Monthly Archives: April 2011


ચાલો સંસ્કૃત શીખીએ …. ભાગ ૫ 14

આપણે પ્રથમ-મધ્યમ પુરુષ નો અભ્યાસ કર્યો. હવે ઉત્તમ પુરુષ નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે પોતના વિષે વાત કરતા હોઇએ ત્યારે ઉત્તમ પુરુષ નો પ્રયોગ કરીશું. એક બાળકની દિનચર્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.


બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ 3

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ‘ગાય તેના ગીત’, લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 3

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની બે ગઝલ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો શ્વાસને પણ સંબંધી બનાવી દે છે, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, તો ઝંખનાઓનું ભેગા થવું એટલે લાગણી એવો અર્થ પણ અહીં ઉપસે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 21

આજે પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.


ગાંધી વિરુદ્ધ મોહન – ફિલ્મમાં અદાકારીનો મારો પ્રથમ અનુભવ 18

અક્ષરનાદની આ સફર દરમ્યાન અનેક આનંદસભર અને અવનવા અનુભવો થતાં રહે છે, નવા મિત્રો મળતા રહે છે. ઘણી વખત અનોખા અવસર અનાયાસ આંગણે આવીને આમંત્રે છે. ફેબ્રુઆરી ૨૦૧૧ દરમ્યાન એક વાચકમિત્ર ગૌરાંગીબેન પટેલનો પ્રતિભાવ મળ્યો હતો, જે અંતર્ગત તેમણે તેમની નાની ફિલ્મમાં ‘ગાંધીજીનું પાત્ર ભજવતા અદાકાર’નું પાત્ર ભજવવા માટે પૂછેલું. પરંતુ મેં માન્યું કે એ ખૂબ મોટી વાત છે, આપણા ક્ષેત્ર બહારની વાત છે અને વધુ તો સમય માંગી લેતી પ્રક્રિયા, એટલે એની સાથે જોડાવું લગભગ અશક્ય છે. પણ મારા પોતાના આશ્ચર્ય વચ્ચે એ ભૂમિકા મેં ભજવી છે, દિવસ પણ ઘણો વિશેષ થઈ રહ્યો અને અનુભવ પણ ખૂબ સરસ રહ્યો, એ અનુભવની થોડીક ઝાંખી આજે પ્રસ્તુત કરી છે.


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૪ 2

આપણે प्रथमपुरुषः एकवचन નો અગાઊની કડીઓમાં વિસ્તારથી અભ્યાસ કર્યો. આજે આપણે प्रथमपुरुषः द्विवचन તેમજ बहुवचन નો ઉદાહરણો તથા સમજૂતિ સાથે અભ્યાસ કરીશું.


ડૉ. મૌલિકભાઈ શાહના બે ગુજરાતી વેબ રત્નો – જિજ્ઞેશ અધ્યારૂ 4

ગયા વર્ષે “બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ” એ શિર્ષક અંતર્ગત એક લેખ લખેલો. બ્લોગજગત અને ગુજરાતી બ્લોગજગતની શક્યતાઓ વિશે ત્યાં મારા થોડાક વિચારો પ્રગટ કરેલા. એ જ અંતર્ગત એવો એક આશાવાદ પણ પ્રગટ થયો હતો કે, “બ્લોગ માટે ફક્ત કવિતા, ગઝલ કે વાર્તાઓ જ હોવા જોઈએ એવું કોણે કહ્યું? અરે એક ડોક્ટર પોતાના અનુભવો વિશે, લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા અને જીવનપધ્ધતિ વિકસાવવા માટે પણ બ્લોગ લખી જ શકે ને?” ગુજરાતી બ્લોગજગતના “માતૃત્વની કેડીએ…” જેવા એક સરસ બ્લોગના સર્જક અને વ્યવસાયે ડોક્ટર મિત્ર શ્રી મૌલિકભાઈ શાહનું સર્જન એવી, ગુજરાતી વેબ રત્નો સમાન બે વેબસાઈટ્સ વિશે આજે વિગતે જાણીએ.


રવીન્દ્રનાથની ચિંતનકણિકાઓ – નગીનદાસ પારેખ 1

કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “રવિબાબુએ પોતાની ઉત્કૃષ્ટ અને વિસ્તૃત કવિતામાં જે વિચારો કલ્પનાઓ અને ભાવનાઓ ખીલવ્યાં છે તે સમજવા માટે આ કંડીકાઓ જેટલું બીજું ઉત્તમ સહાયક સાહિત્ય નથી. નાનપણથી પ્રકૃતિ સાથે અને પ્રકૃતિના સનાતન બાળક સમી ગ્રામીણ પ્રજા સાથે ઊંડો પરિચય અને સ્વભાવમાં અંતર્મુખતા હોવાથી નિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન એ ત્રણે વ્યાપાર એમને માટે સ્વાભાવિક હતાં. એમાંથી જે જીવન ઉપાસના તેઓ કરી ગયાં તેનો નિચોડ આ ચિંતનકણિકાઓ આપણને આપે છે.” શ્રી નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત અને શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા “રવિન્દ્રનાથની ચિંતન કણિકા” માંથી આ રત્નો સાભાર લીધાં છે.


ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત 11

બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. આજે પ્રસ્તુત છે આવા જ ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.


બે માઈક્રોફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 13

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, પ્રસંગો અને સંવાદોનું મહત્વ અદકેરું થઈ જાય છે. પ્રસ્તુત ત્રણ આ જ પ્રકારની લધુકથાઓ આપણા પ્રસ્થાપિત સાહિત્યકારોની કલમની પ્રસાદી છે. એક એકથી ચડીયાતી એવી આ વાતો વાર્તાઓના આ પ્રકારમાં ખેડાણ કરવા માંગતા મિત્રો માટે માર્ગદર્શક બની રહેશે એ ચોક્કસ.


If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે 2

સરોજીની નાયડુ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાનના તેમના ઈંગ્લેંડ નિવાસ દરમ્યાન લંડનની કિંગ્સ કોલેજમાં ભણ્યા. અહીં તેમનો પરિચય અને સંપર્ક અંગ્રેજ કવિ આર્થર સિમન્સ સાથે થયો. સરોજીની નાયડુના કાવ્યોના પુસ્તકોમાં ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલ “ધ ગોલ્ડન થ્રેશોલ્ડ”, “ધ બર્ડ ઓફ ટાઈમ” અને “ધ બ્રોકન વિંગ” મુખ્ય છે. ઉપરોક્ત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ “ધ બ્રોકન વિંગ” માંથી લેવામાં આવેલું છે. પ્રિયતમના ફક્ત એક જ ઈશારે, ફક્ત એક પોકાર પર ઓળઘોળ થવા, દોડીને આવવા તત્પર પ્રેમિકાનું પ્રાથમિક શબ્દચિત્ર અહીં દેખાય, પણ અંતિમ ચાર કડીઓમાં એ કાવ્ય પ્રિયતમથી ક્યાંય આગળ વધીને વિશ્વસમ્રાટ ઈશ્વર સુધી પહોંચતું હોવાની અનુભૂતિ થાય જ.


બે ગઝલો – શૂન્ય પાલનપુરી 9

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય પાલનપુરી’ સાહેબના સમગ્ર સર્જનનો રસથાળ પીરસતું પુસ્તક શૂન્યની સૃષ્ટિ હમણાં માણી રહ્યો છું. તેમના અનેક સદાબહાર સર્જનોનો અહીં ભંડાર છે. સંવેદનાની સણસણતી ચોટ, સૂર શબ્દ અને ભાષા પર પ્રભુત્વ તથા ક્યારેક અધ્યાત્મવાણીની ઝલક તેમની ગઝલોમાં દેખાઈ આવે છે. હૈયામાં ઉઠેલી ટીસ અને દર્દનો નાતો તેમની ગઝલો સાથે કાયમ રહ્યો છે. એમની જે ગઝલોમાં ભારોભાર દર્દ છે તે હૈયાને રડાવી જાય છે, તો તેમના અર્થસભર શબ્દપ્રયોગો થાકેલા મનને નવી વિચારદિશા આપે છે.


ત્યારે કરીશું શું? – સ્વામી અખંડાનંદ સરસ્વતી 5

એક બાળક હાથમાં ઉઘાડું ચાકૂ લઈને રમે છે ને તેથી એને વાગી જવાની પૂરી બીક છે. તો તેની પાસેથી ચાકૂ મુકાવી દેવા શું કરશો ? દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં પોતપોતાની સમજ મુજબ પગલાં ભરશે. માનવનું મન – ચિત્ત પણ પેલા બાળક જેવું છે. એ પણ વિષમય ધારવાળુ વિષયરૂપી ઉઘાડુ ચાકૂ લઈને સંસારમાં રમ્યા કરે છે અને તેમ કરતા તેને વાગી બેસવાનો પૂરેપૂરો ભય હોવાથી તે વિષયરૂપી ચાકૂથી મુક્ત કરવાની ખૂબ જ જરૂર છે એ વિષયાનુસંગત વાત અહીં થઇ છે.


મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 38

શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


વાનરો વેચવાનો વેપાર એટલે… 17

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે.


એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ 76

લાગણીઓ વિશે, એના અનુભવ વિશે ગમે તેટલું લખીએ કે વાંચીએ, પણ એને જ્યારે ખરેખર અનુભવવા મળે ત્યારે મને કંઇક એવી પરિસ્થિતિમાં મૂકાયા જેવું લાગે છે જ્યાં આનંદનો ઉભરો મનને વિચારશૂન્ય કરીને મૂંઝવણમાં મૂકી દે છે. આટલી પૂર્વભૂમિકા પછી આપની સાથે મારે એક ખૂબ આનંદના સમાચાર વહેંચવા છે.


