Monthly Archives: January 2011


સ્વામી અને સાંઇ – મકરંદ દવે 4

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ ત્રીજા લેખમાં માણીએ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેના પત્રવ્યવહારને સંકલિત કરીને હિમાંશીબેન શેલત દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી અને સાંઈ’ માંથી એક પત્ર અને તેનો સ્વામીજીનો જવાબ.


કોળી બાપા – મકરંદ દવે 1

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


સત્યનું સ્વાગત – મકરંદ દવે 2

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. પ્રથમ લેખમાં માણીએ મહાભારતના કેટલાક પ્રસંગો વિશે તેમનાં વિચારમોતી, બહારથી એ પ્રસંગો એવા વરવા લાગે છે કે એને છીપલાંની જેમ ફગાવી આગળ વધવાનું મન થાય. પણ એને હાથમાં લઇ બરાબર તપાસીએ ને એનાં પડ ભેદી જોવા પ્રયત્ન કરીએ તો સત્યનું સુંદર મોતી એમાં ઝગારા મારતું હોય છે. આવો એક પ્રસંગ, જેમાં મહાભારતનાં બીજ પડ્યાં છે એ, વ્યાસના નિયોગનો છે.


‘હિંદ સ્વરાજ’ ની મૂળ વાત નખ દર્પણમાં – કાન્તિ શાહ

હિંદ સ્વરાજ ભલભલા થાપ ખાઈ જાય એવું પુસ્તક છે. ગોખલેને આ લખાણ એટલું અણઘડ લાગેલું કે તેમણે ભવિષ્ય ભાખ્યું કે ગાંધી હિંદમાં એક વરસ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. નહેરૂએ કહેલું કે હું આને અવાસ્તવિક માનું છું. કોંગ્રેસે તો તેની ચર્ચા વિચારણા કરવાનું જ મુનાસિબ નથી માન્યું. જ્યારે બીજી બાજુ ગાંધીજીએ જાતે થઈને લખ્યું હોય, અંદરના ધક્કાથી લખ્યું હોય તેવું આ એક જ પુસ્તક છે, એમણે કહ્યું છે, ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યુ, બહુ વિચાર્યું જે મારા વિચારો છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા મારી ફરજ સમજ્યો છું.’ આ પુસ્તકના મૂળ વિચારનો શ્રી કાન્તિભાઈ શાહનો સંવર્ધિત અને સરળ આસ્વાદ આજે અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધી નિર્વાણ દિવસે આજે તેમના વિચારોને સાચા અર્થમાં સમજવા અને આત્મબદ્ધ કરવાથી વધુ મોટી શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે?


પ્રથમ લોકમત અને ભેટ યોજના – વિજેતાઓ… 2

આ પહેલા અહીં જાહેર કરેલી લોકમત અને ભેટ યોજના (ઇ-પુસ્તક) માં ભાગ લઈને ખૂબ ઉપયોગી પ્રતિભાવો તથા સૂચનો આપનાર અનેક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. અનેક મિત્રોએ પોતાનો કીમતી સમય ફાળવીને આખું ફોર્મ તથા જરૂરી વિગતો ભરી આપી છે, એ અંતર્ગત અમુક સૂચનો અમને ખૂબ ઉપયોગી લાગ્યા છે, શક્ય એટલી ઝડપે તેમનો અમલ કરવાની પૂરી તૈયારી કરવામાં આવશે. કેટલાક સૂચનો હાલ પૂરતા તો અમલમાં મૂકવા શક્ય નથી અથવા તે માટે કેટલાક ડિઝાઈનર અથવા ડેવલોપર મિત્રો તરફથી ટેકનીકલ માર્ગદર્શનની જરૂર છે. આ યોજનામાં જે મિત્રોને ઇ-પુસ્તકા આપવામાં આવ્યા છે તેમના નામ આ પોસ્ટમાં મૂક્યા છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૭ 5

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જણાવતી અક્ષરનાદની આ વિશેષ શ્રેણી અંતર્ગત આજે જાણીએ કોમ્પ્યુટર પર કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર શરીર રચનાની ત્રિપરીમાણીય સફર કરાવતી વેબસાઈટ, ગૃહશોભાના વિવિધ વિકલ્પો, ચિત્રો તથા ફોટૉગ્રાફ્સને સુધારવા – બદલવા માટેનું ઓનલાઈન મફત સોફ્ટવેર, બિલ બનાવી આપતી ઓનલાઈન સુવિધા તથા ઈ-પુસ્તકોના શેલ્ફ રૂપ મફત સોફ્ટવેર જેવી સુવિધાઓ આપતી વેબસાઈટ્સ વિશે વિગતે વાત.


