ભારતીય નૃત્યની વિભાવના – અર્ચિતા દીપક પંડ્યા નવી પ્રસ્તુતિ...
નૃત્યને કોઈ વિષયમર્યાદા હોતી નથી કે એને સીમા બાંધી નથી શકતી. તે છતાં સામાન્યપણે વિષયપસંદગીમાં સમાજનું પ્રતિબિંબ પડે જ છે. ભારતીય નૃત્યોમાં આપણાં પોતાના ઉત્સવો કે તહેવારોની ઉજવણીની છાપ છે. આમ, જેવી સંસ્કૃતિ એવી વિચારધારા, એવા જ નૃત્યો. જેમ કે, આપણાં ભગવાન કૃષ્ણની રાસલીલાએ જ રાસ કે ગરબીની રચના કરી છે.