આશ્કા માંડલ : અશ્વિની ભટ્ટ, પરિભ્રમણ – હીરલ વ્યાસ 4
કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.
કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.
“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”
જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.
દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.
ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.
જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાનની વાત કહેતી હ્રદયસ્પર્શી ફિલ્મ એટલે ‘Sound of Metal’. મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળની ઈચ્છા છોડી દો.
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
વાલીએ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. વાલીઓ જો આ સ્વીકારે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે.
પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે.
કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.
નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?
મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.
જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.
પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.
ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.
કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે.
માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો
શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ કાયમ શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓ અને દરેક કોલમિસ્ટ માટે ચર્ચાનો મનપસંદ વિષય રહ્યો છે.
“પણ એવી જગ્યાએ થઈ છે કે…” હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.
‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.