(માંદગી ઉપર) મુલાકાતીઓ – દુષ્યંત પંડ્યા 3

તમે કદી માંદા પડ્યા છો? ગંભીર રીતે માંદા પડ્યા છો? એ હૉસ્પિટલની નાનકડી ઓરડીમાં એક સામટા તમારા અર્ધો ડઝન શુભેચ્છકો આવી ચડે એવો અનુભવ તમને થયો છે ખરો? અને તમારી સમક્ષ પોતાના કાકાના દીકરા ગણપતની, ફઈની દીકરી કુંદનની, પડોશી જગજીવનની અને એવી બધી વાતોનો પટારો ખોલે છે. તમારી માંદગી બાજુએ રહી જાય છે. ના. એમની આ બધી પૈડથી તમારું માથું દુખવા લાગે છે. આખરે મોડી સંજે એ જાય છે ત્યારે, તમે પ્રભુને પ્રાર્થના કરો છો કે, ‘હે પ્રભુ!તું આવી માંદગી ન દેજે અને માંદગી દેવાનો હો તો, આવા મુલાકાતીઓ ન દેજે.’ પણ મુલાકાતીઓ પર માંદા પડનારનો અંકુશ નથી. આવી જ માંદગીથી મુલાકાતીઓના અજોડ સંબધને દર્શાવતો શ્રી દુષ્યંતભાઈનો આ લેખ અત્રે પ્રસ્તુત છે.


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


કોઇને કોઇની સાંકડ તો ન પડે ! – નિરંજન ટોલિયા 3

કોઈ એક જગ્યાની ક્ષમતાથી વધુ દ્રવ્ય કે લોકોનો સમાવેશ ન કરી શકાય તેવી સ્થિતિને સાંકડ કહે છે, તેના પરથી સાંકડમુકડ શબ્દ આવ્યો છે, પરંતુ પ્રસ્તુત અછાંદસમાં સાંકડ શબ્દને જેટલા અવનવા અને ક્યારેય વિચાર્યા ન હોય એવા અર્થો સાથેની વિભાવનાઓ સાથે ઉપયોગમાં લીધો છે એ જોઈને ખરેખર આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. આમ પણ મનની સાંકડ સ્થળની સાંકડ કરતા વધુ હાનિકારક અને અકળાવનારી બની રહે છે.


એ ખોવાયેલી દીકરી…. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે વિશેષ 5

૨૪ જાન્યુઆરીની તારીખને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ જાહેર કરીને ભારત સરકારે દર વર્ષે એ દિવસની ઉજવણી અને તે દ્વારા દીકરીઓ વિશે જાગૃતિ અને સદભાવ પ્રગટાવવાનું ધ્યેય રાખ્યું છે. શા માટે આ એક વિશેષ દિવસની જાહેરાત કરવાની જરૂર પડી? કહેવાતા આટલા બધા આધુનિક જમાનામાં પણ કોઈ એક જાતિને પોતાનું અસ્તિત્વ જાળવવા અને સમસ્યાઓ ઉકેલવા આ વિશેષ ધ્યાન જોઈએ છે? વાત એક નાનકડી બાળકીની છે… વાંચો વધુ આ વિશે.


આંસુઓ, મિથ્યા આંસુઓ – આલ્ફ્રેડ ટેનિસન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 1

વિક્ટોરીયન સમયના નોંધપાત્ર કવિ આલ્ફ્રેડ, લોર્ડ ટેનિસન (૧૮૦૯-૧૮૯૨) દ્વારા “ધ પ્રિન્સેસ” ના ગીત સ્વરૂપે લખાયેલ આ રચના માઉન્ટમાઉથશાયર નામના સ્થળના એક ખંડેર મઠની મુલાકાતથી પ્રેરાઈને તેમણે આ કવિતા “Tears, idle tears” લખેલી. વિલિયમ વર્ડ્ઝવર્થ દ્વારા પણ આ જ સ્થળની મુલાકાતે એક રચના લખાયેલી. શબ્દોના લાલિત્યને લઈને આ રચના ખૂબ સભર લેખાઈ છે. વિરોધાભાસી અને દ્વિઅર્થી સૂરોને લઈને આ કવિતા ચર્ચામાં રહી છે, જેમ કે આંસુઓ મિથ્યા છે અને છતાંય હ્રદયની ગહનતામાંથી ઉભરે છે, શરદઋતુના લહેરાતા ખેતરો ઉદાસી ઉભી કરે છે. એક વિવેચક કહે છે કે જ્યારે ટેનિસન આવા શબ્દો અને વલણો દાખવે છે ત્યારે તે શબ્દોની અદભુતતા સાથે નાટકીય પાસું પણ ઉમેરાય છે. આ જ કવિતાના ભાવાનુવાદનો એક નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે.


જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક 11

જીંદગી વિશે અનેક વિચારો, અનેક ચિંતનો અને વિવેચનો આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, પણ જીવનના સમગ્ર દ્રશ્યને શબ્દોની પીંછી વડે વ્યાખ્યાથી લઈને અનુભવ સુધીના કેનવાસ પર એબસ્ટ્રેક્ટ સ્વરૂપે ચીતરવાનો સુંદર પ્રયત્ન શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનો છે. વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈની આ ત્રીજી કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ 2

મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ઈ.સ. ૧૮૬૨માં પ્રકાશિત, ગુજરાતી ભાષાનો જેને પ્રથમ પ્રવાસગ્રંથ મનાય છે તે ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને કરસનદાસજી મૂળજી દ્વારા ૧૮૬૬માં પ્રગટ ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ આપણા આદ્ય ભ્રમણવૃતો છે. આ પુસ્તકોનું ઐતિહાસીક મૂલ્ય છે તો પ્રવાસવર્ણનની ગુજરાતી પરંપરાના તે સ્તંભો છે. આ જ પુસ્તકોની શ્રેણીમાં એક મહિલા લેખીકા દ્વારા, ૧૯૩૬માં શ્રી શાન્તાબહેન ચી. કવિએ કરેલા કાશ્મીર પ્રવાસનું વિગતપ્રચૂર છતાં સરળ અને રસપ્રદ શૈલીમાં કરેલું પ્રવાસવર્ણન તેમનાં પુસ્તક ‘કાશ્મીર’ (૧૯૫૪) માંથી મળી આવે છે. અડધી સદીથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ પુસ્તકના વર્ણનો તથા વિગતો કાશ્મીર આ ધરતી પરનું સ્વર્ગ હતું એ વાતની સહજ પુષ્ટિ કરે છે. તો પ્રવાસવર્ણનના લેખ લખતી વખતે વિગતો અને સ્થળવિશેષ વર્ણનો સાથે પ્રવાહી શૈલી કઈ રીતે જાળવી રાખી શકાય એ કળા પ્રસ્તુત લેખ પરથી સમજી શકાય છે. પ્રવાસવર્ણનોના ગુજરાતીના અનેક પુસ્તકોની વચ્ચે આ એક આદ્યપુસ્તક સમાન રચના છે એમાં બે મત નથી.


ધ મંગલાષ્ટક લિમિટેડ – ઉમાશંકર જોશી 6

ઉમાશંકર ગાંધીયુગના પ્રમુખ કવિ, પણ આ કવિઓની પ્રવૃત્તિ કેવળ કાવ્ય પૂરતી સીમિત ન રહી. ગદ્યને પણ એમણે આરાધ્યું. તેમનામાં કવિ અને ચિંતક જોડાજોડ છે, એનું અજોડ પરિણામ એમના નિબંધમાં પ્રગટ્યું છે. તેમની કલમમાં હળવું હાસ્ય પણ છે પણ એ હળવા હળવા હાસ્યને ક્યારે હાસ્યની છોળો બનાવી મનને ભીંજવી દે એ વાચકને સમજાય એ પહેલા તો રસતરબોળ થઈને તે કૃતિ સાથે એકરસ થઈ જાય છે. ધ મંગલાષ્ટક લિમિટેડ તેમની એવી જ એક અનોખી રચના છે. કવિઓ પર મંગલાષ્ટક રચવાની ને એ રીતે આજીવિકા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની સમગ્ર વાતને એટલી તો હળવાશથી તેઓ મૂકે છે કે આ અનોખો હાસ્ય-નિબંધ એક અજોડ વાંચન બની રહે છે.


આજ – દક્ષા વ્યાસ 3

વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે. ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧) અને ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન વિવેચનના ગ્રંથો છે. ‘અલ્પના’ (૨૦૦૦) એમનો કાવ્યસંગ્રહ છે. પ્રસ્તુત રચનામાં વીતી રહેલી આજનું માનસ દર્શન કવયિત્રીએ કરાવ્યું છે. સાંજની વીતતી ક્ષણો અને રાત ઢળવાની ઘટનાને અનોખા મિજાજથી આલેખીને તેમણે અહીં કમાલ કરી છે. વિશેષણો અને ઘટનાઓની અનોખી ગૂંથણી પ્રસ્તુત અછાંદસને સુંદર માણવાલાયક રચના બનાવે છે.


પૈસો અને લક્ષ્મી – વિનોબા 7

મોંઘવારી, ફૂગાવો ને આર્થિક મંદી વગેરે તો રોગનું આજે ઉભરી આવેલ લક્ષણ માત્ર છે, મૂળ રોગ માટે તો ઉંડી તપાસ થવી જોઈએ. તે હેતુથી અર્થવ્યવસ્થાનું વિહંગાવલોકન અને વિશદ છણાવટ વિનોબાજીએ વર્ષો પહેલા કરેલી. પૈસાને અને લક્ષ્મીને આપણે એક જ ગણી લઈએ છીએ પણ એ ભ્રમને વિશે વિનોબાએ પદ્યરૂપે આપેલી પ્રસ્તુત રચના કેટલું બધું સમજાવી જાય છે? પૈસાને તેઓ લફંગો લબાડ અને અળવીતરો કહે છે. અનુભવો લક્ષ્મી અને પૈસા વચ્ચેનો ફરક.


છેલ્લી ઘડી – ચૈતન્યબાળા દિવેટિયા 3

ચૈતન્યબાળા દિવેટિયા (૧૯૧૯-૧૯૯૪) રચિત ‘અક્ષત’ (૧૯૬૦) તેમનો સ્વરચિત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. પ્રસ્તુત રચના તેમના આ જ સંગ્રહમાંથી લેવાઈ છે, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, વસંતતિલકા, શિખરિણી, ઇન્દ્રવજ્રા જેવા છંદોનો ઉપયોગ કરીને શાહજહાંની વેદના અને તાજમહાલ સાથેના તેના જીવનની કરુણતા તેમણે બખૂબી વર્ણવી છે. પોતાના જ વારસો દ્વારા કેદમાં નખાયા પછી પશ્ચાતાપ રૂપે કહેવાયેલી વાત એ મહેલના ઘડવૈયાઓના કાપી નંખાયેલા હાથ અને તેમની બદદુવાઓને લઈને, એક પ્રેમી મટીને રાજા બનવાની સજા ભોગવી રહ્યા હોવાની કથની સુંદર રીતે કહેવાઈ છે.


માનવીનું ઘડતર (ક્રાંતિ – નવલ) – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી, અનુ. શાંતા ગાંધી 1

ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’ ઓગણીસમા શતકના સાતમા દાયકામાં લખાયેલી મહાનવલ છે, રોમાં રોલાની મહાનવલ ‘જ્હોન ક્રિસ્ટોફર’ વીસમાં શતકના ઉપકાળનો પરિપાક છે, તો નિકોલાઇ ઓસ્ત્રોવસ્કીનું ‘માનવીનું ઘડતર’ (અંગ્રેજીમાં ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’), નવા યુગના નવા પરિબળોનો હ્રદયધબકાર છે. પહેલી બે કૃતિઓમાં અજંપો છે તો ત્રીજીમાં છે નવજીવનની અપરિહાર્ય શ્રદ્ધા. નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી ઝારશાહીના અંધકારયુગમાં જનમ્યા હતાં. તેમને અગિયાર વર્ષની વયે આજીવિકા મેળવવા શ્રમજીવનનો પ્રારંભ કરવો પડ્યો હતો. મેક્સીમ ગોર્કીને આદર્શ તરીકે રાખીને એકવીસ વર્ષની વયે તેમણે લખવાનું આરંભ્યું, છવ્વીસ વર્ષે તે અપંગ થયા. એ પછીના કાળમાં જ તેમણે તેમની કીર્તિના કળશરૂપ આ નવલકથા લખી. તેમને એ કાળનું સોવિયેત સંઘનૂં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ લેનિન’ અપાયું. બત્રીસ વર્ષની વયે, ૧૯૩૬માં તેમનું અવસાન થયું. તેમની આ કાંતિગાથાનો શરૂઆતનો એક નાનકડો ભાગ અત્રે પ્રસ્તુત છે.


(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત 10

હતાશા અને નિરાશાનો સમય હોય, ધારેલી કોઈ વાત, કોઈ લક્ષ્ય સિદ્ધ ન થઈ રહ્યું હોય અને નાસીપાસ થઈ જવાય એવા સંજોગો ઉભા થાય એવા સમયે સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે સાહિત્ય, સાહિત્યની હકારાત્મકતા માણસની અંદર રહેલી હિંમત અને ધૈર્યને જીવંત રાખે છે, મુસીબતો સામે લડવાની પ્રેરણા આપે છે. આવી જ એક દ્રષ્ટાંત કથા અત્રે પ્રસ્તુત છે.


રસધારની વાર્તાઓ (ભાગ ૨) – ઝવેરચંદ મેઘાણી (ઇ પુસ્તક ડાઉનલોડ) 4

મારા મિત્ર માયાભાઈ વાઘ જ્યારે જ્યારે રા’નવઘણની આ વાત તેમની આગવી શૈલીમાં દોહાઓ લલકારતા કહે છે ત્યારે સાંભળનારના કાનને ખરેખર અનેરી શાતા મળે છે. રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે. આશા છે આ ઈ-પુસ્તકની બધી વાતો સાથે ઉત્કટતાથી તેના ઈ-સંસ્કરણને પણ આવકારાશે.


હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા 2

કૃષ્ણલીલાના પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો લખીને ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ કરનારા નરસિંહ મહેતાની ‘શામળશાનો વિવાહ’, ‘હાર’, ‘હુંડી’, ‘મામેરું’ અને ‘શ્રાદ્ધ’ જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ તેમને નામે મળે છે. ઝૂલણા છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયાં ખૂબ ભાવવિભોર કરતી રચનાઓ છે. પ્રેમલક્ષણા ભક્તિના આ પદમાં ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ મહિમા પ્રસન્નતાપૂર્વક ગાયો છે. ગોપીએ ભક્તિભાવથી અને હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે. પ્રત્યેક પંક્તિમાં પહેલા શબ્દનું ત્રણ વાર થતું આવર્તન સંગીત સાથે ભાવને પણ પોષે છે. ઈટીવી ગુજરાતી પર નરસિંહ મહેતા ધારાવાહિક જોતા આ રચના સાંભળેલી, ત્યારથી તેની શોધ કરતાં અંતે આ સરસ પદ મળી આવ્યું.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૬ (ફિલ્મી-ગેરફિલ્મી ગીત સંગીત) 9

ઉપયોગી વેબસાઈટ્સની લિન્ક આપતા આ વિભાગમાં આજે ગીત સંગીત વિષયક કેટલીક વેબસાઈટ્સનો પરિચય મેળવીએ. હિન્દી ગીતો સાથેની વેબસાઈટ્સનું આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાતું રહે છે. અનેક નવી વેબસાઈટ્સ બને છે અને જૂની અદ્રશ્ય થઈ જાય છે. કોપીરાઈટ ભંગને લઈને, પાયરસીના વિરોધને લઈને, કાયદાકીય અવરોધો વગેરે જેવી બાબતોમાં સપડાવાને લીધે આવી વેબસાઈટ્સ લાંબુ જીવી શક્તી નથી. છતાંય તેમાંની કેટલીક ખૂબ લાંબા સમયથી સંગીતપ્રેમીઓને માટે મનપસંદ રહી છે. એમાંની કેટલીક વેબની સાથે સંકળાયેલી નકારાત્મક બાબતો અને પાયરસીના વિરોધ કરવાના અનેક ઈજનો છતાં આવી વેબસાઈટ્સની ક્લિક્સ રાત્રે ન વધે એટલી દિવસે વધ્યા કરે છે.


