Monthly Archives: March 2012


સંબંધોમાં સમજણની ઉલઝન – ડૉ. જગદીશ જોશી. 4

ડૉ. જગદીશભાઈ જોશીનો અક્ષરનાદ પર સંબંધો વિશેનો આ ત્રીજો લેખ છે. આ પહેલા પણ ‘તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?’ અને ‘રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ’ એ શીર્ષક હેઠળ તેમના બે લેખ પ્રસ્તુત થયેલા, એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૨) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો બીજો ભાગ


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો પ્રથમ ભાગ.


મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ 6

સાવરકુંડલામાં એક અનોખા ડૉક્ટર વસે છે, એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો, રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર, કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં ડૉક્ટર સાહેબ અને તેમના ધર્મપત્નિ – આ બંનેએ સક્રિય રસ લીધો છે. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક – એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે જ, તે પછી એ જ અનુભવોનું વધુ વિશદ ભાથું ‘મનેખ નાનું મન મોટું’ એ નામે પ્રસિદ્ધ થયું, એમાંથી જ એક વાત આજે અહીં ટાંકી છે. જીવનમાં મોટી નકારાત્મક બાબતોની સામે ફક્ત એક જ હકારાત્મક વાત ઘણી પ્રેરણા આપતી જાય છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો ખૂબ ખૂબ આભાર.


આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ 2

ન્યૂયોર્કના બારામાં લિબર્ટી આઈલેન્ડ પર ઉભેલ સ્વતંત્રતાની રોમન દેવી – સ્ટેચ્યુ ઑફ લિબર્ટી મૂળે અમેરિકાને ફ્રાન્સના લોકો તરફથી મળેલ ભેટ છે, તે અમેરિકાની સ્વતંત્રતાનું અનોખું પ્રતીક થઈને ઊભરે છે, વિદેશીઓ માટે એ અમેરિકામાં આવીને વસવાની આશાને બળ આપતું પ્રેરણાધામ છે. તેના અંદરના ભાગે નીચલા સ્તરના ઓટલા પર ૧૮૩૩માં લખાયેલું એમ્મા લઝારસનું સોનેટ તાંબા પર કોતરાઈને ૧૯૦૩માં લગાવવામાં આવેલું, એ રચના એવા અનેક હજાર લોકોની વાત કરે છે જે અમેરિકા સ્થાયી થવા પોતાનું વતન છોડીને આવે છે. આપણા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના પુત્ર ડૉ. કનકભાઈ રાવળે અક્ષરનાદને એ જ વિષયને લગતી પ્રસ્તુત સુંદર કૃતિ પાઠવી છે, તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10

દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું. વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે. પ્રસ્તુત છે આવો જ એક પ્રસંગ અને વિચાર….


‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

મૂળ રેવા, કચ્છના પણ વ્યવસાયને કારણે – જો કે ખરેખર તો એમ કહેવું જોઇએ કે ભેખ લઇને – દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ (કચ્છ) દ્વારા પ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંકલિત પુસ્તિકા ‘ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક’ ને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બે મત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા ‘ખૂણે બેસીને કામ કરતા સર્જકો’નાં કામનો સીધો સંપર્ક સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજ સાથે, સાધી આપે છે.


અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.


બે પદ્યરચનાઓ – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 1

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. તેઓ કાવ્ય રચના પણ કરે છે. આજે પ્રસ્તુત છે તેમની જ બે પદ્ય રચનાઓ. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કરણી તેવી પાર ઉતરણી.. – ઋત્વિ વ્યાસ મહેતા 9

અક્ષરનાદ પર ઋત્વિ વ્યાસ મહેતાની આ પ્રથમ કૃતિ છે. નાનકડી વાર્તામાં ભૃણ જાતિ પરીક્ષણ અને ભૃણ હત્યા વિશેનો તેમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રથમ રજૂઆત બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ તેમને આવી વધુ કૃતિઓ રચવાની પ્રેરણા અને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


શ્રીમદ ભગવદગીતા મુજબ સંસારની વ્યાધિઓના વિમોચનનો ઉપાય… – વિનોદ માછી 1

શ્રીમદ્ ભગવદગીતાનો પંદરમો અધ્યાય નાનો ૫રંતુ ખૂબ જ મહત્વનો છે. જીવ સ્વરૂ૫તઃ ૫રમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવા છતાં ૫ણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીર (સંસાર) માં તાદાત્મય.. મમતા અને કામના કરીને આબધ્ધ થયો છે. જ્યાં સુધી તે ગુણોથી અતિત (વિલક્ષણ) તત્વ ૫રમાત્માના પ્રભાવને જાણતો નથી ત્યાં સુધી તે પ્રકૃતિજન્ય ગુણોના પ્રભાવથી સર્વથા મુક્ત થઇ શકતો નથી. પોતાનો અત્યંત ગોપનીય અને વિશેષ પ્રભાવ બતાવતાં તથા વ્યવહારકાળમાં સંસારનું નિત્યત્વ અને સંસાર તાપત્રય વિમોચનનો ઉપાય બતાવતાં ભગવાન સંસારરૂપી વૃક્ષને અશ્વત્થની ઉ૫મા આપીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast) 12

જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ. આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે. તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૩….. ચારણકન્યા / દીકરો (Audiocast) 9

વચ્ચે એક દિવસના વિરામ બાદ આજે પ્રસ્તુત છે નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ત્રીજો ભાગ, જે સમાવે છે શ્રી મેઘાણીની અમર રચના એવી ચારણકન્યા વિશેની વાતને અને રસધારમાંથી વાર્તા ‘દીકરો’. આ ભાગ આમ જોવા જાઓ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની – ગુજરાતની દીકરીઓના ખમીર અને સક્ષમ મનોબળનો પરચો કરાવતો વિશેષ ભાગ બની રહ્યો છે. સંજોગોવશાત ઉપરોક્ત બંને પ્રસંગો – વાતોમાં આવતી કન્યાનું નામ હીરબાઈ છે – હીર એટલે ખમીર, હિંમત, મક્કમ મનોબળ, અને એ સૌરાષ્ટ્રની બહેન દીકરીઓમાં ભારોભાર ભર્યું છે. સાંભળો આજે આ ત્રીજો ભાગ.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast) 2

જો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ ! તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast) 16

ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્ય સ્વરૂપે. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે.


પાછા ફરીશું… (ગઝલ) – જીતેન્દ્ર પ્રજાપતિ 4

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અક્ષરનાદ પર સમયાંતરે તેમની રચનાઓ પ્રસ્તુત થતી રહે છે તે અક્ષરનાદનું સદભાગ્ય છે. જીતેન્દ્રભાઈની રચનાઓ કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ એક સુંદર અને અર્થસભર ગઝલ, જેનો પ્રત્યેક શેર આફરીન કહેવા મજબૂર કરે એવો સરસ છે. નિષ્ફળતાઓથી ડર્યા વગર, સતત લડીને – હિંમતથી પરિસ્થિતિઓનો સામનો કરીને સતત ટકી રહેવાનો પ્રયત્ન કરતા માણસની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઈ છે, ટાંકણાંથી હસ્તરેખા ખોતરવાની વાત તો ખૂબ જ બેનમૂન થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


જ્યાંરે મનમેં વિરહ નહીં…. – રાણી રૂપાંદે 1

મૂળ નાથપંથના રાણી રૂપાંદે અને તેમના પતિ રાવળ માલદેની સંત બેલડી પ્રખ્યાત છે. મૂળ રાજસ્થાની મહાપંથના નારી સંત રૂપાંદેનો કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ એટલો લોકસ્વીકાર થયો છે કે તેઓ સૌરાષ્ટ્રનાં જ છે એવી લોકમાન્યતા ઊભી થઈ ગયેલી. રાવળ માલદે / મલ્લીનાથનો ઈતિહાસ ઈ.સ. ૧૩૨૮ – ઈ.સ. ૧૩૯૯નો છે, ગુરુ ઊગમશી ભાટીના મુખ્ય સાત શિષ્યોમાં આ બંને છે. રામદેવપીર તેમના અનુગામી સમકાલીન હોવાની વિગત સાંપડે છે. વિરહભાવની અનિવાર્યતા બતાવતા પ્રસ્તુત ભજનમાં અસ્તિત્વજ્ઞાન વચ્ચેના અંતરાયો અને પ્રાપ્તિની યુક્તિઓના સંકેતો સરળતાથી દર્શાવાયા છે. નવનીત સમર્પણ સામયિકના ૨૦૧૨ જાન્યુઆરીના અંકમાંથી આ વિષય પર શ્રી ફારૂક શાહ દ્વારા વિગતે લખાયેલ કૃતિમાંથી આ રચના સાભાર લેવામાં આવી છે.


બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને એ ભાવવિશ્વનું સરનામું ચીંધ્યુ છે ગિજુભાઈ બધેકાએ, એ ગુજરાતી બાળકોની મૂછાળી માં છે. પ્રસ્તુત સંકલન લોકમિલાપ દ્વારા પ્રકાશિત તેમની વાર્તાઓના સંકલન રોજેરોજનું વાંચન માંથી લેવામાં આવ્યું છે. તેમની પચીસેક બાળવાર્તાઓ અત્રે મૂકી છે, આશા છે ઈ-પુસ્તક સ્વરૂપે ગુજરાતી બાળસાહિત્યમાં થયેલા નગણ્ય યોગદાનને અહીંથી એક નવી શરૂઆત મળી રહેશે.


વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ 8

પીપાવાવમાં અમારી કંપની દ્વારા ઉજવાયેલ નેશનલ સેફ્ટી વીક અંતર્ગત ૬ માર્ચના રોજ મેં રક્તદાન કર્યું, એટલે ભાવનગર બ્લડબેંક તરફથી સ્વામી વિવેકાનંદે કહેલા વાક્યો અને વિચારોના લિફ્લેટ્સ કાર્ડનો એક સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ સંગ્રહ ખરેખર વસાવવા લાયક છે, જે ફક્ત ૪૦ રૂપિયાનો છે અને ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ એ શિર્ષક હેઠળ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાયો છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય, સફળતા, ઈચ્છાશક્તિ, નિર્ભયતા, સામર્થ્ય, ત્યાગ અને આત્મશ્રદ્ધા જેવા વિષયો પર સુંદર સંકલન કરાયું છે. પ્રસ્તુત છે એ સંપુટમાંથી કેટલાક આફરીન કહી ઉઠીએ એવા વિચારબિંદુઓ.


સાંઢ નાથ્યો… – ઈશ્વર પેટલીકર 9

તો આ જ નવલકથા વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખ્યું છે, “ચોકઠામાંથી મુક્ત થયેલો કોઈ કોઈ લેખક એકાએક ઝબકે છે અને પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી કે પ્રાણ ભરીને પીધેલી નાની એવી લોકદુનિયાનું પણ કલાદર્શન લઈ આવે છે, ત્યારે ગુજરાતમાં નવાં અજવાળાં પથરાય છે અને અષાઢની પ્રથમ દ્રષ્ટિએ પલળેલી ધરતીની ધૂળમાંથી જે સોડમ ઉઠે છે તેવી સોડમ આપણને પ્રસન્ન કરે છે, એ સોડમ સાતેક વર્ષ પૂર્વે ભાઈ પન્નાલાલ પટેલ આવ્યા અને આજે ભાઈ ઈશ્વર પેટલીકર લાવે છે. ‘જનમટીપ’ની પાત્રસૃષ્ટિ પાટણવાડિયાના નામે ઓળખાતી ગુજરાતના ખેડુ – ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમમાંથી લેવામાં આવી છે. એ કોમ જાણીતી છે મારફાડ અને ચોરીલૂંતના ગુનાઓ માટે, પણ કલાકારનું નિશાન ફોજદાર, સમાજસુધારક, જેલર કે ન્યાયકર્તાના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસમાત્રના બહિરંગનું પડ ભેદીને એના અંતરંગમાં ઉતરી તેમની માનવતાનું હાર્દ પકડવાનું છે. ‘જનમટીપ’માં એ માનવતા ઝીલાઈ છે. વાર્તાનો ઉપાડ, પ્રસંગોનો ઉપાડ, પાત્રોની બુદ્ધિશક્તિની ચતુઃસીમાને સાચવી રાખતો પાત્રવિકાસ, વાર્તાલાપોની સુરેખતા અને તે સર્વનેય જેનો અભાવ નિરર્થક બનાવે તેવું કસબીની ધીરતાનું તત્વ ‘જનમટીપ’ને સાંગોપાંગ કૃતિ બનાવી શક્યું છે.” કદાચ શાળામાં અથવા અન્યત્ર આ પાઠ વાંચેલો એવું આછુ યાદ છે ખરું. એ રસદાર કૃતિનો, એમાંના એક પ્રસંગની સાથે સ્વાદ આજે આપ સૌ સાથે ફરી લઈ રહ્યો છું.


મિથ્યાભિમાન – દલપતરામ 3

જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજી ઠક્કર તરફથી ૧૦૦ રૂ.નું ઈનામ અપાશે. એ જાહેરાતના જવાબમાં લખાયેલ કૃતિ એટલે આ મિથ્યાભિમાન. એ એક વિલક્ષણ નાટ્યકૃતિ છે, લોકબોલીમાં, શુદ્ધ દેશી શૈલીએ નીપજાવેલી ગુજરાતી જ કહી શકાય તેવી આ નાટ્યકૃતિને ઐતિહાસીક અને ક્લાસિક કહી શકાય. આ પહેલા પણ આ નાટકનો અંશ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો જ છે. આજે પ્રસ્તુત છે આ જ નાટકનો એક અન્ય હાસ્યસભર કટાક્ષસભર અને સચોટ અંક.


બિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

આજે જે પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે તેનું શિર્ષક છે ‘બિંદુ’ અને નામ મુજબ લેખક શ્રી મોરલીધર દોશીના પોતાના અને તેમને ગમેલા અન્યોના વિચારબિંદુઓનું એક સરસ નાનકડું સંકલન છે. પુસ્તક ઈ.સ. 2000માં લેખકના મૃત્યુ વખતે પ્રૂફ રીડીંગ થઈને તૈયાર હતું, તે પછી તેમના પુત્ર શ્રી સુરેશભાઈ દોશીએ 2001માં પ્રકાશિત કર્યું. વાચકોને વહેંચવા માટે તેમણે આ પુસ્તક અક્ષરનાદને પાઠવ્યું છે. પુસ્તક આજથી ડાઉનલોડ માટે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે. અત્રે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક વિચારબિંદુઓ.


મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 12

આંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે? પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.