અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ.. 6
2007 માં આજના જ દિવસે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રવાસ યાત્રા બની જશે. અક્ષરનાદ.કોમ નામનો મારી માતૃભાષા પ્રત્યેના વ્હાલનો મારો આ પ્રયાસ – આ નાનકડી ગુજરાતી વેબસાઈટ આજે અસ્તિત્વના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશે છે. હવે મહદંશે ફેસબુક પર અને પુસ્તકમાં લખાય છે એટલે અહીં સાતત્ય ઘટ્યું છે, પણ આ અલખ કદી બંધ નહીં જ થાય. વર્ષોથી અક્ષરનાદને માણતા, પ્રોત્સાહન આપતા, વધાવતા, ટપારતા સંબંધોના અનેક નવા સ્ત્રોતસમા સૌ સર્જકમિત્રો અને વાચકોનો હ્રદયપૂર્વક આભાર, ધન્યવાદ, અભિનંદન .!