ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી 1
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.
અશ્વિની ભટ્ટની કે હરકિશન મહેતાની વાર્તાઓની જેમ આપણી વારતાનો અંત આવે એ આપણને પણ ગમતું નથી. એ સુખકર, રસપ્રદ ભ્રમણાઓ છે જેમાં રહેવાનું આપણને ગમે છે..
‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે’ર.
જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?
તને તકલીફ થાશે આવવામાં આ ગઝલ પાસે,
ગલી છે શે’રની આ સાંકડી ને કાફિયો છે તંગ!
ખલીલ ધનતેજવીની ગઝલો એટલે ફાટફાટ ખુમારીભર્યા શબ્દોનો છલકતો સાગર.
ઈચ્છાનો સૂર્ય અસ્ત થયાની કલ્પના કરી છે કવિએ. અસ્તિત્વની અદમ્ય કોઈ ઈચ્છાનો સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે હયાતી પર કાળું ધબ્બ અંધારું છવાઈ જાય છે.
દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત, આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય.
આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ?
કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.
જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.
હાથ ફેલાવી જુઓ મન થાય તો-
ભેટવાની ઝંખના શું થાય છે?
જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે.
મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, એમના નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.
કેવો રૂડો છે અવસર, હું તું ને કોફીનો કપ,
વાદળ પણ વરસે ઝરમર, હું તું ને કોફીનો કપ.
ઉત્તરકાશી રામકથામાં ‘સર્જક યાત્રા’ ને લીધે અનેક સર્જકમિત્રોના સંગાથનો લાભ મળ્યો. મને પરિચિત સર્જકો સાથે મિત્રતા વધુ ઘનિષ્ઠ થઈ અને ઘણા સર્જક મિત્રોનો પહેલીવાર વિશેષ અંગત પરિચય થયો. આ યાદીમાં કવિ શ્રી પાર્ષદ પઢિયારને પણ મળવાનું થયું. તેમના તરફથી તેમનો ગીત અને ગઝલ સંગ્રહ ‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ તેમણે મને ભેટ આપ્યો અને વળતી મુસાફરી દરમ્યાન એમાંથી પસાર થવાનો અવસર મળ્યો.
હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.
સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક સહકારી બેંકના વાંચન પરબ કાર્યક્રમ શૃંખલાના સંચાલિકા છે, C.A છે, બેંકમાં અધિકારી છે અને રાજકોટના સમાચારપત્ર જયહિંદમાં કોલમ પણ લખે છે. તેમની આ તાજી કાવ્યરચના અક્ષરનાદમાં પ્રકાશન માટે ભરતભાઈ કાપડીઆએ પાઠવી છે. બંને મિત્રોનો આભાર અને ખૂબ શુભકામનાઓ..
પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.
વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.
હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા હાઈકુ આજે પ્રસ્તુત છે.
‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
નોખી નક્કર ભાત ઘસુું છું ઓરસિયા પર,
હું મારી ઓકાત ઘસું છુું ઓરસિયા પર.
સામા કાંંઠાનું ઈજન ને પગમાંં લંગર,
દરિયા સાતેસાત ઘસું છુું ઓરસિયા પર.
અનેકવિધ સર્જકો જેમ કે ઉશનસ, આશા વીરેન્દ્ર, પ્રા. મનોજ દરૂ, બકુલા ઘાસવાલા, પરિતોષ ભટ્ટ, અશ્વિન દેસાઈ, ડૉ. અરૂણિકા દરૂ અને રમેશ ચાંપાનેરીના કુલ કુલ ૩૨ હાઈકુનું સંકલન જે પુસ્તક ‘વલસાડી હાઇકુ – ૨’ ઓગસ્ટ ૨૦૧૫ અંક, ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક ‘મિલન’ નો હાઈકુ વિશેષાંકમાંથી સાભાર લીધા છે.
પ્રસ્તુત કાવ્યમાં સિંહ પોતાના પડઘાથી વ્યાકુળ થાય છે ત્યારે શાણું શિયાળ તેને પડઘાનો ભેદ સમજાવે છે. કવિ પડઘાની આ વાતનું ઓઠું લઈને સારા વચન કર્મનો સારો, તો ખરાબનો ખરાબ પડઘો પડતો હોય છે તે બતાવી વાણીનો સંયમ જાળવવાની શીખ દે છે. અહીં પ્રાસ અને વર્ણાનુપ્રાસ વાળા દોહરા છંદમાં કવિએ સરળ રીતે પોતાની વાત રજૂ કરી છે.
મૂળથી આ થડ સુધી પહોંચાય તોયે છે ઘણું,
પર્ણ-ફૂલો-ફળ સુધી વહેંચાય તોયે છે ઘણું.
* * *
મને લાગે તરસ તો હું સદા દરિયો ઉલેચું છું,
છતાંયે ના મળે સંતોષ તો વાદળને ખેંચું છું.
* * *
ગુજરાત સાહિત્ય પરિષદના ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર ૨૦૦૩ના દલિતસાહિત્ય વિશેષાંકમાંથી આ ચાર પદ્યરચનાઓ સાભાર લીધી છે. ગુજરાતીમાં છેલ્લા ત્રણેક દાયકાથી દલિત સાહિત્યનો ઉત્કર્ષ જોવા મળે છે, દલિત સાહિત્યની વિધવિધ પત્રિકાઓ અને સંચયો પ્રગટ થવા ઉપરાંત સાહિત્યિક ગુણે પણ ટકે એવી વાર્તાઓ, કવિતાઓ અને નવલકથાઓ ગુજરાતીમાં લખાઈ છે અને એ રીતે દલિત સાહિત્યે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.. જે ચાર કવિવર્યની પદ્યરચનાઓ એ વિશેષાંકમાંથી અહીં લીધી છે તેઓ છે શ્રી જયન્ત પરમાર, શ્રી કરસનદાસ લુહાર, શ્રી ચંદુ મહેસાનવી અને શ્રી રાજેશ મકવાણા.
આજે પ્રસ્તુત છે એક સુંદર કાવ્યરચના. ચાલવાની આપણને કોઈ નવાઈ નથી, પણ આ ઝડપથી દોડતા યુગમાં જ્યારે ખરેખર થોડાક ડગલાંથી વધારે ‘ચાલવું’ પડે ત્યારે સમજાય છે એ ક્રિયાનું સાર્થક્ય. કવિનું વાહન બગડ્યું છે, અને એટલે જે સડક પરથી પૈડાને પગે કંઈ કેટલીય વખત પસાર થઈ ચૂક્યા છે, એ જ રસ્તા પર ચાલવાથી એક આખું અનોખું વિશ્વ સજીવ થઈ ઉઠે છે, રસ્તો, વૃક્ષો, પક્ષીઓ, ઝાડીઓ, ખરેલા પાંદડા અને રસ્તા પરની ઝીણી કાંકરીનીય નોંધ લેવાઈ. ચાલવાને લીધે વાહનની બંધ કાચબારીઓમાંથી અછૂત રહી જતું એક આખુંય વિશ્વ જાણે નવા સ્વરૂપે પ્રસ્તુત થયું.