જન્મોત્સવ – સુરેશ જોષી 8

૩-૫-૧૯૨૧માં જન્મેલા અને ૬-૯-૧૯૮૬ ના રોજ આ દુનિયાને અલવિદા કહી ગયેલા સ્વ. શ્રી સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં એક અનોખા પ્રકારની, અનોખા પ્રવાહની વાર્તાસૃષ્ટિના નિર્માતા હતાં. તેમની વાર્તાઓમાંના જીવનતત્વનો ધબકાર અને ક્યારેક ચિત્કાર સજ્જડ આંખોના માધ્યમથી આપણા માનસ કાન સુધી પહોંચે છે એટલી સશક્તતા અને સચોટતાભરી ભાવસૃષ્ટિ તેઓ જન્માવી શકતા. પ્રસ્તુત વાર્તા મેં ક્યારેક શાળાજીવનમાં વાંચેલી અને એનો પ્રભાવ મનના કોઈક ખૂણે સદાને માટે અંકિત રહી ગયેલો. શ્રી સુરેશ જોષીની વાર્તાઓની સંકલન પુસ્તિકા ” હાથમાં આવી પછી એમાંથી આ વાર્તા વાંચતા એ સ્મૃતિઓ ફરી ઉપસી આવી. વાર્તાનું ક્લેવર, વાત પહોંચાડવાની આખીય પદ્ધતિ અને વાતનો મુખ્ય સાર, ત્રણેય રીતે આ વાર્તા રચનાત્મકતાની દ્રષ્ટિએ અને વાંચક સુધી પહોંચતા વાતના ભાવને લઈને મને આકર્ષે છે. પ્રસ્તુત છે હ્રદયના ધબકારા ચૂકાવી દેતી વાર્તા… ‘જન્મોત્સવ’


રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.


નવનીત સમર્પણ સામયિકમાં અક્ષરનાદની કૃતિ 3

નવનીત સમર્પણ સામયિકના જાન્યુઆરી 2011 ના અંકમાં લેવાયેલા અક્ષરનાદના બે લેખ વિશેની વાત આજે કરી છે. આવા પ્રોત્સાહનો અનેક નવા સ્થળો વિશે, આપણી અજાણી ધરોહર વિશે લખવા પ્રેરણા આપશે એમાં બે મત નથી.


આપઘાત – આશિષ આચાર્ય 14

આજે પ્રસ્તુત છે વર્તમાન સમયના યુવાનની વ્યથાને અક્ષરદેહ આપતી એક ટૂંકી વાર્તા. અક્ષરનાદને આ સુંદર વાર્તા મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમદાવાદના શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમની કલમે આપણને આમ જ સુંદર કૃતિઓ મળતી રહે.


મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ 16

ખૂબ ઝડપથી લખવા ધારેલી મારી કલ્પનાની ક્ષિતિજોને આંબતી આ પ્રથમ નવલકથાનું પ્રથમ પ્રકરણ 7 ફેબ્રુઆરી 2010 ના દિવસે શરૂ કરેલું. પણ પછી એ દિવસ અને આજનો દિવસ, એક અક્ષર પણ આગળ વધી શક્યો નહીં. અનેક કારણો છતાં નવા વર્ષના નિર્ણય સ્વરૂપે આ વર્ષે આ નવલકથાને મહીને એક પ્રકરણ લખીને પણ પૂરી કરવી એ નક્કી કર્યું છે. જો કે આ એકમાત્ર પ્રકરણ છે જે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ પછી કોઈ પ્રકરણ અહીં મૂકવાની ઈચ્છા નથી, આખી નવલકથા લખાઈ જાય પછી જોઈશું એમ વિચારીને આ લખવાનું શરૂ કર્યું છે. પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત છે.


ત્રણ ગઝલો – જલન માતરી 9

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.