વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]