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૩ 6

ગયા વખતે આપને પાઠની લંબાઇ અને વિષયોની વિવિધતાને લઇને જે તકલીફ પડી હશે તેને નિવારવા આ વખતે પ્રયત્ન કર્યો છે. ઉપરાંત અમુક વાચકમિત્રોના પ્રતિભાવમાં પ્રથમ પુરૂષ વિશે સમજવામાં તકલીફ જણાઈ હતી. ત્રણ ખૂબ જ વિશ્વાસપાત્ર સંદર્ભપુસ્તકોની છબી અત્રે દર્શાવી છે, આપ નીચે દર્શાવેલા નાનકડા ફોટૉ પર ક્લિક કરીને આખી છબી જોઈ શક્શો. આશા છે આ વખતે અભ્યાસ વધુ સુગમ રહેશે. આપના અનુભવો અને પ્રતિભાવો સતત મળતા રહે છે તે ખૂબ પ્રેરણાદાયક છે.


વાચન ૨૦૧૦ – ૨૦૧૦ના કેટલાક સુંદર પુસ્તકો 4

વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા કેટલાક દિવસો – મહીનાઓથી વિવિધ દેશોમાં જેમ પ્રજામાં જાગૃતિની અનોખી જ્યોતિ ઝળહળવાની શરૂઆત થઈ છે તેનો ભારતનો હિસ્સો અન્ના હજારે પ્રગટાવી ચૂક્યા છે. વિશ્વકપ વિજયને લઈને આખાય દેશમાં જે દેશભક્તિનો અને એકતાનો અનોખો જુવાળ ઉઠ્યો હતો એ વખતે દેખાયેલ તણખો હવે મશાલ બની ચુક્યો છે. ભ્રષ્ટાચારની સામે ખુલ્લો પડકાર લઈને, સરકાર, વિરોધપક્ષથી લઈને આખા દેશના એકે એક અદના નાગરીકને પણ લોકશાહી / સ્વતંત્રતા માટે જેમણે વિચારવા મજબૂર કર્યા છે એવા અન્ના હજારે વિશે, તેમના હેતુ અને લક્ષ્ય વિશે તો હવે લગભગ બધાને ખબર છે જ, મારે ફક્ત એ વિશે મારા વિચાર અહીં મૂકવા છે.


શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે 11

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. ગરીબ ખોરડાંની એક વૃદ્ધાની પોતાની પૌત્રીને પરણાવવાની ઇચ્છા અને સગવડ ન હોવા છતાં ગમેતેમ કરીને આયોજન કર્યું છે એવો કરીયાવર આપવાના શમણાંનું કઈ રીતે અણધાર્યું મોત થાય છે એ પ્રસ્તુત વાર્તામાં બતાવવાનો તેમનો પ્રયત્ન છે. ગામઠી બોલીને ઉતારવાનો તેમનો પ્રયત્ન તથા ઝડપી પ્રસંગપટ વાર્તાની ખાસીયતો છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15

જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.


સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા 10

શ્રી દિપક મહેતા દ્વારા સંપાદિત ‘માતૃવંદના’ શ્રેણીના ચાર પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.


માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast) 23

માં બાપને ભૂલશો નહીં; સંત પુનિતની આ રચના જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે એક અનોખી લાગણી ઉભરાઈ આવે. આજના અતિઆધુનિક ઝડપી યુગમાં ઘરથી, માતાપિતા અને સગાવહાલાઓથી કેટલાય જોજનો દૂર, ભલેને એ મજબૂરીને લીધે હોય, છતાંય વસતાં આપણે આ ગીતની શીખને કેટલી પચાવી શકીએ છીએ, અને એ પચાવીએ તોય તેને કેટલી અમલમાં મૂકી શકીએ છીએ એ સમજવાનો અને વિચારવાનો વિષય છે. એવામાં આપણા સાહિત્યરત્નોમાં રહેલો આવો જ કોઈક ‘નાદ’ મનને ક્યાંક ઝંઝોળતો હશે, શું કહેતો હશે ? સાંભળો ……


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૨ 40

આપણે આજે વર્તમાનકાળની ક્રિયાઓ માટેનું પ્રથમ, દ્વિતિય તથા તૃતિય પુરુષ માટે એકવચન, દ્વિવચન અને બહુવચનના રૂપોનું કોષ્ટક જોઈશું. તેને કંઠ:સ્થ કરી લેવું આવશ્યક છે જેથી આગળ તે ઉપયોગી થઈ રહેશે. ઉપરાંત આજે સંજ્ઞા અને સર્વનામ વિશે પણ પ્રાથમિક પરિચય મેળવશું. સાથે પ્રસ્તુત કરાયેલા ઉદાહરણોનો અભ્યાસ આ વિષયને સરળતાથી સમજવામાં મદદ કરશે, આપને આ પ્રકરણમાં કોઇ પણ વિગત સમજવામાં મુશ્કેલ લાગે તો તે વિશે પ્રતિભાવમાં જણાવી શકો છો.


નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ 2

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતાં, એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છે