Monthly Archives: April 2017


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.


શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20

માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..


હત્યારો! – હરિશ્ચંદ્ર 6

મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.


પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..


શાશ્વત ગાંધી – ગાંધીવાણી 2

ભાઈ દાદાચાનજી,

તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.


લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ 7

લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.