ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22


ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs   એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view.

ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે.  જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ.

dan-bapu-samadhi2

પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે.

gir-forest-autumn1

ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે.

monkeys-in-gir1

વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે.

save-jungle1

કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે.

vacharda1

નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે.

the-queen1

જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ દર્શન આપ્યા. તે દરમ્યાન અમારી ગાડીની આગળ પાછળ ફરતી રહી અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતી રહી.

natural-beauty1

ગીરમાં વહેતી નદી અને તેની પાછળના વૃક્ષો એક અદભુત દ્રશ્ય નિર્માણ કરે છે.

આ પ્રવાસના ઉપરોક્ત બધા ફોટોગ્રાફ્સ ફુલ રેઝોલ્યુશનમાં તથા અન્ય ઘણાંય ફોટોગ્રાફ્સ મારા ફોટો બ્લોગ મોબાઈલ ની આંખે – Mobile Eyes પર અપલોડ કરીશ. Keep a watch

Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru

 • ashvin desai

  તમારુ રસ્વૈવિધ્ય વિસ્મય પમાદે ચ્હે
  એક જવ્યક્તિમા અનેક વિશયોનો સન્ગમ થયો હોય એવુ ક્વચિ ત જ
  બનતુ હોય ચ્હે
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • Sharad Shah

  અ મ્ને ગિર ના જ્ન્ગલ મા ૧૬૦૦૦ કુવા ઓ નાસર્વેનુ કામ કરવાનુ
  કોઇને રસ હોઇ તો જનાવ્શઓ.

 • RUSHIKESH KAMARIYA

  હજુ સુધી ગીર વનભ્રમણનો મોકો મળ્યો નથી. પરંતુ અધ્યારુ જગતે ગીર, પાણીયા રેન્જ, છડવડી રેન્જ, ધારી વનભ્રમણના વર્ણન સહીતના ફોટોગ્રાફ્સ દ્વારા કરાવેલ મુલાકાતમાં ખુબ મઝા આવી. સુંદર ફોટોગ્રાફ્સ જોયા-માણ્યા અને અનહદ આનંદ અનુભવ્યો… આભાર સહ.
  ઋષિકેશકામરિયા

 • Ashish

  પ્રીય મીત્ર
  તમે ગીર વનભ્રમણના વર્ણન સહીતના ફોટોગ્રાફ્સ દ્વારા કરાવેલ મુલાકાતમાં ખુબ મઝા આવી. સુંદર ફોટોગ્રાફ્સ જોયા-માણ્યા અને અનહદ આનંદ અનુભવ્યો…
  બાણેજ મા વિતાવેલ રાત યાદ આવી ગઈ

 • viram maru

  shri man jigneshbhai me see this website at first time my Education Qualifiction :- B.A. in Gujrati Special i’m God nature Person Your Me Very,Very Like this wesite

 • ગોવીન્દ મારુ

  હજુ સુધી ગીરનાર જવાનો મોકો મળ્યો નથી. પરંતુ અધ્યારુ જગતે ગીર, પાણીયા રેન્જ, છડવડી રેન્જ, ધારી વનભ્રમણના વર્ણન સહીતના ફોટોગ્રાફ્સ દ્વારા કરાવેલ મુલાકાતમાં ખુબ મઝા આવી. સુંદર ફોટોગ્રાફ્સ જોયા-માણ્યા અને અનહદ આનંદ અનુભવ્યો… આભાર.
  ગોવીન્દ મારુ

 • chetu

  શ્રી કનકાઇ માતા અમારા પણ કૂળદેવી છે. દર વખત INDIA આવીએ એટ્લે મા ના દર્શન કરવા જઇએ જ. જો કે જંગલમાં થી રસ્તો પસાર થાય છે મંદિરે જવા માટે .. પણ પહેલા જેવી લીલોત્રી રહી નથી .. ક્યારેક નીલ ગાય તો ક્યારેક હરણનું વૃંદ નજર આવે છે.

 • hemant doshi

  kankimata is my koldevi. we are going regular to kankimata for darsan
  but we are not luck to see lion so close like you .so please send more phota to member
  thank you.
  hemant doshi at mumbai