Monthly Archives: March 2016

પોટકું – રઘુવીર ચૌધરી 3

સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશન ના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડકટરે નીચે ઉતરીને સીટી વગાડી. ડ્રાઈવરે રીવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હીલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઈવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પેસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી.બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીય પાછલાં વ્હીલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કેબિન ભણી ઉપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યુ હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં.’આ તો એક્સપ્રેસ બસ છે’. એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં.

બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ 9

સદભાવના યાત્રા દરમ્યાન ધ્રુવભાઈએ હિન્દીમાં સાંભળેલા અને તેમને ખૂબ ગમી ગયેલા ભજનને તેમણે ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે. હિન્દીમાં પ્રસ્તુત થયેલા આ ભજનો લોકોને ખૂબ ગમ્યા હતા. ગુજરાતીમાં પ્રસ્તુત થયેલા આ ભજનોને જન્મેજય વૈદ્ય દ્વારા સ્વરાંકિત કરવામાં આવ્યા છે જેનો ઑડીયો પણ ધ્રુવભાઈએ પાઠવ્યો છે. રતનપર, સણોસરા અને ઉંઝાની કોલેજમાં આ ભજનો પ્રાર્થના સમયે ગવાઈ રહ્યાં છે. પ્રસ્તુત ભજનરચનાઓ અને તેના ઑડીયો અક્ષરનાદને પાઠવવા બદલ ધ્રુવભાઈનો આભાર્. આશા છે વાચકોને સાથે સાથે સાંભળવાની પણ મજા આવશે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૯)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી!

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૫} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

સૂફી સંત રાબિયા – દર્શના ધોળકિયા 8

મધ્યકાલિન ભારતીય સાહિત્યમાં એક સમયે ભક્તિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજાં કરતાંયે વધુ અસરકારક જણાવ્યું, એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતું હતું. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, ‘પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહી ને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિ વિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.

વેળાસનું પ્રવાસવર્ણન : નવજાત કાચબાથી અકૂપાર સુધી.. – તુમુલ બૂચ 21

પ્રવાસવર્ણન અને અક્ષરનાદનો ‘નાળ’ નો સંબંધ રહ્યો છે, કહો કે અક્ષરનાદ પાછળ મારી ગીરના પ્રવાસવર્ણનો લખવાની ઈચ્છા જ કારણભૂત હતી. મહારાષ્ટ્રના વેળાસનું શ્રી તુમુલ બૂચે આપેલું વર્ણન વાંચ્યા પછી થઈ આવે કે પૃથ્વી પરના એવા બધા જ સ્થળો કે જે તમને પોતાની અંદરની વ્યક્તિને જાણવામાં, સ્વ તરફની યાત્રામાં જોતરે એ બધા સ્થળો ગીર જ છે, એ બધાંય સ્થળો એટલા તો અવર્ણનીય છે કે તેમને પૂર્ણપણે માણવા, પચાવવા અશક્ય છે. ત્યાંથી જતાં એવું તો અવશ્ય અનુભવાય કે કંઈક છોડીને જઈ રહ્યાં છીએ. એ કંઈક જ વેળાસના આ અદ્રુત વર્ણનનું જમાપાસું છે. અક્ષરનાદને આવા સુંદર સર્જકમિત્રો સાથે સંકળાવા મળે, તેમની કલમ માણવા મળે એ કંઈ ઓછો પ્રવાસ છે?

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૮)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૪}

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

ભારત એટલે હું.. – અનુ. દેવાંગી ભટ્ટ 9

મને લાગે છે કે પરદેશ સાવકીમા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકીમા તો ભૂંડી જ હોય… પણ મને આ જન્મભૂમીથી દૂરના દેશે, સાવકીમા એ જ મજબૂત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી સાવકીમા એ કર્યું છે.

સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ.. – જૂથ ચર્ચા 5

‘સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ’ એ વિષય પર વિચારો વ્યક્ત કરવા અને જૂથ ચર્ચા માટે સૂરત મહાનગરપાલિકા આયોજીત ‘૧૫મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ૨૦૧૬’માં મને આમંત્રણ મળ્યું હતું. જેમાં ‘સાહિત્યનો ચોતરો’ અંતર્ગત મારી સાથે આ ક્ષેત્રના – વિષયના અનુભવી અને વિષય વિદ્વાનો, નવગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમટ, દિવ્યભાસ્કરના મેગેઝીન એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, ચિત્રલેખાના શ્રી જ્વલંત છાયા અને કવિમિત્ર ડૉ. વિવેક ટેલર પેનલમાં હતા. કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર શ્રી ગૌરાંગ ઠાકરનું હતું.

