ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22
ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view. ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે. જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ. પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે. ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે. વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે. કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે. નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે. જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ […]