Monthly Archives: August 2013


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


ગઝલત્રયી – મહેન્દ્ર જોશી 5

કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ ‘ઈથરના સમુદ્ર’ જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના – જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત ‘ઈથરના સમુદ્ર’ દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. ‘છાપી શકે તો છાપ’, ‘બને તો આવજે’ અને ‘..ક્યાં છે આમ તો..’ એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર 8

જન્માષ્ટમી આવી અને ફરીથી કૄષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે અનેકવિધ પ્રકારની જુગારની રમતો પણ શરૂ થઈ ગઈ. કોને ખબર કેમ આવા પવિત્ર અને સુંદર ઉત્સવને એક બદી સાથે જોડવામાં આવ્યો હશે? નિર્દોષ રમતનું સ્થાન જ્યારે લત લે છે ત્યારે તનતોડ મહેનત કરીને કમાયેલ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી આવા બિનજરૂરી માર્ગે વેડફાઈ જતી જોવામાં આવે છે. પરંતુ શ્રી નિનુ મઝુમદાર આનો એક અનોખો અર્થ પ્રસ્તુત કરે છે. મોરારીબાપુની કથામાં વર્ષો પહેલા સોગઠાંબાજીની બોલબાલા રહેતી, જીવનને સોગઠાંબાજી સાથે સરખાવીને તેઓ લાલ, કાળા, પીળા અને લીલાં સોગઠાંઓ અને તેમના તાત્વિક અર્થો સમજાવતાં. નિનુ મઝુમદાર સોગઠાંબાજીનો તેમણે કાવ્યબદ્ધ કરેલ અર્થ અહીં વાચક સમક્ષ મૂકે છે. સોગઠાંબાજીને ઈશ્વરની રમત તરીકે સમજાવીને તેઓ કેટલી ગહન વાત સહજમાં કહી જાય છે? આશા રાખીએ કે આપણા તહેવારો અને ઉત્સવો, તેમની ઉજવણી તથા વિવિધ રૂઢિગત ક્રિયાઓના મૂળભૂત અર્થ સુધી આપણે પહોંચી શકીએ.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૬) 5

અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.


શિવો અને રેવા (વાર્તા) – ગુણવંત વૈદ્ય 10

કુદરતી આફતો દ્વારા જ્યારે વિષમ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે માનવતાની સાચી કસોટી થાય છે. વિપરીત સંજોગોમાં ટકી રહેવાની અને સંઘર્ષરત રહેવાની ક્ષમતાએજ કદાચ માનવજાતને આજના યુગ સુધી પહોંચાડી હશે ! આવી જ એક હોનારત દરમ્યાન વિખૂટાં પડેલ શિવા અને રેવાની વાત ગુણવંતભાઈ અહીં લઈ આવ્યા છે. ઘટનાની સચોટ આલેખનક્ષમતા અને સંજોગો તથા ભાવનાઓનું હ્રદયંગમ આલેખન એ ગુણવંતભાઈની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા 11

જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસું ‘(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને ‘ઝાકળનું સરનામું’ (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના ‘ખુલ્લાં મૂક્યાં છે કમાડ…’ આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


વિવિધ ‘મોબાઈલ’ બેટરી ચાર્જર્સ.. (ભાગ ૧) 7

મોબાઈલ ફોન અને અન્ય અનેકવિધ મોબાઈલ સાધનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ડેસ્કટોપને બદલે લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ વાપરવાનું લોકો વધુ પસંદ કરે છે. કામના સમયે મોબાઈલની બેટરી પૂરી થઈ જાય એવા સંજોગોનો સામનો આપણામાંથી ઘણાંએ કર્યો હશે. શહેરમાં કે ગામડાઓમાં પણ ગમે ત્યાં ચાર્જર મળી જાય પરંતુ જે લોકો શહેરથી દૂર હોય અને આ બધા સાધનોની બેટરીને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટીની સગવડ ન હોય ત્યારે કેવા કેવા સાધનો ઉપયોગી થઈ પડે તેની જાણ થાય એ માટે પ્રસ્તુત લેખ લખાયેલો છે. નેશનલ જિઓગ્રાફી કે ડિસ્કવરીમાં બતાવવામાં આવતા સાહસો તો ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે, પરંતુ એવા લોકોને જ ધ્યાનમાં રાખીને આ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ બનાવવામાં આવ્યા હશે એવું લાગે છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ‘નિરાળા’ અને ‘વિશેષ’ ચાર્જર્સ.

Courtesy Biolite Mediakit

દસ કરોડનો વીમો..(હિન્દી નાટક) – હાર્દિક યાજ્ઞિક, જીજ્ઞેશ અધ્યારૂ 11

અમારી કંપની “પિપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની”માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાની ઉજવણી ખૂબ વિશાળ સ્તર પર આયોજીત થઈ હતી, અને કલ્ચરલ કમિટીના સભ્ય તરીકે મારા તરફથી બે પ્રસ્તુતિઓ હતી, ૧. અમારે ત્યાં સેવાઓ આપતા આસપાસના ગામ, રામપરા, ભેરાઈ અને કોવાયાના યુવામિત્રો દ્વારા તદ્દન કાઠીયાવાડી અને પરંપરાગત પહેરવેશમાં દાંડીયા રાસનો કાર્યક્રમ તથા ૨. મારી સાથે કામ કરતા મિત્રોના સહયોગથી ઉપરોક્ત નાટકનું મંચન. પ્રસ્તુત નાટક મૂળે હાર્દિકભાઈ યાજ્ઞિકનું લેખન છે જેમાં ઉમેરા તથા સુધારા-વધારા કરીને મેં તેને ઉપરોક્ત સ્વરૂપ આપ્યું હતું. આ માટેની જરૂરી પરવાનગીઓ બદલ શ્રી હાર્દિકભાઈનો આભાર. આજે પ્રસ્તુત છે આ નાનકડા પ્રાયોગીક હાસ્યનાટકની સ્ક્રિપ્ટ… જો કે આ નાટક આખું ભજવી શકાયું નહોતું, એ વિશેની વિગતો મારા બ્લોગ પર “એક નાટક જે ભજવાયું નહીં” શીર્ષક હેઠળ મૂકી છે.


બ્રહ્મ, બ્રહ્મતેજ અને યજ્ઞોપવિત – હર્ષદ દવે 11

બ્રહ્મસૂત્ર એટલે જનોઈ. જનોઈને ઉપવીત અથવા ઉપનયન શબ્દથી પણ ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ પણ છે, યજ્ઞસૂત્ર. બટુક એટલે કે પુત્રને યજ્ઞ કરીને આપવામાં આવેલું ઉપવીત. આપણાં ચાર વર્ણો પૈકી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને આપવામાં આવેલા સંસ્કારની નિશાની તરીકે બટુકને જનોઈ આપવામાં આવે છે. જનોઈ આપવાની વિધિને યજ્ઞોપવિત કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. તે ધર્મપુરુષાર્થમાં કહેલી બત્રીસ કળાઓમાંની એક કળા છે. તે માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર રીતોમાંની એક રીત છે. જનોઈ એટલે રૂના તારના ૨૭ તાંતણાવાળું સૂત્ર. ઉપવીતમાં એક ગાંઠ હોય છે એ ગાંઠને બ્રહ્મગાંઠ કહેવામાં આવે છે. હર્ષદભાઈ દવે અહીં પ્રસ્તુત કૃતિમાં ‘બ્રહ્મ’, ‘બ્રહ્મતેજ’ અને ‘બ્રહ્મસૂત્ર’ અથવા યજ્ઞોપવિત એ શબ્દો તથા તેમના તાત્પર્ય અને વિચારસરણી વિશે વિગતે વાત કરે છે. સમયાનુકુળ રીતે પ્રસ્તુત રચના અક્ષરનાદ વાચકો માટે પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે… – ‘કાયમ હઝારી’, આસ્વાદ – રમેશ પારેખ 11

અક્ષરનાદ પર થોડાંક મહીનાઓ પર શ્રી કાયમ હઝારી સાહેબની આ જ કૃતિ, ‘બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે…” પ્રસ્તુત કરી હતી… આજે શ્રી રમેશ પારેખ દ્વારા કરાવાયેલ આ ગઝલનો સુંદર આસ્વાદ ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ 2000 અંકમાંથી અહીં પ્રસ્તુત કર્યો છે. જેવી સુંદર અને અસરકારક આ ગઝલ છે એવો જ સુંદર તેનો આસ્વાદ છે…


વિદુરનીતિના સૂત્રો – સંકલન : વિનોદ માછી 11

મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુર અને રાજા ધૃતરાષ્ટ્રના સંવાદો રૂપે રજૂ થયેલ રાજનીતિની વાતો એક આદર્શ રાજ્યકર્તાના ઉત્તમ લક્ષણો વર્ણવે છે. એક ધારણા મુજબ ચાણક્યના નીતિસૂત્રોનો આધાર પણ વિદુરના જ આ સૂત્રો છે. વિદુરનીતિના સંવાદોમાંથી તારવીને અલગ કરેલ નવનીતરૂપી પરિપાક એવા વિદુરના નીતિસૂત્રો શ્રી વિનોદભાઈ માછીએ સંકલિત કરીને અક્ષરનાદને પાઠવ્યા છે. આજે પ્રસ્તુત છે આ જ નીતિસૂત્રો. આ સુંદર પ્રસ્તુતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી વિનોદભાઈ માછીનો આભાર


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૫) 1

લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપીતિયાંની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હ્રદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીનાં કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લોકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી.


ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે 6

વરસાદની ઋતુ છે, શ્રાવણ મહીનો શરૂ થયો છે, ભક્તિ અને વર્ષાની અદભુત સરવાણી વહી રહી છે, વડીલો જ્યાં ધર્મ, ધ્યાન, ભક્તિ, વાવણી અને ખેડ જેવી બાબતોમાં વ્યસ્ત થઈ ગયા છે એવામાં બાળકો તો એ સરવડાંને મન ભરીને માણી જ રહ્યાં હશે. આવા અદભુત સમયે અક્ષરનાદને તેમની કલમ પ્રસાદી વડે સતત સમૃદ્ધ કરતા હર્ષદભાઈ દવે એ બાળકોના મનોભાવોને પદ્યમાં વણીને સરસ પ્રસ્તુતિ લઈ આવ્યા છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ… – દરિયા સાહેબ 6

‘પીઓને પ્રેમરસ પ્યાલા’ નામનો એક સુંદર સંકલિત અનામ ભજનસંગ્રહ કોઈક વાચકમિત્રએ અક્ષરનાદને ભેટસ્વરૂપ મોકલ્યો હતો. સંગ્રાહક અને ટીકાકાર તરીકે અહીં દુર્લભદાસ છગનલાલ ભગત છે. લગભગ ‘૯૬ માં પ્રસિદ્ધ થયેલ આ સુંદર અમૃતસાગરના પાને પાને ભજનરસ છે. લગભગ ૩૪૦થી વધુ ભજનોનો અહીં સુંદર આસ્વાદ કરાવાયો છે. તેમાંથી જ આજે દરિયા સાહેબનું ‘નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ, સાધ-સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂંટૈ……’ એ ભજન તથા તેનો આસ્વાદ પ્રસ્તુત કર્યો છે. શ્રાવણના પ્રારંભે મનના મેલને ધોઈને, નામસ્મરણનો સર્વ ધર્મમાં વર્ણવાયેલ મહિમા અનુભવીને એ સર્વશક્તિમાન તરફ થોડાક ઢળી શકીએ એ જ અભ્યર્થના સહ સર્વે વાચકમિત્રોને શ્રાવણ મહીનાની, માહે રમઝાનની અને આ પવિત્ર સમયમાં ધર્મકાર્યો માટેની શુભકામનાઓ.


ચાર ગઝલરચનાઓ… – રાકેશ હાંસલિયા 11

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો હતો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આ પહેલા ‘જીવા’ રદીફ ધરાવતી ચાર ગઝલો અક્ષરનાદ પર આપણે માણી હતી, આજે પ્રસ્તુત છે તેમની ત્રણ ગઝલો સાથે એક હસ્તાક્ષર ગઝલ. આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ દ્વિતિય પ્રસ્તુતિ છે, અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


કોને ખબર કેમ.. (વાર્તા) – અશ્વિન દેસાઈ 15

‘૮૭માં સપરીવાર ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલ અશ્વિનભાઈ દેસાઈને ‘૯૩ માં જીવલેણ સ્ટ્રોક આવ્યો, શરીરનું ડાબુ અંગ કામ કરવામાંથી નિવૃત્તિ લઈ ગયું, તો પણ એક હાથે સર્જનનો તેમનો પ્રયાસ તો ચાલુ જ રહ્યો. જો કે એ પહેલા પણ તેમને ‘૭૮માં વાર્તાઓ માટે ‘કુમારચંદ્રક’ મળ્યો હતો, કાંતિ મડિયા સાથે નાટકોમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો, પણ સંતાનોના ઉચ્ચ અભ્યાસની મજબૂરીએ સાહિત્ય અને સર્જન પ્રત્યેની આ લાગણીઓ છોડીને ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થવું પડ્યું. છતાંય ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ જરાય ઓછો થયો નથી. અહીં પ્રસિદ્ધ વાર્તા ‘કોને ખબર કેમ..’ વાચકો માટેના ‘મમતા’ સામયિકના દીપોત્સવી અંક – ‘ડાયસ્પોરા સિતારા’ માં છપાઈ હતી. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ શ્રી અશ્વિનભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે – ashvindesai47@gmail.com પર કરી શકાશે.


તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૨ 11

ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨


Taarak Mehta ka ooltah chashma

તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૧ 7

ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧


બે પદ્યરચનાઓ.. – મહેન્દ્રસિંહ પઢીયાર ‘મરમી’, ડૉ. મુકેશ જોષી 7

બે કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. ધોધમાર ધારે વરસતા વરસાદમાં સખીને પોતાના મનની વાત વર્ણવતી નાયિકાની મનોદશાનું સ-રસ આલેખન કવિ શ્રી મહેન્દ્રસિંહ પઢીયાર કરી રહ્યા છે. તો બીજી રચનામાં કવિ શ્રી ડૉ. મુકેશ જોષી તેમની આ પહેલા પ્રસ્તુત થયેલી ગઝલોના પ્રતિભાવનો પ્રતિભાવ આપી રહ્યાં છે. કૃતિઓમાં છંદ-બંધારણ વગેરેની શાસ્ત્રીય ભૂલ વિશે ધ્યાન દોરતા મિત્રોને તેઓ એ રચનાના ભાવ વિશે પણ પોતાનો મત આપવા કહે છે. બંને રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ કવિમિત્રોનો આભાર અને શુભકામનાઓ.