Monthly Archives: May 2016

અસમિયા કવિતાનો ઇતિહાસ – યોગેશ વૈદ્ય 2

એવું મનાય છે કે અસમિયા સાહિત્યનો ઉદ્ભવ તેરમી સદીમાં થયો. તેનું પ્રારંભિક રૂપ ચર્યાપદના દોહાઓમાં મળે છે, જે છઠ્ઠી સદીથી તેરમી સદીની વચ્ચેનો સમય ગણાય છે. બારમી સદીના અંત સુધી લોકગાથાઓ, ગીતો વગેરે મૌખિક રૂપમાં જ હતાં. મણિકુંવર- ફૂલકુંવર ગીત એક લોકગાથા જ છે. તંત્ર-મંત્ર પણ મળે છે પણ લેખિત અસમિયા સાહિત્ય તો તેરમી સદી પછી જ મળે છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૭) 2

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ) 16

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૩} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

હૂંફનું ઈન્વેસ્ટમેન્ટ – ડૉ. કુમારપાળ દેસાઈ 1

જગતને જોનારી દ્રષ્ટિ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. બાકી આ દુનિયા તો એક અરીસો છે, જેમાં આપણે સજ્જન હોઈએ તો જગત સત્કર્મમય લાગે અને દુષ્ટ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તો આખી દુનિયા દુષ્ટોથી જ નહીં, પણ મહાદુષ્ટોથી ખીચોખીચ ભરાયેલી લાગે! એનો અર્થ એટલો જ કે જેવી તમારી બીજાની સાથેની વર્તણૂંક હશે એવી જ તમારી સાથે બીજાની વર્તણૂક હશે. આપણે આ વાતનો સર્વથા સ્વીકાર કરવાનો દેખાવ કરીએ છીએ, પરંતુ એનું આચરણ કરતા નથી, કારણ કે આપણામાં સત્તાના અભિમાનને કારણે તોછડાઈ આવી ગઈ હોય છે. ધનને કારણે મદ ચડી ગયો હોય છે. જ્ઞાનને કારણે ‘મારા જેવો બીજો જ્ઞાની કોણ?’ એવી બડાશવૃત્તિ ચિત્તને ઘેરી વળી હોય છે.

ગધેડો સાચો સેક્યુલર છે..! – હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’ 7

ખબર નહીં પણ કોણ જાણે કેમ, મને પહેલેથી જ ગધેડા પ્રત્યે લગાવ રહ્યો છે. ગધેડાને જોયો નથી કે ઘટમાં ઘોડા થનગનવા માંડે છે. મારી વાત જવા દો, પૂરી માનવજાતની આબરૂની ચિંતા મને ન હોત તો રસ્તામાં જેટલા ગધેડા મળે એ સૌને હું ભેટી જ પડ્યો હોત. વાતવાતમાં એક દિવસ વાઈફને મેં કહ્યું, ‘મને દરેક પ્રાણીઓમાં ગધેડા વધારે ગમે.’ ત્યારે એણે સહજપણે કહ્યું, ‘ઋણાનુબંધ, બીજું શું?’

વાઈફની વાત ખોટી પણ નહોતી, પણ એની વાત તદ્દન સાચી છે એવી પ્રતીતિ હું એને કરાવી શકવાના મુડમાં નહોતો. જો કે એવી શક્તિ પણ ધરાવતો નહોતો અને હવે તો ઘરેલુ હિંસા કાયદો આવી ગયો છે એટલે આજનો પતિ તો સાવ પતી ગયો. જો કે આવો કાયદો ન હોત તો હું એનેેનું પોતાનું જ પ્રૂફ કે પુરાવો આપીને કહી શકત, કે ‘યુ આર રાઈટ, ઋણાનુબંધ વગર કંઈ આપણે પતિ-પત્ની બન્યા હોઈશું?’

છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૧ (૯૧ વાર્તાઓ) 16

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૬ થી ૧૯ મે ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. મારી પાસે ઘર હતુંં, આજે પૈસા છે.. ૨. આટલી બધી શેની ઉતાવળ છે તને જીવવાની! – નિમેષ પંચાલ

‘કવિતા નામે સંજીવની’ ગઝલસંગ્રહ – સંજુ વાળા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કવિશ્રી સંજુભાઈ વાળાનો ગઝલસંગ્રહ ‘કવિતા નામે સંજીવની’ અક્ષરનાદ પરથી ઈ-પુસ્તક સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. અક્ષરનાદને આ સંગ્રહ ઉપલબ્ધ કરાવવા બદલ ચિરાગભાઈ ભટ્ટનો અને તેને ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી બદલ શ્રી સંજુભાઈ વાળાનો આભાર.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૬) 2

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૨}

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૫)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૧} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા – પરિણામ 18

સૌપ્રથમ, આભાર સૌ સ્પર્ધક મિત્રોનો.. ઓછામાં ઓછી ચાર માઈક્રોફિક્શન સ્પર્ધા માટે જરૂરી હતી, છતાં કોઈએ એક, કોઈએ બે તો કોઈએ દસ ને કોઈએ બાર માઈક્રોફિક્શન મોકલી. અક્ષરનાદે ખંતથી ઉછેરેલા વાર્તાના આ તદ્દન અનોખા અને નવલા સ્વરૂપને સ્પર્ધાના બંધનમાં નાખ્યા વગર સૌએ પોતાના સર્જનને વધુ મહત્વ આપ્યું, પાઠવ્યું.. એ જ આ સ્પર્ધાની ફળશ્રુતિ. આપની કલમથી નિપજેલી કૃતિ કદીય કોઈ નિર્ણયના ચોકઠામાં બંધાય – ઢબૂરાય નહીં તેનું ધ્યાન આપે રાખવાનું છે, સર્જન ખૂબ સમર્પણ માગતી વસ્તુ છે, અને છતાંય એ સફળ હશે એની કોઈ ખાત્રી નથી. મને આપણા એક પ્રસ્થાપિત વડીલ સાહિત્યકારે કહેલી વાત યાદ આવે, ‘જો તને તારું લખેલું ગમે, હ્રદયના ઉંડાણથી તને એમ થાય કે એ સર્વથા ઉચિત છે, તો પછી કોઈ ઈનામ તેને નવાજી શક્તું નથી.’ આ કહેવાનું કારણ ફક્ત એ જ કે જે મિત્રોએ ખંતથી, સમય આપીને તેમની કૃતિઓ મોકલી છે, તેમને નિરાશ થવાને કોઈ કારણ નથી. એ સર્વે કૃતિઓ – જી હા, એકે એક કૃતિઓ આવનારા મહીનામાં અક્ષરનાદ પર તથા ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થશે જ!

છ પદ્યરચનાઓ – શૈલેષ પંડ્યા, સરયૂ પરીખ, ડૉ. હેમાલી સંંઘવી, શૈલા મુન્શા 7

આજે પ્રસ્તુત છે શૈલેષ પંડ્યાની બે કૃતિઓ, સરયૂ પરીખની બે પદ્યરચનાઓ, ડૉ. હેમાલી સંઘવી અને શૈલા મુન્શાની એક એવી સુંદર પદ્યરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ ચારેય સર્જકોનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૪)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે.