Daily Archives: March 3, 2009


એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20

આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે. નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં. રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, […]