગવાન તમને વધુ ને વધુ લોકપ્રિય બનાવે
ગુજરાતિ સહિત્ય ચાહક
આભાર
Achank shodhata hath lagyo moti no thal anand j Anand
સરસ….. બહુ સરસ …. આપ્નિ ભસા ને જિવન્ત રખ્વનો શ્રેસ્થ પ્રયાસ્.
દિવન્ગત ચન્દ્રકાન્ત બક્શિ નિ વધુ ને વધુ લેખ અને પુશ્તકો આપ્નિ પાસે થિ અપેકશા સાથે.
Read your website for the first time. I liked it very much. Now I shall be a regular visitor to it. Thanks for sharing e-book of 50 ayurvedna safal keso.
૩ વરસ પહેલાં મેં તમારી વેબસાઈટની મુલાકાત લીધી હતી અને મારો અભિપ્રાય પણ આપ્યો હતો, પણ આ પછી તમારા તરફથી કોઈ ઈમેલ મળ્યા નહીં. હવે આજે ફરીથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજ રોજ “દાદીમાની પોટલી” ઉપરથી આપના બ્લોગ ઉપર અનાયાસે જઈ ચડાયું. જે લેખો વાંચ્યાં છે તે તો બધા અદ્ભુત છે. તેમાં પણ તમારા “૧૦ ઘટનાઓ જેનાથી દુનિયા બદલાઈ” તથા ” ૧૯૭૯, દુનિયાનો ઈતિહાસ બદલનાર વર્ષ” આ બે લેખો તો ખરેખર અદ્ભુત છે.
તમારી વેબસાઈટ અતિ સુંદર અને બહુ ઉપયોગી છે. તમને અભિનંદન.
website mate khoob khoob dhanyvad. sunder article…
kalyanibenne pan abhinandan…
maru Gujarat……
Maru gujarati….
ne Mara meghani nu samarpan….
your path is nice Jigneshbhai…my heartly wishes always with you…
મારા જેવા નવોદિતોને આ સાઈટ પર પ્રોત્સાહન મળે ચ્હે.. નવા હોઇએ એટલે પુસ્તક ચ્હપવેી ના શકેી એ.ને એને માટે વાર્તાઓ પણ ખુબ જોઇએ. અહેી વાર્તાના તરતજ પ્રતિભાવ પણ મળે. બેીજુઁ અગત્યનુઁ એ કે આ સાઈટ પરના લખાણ ને કોપિ-પેસ્ટ થઈ શકતુઁ નથેી જેથેી લેખકને ન્યાય મળે ચ્હે. દેશ બહારના વચકો મળેી રહે. જે નવોદિતો માટે તો એક સપનુઁ જ હોય ચ્હે.
ખુબ ખુબ આભાર જેીગ્નેશભાઈ આવેી સાઈટ શરુ કરવા બદલ.
સુન્દર કાર્ય થૈ રહ્યુ ચ્હે, આનન્દ થયો.
ape mitrona sahyogthi saru karel gujratisite
darekne jivanma khubaj upyogi chhe.
duniama vasta gujratio mate a khub sunder
bhet chhe.
apne khub dhanyavad.
સાચે જ શબ્દનો ગુંજારવ જાણે બંસરીના સૂર જેવો મધુરો.
ખૂબ જ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
ખુબ સ્ર્સ મ્ને ખુબ ગ્મ્યુ
Excellent, and wonderful effort by you, glad to read our cultural and literature books, wish you a All the best for future progress.
Thank you so much….
ખુબ ખુબ શુભેચ્છાઓ…..
સુંદર બ્લોગ.પ્રથમવાર મુલાકાત લીધી.આનંદ થયો
શુભપ્રભાત જીગ્નેશભાઈ,
આપની સાઈટ જોઈ આનંદ થયો.
મારુ એક મંત્વ્ય આપને જણાવુ છું,અમુક જગા પર સાઈટ બેન કરી હોય છે ને જેમાં ફોટો,ગેલેરી,ઈમેજ જેવા શબ્દો એકસેસ ડીનાઈડ કર્યા હોય છે. કોઈ એવુ નામ આપો કે જેથી મારા જેવા કોર્પોરેટ કંપની માં કરતા કે અન્ય જગા એ કામ કરતા હોય તે નિહાળી શકે.
આપનો વાંચક
કૌશલ પારેખ – વીણૅલામોતી
hiiiiiiiii dearest Jigneshkumar L.Adharvue…….no words i have for u…. godd and very good service for our mother gujarati lang. and all guj. families… thantk you , so much….
your hearty friend.. MANOJ M. KHENI.
editoe, JEEVAN YATRI magazine {monthlly.guj.} from SURAT… thanx dear.