મમી – સ્નેહરશ્મિ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એવા વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી સર્જન આપ્યાં છે એવા આપણી ભાષાના અદના સર્જક શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની પ્રસ્તુત વાર્તા ‘મમી’ વર્ણન અને અવધારણાઓની દ્રષ્ટિએ અનોખી છે, ખૂબ પાતળો એવો વાર્તાનો ઘટનાક્રમ વાચકને એક અનોખા વિશ્વમાં લઈ જાય છે અને ભયનું લખલખું જન્માવી આપે છે. વર્ષો પહેલા તેમણે પોતાના સર્જનમાં વાપરેલો ટેક્સીડર્મીનો સંદર્ભ પણ અનોખો છે.

અપરાજેય – વિલિયમ અર્નેસ્ટ હેનલી, અનુ. ભરત કાપડીઆ 2

Out of the night that covers me,
Black as the pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

મને નખશિખ આવરી લેતી
ગહન ગર્ત સમ કાજળ કાળી રાત્રિ,
રહ્યો અજેય અંતરાત્મા આ મારો,
પાડ પ્રભુનો તે ઘણો-અતિઘણો.

વડોદરાના વિદ્યાપ્રેમી મહારાજાએ શરૂ કરેલી સંસ્થા.. – દીપક મહેતા 2

રાજા – મહારાજાઓ રાજ મહેલો બંધાવે, હાથી ઘોડા પાળે, જર ઝવેરાત એકઠું કરે, પણ હસ્તપ્રતો સંઘરે ખરા? સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનો શોખ બહુ ઓછા રાજવીઓને હતો. તેમાનાં એક તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પોતાના રાજ્યમાં અનેક મૂલ્યવાન હસ્તપ્રતો ઠેર ઠેર વેરાયેલી પડી છે એ વાત જાણી. આવી હસ્તપ્રતો ભેગી કરવાનો અને તેમને છપાવીને પ્રગટ કરવાનો નિર્ણય તેમણે કર્યો ૧૮૯૩માં. આ માટે તેમણે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝની શરૂઆત કરી.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૭)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૩} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

એક નાનકડી ભૂલ – આશા વીરેન્દ્ર 12

લંડનમાં ઊછરીને મોટી થયેલી શ્વેતા અબજોપતિ પિતા મિ. મિત્તલનું એકનું એક સંતાન. આમ તો એ અને એમનાં પત્ની દીકરીને ભારતમાં કોઈ સંજોગોમાં ન પરણાવે પણ સામે કાર્તિક પણ એવા જ તવંગર કુટુંબનો હોનહાર પુત્ર હતો. અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કર્યા પછી કંપનીએ એને બધી સુખસગવડો સાથે એને ડોલરમાં પગાર આપવાની શરતે દિલ્હીમાં આવેલી કંપનીની શાખામાં મેનેજર પદે મૂક્યો હતો…

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૬)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૨} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

સંદર્ભ ગ્રંથોની આવતીકાલ.. – દીપક મહેતા 4

કોઈ અંગ્રેજી શબ્દનો સાચો સ્પેલિંગ કે અર્થ જાણવો હોય તો તમે શું કરશો? અંગ્રેજી ડિક્શનરીના પાનાં ઉથલાવશો. ભારત કે અમેરિકા કે ટિમ્બકડુ વિષે કોઈ માહિતી જોઈતી હોય તો તમે શું કરશો? જરૂરી રેફરન્સ બુક હાથમાં લેશો. ડિક્શનરી, એનસાઇક્લોપીડિયા, થિસોરસ, ડિરેક્ટરી જેવા ગ્રંથો મુદ્રણની શોધ થઈ તે પહેલાં પણ હયાત હતા જ. પણ ત્યારે એમનું સ્વરૂપ હસ્તલિખિત હોવાને કારણે એમનો પ્રચાર બહુ ઓછો હતો. મુદ્રણ આવ્યું અને સાથોસાથ આ પ્રકારનાં પુસ્તકોનો પ્રસાર-પ્રચાર વધતો ગયો એટલું જ નહીં તેનું વૈવિધ્ય પણ વધતું ગયું. મોટા ભાગનાં પુસ્તકો સળંગ વાંચવા માટે હોય છે, જ્યારે રેફરન્સ બુક્સ – સંદર્ભ ગ્રંથો સળંગ વાંચવાં માટે સામાન્ય રીતે નથી હોતા, પણ જ્યારે જરૂર ઊભી થાય ત્યારે માહિતિ મેળવવા માટે ઉપયોગમાં લેવાતાં હોય છે.

મ્હારું અધમ કૃત્ય….! – રક્ષિત દવે 4

“યે છુપે હુએ કોક્રોચોંકો ભી
માર દેતા હૈ..”

ટીવી ઉપર વારંવાર
આ જાહેરખબર જોવાને કારણે
તથા
વંદા પ્રત્યે મ્હારામાં પહેલેથી જ રહેલી
એક પ્રકારની
સુગથી ઉબાઈ ગયેલા મેં..