I never thought that after Leaving Gujarat,
I can be with ‘Gujarati Sahitya’ directly from My Inbox..Thankyou Very much Jigneshbhai…
Aksharnadd is a ‘Parab’ for ‘Sahitya Rasiya’
VERY NICE AND HEARTY LOVING SITE… BECAUSE OUR GUJARATI IS SICK… YOU GIVING A GOOD TREATMENT… THANK YOU VERY MUCH… MANOJ KHENI . editor,JEEVAN YATRI madazine surat0 guj.
Hi,
Great to read your blog. Do visit my one as I just started blogging recently after being motivated from Gujarati Blogs like your one.
http://www.madhav.in
Do leave a comment so I know what to improve.
Kind Regards,
નોતુ વાચવુ નૅ વંચાઈ ગયુ
નોતુ લખવુ ને લખાઈ ……
જીજ્ઞેશભાઇ,
આપનું કાર્ય ખરેખર ઉત્ક્રુષ્ટ છે.
“માનવ”
ખુબ જ સરસ….
first time i m visit youe web site . & i like so much . i want to know more about ramanbhai neelkanth .
Thanks
Today I have heared about worldspace Radio Channal” Umang” regarding lituareture of Gujarat language and also heard Pratibha Adhyaru of this web.
visited that web today.This is the best idea how to spread the Gujarati languge and lituareture for Gujarati all over the world using the modern technology.
Congratulation…
Thanks…..
Today I have heared on worldspace Radio Channal” Umang” regarding lituareture of Gujarat language and also heard Pratibha Adhyaru of this web.
visited that web today.This is the best idea how to spread the Gujarati languge and lituareture for Gujarati all over the world using the modern technology.
Congratulation…
Thanks…..
શ્રી જીગ્નેશ ભાઈ ,તમારી વેબ સાઈટ જોવાની મજા આવી.અભિનંદન.અહી અમેરિકા માં આવ્યા પછી ગુજરાતી ભાષા સાથે નાતો ફરી જોડાઈ રહ્યો છે.કાન્તીભાઈ કરશાળા ની વેબ પરથી તમારી વેબ મળી છે.શરુ માં મેં દિવ્યભાસ્કર માં મારા વિચારોને ફીડબેક માં લખવાનું શરુ કર્યું,એમાંથી ત્રણ ફીડબેક ને સિટીજન જર્નાલીજમ વિભાગ માં છાપ્યા છે.એમાંથી વિચાર આવ્યો બ્લોગ બનાવાવનો. કારણ ફીડબેક તો સમાચાર બદલાય એટલે ફરી દેખાય નહિ.એટલે મારા બ્લોગ માં સ્ટોર કરી લઉં.બ્લોગ નું નામ સ્વોર્ડ ઓફ રાજપૂત છે.અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ નો છેદ ઉડાડવા કલમની જરા આકરી લાગતી તલવાર ચલાવી છે.ઈ મેલ દ્વારા મારા વિચારો મોકલી આપીશ,યોગ્ય લાગે તો છાપસો.ધન્યવાદ.
kharekhar bahu j saras website che. Gujarati bhasha ne 21 century ma takavi rakhe teli samarth che..
સ્વાગતમ્ !!
આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં અમેરીકામાં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ સરસ વાત કહેવાય.
heloo jignesh bhai
aksharnaad ek khrekhar kubj sundar site che.gujrati bhasha nu sahitya ketlu badhu rich che.wali juda juda vibhago pan khubj intersting che.
aaje aaveli yaad kiya dile ne…hasrat jaipuri..git mari pasandgi nu
che ane mane khubj pasand aavyu..aam to sangit mane priy che.
thank u for sendig
regds…ajay
Namaskar,
Gujarati ma lakhta shikhva mate Keyboard Khub upayogi bani shake.
Akshrnad—Sara vibhago sathe khub saro prayatna chhe.Gamyu.
Dhanyavad..
Kusum…
“ઉર્મિસાગર”ની વેબસાઈટ ઉપરથી તમારી વેબસાઈટ મળી અને આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં અમેરીકામાં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ ભાગ્યની વાત કહેવાય. તમને “Best Of Luck”ને ગુજરાતીમાં શું કહેવાય?, “બહુ ભાગ્યશાળી હો” કે તમારું “ભાગ્ય ખીલી ઉઠે”, જે પણ કહેવાય તે, પણ મજા આવી ગઈ.
મનસુખલાલ ડી.ગાંધી
લોસ એન્જલસ,
યુ.એસ.એ.
આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ ભાગ્યની વાત કહેવાય.
અશ્વિન બોરદ
નમસ્કાર,
આ વેબસાઈટ અમને ખુબ જ ગમી,